સેવઈ તો આપણે અલગ અલગ રીતે બનાવી ને મજા લીધી જ છે પણ આજ ની મીઠાઈ થોડી અલગ છે જે એકદમ ક્રનચી અને સ્વાદિષ્ટ લાગશે. આ મીઠાઈ બનાવી તમે દિવાળી પર કે અન્ય તહેવાર પર પરિવાર સાથે અથવા આવેલા મહેમાન સાથે મજા લઇ શકો છો. આ મીઠાઈ ખૂબ ઓછી સામગ્રીથી સેવઈ બાઇટ્સ ખૂબ સસ્તી રીતે તૈયાર થઈ જાય છે તો ચાલો Sevai bytes શીખીએ.
સેવઈ બાઇટ્સ બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ ½ કપ
- સેવઈ 2 કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- ફ્રેશ ક્રીમ / મિલ્ક પાઉડર 4-5 ચમચી
- ઘી 4-5 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- પિસ્તા ની કતરણ 3-4 ચમચી
- કાજુ ની કતરણ 1-2 ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
- સૂકા ગુલાબની પાંખડી 2-3 ચમચી
Sevai bytes banavani rit
સેવઈ બાઇટ્સ બનાવવા સૌપ્રથમ શેકેલ અથવા કાચી ઝીણી સેવ લ્યો એને બને થાય વડે દબાવી તોડી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તોડી રાખેલ સેવ માંથી બે કપ સેવ નાખો સાથે ઘી નાખો હવે ગેસ ચાલુ કરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો. સેવ બિલકુલ ગોલ્ડન બ્રાઉન થાય એટલે કડાઈ ને એક બાજુ કરી નાખો.
હવે બીજી કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો. ગરમ દૂધ માં ખાંડ નાખો અને બરોબર મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય અને દૂધ ઉકળવા લાગે એટલે એમાં શેકી રાખેલ સેવ નાખો અને ગેસ ને ધીમો કરી નાખી બરોબર હલાવતા રહો. દૂધ માં સેવ બરોબર મિક્સ થઈ જાય એટલે જ્યાં સુંધી કડાઈ માં મુકવા લાગે ત્યાં સુંધી ધીમા તાપે દૂધ સાથે ચડવા દયો.
દૂધ બિલકુલ સુકાઈ જાય એટલે એમાં એલચી પાઉડર અને ફ્રેશ ક્રીમ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યોને ક્રીમ પણ બરોબર મિક્સ થઈ જાય અને ક્રીમ પણ બરોબર સુકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી લ્યો અને નવશેકું ઠંડુ થવા દયો.
સેવઈ નું મિશ્રણ ઠંડુ થવા લાગે એટલે મનગમતા આકાર ના મોલ્ડ માં નાખી ને આકાર આપી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ અને ગુલાબ ની પાંખડી મૂકી ગાર્નિશ કરી લ્યો. આમ બધા મિશ્રણ માંથી બાઇટ્સ બનાવી લ્યો અને ગાર્નિશ કરી લ્યો. અમે ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો સેવઈ બાઇટ્સ.
Sevai bytes recipe notes
- ડ્રાય ફ્રુટ ની કતરણ ને થોડી શેકી ને વાપરશો તો સ્વાદ સારો આવશે.
- સેવઇ ને ધીમા તાપે ચડાવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય અને સોફ્ટ અને ક્રિસ્પી લાગે.
- જો ફ્રેશ મલાઈ ના હોય તો મિલ્ક પાઉડર અથવા કંદેસ મિલ્ક નાખી શકો છો. જો કન્ડે્સ મિલ્ક નાખો તો ખાંડ ની માત્રા ઓછી નાખવી.
- અહી અમે અડધો કપ ખાંડ વાપરી છે તમે વધારે મીઠાસ પસંદ હોય તો પોણો કપ ખાંડ પણ વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સેવઈ બાઇટ્સ બનાવવાની રીત
Sevai bytes banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મોલ્ડ
Ingredients
સેવઈ બાઇટ્સ બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ ખાંડ
- 2 કપ સેવઈ
- 1 કપ ફૂલ ક્રીમ દૂધ
- 4-5 ચમચી ફ્રેશ ક્રીમ / મિલ્ક પાઉડર
- 4-5 ચમચી ઘી
- ½ ચમચી એલચી પાઉડર
- 3-4 ચમચી પિસ્તા ની કતરણ
- 1-2 ચમચી કાજુ ની કતરણ
- 2-3 ચમચી બદામ ની કતરણ
- 2-3 ચમચી સૂકા ગુલાબની પાંખડી
Instructions
Sevai bytes banavani rit
- સેવઈ બાઇટ્સ બનાવવા સૌપ્રથમ શેકેલ અથવા કાચી ઝીણી સેવ લ્યો એને બને થાય વડે દબાવી તોડી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તોડી રાખેલ સેવ માંથી બે કપ સેવ નાખો સાથે ઘી નાખો હવે ગેસ ચાલુ કરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો. સેવ બિલકુલ ગોલ્ડન બ્રાઉન થાય એટલે કડાઈ ને એક બાજુ કરી નાખો.
- હવે બીજી કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો. ગરમ દૂધ માં ખાંડ નાખો અને બરોબર મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય અને દૂધ ઉકળવા લાગે એટલે એમાં શેકી રાખેલ સેવ નાખો અને ગેસ ને ધીમો કરી નાખી બરોબર હલાવતા રહો. દૂધ માં સેવ બરોબર મિક્સ થઈ જાય એટલે જ્યાં સુંધી કડાઈ માં મુકવા લાગે ત્યાં સુંધી ધીમા તાપે દૂધ સાથે ચડવા દયો.
- દૂધ બિલકુલ સુકાઈ જાય એટલે એમાં એલચી પાઉડર અને ફ્રેશ ક્રીમ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યોને ક્રીમ પણ બરોબર મિક્સ થઈ જાય અને ક્રીમ પણ બરોબર સુકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી લ્યો અને નવશેકું ઠંડુ થવા દયો.
- સેવઈ નું મિશ્રણ ઠંડુ થવા લાગે એટલે મનગમતા આકાર ના મોલ્ડ માં નાખી ને આકાર આપી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ અને ગુલાબ ની પાંખડી મૂકી ગાર્નિશ કરી લ્યો. આમ બધા મિશ્રણ માંથી બાઇટ્સ બનાવી લ્યો અને ગાર્નિશ કરી લ્યો. અમે ઠંડા કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો સેવઈ બાઇટ્સ.
Sevai bytes recipe notes
- ડ્રાય ફ્રુટ ની કતરણ ને થોડી શેકી ને વાપરશો તો સ્વાદ સારો આવશે.
- સેવઇ ને ધીમા તાપે ચડાવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય અને સોફ્ટ અને ક્રિસ્પી લાગે.
- જો ફ્રેશ મલાઈ ના હોય તો મિલ્ક પાઉડર અથવા કંદેસ મિલ્ક નાખી શકો છો. જો કન્ડે્સ મિલ્ક નાખો તો ખાંડ ની માત્રા ઓછી નાખવી.
- અહી અમે અડધો કપ ખાંડ વાપરી છે તમે વધારે મીઠાસ પસંદ હોય તો પોણો કપ ખાંડ પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
તગાર બનાવવાની રેસીપી | બુરા ખાંડ ની રેસીપી | bura khand
મીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in gujarati
સુરતી ઘારી બનાવવાની રીત | ghari banavani rit | ghari banavani recipe