નાસ્તા મા જયારે સેવ ઉસળ નું નામ આવે એટલે વડોદરા નું નામ આવે અને Sev Usal એ વડોદરાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે અને વડોદરા નું મહાકાલી સેવ ઉસળ ખુબજ પ્રચલિત છે તેમજ ઉસળ એ પ્રોટીનથી ભરપૂર નાસ્તો છે. તો ચાલો સેવ ઉસળ બનાવવાની રીત શીખીએ, mahakali sev usal banavani rit, vadodara mahakali sev usal recipe in gujarati.
સેવ ઉસળ બનાવવા જરૂરી સામગ્રી
- ટોટલ સેવ – ૧૦૦-૧૫૦ ગ્રામ
- ૮-૯ નંગ પાઉં
- સર્વ કરવા માટે ૧-૨ નંગ લીલી ડુંગળી સુધારેલી
- ૧ લીંબુ નો રસ
ઉસળ માટે જરૂરી સામગ્રી :-
- સફેદ વટાણા ૧ કપ
- તેલ ૪-૫ ચમચા
- ૩-૪ ડુંગળી ની પેસ્ટ
- આદુ લસણ ની પેસ્ટ ૨ ચમચા
- સેવ ઉસળ નો ગરમ મસાલો ૧ ચમચી
- હળદર પાઉડર ૧/૨ ચમચી
- લીલી ડુંગળી સુધારેલી ૨-૩ નંગ
- લાલ મરચું પાઉડર ૧ ચમચી
- ધાણજીરૂ પાઉડર ૧ ચમચી
- ૨ નંગ ટામેટા ની પેસ્ટ
- મીઠું ૧/૨ ચમચી
ઉસળ ની તરી બનાવવા જરૂરી સામગ્રી :-
- તેલ ૪-૫ ચમચા
- આદુ લસણ ની પેસ્ટ ૨ ચમચા
- ડુંગળી ની પેસ્ટ ૧ ચમચો
- લાલ મરચું પાઉડર ૧ ચમચી
- તીખું લાલ મરચું પાઉડર ૧/૨ ચમચી
- હળદર પાઉડર ૧/૨ ચમચી
- મીઠું ૧/૨ ચમચી
- સેવ ઉસળ નો ગરમ મસાલો ૧/૨ ચમચી
- ટામેટા ની પેસ્ટ ૨ ચમચી
સેવ તરી ની તૈયારી માટે સામગ્રી :-
- જાડી સેવ ૫૦ ગ્રામ
- લીલી ડુંગળી સુધારેલી ૧ નંગ
- ૧/૨ ચમચી સેવ ઉસળ નો ગરમ મસાલો
- તરી ૨ ચમચી
- ૧/૨ લીંબુ નો રસ
Sev usal recipe in gujarati
સૌપ્રથમ એક તપેલીમાં ૧ કપ સફેદ વટાણા લઈ લો. વટાણાને વ્યવસ્થિત ધોઈ લો અને તેમાં પાણી નાખી સાતથી આઠ કલાક પલાળવા માટે મૂકી દો.
સાતથી આઠ કલાક પછી વટાણા પલડી જાય એટલે એક કૂકરમાં વટાણા લઈ તેમાં સ્વાદમુજબ મીઠુ ઉમેરી પાંચથી છ સીટી થાય ત્યાં સુધી બાફો પછી ઉસળ બનાવવાની તૈયારી કરવી.
ઉસળ બનાવવાની રીત:-
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. ડુંગળીની પેસ્ટ થોડી ચડે એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી હલાવો. હવે તેમાં સેવ ઉસળ નો ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા-જીરુ પાવડર અને મીઠું નાખી વ્યવસ્થિત શેકો.
પછી તેમાં સમારેલી લીલી ડુંગળી નાખી હલાવો. લીલી ડુંગળીથી સ્વાદમાં વધારો થાય છે જો લીલી ડુંગળી ના હોય તો ન વાપરો. પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી વ્યવસ્થિત તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો.
ટામેટાની પેસ્ટ શેકાઈ જાય પછી તેમાં બાફેલા વટાણા નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં જરૂર મુજબ ૧/૨-૧ ગ્લાસ પાણી ઉમેરી એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરો. ઉસળ તૈયાર છે હવે આપણે તરી ની તૈયારી કરશું.
તરી બનાવવાની રીત:-
તરી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી ધીમા તાપે શેકો. પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખી શેકો.
પછી તેમાં લાલ મરચું પાવડર અને દીકુ લાલ મરચું પાવડર હળદર પાવડર સેવ ઉસળ ગરમ મસાલો, મીઠું અને ૧-૨ ચમચી પાણી નાખી મિક્સ કરો, પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી તેને ઢાંકી ને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દ,તરી તૈયાર છે.
સેવ તરી ની રીત:-
એક બાઉલમાં સેવ લઈ તેમાં સુધારેલી લીલી ડુંગળી, સેવ ઉસળ નો ગરમ મસાલો, તૈયાર કરેલી તરી બે ચમચી અને એક ચમચી લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી ને એક પ્લેટ માં લો.સેવ તરી તૈયાર છે.
સર્વ કરવા માટે એક નાના બાઉલમાં ઉસળ લઈ તેમાં સેવ અને લીલી ડુંગળી ભભરાવો.
NOTES
જો ચીઝ પસંદ હોય તો તમે સેવ તરી અને ઉસળ માં ચીઝ છીણી ને ભભરાવી સકો છો. તેનાથી સ્વાદ માં વધારો થાય છે.
sev usal banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirali Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સેવ ઉસળ બનાવવાની રીત
સેવ ઉસળ બનાવવાની રીત | sev usal banavani rit | sev usal recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સેવ ઉસળ બનાવવા જરૂરી સામગ્રી
- 100-150 ગ્રામ ટોટલ સેવ
- 8-9 નંગ ૮-૯પાઉં
- 1-2 નંગ સર્વ કરવા માટે લીલી ડુંગળી સુધારેલી
- 1 લીંબુ નો રસ
ઉસળ માટે જરૂરી સામગ્રી
- 1 કપ સફેદ વટાણા
- 4-5 ચમચા તેલ
- 3-4 ડુંગળી ની પેસ્ટ
- 2 ચમચા આદુ લસણ ની પેસ્ટ
- 1 સેવ ઉસળ નો ગરમ મસાલો
- ½ ચમચી હળદર પાઉડર
- 2-3 નંગ લીલી ડુંગળી સુધારેલી
- 1 ચમચી લાલ મરચું પાઉડર
- 1 ચમચી ધાણજીરૂ પાઉડર
- 2 નંગ ટામેટા ની પેસ્ટ
- ½ ચમચી મીઠું
સેવ ઉસળ ની તરી બનાવવા જરૂરી સામગ્રી
- ૪-૫ ચમચા તેલ
- 2 ચમચા આદુ લસણ ની પેસ્ટ ૨
- 1 ચમચા ડુંગળી ની પેસ્ટ ૧ ચમચો
- 1 ચમચી લાલ મરચું પાઉડર ૧ ચમચી
- ½ ચમચી તીખું લાલ મરચું પાઉડર ૧/૨
- ½ ચમચી હળદર પાઉડર ૧/૨ ચમચી
- ½ ચમચી મીઠું ૧/૨ ચમચી
- ½ ચમચી સેવ ઉસળ નો ગરમ મસાલો
- ૨ ચમચી ટામેટા ની પેસ્ટ
સેવ તરી ની તૈયારી માટે સામગ્રી
- 50 ગ્રામ જાડી સેવ
- 1 નંગ લીલી ડુંગળી સુધારેલી
- ½ ચમચી સેવ ઉસળ નો ગરમ મસાલો
- 2 ચમચી તરી
- ½ લીંબુ નો રસ
Instructions
સેવ ઉસળ બનાવવાની રીત – sev usal banavani rit – sev usal recipe in gujarati – mahakali sev usal banavani rit
- સૌપ્રથમ એક તપેલીમાં ૧ કપ સફેદ વટાણા લઈ લો. વટાણાને વ્યવસ્થિત ધોઈ લો અને તેમાં પાણી નાખી સાતથી આઠ કલાક પલાળવા માટે મૂકી દો.
- સાત થી આઠ કલાક પછી વટાણા પલડી જાય એટલે એક કૂકરમાં વટાણા લઈ તેમાં સ્વાદ મુજબ મીઠુ ઉમેરી પાંચથી છ સીટી થાય ત્યાં સુધી બાફો પછી ઉસળ બનાવવાની તૈયારી કરવી.
ઉસળ બનાવવાની રીત
- સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. ડુંગળી ની પેસ્ટ થોડી ચડે એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી હલાવો. હવે તેમાં સેવ ઉસળ નો ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા-જીરુ પાવડર અને મીઠું નાખી વ્યવસ્થિત શેકો.
- પછી તેમાં સમારેલી લીલી ડુંગળી નાખી હલાવો. લીલી ડુંગળીથી સ્વાદમાં વધારો થાય છે જો લીલી ડુંગળી ના હોય તો ન વાપરો. પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી વ્યવસ્થિત તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો.
- ટામેટાની પેસ્ટ શેકાઈ જાય પછી તેમાં બાફેલા વટાણા નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં જરૂર મુજબ ૧/૨-૧ ગ્લાસ પાણી ઉમેરી એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરો. ઉસળ તૈયાર છે હવે આપણે તરી ની તૈયારી કરશું.
તરી બનાવવાની રીત
- તરી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી ધીમા તાપે શેકો, પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખી શેકો.
- પછી તેમાં લાલ મરચું પાવડર અને દીકુ લાલ મરચું પાવડર હળદર પાવડર સેવ ઉસળ ગરમ મસાલો, મીઠું અને ૧-૨ ચમચી પાણી નાખી મિક્સ કરો, પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી તેને ઢાંકી ને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દ,તરી તૈયાર છે.
સેવ તરી બનાવવાની રીત
- એક બાઉલમાં સેવ લઈ તેમાં સુધારેલી લીલી ડુંગળી, સેવ ઉસળ નો ગરમ મસાલો, તૈયાર કરેલી તરી બે ચમચી અને એક ચમચી લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી ને એક પ્લેટ માં લો.સેવ તરી તૈયાર છે.
- સર્વ કરવા માટે એક નાના બાઉલમાં ઉસળ લઈ તેમાં સેવ અને લીલી ડુંગળી ભભરાવો.
- હવે એક પ્લેટમાં સેવ ઉસળ નો બાઉલ, પાવ અને સેવ તરી ની પ્લેટ મૂકી પીરસો.
sev usal recipe notes
- જો ચીઝ પસંદ હોય તો તમે સેવ તરી અને સેવ ઉસળ માં ચીઝ છીણી ને ભભરાવી સકો છો. તેનાથી સ્વાદ માં વધારો થાય છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રગડા પાવ બનાવવાની રીત | પાવ રગડો | ragda pav banavani rit | ragda pav recipe in gujarati
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit