આજ કાલ બજારમાં અલગ અલગ સ્વાદ ની સોયા સ્ટીક ખૂબ જોવા મળે છે પણ ભેળસેળ ના આ સમય માં કઈ વાનગી માં કઈ વસ્તુ ની ભેળસેળ થયેલ હસે એ કઈ ના શકાય તો બાળકો ને આપતા પણ વિચારવું પડે. પણ હવે નહી હવે બને એટલું ઘરે બનાવેલ બાળકો ને ખવડાવી ને એના સ્વાસ્થ્ય ને સારું કરી શકીશું એટલે જ આપણે ઘરે બજાર માં મળતા સેજવાન સોયા સ્ટીક સોયા સ્ટીક બનાવશું જે ઘર માં નાના મોટા બધાને પસંદ આવશે. તો ચાલો Schezwan Soya Stick banvani rit શીખીએ.
સેજવાન સોયા સ્ટીક બનાવવા જરૂરી સામગ્રી
- ચોખા નો લોટ 1 કપ
- સોયા લોટ / બેસન / અડદ દાળ નો લોટ ¼ કપ
- મલાઈ 1-2 ચમચી
- તેલ 1-2 ચમચી
- ટમેટા 1
- સૂકા કાશ્મીરી લાલ મરચા 5-7
- મેગી મેઝિક મસાલા 1 ચમચી
- આદુ ½ ઇંચ ટુકડો
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સંચળ ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- તજનો પાઉડર ¼ ચમચી
- સૂંઠ પાઉડર ¼ ચમચી
- લીલા ધાણા ની દાડી 10-12
- તરવા માટે તેલ
- મીઠું સ્વાદ મુજબ
Schezwan Soya Stick banvani rit
સેજવાન સોયા સ્ટીક બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં ટમેટું, કાશ્મીરી સૂકા લાલ મરચા, આદુ ના કટકા અને અડધો કપ પાણી નાખી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી પાંચ સાત મિનિટ મિડીયમ તાપે ચડાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને ટમેટા ની છાલ ઉતારી એક બાજુ ઠંડુ થવા દયો. હવે મિક્સર જારમાં ટમેટા, લાઈક ધાણા ની દાડી, મેગી મેજીક મસાલો લાલ મરચા નાખી ને પીસી લ્યો.
હવે એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, મરી પાઉડર, તજ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
એક વાસણમાં ચોખા નો લોટ, સોયા લોટ / બેસન / અડદ દાળ નો લોટ ચારણી થી ચાળી લ્યો એમાં મલાઈ, સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખો બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પીસી રાખેલ ટમેટા મરચા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ સેવ મશીન ને તેલ લગાવી સ્ટાર નોઝલ લગાવી અને તેલ વાળા હાથે બાંધેલા લોટ સેવ મશીન માં નાખી પેક કરી લ્યો અને પ્લેટ કે પ્લાસ્ટિક પર સેવ પાડી લ્યો.
તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે પાંચ સાત મિનિટ સુંધી બને બાજુ ઉથલાવી ઉથલાવી ને તરી લ્યો અને તરી ને કાઢો એટલે એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો આમ થોડી થોડી સ્ટીક ને તરી મસાલો છાંટી લ્યો અને તૈયાર કરી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને મજા લ્યો સેજવાન સોયા સ્ટીક.
Soya Stick NOTES
- સ્ટીક ને મિડીયમ તાપે તરવી અને પાંચ સાત મિનિટ પછી તેલ માંથી કાઢી લ્યો અને ગરમ હોય ત્યારે સ્ટીક નરમ લાગી શકે છે પણ ઠંડી થાય એટલે ક્રિસ્પી બની જસે.
સેજવાન સોયા સ્ટીક બનાવવાની રીત
Schezwan Soya Stick banvani rit
Equipment
- 1 સ્ટાર નોઝલ
- 1 સેવ મશીન
- 1 કડાઈ
Ingredients
સેજવાન સોયા સ્ટીક બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ચોખા નો લોટ
- ¼ કપ સોયા લોટ / બેસન / અડદ દાળ નો લોટ
- 1-2 ચમચી મલાઈ
- 1-2 ચમચી તેલ
- 1 ટમેટા
- 5-7 સૂકા કાશ્મીરી લાલ મરચા
- 1 ચમચી મેગી મેઝિક મસાલા
- ½ ઇંચ આદુ ટુકડો
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી સંચળ
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી મરી પાઉડર
- ¼ ચમચી તજનો પાઉડર
- ¼ ચમચી સૂંઠ પાઉડર
- 10-12 લીલા ધાણા ની દાડી
- તરવા માટે તેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Schezwan Soya Stick banvani rit
- સેજવાન સોયા સ્ટીક બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં ટમેટું, કાશ્મીરી સૂકા લાલ મરચા, આદુ ના કટકા અને અડધો કપ પાણી નાખી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી પાંચ સાત મિનિટ મિડીયમ તાપે ચડાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને ટમેટા ની છાલ ઉતારી એક બાજુ ઠંડુ થવા દયો. હવે મિક્સર જારમાં ટમેટા, લાઈક ધાણા ની દાડી, મેગી મેજીક મસાલો લાલ મરચા નાખી ને પીસી લ્યો.
- હવે એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, મરી પાઉડર, તજ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
- એક વાસણમાં ચોખા નો લોટ, સોયા લોટ / બેસન / અડદ દાળ નો લોટ ચારણી થી ચાળી લ્યો એમાં મલાઈ, સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખો બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પીસી રાખેલ ટમેટા મરચા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ સેવ મશીન ને તેલ લગાવી સ્ટાર નોઝલ લગાવી અને તેલ વાળા હાથે બાંધેલા લોટ સેવ મશીન માં નાખી પેક કરી લ્યો અને પ્લેટ કે પ્લાસ્ટિક પર સેવ પાડી લ્યો.
- તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે પાંચ સાત મિનિટ સુંધી બને બાજુ ઉથલાવી ઉથલાવી ને તરી લ્યો અને તરી ને કાઢો એટલે એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો આમ થોડી થોડી સ્ટીક ને તરી મસાલો છાંટી લ્યો અને તૈયાર કરી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને મજા લ્યો સેજવાન સોયા સ્ટીક.
Soya Stick NOTES
- સ્ટીક ને મિડીયમ તાપે તરવી અને પાંચ સાત મિનિટ પછી તેલ માંથી કાઢી લ્યો અને ગરમ હોય ત્યારે સ્ટીક નરમ લાગી શકે છે પણ ઠંડી થાય એટલે ક્રિસ્પી બની જસે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
chana ni dal na samosa recipe | ચણા ની દાળ ના સમોસા
ભકોસા બનાવવાની રીત | Bhakosa banavani rit | Bhakosa recipe in gujarati
રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit
દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Dudhi no testi nasto banavani rit