નમસ્તે મિત્રો આજે આપણે સતુ નો શરબત બનાવવાની સરળ રીત શીખીશું. દેશી ચણા નો ઉપયોગ આપણે અલગ-અલગ પ્રકારના વાનગીઓ જેમ કે ચણા નું શાક, પાણી પૂરીમાં બનાવવા કરતા હોઈએ છીએ તેમજ તેજ ચણા ને શેકી એટલે કે જેને આપણે દાળિયા બને છે જે ગોળ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે તેનો ઉપયોગ પણ આપણે એક નાસ્તા તરીકે કરતા હોઈએ છે કેમ કે ચણામાં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને ફાઇબર રહેલા હોય છે જેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે આપણે ક્યારેક બહાર થી ફરીને આવ્યા હોઈએ કે થાકેલા હોઇએ ત્યારે આ દાળિયા માંથી જટપટ બને ને ખુબ એનર્જી આપે તેવો શરબત બનાવતા શીખીશું, Sattu sharbat recipe in Gujarati, Sattu no sharbat banavani rit
સતુ શરબત બનાવવા જરૂરી સામગ્રી
- 4 ચમચી સતું પાઉડર
- 1 ચમચી પીસેલી ખાંડ
- સ્વાદ મુજબ મીઠું
- ½ ચમચી શેકેલા જીરું નો પાવડર
- 1 લીંબુ નો રસ
- 5-6 ફુદીના ના પાન
- જરૂર મુજબ ઠંડું પાણી
Sattu sharbat recipe in Gujarati
સતુ નો મીઠો શરબત બનાવવાની રીત
સૌ પ્રથમ એક ગ્લાસમાં બે ચમચી સતું પાવડર ઉમેરો , ત્યાર બાદ તેમાં એક એક ચમચી પીસેલી ખાંડ ઉમેરો
ત્યાર બાદ બે-ત્રણ ફુદીનાના પાન ના કટકા કરી નાખો , અડધા લીંબુ નો રસ નાખો , જરૂર મુજબ ઠંડું પાણી નાખી મિક્સ કરો
સતુ નો ખારો શરબત બનાવવાની રીત
બીજા ગ્લાસમાં સૌ પ્રથમ બે ચમચી સતું પાઉડર લ્યો , સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો , હવે બે-ત્રણ ફુદીનાના પાન ના કટકા કરી નાખો
ત્યારબાદ ગ્લાસમાં અડધા લીંબુ નો રસ નીચોવી લો , હવે જરૂર મુજબનું પાણી નાખી ગંઠા ન પડે તે રીતે બરોબર મિક્સ કરો
તો તૈયાર છે સતુ નો ખારો શરબત
NOTES
પીસેલી ખાંડ ની જગ્યાએ ગોળ પણ નાખી સકો છો
સતુ નો શરબત બનાવવાની સરળ રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
Sattu no sharbat banavani rit
સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati
Ingredients
- 4 ચમચી સતું પાઉડર
- 1 ચમચી પીસેલી ખાંડ
- સ્વાદ મુજબ મીઠું
- ½ ચમચી શેકેલા જીરું નો પાવડર
- 1 લીંબુ નો રસ
- 5-6 ફુદીના ના પાન
- જરૂરમુજબ ઠંડું પાણી
Instructions
સતુ નો મીઠો શરબત બનાવવાની રીત
- સૌ પ્રથમ એક ગ્લાસમાં બે ચમચી સતું પાવડર ઉમેરો
- ત્યાર બાદ તેમાં એક એક ચમચી પીસેલી ખાંડ ઉમેરો
- ત્યાર બાદ બે-ત્રણ ફુદીનાના પાન ના કટકા કરી નાખો
- અડધા લીંબુ નો રસ નાખો
- જરૂર મુજબ ઠંડું પાણી નાખી મિક્સ કરો
સતુ નો ખારો શરબત બનાવવાની રીત
- બીજા ગ્લાસમાં સૌ પ્રથમ બે ચમચી સતું પાઉડર લ્યો
- સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો
- હવે બે-ત્રણ ફુદીનાના પાન ના કટકા કરી નાખો
- ત્યારબાદ ગ્લાસમાં અડધા લીંબુ નો રસ નીચોવી લો
- હવે જરૂર મુજબનું પાણી નાખી ગંઠા ન પડે તે રીતેબરોબર મિક્સ કરો
- તો તૈયાર છે સતુ નો ખારો શરબત
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
બદામ શેક બનાવવાની રીત | Badam milk shake recipe in Gujarati
ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati
આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati