અત્યાર સુંધી તમે સંભાર અને રાઈસ અલગ અલગ બનાવી મિક્સ કરી મજા લીધી હસે પણ આજ આપણે બને ને મિક્સ કરી એક સાથે ચડાવી વાનગી તૈયાર કરીશું. જે સમય બચાવવાની સાથે ખૂબ ટેસ્ટી લાગશે. એક વખત બનાવશો તો વારંવાર બનાવી ખાસો તો ચાલો Sambhar rice – સંભાર રાઈસ બનાવવાની રીત શીખીએ.
Ingredients
- ઘી 3- 4 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- સૂકા લાલ મરચા 1- 2
- મરી 5- 7
- મીઠા લીમડા ના પાંદ 8- 10
- હિંગ ½ ચમચી
- લસણ ની કણી 4- 5
- લાંબી અને ઝીણી સુધારેલી ડુંગળી 1- 2
- મીડીયમ સુધારેલ ટમેટા 2
- લીલા મરચા સુધારેલા 2
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચા નો પાઉડર 1 ચમચી
- સંભાર મસાલો 2 ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- ટમેટા પ્યુરી ½ કપ
- તુવેર દાળ ¾ કપ
- ચોખા ¾ કપ
- સ્વાદ મુજબ મીઠું પાણી જરૂર મુજબ
Sambhar rice banavani recipe
સંભાર રાઈસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી મુકો. હવે બીજા વાસણમાં ચોખા ને પણ બે ત્રણ પાણીથી ધોઈ બે ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી લ્યો. દાળ અને ચોખા પલળે ત્યાં સુંધી મિક્સર માં ટમેટા ની પ્યુરી બનાવી લ્યો અને ડુંગળી , ટમેટા અને લીલા મરચા સુધારી લ્યો. અને લસણ ની થોડું ક્રશ કરી લ્યો.
હવે ગેસ પર કુકર ગરમ કરવા મૂકો. કુકર ગરમ થાય એટલે એમાં ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચા, મરી નાખી શેકી લ્યો ત્યાર બાદ હિંગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં મીઠા લીમડા ના પાંદ, આદુ પેસ્ટ, ક્રશ કરેલ લસણ નાખી શેકો. લસણ થોડું શેકી લીધા બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને થોડી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સુધરેલા ટમેટા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા ને થોડા નરમ થાય ત્યાં સુધી ચડાવી લેવા. ટમેટા નરમ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સંભાર મસાલો નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં પાણી નિતારી ચોખા અને તુવેર દાળ નાખો સાથે જરૂર મુજબ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. ( પાણી દાળ ચોખા ડૂબે અને ઉપર એક થી બે ટેરવું ઉપર રહે એટલું પાણી નાખવું)
બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ત્રણ સીટી વગાડી લ્યો. અને ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે સંભાર રાઈસ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સંભાર રાઈસ બનાવવાની રેસીપી

Sambhar rice banavani recipe
Equipment
- 1 કુકર
Ingredients
- 3- 4 ચમચી ઘી
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 1- 2 સૂકા લાલ મરચા
- 5- 7 મરી
- 8- 10 મીઠા લીમડા ના પાંદ
- ½ ચમચી હિંગ
- 4- 5 લસણ ની કણી
- 1- 2 લાંબી અને ઝીણી સુધારેલી ડુંગળી
- 2 મીડીયમ સુધારેલ ટમેટા
- 2 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચા નો પાઉડર
- 2 ચમચી સંભાર મસાલો
- 1 ચમચી આદુ પેસ્ટ
- ½ કપ ટમેટા પ્યુરી
- ¾ કપ તુવેર દાળ
- ¾ કપ ચોખા
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
Sambhar rice banavani recipe
- સંભાર રાઈસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી મુકો. હવે બીજા વાસણમાં ચોખા ને પણ બે ત્રણ પાણીથી ધોઈ બે ગ્લાસ પાણી નાખી અડધા કલાક માટે પલાળી લ્યો. દાળ અને ચોખા પલળે ત્યાં સુંધી મિક્સર માં ટમેટા ની પ્યુરી બનાવી લ્યો અને ડુંગળી , ટમેટા અને લીલા મરચા સુધારી લ્યો. અને લસણ ની થોડું ક્રશ કરી લ્યો.
- હવે ગેસ પર કુકર ગરમ કરવા મૂકો. કુકર ગરમ થાય એટલે એમાં ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચા, મરી નાખી શેકી લ્યો ત્યાર બાદ હિંગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં મીઠા લીમડા ના પાંદ, આદુ પેસ્ટ, ક્રશ કરેલ લસણ નાખી શેકો. લસણ થોડું શેકી લીધા બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને થોડી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સુધરેલા ટમેટા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા ને થોડા નરમ થાય ત્યાં સુધી ચડાવી લેવા. ટમેટા નરમ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સંભાર મસાલો નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં પાણી નિતારી ચોખા અને તુવેર દાળ નાખો સાથે જરૂર મુજબ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. ( પાણી દાળ ચોખા ડૂબે અને ઉપર એક થી બે ટેરવું ઉપર રહે એટલું પાણી નાખવું)
- બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ત્રણ સીટી વગાડી લ્યો. અને ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે સંભાર રાઈસ.
Notes
- અહીં તમે ચોખા બાસમતી નાખશો તો વધારે સારા લાગશે.
- પાણી ની માત્રા રેગ્યુલર કરતા થોડી વધારે રાખવાથી ખાવા ની વધારે મજા આવશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Paneer Bread Pizza banavani recipe | પનીર બ્રેડ પિઝા બનાવવાની રેસીપી
Daal muth chaat banavani rit | દાલ મૂઠ ચાટ બનાવવાની રીત
dudhi ni vadi banavani rit | દુધી ની વડી બનાવવાની રીત
chana chor garam chaat banavani rit | ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત
Soji aalu vada sathe chutney banavani rit | સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી