નમસ્તે મિત્રો આજે આપણે સામા ની ખીર અને સામા ની પૂરી બનાવવાની રીત શીખીશું. આ સામાપાંચમ પર આ રીતે કરો સામા ની ખીર અને સામા ની પૂરી બનાવી ને વ્રત ની ઉજવણી કરી શકો છો તો ચાલો Sama ni kheer ane sama ni puri recipe શીખીએ.
સામા ની ખીર બનાવવા માટેની સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
- સામો ¼ કપ
- ખાંડ ¼ કપ
- કેસર ના તાંતણા 10-12
- કાજુ ના કટકા 2 ચમચી
- બદામ ના કટકા 2 ચમચી
- પિસ્તા ના કટકા 2 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
સામા ની પૂરી બનાવવા માટેની સામગ્રી
- સામો 1 કપ
- મરી પાઉડર ¼ ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Sama ni kheer ane sama ni puri recipe
સામા ની ખીર અને સામા ની પૂરી બનાવવા સૌપ્રથમ આપણે ખીર બનાવી તૈયાર કરી લેશું ત્યાર બાદ પૂરી બનાવી તૈયાર કરી લેશું.
સામા ની ખીર બનાવવાની રીત | Sama ni kheer ni recipe
સામા ની ખીર બનાવવા સૌથી પહેલા સામા ને એકાદ બે વખત પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી પલાળી મૂકો. સામા ને પલાળવા મૂકી ગેસ પર એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી દૂધ ને ઉકાળો. દૂધ ઉકળે એટલે કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સામા નું પાણી નિતારી ઉકળતા દૂધ માં નાખો.
સામા ને નાખ્યા બાદ ચમચા થી દૂધ ને થોડી વાર હલાવતા રહો જેથી સામો તરિયમાં ચોંટે નહિ. સામો દૂધ સાથે પાંચ સાત મિનિટ બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળે એટલે એમાં કાજુના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા અને એલચી પાઉડર નાખી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. તો તૈયાર છે સામા ની ખીર.
સામા ની પૂરી બનાવવાની રીત | Sama ni puri ni recipe
સામા ની પૂરી બનાવવા સૌપ્રથમ સામા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી પાણી નાખી દસ પંદર મિનિટ પલાળી લેશું. પંદર મિનિટ પછી સામા નું પાણી નિતારી ને મિક્સર જારમાં નાખી ઢાંકણ બંધ કરો અને પીસી લ્યો. જો પીસવા માટે જરૂર પડે તો બે ચમચી પાણી નાખો પીસી સમુથ બનાવી લ્યો.
ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો અને ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ સામા નું મિશ્રણ નાખી સાથે ફરાળી મીઠું નાખી મિક્સ કરતા જઈ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને કડાઈ મૂકે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો.
મિશ્રણ ઠંડુ થાય એટલે એક ચમચી ઘી લગાવી ને મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો અને પ્લાસ્ટિક પર તેલ કે ઘી લગાવી વચ્ચે લુવો મૂકો અને ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી થાળી થી થોડી દબાવી લ્યો અને પૂરી તૈયાર કરી અલગ અલગ મૂકો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ પૂરી નાખો અને પૂરી ને થોડી દબાવી ફુલાવી લ્યો અને બને બાજુ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી પૂરી વણી અને તરી લ્યો. અને તૈયાર સામા ની ખીર અને સામા નું પૂરી નો મજા લ્યો.
Sama ni kheer ane puri recipe notes
- ખીર માં ડ્રાય ફ્રુટ અને ખાંડ તમારી પસંદ મુજબ નાખવા.
- પૂરી ના લોટ માં આદુ મરચા ખાતા હો તો એની પણ પેસ્ટ નાખવી.
- જો તમે સામાપચામ માં મીઠું ના ખાતા હોતો ના નાખવું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સામા ની ખીર અને સામા ની પૂરી ની રેસીપી
Sama ni kheer ane sama ni puri recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 પ્લાસ્ટિક
Ingredients
સામા ની ખીર બનાવવા માટેની સામગ્રી
- 500 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ
- ¼ કપ સામો
- ¼ કપ ખાંડ
- 10-12 કેસર ના તાંતણા
- 2 ચમચી કાજુ ના કટકા
- 2 ચમચી બદામ ના કટકા
- 2 ચમચી પિસ્તા ના કટકા
- ¼ ચમચી એલચી પાઉડર
સામા ની પૂરી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ સામો
- ¼ ચમચી મરી પાઉડર
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
સામા ની ખીર બનાવવાની રીત | Sama ni kheer ni recipe
- સામા ની ખીર બનાવવા સૌથી પહેલા સામા ને એકાદ બે વખત પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી પલાળી મૂકો. સામા ને પલાળવા મૂકી ગેસ પર એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી દૂધ ને ઉકાળો. દૂધ ઉકળે એટલે કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સામા નું પાણી નિતારી ઉકળતા દૂધ માં નાખો.
- સામા ને નાખ્યા બાદ ચમચા થી દૂધ ને થોડી વાર હલાવતા રહો જેથી સામો તરિયમાં ચોંટે નહિ. સામો દૂધ સાથે પાંચ સાત મિનિટ બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળે એટલે એમાં કાજુના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા અને એલચી પાઉડર નાખી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. તો તૈયાર છે સામા ની ખીર.
સામા ની પૂરી બનાવવાની રીત | Sama ni puri ni recipe
- સામા ની પૂરી બનાવવા સૌપ્રથમ સામા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી પાણી નાખી દસ પંદર મિનિટ પલાળી લેશું. પંદર મિનિટ પછી સામા નું પાણી નિતારી ને મિક્સર જારમાં નાખી ઢાંકણ બંધ કરો અને પીસી લ્યો. જો પીસવા માટે જરૂર પડે તો બે ચમચી પાણી નાખો પીસી સમુથ બનાવી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો અને ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ સામા નું મિશ્રણ નાખી સાથે ફરાળી મીઠું નાખી મિક્સ કરતા જઈ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને કડાઈ મૂકે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો.
- મિશ્રણ ઠંડુ થાય એટલે એક ચમચી ઘી લગાવી ને મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો અને પ્લાસ્ટિક પર તેલ કે ઘી લગાવી વચ્ચે લુવો મૂકો અને ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી થાળી થી થોડી દબાવી લ્યો અને પૂરી તૈયાર કરી અલગ અલગ મૂકો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ પૂરી નાખો અને પૂરી ને થોડી દબાવી ફુલાવી લ્યો અને બને બાજુ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી પૂરી વણી અને તરી લ્યો. અને તૈયાર સામા ની ખીર અને સામા નું પૂરી નો મજા લ્યો.
Sama ni kheer ane puri recipe notes
- ખીર માં ડ્રાય ફ્રુટ અને ખાંડ તમારી પસંદ મુજબ નાખવા.
- પૂરી ના લોટ માં આદુ મરચા ખાતા હો તો એની પણ પેસ્ટ નાખવી.
- જો તમે સામાપચામ માં મીઠું ના ખાતા હોતો ના નાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali sanudana dosa sathe chatni | ફરાળી સાબુદાણા ઢોસા સાથે ચટણી
ફરાળી પનીર રોલ બનાવવાની રીત | farali paneer roll banavani rit
ફરાળી તવા ઢોકળા બનાવવાની રીત | Farali tava dhokla banavani rit
Farali veg sandwich | ફરાળી વેજ સેન્ડવીચ