આ સફેદ તલ ની બરફી તમે ઉતરાયણ પર અથવા રેગ્યુલર મીઠાઈ તરીકે બનાવી શકો છો. જેમના દાંત ન હોય એ લોકો પણ આ તલ વાળી બરફી – Safed tal ni barfi ની મજા લઇ શકે છે.
Ingredients list
- સફેદ તલ 1 કપ
- ઘી 1-2 ચમચી
- ફૂલ ક્રીમ દૂધ ½ કપ
- મિલ્ક પાઉડર ¾ કપ
- ખાંડ ½ કપ
Safed tal ni barfi banavani recipe
સફેદ તલ ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ સફેદ તલ ને ધીમા તાપે શેકી લ્યો. તલ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તલ ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. તલ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી તલ નો પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર ફરી એક કડાઈ માં ઘી અને ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી ગાંઠા ના પડે એમ મિક્સ કરો અને બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવતા રહો અને દૂધ ને ગરમ કરી લ્યો. દૂધ ગરમ થાય એટલે એમાં ખાંડ નાંખી ઓગળી લ્યો.
ખાંડ ઓગળી જાય એટલે એમાં પીસી રાખેલ તલ નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો. અને મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહો અને મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી મિશ્રણ ને બરોબર શેકી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં નાખો અને એક સરખું ફેલાવી લ્યો અને ઠંડુ થવા દયો.
અથવા તો ( મિશ્રણ ને એક થાળી માં કાઢી ને ઠંડુ કરી મનગમતા આકાર આપી અથવા મોલ્ડ માં આકાર આપી શકો છો). થાળી માં ફેલાયેલ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને મજા લ્યો સફેદ તલ ની બરફી.
Recipe notes
- અહીં બરફી ઉપર તમને ચાંદી નું વરખ કે ડ્રાય ફ્રુટ નાખવા હોય તો નાખી શકો છો.
- ખાંડ ની જગ્યાએ બ્રાઉન સુગર અથવા સુગર ફ્રી વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સફેદ તલ ની બરફી બનાવવાની રેસીપી
Safed tal ni barfi banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 1 કપ સફેદ તલ
- 1-2 ચમચી ઘી
- ½ કપ ફૂલ ક્રીમ દૂધ
- ¾ કપ મિલ્ક પાઉડર
- ½ કપ ખાંડ
Instructions
Safed tal ni barfi banavani recipe
- સફેદ તલ ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ સફેદ તલ ને ધીમા તાપે શેકી લ્યો. તલ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તલ ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. તલ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી તલ નો પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર ફરી એક કડાઈ માં ઘી અને ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી ગાંઠા ના પડે એમ મિક્સ કરો અને બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવતા રહો અને દૂધ ને ગરમ કરી લ્યો. દૂધ ગરમ થાય એટલે એમાં ખાંડ નાંખી ઓગળી લ્યો.
- ખાંડ ઓગળી જાય એટલે એમાં પીસી રાખેલ તલ નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો. અને મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહો અને મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી મિશ્રણ ને બરોબર શેકી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં નાખો અને એક સરખું ફેલાવી લ્યો અને ઠંડુ થવા દયો.
- અથવા તો ( મિશ્રણ ને એક થાળી માં કાઢી ને ઠંડુ કરી મનગમતા આકાર આપી અથવા મોલ્ડ માં આકાર આપી શકો છો). થાળી માં ફેલાયેલ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને મજા લ્યો સફેદ તલ ની બરફી.
Recipe notes
- અહીં બરફી ઉપર તમને ચાંદી નું વરખ કે ડ્રાય ફ્રુટ નાખવા હોય તો નાખી શકો છો.
- ખાંડ ની જગ્યાએ બ્રાઉન સુગર અથવા સુગર ફ્રી વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ખજૂર પાક બનાવવાની રીત | khajur pak banavani rit | khajur pak recipe in gujarati
મેથી પાક બનાવવાની રીત | methi pak recipe in gujarati | methi pak banavani rit
આદુ પાક બનાવવાની રીત | aadu pak banavani rit| aadu pak recipe in gujarati
gajar no halvo banavani rit | ગાજર નો હલવો બનાવવાની રીત | gajar halva recipe in gujarati
ચોકલેટ મગ કેક બનાવવાની રીત | mug cake banavani rit | chocolate mug cake recipe in gujarati