સાબુદાણા એ સ્ટાર્સ થી ભરપુર હોય છે અને ફરાળી વાનગીઓ બનાવવા વપરાય છે. ફરાળી વાનગીઓમાં સાબુદાણાનું નામ આવે એટલે ખીચડી નોજ વિચાર આવે. પરંતુ આજે આપણે સાબુદાણા વડા બનાવવાની રીત શીખીશું, sabudana vada recipe in gujarati, sabudana vada banavani rit.
સાબુદાણા વડા બનાવવા જરૂરી સામગ્રી
- ૧/૨ કપ સાબુદાણા
- ૧/૨ કપ પાણી
- ૨ બટેટા બાફેલા
- ૧/૨ કપ સમારેલા ધાણા
- ૧/૨ કપ સીંગદાણા અધકચરા ખાંડેલા
- ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
- મીઠું સ્વાદાનુસાર
- ૧ લીંબુ નો રસ
- તેલ તળવા માટે
sabudana vada recipe in gujarati
સૌપ્રથમ એક ચારણીમાં અડધો કપ સાબુદાણા લઇ તેને બે થી ત્રણ વાર સરખી રીતે પાણીથી ધોઈ લેવા. આ સાબુદાણાને એક બાઉલમાં લઈ અડધો કપ પાણી નાખી ચારથી પાંચ કલાક રહેવા દો.
સાબુદાણા ચાર-પાંચ કલાક પછી પલડી જાય એટલે તેને એક કોરા કપડા ઉપર પાંચ મિનિટ માટે ફેલાવી દો જેથી સાબુદાણા છુટા છુટા થશે.
હવે એક બાઉલમાં સાબુદાણા લઇ તેમાં બાફેલા બટેટાને છીણી ને નાખો પછી તેમાં સમારેલા ધાણા, અધ કચરા ખાન્ડેલા સીંગદાણા, આદુ મરચાની પેસ્ટ અને મીઠું અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરો અને તેમાંથી કટલેટ અથવા ગોળા જેવા આકાર ના વડા બનાવી તૈયાર કરી લો.
એક કડાઈમાં તેલ ગરમ મૂકી દો. તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને ફુલ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડા તરી લો.
એક સર્વિંગ પ્લેટ માં વડાને ચટણી સાથે પીરસો.
સાબુદાણા વડા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
sabudana vada banavani rit
સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit
Ingredients
સાબુદાણા વડા બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ સાબુદાણા
- ½ કપ પાણી
- 2 બટેટા બાફેલા
- ½ કપ સમારેલા ધાણા
- ½ કપ સીંગદાણા અધ કચરા ખાંડેલા
- 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- મીઠું સ્વાદાનુસાર
- 1 લીંબુ નો રસ
- તેલ તળવા માટે
Instructions
સાબુદાણા વડા બનાવવાનીરીત – sabudanavada recipe in gujarati – sabudana vada banavani rit
- સૌપ્રથમએક ચારણીમાં અડધો કપ સાબુદાણા લઇ તેને બે થી ત્રણ વાર સરખી રીતે પાણીથી ધોઈ લેવા.
- આ સાબુદાણાને એક બાઉલમાં લઈ અડધો કપ પાણી નાખી ચારથી પાંચ કલાક રહેવા દો.
- સાબુદાણા ચાર-પાંચ કલાક પછી પલડી જાય એટલે તેને એક કોરા કપડા ઉપર પાંચ મિનિટ માટે ફેલાવી દોજેથી સાબુદાણા છુટા છુટા થશે.
- હવે એક બાઉલમાં સાબુદાણાલઇ તેમાં બાફેલા બટેટાને છીણી ને નાખો પછી તેમાં સમારેલા ધાણા, અધ કચરા ખાન્ડેલા સીંગદાણા, આદુ મરચાની પેસ્ટ અને મીઠું અને લીંબુનો રસનાખી બરાબર મિક્સ કરો અને તેમાંથી કટલેટ અથવા ગોળા જેવા આકાર ના વડા બનાવી તૈયાર કરી લો.
- એક કડાઈમાં તેલ ગરમ મૂકીદો. તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને ફુલ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીવડા તરી લો.
- એક સર્વિંગ પ્લેટ માંવડાને ચટણી સાથે પીરસો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati
ફરાળી ઢોસા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | Instant farali dosa recipe in Gujarati