જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સાબુદાણા ની સેન્ડવીચ બનાવવાની રીત – Sabudana ni sandwich banavani rit શીખીશું , If you like the recipe do subscribe bharatzkitchen HINDI YouTube channel on YouTube ,નવરાત્રી સ્પેશિયલ આજે આપણે સાબુદાણા ની સેન્ડવીચ બનાવતા શીખીશું. ખૂબ જ ઓછા તેલ,ઘી અને ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે વ્રત માટે સ્પેશિયલ Sabudana sandwich recipe in gujarati શીખીએ.
સાબુદાણા ની સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- 1 ટામેટા ની સ્લાઈસ
- સાબુદાણા 2 કપ
- પનીર
- સેકેલા સીંગદાણા નો પાવડર ¼ કપ
- બાફેલા બટેટા 5
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- જીરું ½ ચમચી
- સેંધા નમક સ્વાદ પ્રમાણે
- મરી પાવડર ¼ ચમચી
સાબુદાણા ની સેન્ડવીચ બનાવવાની રીત
સાબુદાણા ની સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં સાબુદાણા ને એક બાઉલ માં લઇ લ્યો. હવે તેને પાણી થી એક વાર સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી નાખો. હવે તેને એક થી બે કલાક માટે સેટ થવા માટે રાખી દયો
હવે એક થી બે કલાક પછી એક બાઉલ માં ચાર બાફેલા બટેટા ને ગ્રેટ કરી લ્યો. ત્યાર બાદ એક બટેટા ને મેસ કરી ને તેમાં નાખો.
તેમાં સીંગદાણા નો પાવડર, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા, જીરું, સેંધાં નમક અને મરી પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પલાળવા માટે રાખેલ સાબુદાણા ને નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે એક સેન્ડવીચ નું મેકર લ્યો. હવે તેમાં એક બાજુ સાબુદાણા નું મિશ્રણ સરસ થી સેટ કરી ને નાખો. હવે તેની ઉપર પનીર ની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર ટામેટા ની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર સેન્ધા નમક અને મરી પાવડર છાંટો. હવે ફરી થી સાબુદાણા નું મિશ્રણ લ્યો અને પનીર અને ટામેટા કવર થઈ જાય તે રીતે તેના ઉપર સરસ થી રાખો.
ગેસ ઉપર સેન્ડવીચ મેકર રાખો. હવે બને તરફ ધીમા તાપે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેની બને તરફ ઘી લગાવી લ્યો. હવે ફરી થી સેન્ડવીચ ને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી સાબુદાણા ની સેન્ડવીચ. હવે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ સાબુદાણા ની સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.
Sabudana ni sandwich banavani rit | Recipe Video
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Sabudana sandwich recipe in gujarati
સાબુદાણા ની સેન્ડવીચ બનાવવાની રીત | Sabudana ni sandwich banavani rit | Sabudana sandwich recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સાબુદાણા ની સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- 1 ટામેટા ની સ્લાઈસ
- 2 કપ સાબુદાણા
- પનીર
- ¼ કપ સેકેલા સીંગદાણા નો પાવડર
- 5 બાફેલા બટેટા
- 1 ચમચી આદુ ની પેસ્ટ
- 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- ½ ચમચી જીરું
- સેંધા નમક સ્વાદ પ્રમાણે
- ¼ ચમચી મરી પાવડર
Instructions
સાબુદાણા ની સેન્ડવીચ બનાવવાની રીત | Sabudana ni sandwich banavani rit | Sabudana sandwich recipe in gujarati
- સાબુદાણા ની સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં સાબુદાણા ને એક બાઉલ માં લઇ લ્યો. હવે તેને પાણી થી એક વાર સરસથી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં સાબુદાણા ડૂબે તેટલું પાણીનાખો. હવે તેને એક થી બે કલાક માટે સેટ થવા માટે રાખી દયો
- હવે એક થી બે કલાક પછી એક બાઉલ માં ચાર બાફેલા બટેટા ને ગ્રેટ કરી લ્યો. ત્યાર બાદ એક બટેટા ને મેસ કરી ને તેમાં નાખો.
- તેમાં સીંગદાણા નો પાવડર, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા, જીરું, સેંધાં નમક અને મરી પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પલાળવા માટે રાખેલ સાબુદાણાને નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે એક સેન્ડવીચ નું મેકર લ્યો. હવે તેમાં એક બાજુ સાબુદાણા નું મિશ્રણ સરસ થી સેટ કરી ને નાખો. હવે તેનીઉપર પનીર ની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર ટામેટા ની સ્લાઈસ રાખો.હવે તેની ઉપર સેન્ધા નમક અને મરી પાવડર છાંટો. હવે ફરી થી સાબુદાણાનું મિશ્રણ લ્યો અને પનીર અને ટામેટા કવર થઈ જાય તે રીતે તેના ઉપર સરસ થી રાખો.
- ગેસ ઉપર સેન્ડવીચ મેકર રાખો.હવે બને તરફ ધીમા તાપે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેની બને તરફ ઘી લગાવી લ્યો. હવે ફરીથી સેન્ડવીચ ને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી સાબુદાણા નીસેન્ડવીચ. હવે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ સાબુદાણાની સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit