આજે આપણે સાબુદાણા મિલ્ક ફ્રુટ પુડિંગ શીખીશું. આ પુડિંગ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે બનાવી એટલી જ સરળ છે આ પુડિંગ તમે પહેલાથી તૈયાર કરી ફ્રીઝ માં મૂકી ઠંડી ઠંડી મજા લઇ શકો છો અને ઘરે આવેલા મહેમાન ને પણ સર્વ કરી શકો છો તો ચાલો Sabudana milk fruit pudding banavani rit શીખીએ.
સાબુદાણા મિલ્ક ફ્રુટ પુડિંગ બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણા સાબુદાણા ½ કપ
- ફૂલ ક્રીમ દૂધ 2 ½ કપ
- કોર્ન ફ્લોર 2 ચમચી / બટાકા પાઉડર 2 ચમચી
- વેનીલા એસેંસ / એલચી પાઉડર 1 ચમચી
- ખાંડ ½ કપ
- કેળા ના કટકા ¼ કપ
- આંબા ના કટકા ¼ કપ
- દ્રાક્ષ ના કટકા ¼ કપ
- ડ્રેગન ફ્રૂટ ના કટકા ¼ કપ
- સફરજન ના કટકા ¼ કપ
- બદામ ની કતરણ 2 ચમચી
- કાજુના ટુકડા 2 ચમચી
- પિસ્તા ના કટકા 1 ચમચી
- ચિરોંજી 1 ચમચી
Sabudana milk fruit pudding banavani rit
સાબુદાણા મિલ્ક ફ્રુટ પુડિંગ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં ઝીણા સાબુદાણા નાખી સાબુદાણા ને હલાવતા રહી પારદર્શક થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. સાબુદાણા પારદર્શક થાય એટલે ગરણી માં કાઢી વધારા નું પાણી નીકાળી લ્યો અને ઠંડા પાણીથી ત્રણ ચાર વખત બરોબર ધોઇ વધારાનું પાણી નિતારી ફ્રીઝ માં મૂકો.
એક વાટકા માં કોર્ન ફ્લોર અથવા બટાકા ના પાઉડર ને નાખી એમાં અડધો કપ દૂધ નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં બે કપ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં હલાવી ને કોર્ન ફ્લોર / બટાકા પાઉડર વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી બીજી દસ મિનિટ હલાવતા રહી ચડાવી લ્યો.
એમાં ખાંડ, વેનીલા એસેન્સ / એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દૂધ ને રૂમ તાપમાન માં આવે ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો દૂધ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી ઠંડુ કરવા મુકો.
જ્યારે પુડિંગ સર્વ કરવાની હોય ત્યારે જે પણ ફ્રુટ અને ડ્રાય ફ્રુટ નાખવા ના હોય એને સુધારી ને તૈયાર કરી લ્યો. હવે ઠંડુ થયેલ દૂધ, સુધારેલ કેળા, સફરજન, દ્રાક્ષ, આંબો વગેરે ફ્રુટ નાખો સાથે કાજુ, બદામ, પીસ્તા ની કતરણ અને ચારવડી નાખી બરોબર મિક્સ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો સાબુદાણા મિલ્ક ફ્રુટ પુડિંગ
pudding NOTES
- અહી તમે બને તો દૂધ સાથે ખાટા ફાળો નાખવાનું ટાળો.
- ખાંડ ની મીઠાસ તમે તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.
સાબુદાણા મિલ્ક ફ્રુટ પુડિંગ બનાવવાની રીત
Sabudana milk fruit pudding recipe
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
સાબુદાણા મિલ્ક ફ્રુટ પુડિંગબનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ ઝીણા સાબુદાણા
- 2 ½ કપ ફૂલ ક્રીમ દૂધ
- 2 ચમચી કોર્ન ફ્લોર 2 ચમચી / બટાકા પાઉડર
- 1 ચમચી વેનીલા એસેંસ / એલચી પાઉડર
- ½ કપ ખાંડ
- ¼ કપ કેળા ના કટકા
- ¼ કપ આંબા ના કટકા
- ¼ કપ દ્રાક્ષ ના કટકા
- ¼ કપ ડ્રેગન ફ્રૂટ ના કટકા
- ¼ કપ સફરજન ના કટકા
- 2 ચમચી બદામ ની કતરણ
- 2 ચમચી કાજુના ટુકડા
- 1 ચમચી પિસ્તા ના કટકા
- 1 ચમચી ચિરોંજી
Instructions
Sabudana milk fruit pudding banavani rit
- સાબુદાણા મિલ્ક ફ્રુટ પુડિંગ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં ઝીણા સાબુદાણા નાખી સાબુદાણા ને હલાવતા રહી પારદર્શક થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. સાબુદાણા પારદર્શક થાય એટલે ગરણી માં કાઢી વધારા નું પાણી નીકાળી લ્યો અને ઠંડા પાણીથી ત્રણ ચાર વખત બરોબર ધોઇ વધારાનું પાણી નિતારી ફ્રીઝ માં મૂકો.
- એક વાટકા માં કોર્ન ફ્લોર અથવા બટાકા ના પાઉડર ને નાખી એમાં અડધો કપ દૂધ નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં બે કપ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં હલાવી ને કોર્ન ફ્લોર / બટાકા પાઉડર વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી બીજી દસ મિનિટ હલાવતા રહી ચડાવી લ્યો.
- એમાં ખાંડ, વેનીલા એસેન્સ / એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દૂધ ને રૂમ તાપમાન માં આવે ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો દૂધ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી ઠંડુ કરવા મુકો.
- જ્યારે પુડિંગ સર્વ કરવાની હોય ત્યારે જે પણ ફ્રુટ અને ડ્રાય ફ્રુટ નાખવા ના હોય એને સુધારી ને તૈયાર કરી લ્યો. હવે ઠંડુ થયેલ દૂધ, સુધારેલ કેળા, સફરજન, દ્રાક્ષ, આંબો વગેરે ફ્રુટ નાખો સાથે કાજુ, બદામ, પીસ્તા ની કતરણ અને ચારવડી નાખી બરોબર મિક્સ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો સાબુદાણા મિલ્ક ફ્રુટ પુડિંગ
pudding NOTES
- અહી તમે બને તો દૂધ સાથે ખાટા ફાળો નાખવાનું ટાળો.
- ખાંડ ની મીઠાસ તમે તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Banana Oats Muffins recipe | બનાના ઓટ્સ મફીન્સ બનાવવાની રીત
ગુલાબ જાંબુ બનાવવાની રીત | gulab jamun banavani rit
ઘારી બનાવવાની રીત | ghari banavani rit | ghari banavani recipe