ગણપતિ બાપા આવી રહ્યા છે અને દરેક ને બાપા ના આગમન ની રાહ હોય છે અને બધા પોત પોતાની રીતે બાપા નું સ્વાગત કરતા હોય છે ત્યારે બાપા ને ખું પસંદ છે એવા મોદક પણ આજ કાલ અલગ અલગ સ્વાદ ના બનાવી ભોગ ધરાવતા હોઈએ છીએ તો આ વખતે થોડા અલગ જ રોઝ ગુલકંદ મોદક બાપા ને ધરાવીએ તો ચાલો Rose gulkand modak banavani rit શીખીએ.
રોઝ ગુલકંદ મોદક બનાવવાની સામગ્રી
- દૂધ 1 લીટર + ½ કપ
- વિનેગર / લીંબુ નો રસ/ દહીં 1-2 ચમચી
- ઘી 4-5 ચમચી
- કાજુ 8-10
- પિસ્તા 5-7
- સૂકા ગુલાબની પાંખડી 1 ચમચી
- ગુલકંદ 1-2 ચમચી
- રોઝ સીરપ 3 ચમચી
- મિલ્ક પાઉડર 1 કપ
- પાણી જરૂર મુજબ
રોઝ ગુલકંદ મોદક બનાવવાની રીત
રોઝ ગુલકંદ મોદક બનાવવા સૌથી પહેલા ગેસ પર એક વાસણમાં એક લીટર દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી વાટકા માં વિનેગર / લીંબુનો રસ / દહી લઈ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે વાટકા માં રાખેલ મિશ્રણ થોડુ થોડુ નાખતા જઈ હલાવતા રહો અને દૂધ ને ફાડી લ્યો.
હવે એક ચોખા સાફ કપડા માં ફળેલા દૂધ ને નાખી પાણી અલગ કરી લ્યો અને બીજું ઠંડુ પાણી નાખી ધોઇ એમાંથી પાણી નીતરવા એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં અડધો કપ દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં રોઝ સીરપ નાખી મિક્સ કરી લ્યો.ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખો અને ગાંઠા ના પડે એમ મિક્સ કરી લ્યો.
મિલ્ક પાઉડર બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ફાડી રાખેલ પનીર નાખી અને મિક્સ કરી લ્યો.મિશ્રણ ને હલાવતા રહી સમૂથ થાય અને કડાઈ મૂકવા લાગે એટલું ઘટ્ટ થાય ત્યાં સુંધી બરોબર હલાવતા રહી મિક્સ કરતા રહી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે બે ચમચી ઘી નાખી મિક્સ કરી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.
હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ.કરી ધીમા તાપે કાજુ અને પિસ્તા ને શેકી લ્યો અને શેકેલ કાજુ પિસ્તા અલગ કાઢી લઈ એની કતરણ બનાવી લ્યો. હવે એક થાળી માં કાજુ પિસ્તાની કતરણ અને ગુલકંદ અને સૂકા ગુલાબ ની પાંદ ને બરોબર મિક્સ કરી એમાંથી જે સાઇઝ માં મોદક બનાવવા ના હોય એ સાઇઝ ના નાના લાડુ બનાવી એક બાજુ મૂકો.
પનીર વાળું મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ થી થોડું મસળી સમૂથ કરી લ્યો અને એના પણ ભાગ કરી લ્યો હવે એ ભાગ લઈ એને હથેળી વચ્ચે મસળી ને લુવો બનાવો અને કૂવાને હથેળી થી દબાવી ચપટો કરો અને વચ્ચે ગુલકંદ વાળો લાડુ મૂકી બધી બાજુ થી બરોબર પેક કરી મોદક નો આકાર આપો.
આમ એક એક કરી બધા જ મોદક તૈયાર કરી લ્યો અને એને મનગતી ડિઝાઇન આપી દયો અને મોદક તૈયાર કરી લ્યો. અહી તમે તમારા મનગમતા મોલ્ડ માં મોદક નો આકાર આપી શકો છો. તૈયાર મોદક ને ગણપતિ બાપા ને ધરાવી બધા ને પ્રસાદી આપો. તો તૈયાર છે રોઝ ગુલકંદ મોદક.
modak recipe notes
- અહીં સ્ટફિંગ માં તમે તમારી પસંદ નું સ્ટફિંગ બનાવી ને મૂકી શકો છો.
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરવી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Rose gulkand modak banavani rit
Rose gulkand modak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ચારણી
- 1 પાતળું કપડું
Ingredients
રોઝ ગુલકંદ મોદક બનાવવાની સામગ્રી
- 1 લીટર દૂધ + ½ કપ
- 1-2 ચમચી વિનેગર / લીંબુ નો રસ/ દહીં
- 4-5 ચમચી ઘી
- 8-10 કાજુ
- 5-7 પિસ્તા
- 1 ચમચી સૂકા ગુલાબની પાંખડી
- 1-2 ચમચી ગુલકંદ
- 3 ચમચી રોઝ સીરપ
- 1 કપ મિલ્ક પાઉડર
- પાણી જરૂર મુજબ
Instructions
Rose gulkand modak banavani rit
- રોઝ ગુલકંદ મોદક બનાવવા સૌથી પહેલા ગેસ પર એક વાસણમાં એક લીટર દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી વાટકા માં વિનેગર / લીંબુનો રસ / દહી લઈ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે વાટકા માં રાખેલ મિશ્રણ થોડુ થોડુ નાખતા જઈ હલાવતા રહો અને દૂધ ને ફાડી લ્યો.
- હવે એક ચોખા સાફ કપડા માં ફળેલા દૂધ ને નાખી પાણી અલગ કરી લ્યો અને બીજું ઠંડુ પાણી નાખી ધોઇ એમાંથી પાણી નીતરવા એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં અડધો કપ દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં રોઝ સીરપ નાખી મિક્સ કરી લ્યો.ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખો અને ગાંઠા ના પડે એમ મિક્સ કરી લ્યો.
- મિલ્ક પાઉડર બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ફાડી રાખેલ પનીર નાખી અને મિક્સ કરી લ્યો.મિશ્રણ ને હલાવતા રહી સમૂથ થાય અને કડાઈ મૂકવા લાગે એટલું ઘટ્ટ થાય ત્યાં સુંધી બરોબર હલાવતા રહી મિક્સ કરતા રહી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે બે ચમચી ઘી નાખી મિક્સ કરી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.
- હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ.કરી ધીમા તાપે કાજુ અને પિસ્તા ને શેકી લ્યો અને શેકેલ કાજુ પિસ્તા અલગ કાઢી લઈ એની કતરણ બનાવી લ્યો. હવે એક થાળી માં કાજુ પિસ્તાની કતરણ અને ગુલકંદ અને સૂકા ગુલાબ ની પાંદ ને બરોબર મિક્સ કરી એમાંથી જે સાઇઝ માં મોદક બનાવવા ના હોય એ સાઇઝ ના નાના લાડુ બનાવી એક બાજુ મૂકો.
- પનીર વાળું મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ થી થોડું મસળી સમૂથ કરી લ્યો અને એના પણ ભાગ કરી લ્યો હવે એ ભાગ લઈ એને હથેળી વચ્ચે મસળી ને લુવો બનાવો અને કૂવાને હથેળી થી દબાવી ચપટો કરો અને વચ્ચે ગુલકંદ વાળો લાડુ મૂકી બધી બાજુ થી બરોબર પેક કરી મોદક નો આકાર આપો.
- આમ એક એક કરી બધા જ મોદક તૈયાર કરી લ્યો અને એને મનગતી ડિઝાઇન આપી દયો અને મોદક તૈયાર કરી લ્યો. અહી તમે તમારા મનગમતા મોલ્ડ માં મોદક નો આકાર આપી શકો છો. તૈયાર મોદક ને ગણપતિ બાપા ને ધરાવી બધા ને પ્રસાદી આપો. તો તૈયાર છે રોઝ ગુલકંદ મોદક.
modak recipe notes
- અહીં સ્ટફિંગ માં તમે તમારી પસંદ નું સ્ટફિંગ બનાવી ને મૂકી શકો છો.
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Chocolate kaju barfi | ચોકલેટ કાજુ બરફી
ઘેવર બનાવવાની રીત | Ghevar banavani rit | Ghevar recipe in gujarati
સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati
ઠંડાઈ ચોકલેટ બનાવવાની રીત | Thandai chocolate banavani rit
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit