નમસ્તે મિત્રો If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube આજે આપણે શેકેલા પનીર મસાલા બનાવવાની રીત – roasted paneer masala banavani rit શીખીશું. જે તમે નાસ્તા માં કે પાર્ટી માં તૈયાર કરી સર્વ કરો શકો છો અને ખૂબ ઓછી સામગ્રી માંથી તૈયાર કરી શકો છો તો ચાલો રોસ્ટેડ પનીર મસાલા બનાવવાની રીત – roasted paneer masala recipe in gujarati language શીખીએ.
પનીર મેરીનેટ કરવા માટેની સામગ્રી
- પનીર 400 ગ્રામ
- મીઠું સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- ઘી / તેલ 2-3 ચમચી
લીલા ધાણા ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ફુદીના પાન ¼ કપ
- નાની ડુંગળી 1 સુધારેલ
- આદુ નો ½ ઇંચ નો ટુકડો
- લીલા મરચા સુધારેલા 2-3
- લીંબુ નો રસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
રોસ્ટેડ પનીર મસાલા બનાવવાની રીત
સૌપ્રથમ આપણે લીલી ચટણી બનાવતા શીખીશું ત્યારબાદ પનીર ને મેરીનેટ કરી રોસ્ટેડ પનીર મસાલા બનાવવાની રીત શીખીશું.
લીલી ચટણી બનાવવાની રીત
એક મિક્સર જાર માં સાફ કરી ધોઇ ને સુધારેલ લીલા ધાણા , લીલા મરચા, ફુદીના ના પાન, આદું નો ટુકડો, ડુંગળી ના કટકા, સ્વાદ મુજબ મીઠું, અને લીંબુનો રસ નાખી પીસી લ્યો ને જરૂર મુજબ ત્રણ ચાર ચમચી પાણી નાખી ને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો
પનીર મેરીનેટ કરવાની રીત
સૌ પ્રથમ પનીર ના એક સરખા ચોરસ કે લંબચોરસ કટકા કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ગરમ મસાલો,જીરું પાઉડર નાખી ને હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો
બધા જ કટકા માં બરોબર મસાલો લાગી જાય એટલે ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકી દયો વીસ મિનિટ પછી ફરી પનીર ને હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી પ્ર એક બે ચમચી ઘી / તેલ ગરમ કરવા મૂકો ને ગેસ ને ધીમો કરી નાખો ને એમાં પનીર મેરીનેટ કરેલ મૂકી ગોલ્ડન શેકો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ ગોલ્ડન શેકો આમ બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો
બધા કટકા ને બધી બાજુ ધીમા તાપે શેકી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ લીલી ચટણી સાથે સર્વ કરો શેકેલ પનીર મસાલા
roasted paneer masala recipe in gujarati notes
- અહી પનીર ને મેરીનેટ કરવા તમે એક ચમચી બેસન ને અડધી ચમચી લીંબુ નો રસ નાખી ને પણ તૈયાર કરી શકો છો
- અથવા ટિંગાડેલ દહી માં મસાલા ને એક ચમચી શેકેલ બેસન નાખી ને પણ મેરીનેટ કરી શકો છો
- તવી પર શેકવા ની જગ્યાએ ઓવન માં પણ રોસ્ટ કરી શકો છો.
Roasted paneer masala banavani rit
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
શેકેલા પનીર મસાલા બનાવવાની રીત | roasted paneer masala recipe in gujarati language
રોસ્ટેડ પનીર મસાલા બનાવવાની રીત | roasted paneer masala banavani rit | roasted paneer masala recipe in gujarati | શેકેલા પનીર મસાલા બનાવવાની રીત
Equipment
- 1 તવી / કડાઈ
Ingredients
પનીર મેરીનેટ કરવા માટેની સામગ્રી
- 400 ગ્રામ પનીર
- મીઠું સ્વાદ મુજબ
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી જીરું પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- ½ ચમચી હળદર
- 2-3 ચમચી ઘી / તેલ
લીલા ધાણા ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- ¼ કપ ફુદીના પાન
- 1 સુધારેલ નાની ડુંગળી
- ½ ઇંચ આદુનો
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
Instructions
રોસ્ટેડ પનીર મસાલા બનાવવાની રીત | roasted paneer masala banavani rit | roasted paneer masala recipe in gujarati
- સૌપ્રથમ આપણે લીલી ચટણી બનાવતા શીખીશું ત્યારબાદ પનીર ને મેરીનેટ કરી રોસ્ટેડ પનીર મસાલા બનાવવાની રીત શીખીશું.
લીલી ચટણી બનાવવાની રીત
- એક મિક્સ રજાર માં સાફ કરી ધોઇ ને સુધારેલ લીલા ધાણા , લીલા મરચા, ફુદીના ના પાન, આદુંનો ટુકડો, ડુંગળી ના કટકા, સ્વાદ મુજબ મીઠું,અને લીંબુનો રસ નાખી પીસી લ્યો ને જરૂર મુજબ ત્રણ ચાર ચમચી પાણી નાખીને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો
પનીર મેરીનેટ કરવાની રીત
- સૌ પ્રથમ પનીર ના એક સરખા ચોરસ કે લંબચોરસ કટકા કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ગરમ મસાલો,જીરું પાઉડર નાખીને હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો
- બધાજ કટકા માં બરોબર મસાલો લાગી જાય એટલે ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકી દયો વીસમિનિટ પછી ફરી પનીર ને હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો
- હવેગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી પ્ર એક બે ચમચી ઘી / તેલ ગરમ કરવા મૂકો ને ગેસ ને ધીમો કરીનાખો ને એમાં પનીર મેરીનેટ કરેલ મૂકી ગોલ્ડન શેકો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ ગોલ્ડન શેકો આમ બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો
- બધા કટકા ને બધી બાજુ ધીમા તાપે શેકી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ લીલી ચટણી સાથે સર્વકરો શેકેલ પનીર મસાલા
roasted paneer masala recipe in gujarati notes
- અહી પનીર ને મેરીનેટ કરવા તમે એક ચમચી બેસન ને અડધી ચમચી લીંબુ નો રસ નાખી ને પણ તૈયાર કરી શકો છો
- અથવા ટિંગાડેલ દહી માં મસાલા ને એક ચમચી શેકેલ બેસન નાખી ને પણ મેરીનેટ કરી શકો છો
- તવી પર શેકવા ની જગ્યાએ ઓવન માં પણ રોસ્ટ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati
થાલીપીઠ બનાવવાની રીત | thalipeeth banavani rit | thalipeeth recipe in gujarati
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.