નમસ્તે મિત્રો આજે આપણે રાઈસ પોટેટો ઉત્તપમ બનાવવાની રીત – Rice potato uttapam banavani rit સાથે તડકા ચટણી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube , જ્યારે કોઈ નાસ્તો બનાવવો ના સુજે પણ કંઇક અલગ ખાવું હોય ત્યારે આ ઉતાપમ બનાવી ને તૈયાર કરી શકો છો. આ ઉત્તપમ ને તમે સવાર ના નાસ્તા માં બાળકો ને ટિફિન માં અથવા આવેલ મહેમાન ને સર્વ કરી શકો છો. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને સાથે હેલ્થી પણ બને છે તો ચાલો Rice potato uttapam recipe in gujarati શીખીએ.
રાઈસ પોટેટો ઉત્તપમ નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- ચોખા નો લોટ 1 કપ
- બાફેલા બટાકા મેસ કરેલ 3-4
- પાણી 1 ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
- ઝીણા સમારેલા ટામેટા ¼ કપ
- લીલા કેપ્સીકમ ઝીણા સમારેલા ¼ કપ
- લાલ કેપ્સીકમ ઝીણા સમારેલા ¼ કપ
- ગાજર છીણેલું ½ કપ
- લીલા મરચા સુધારેલા 3-4
- આદુ પેસ્ટ ½ ચમચી
- મરી પાઉડર ⅛ ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
- ઇનો 3 ચમચી
- તેલ જરૂર મુજબ
તડકા ચટણી માટેની સામગ્રી
- દહી ½ ચમચી
- માયોનિઝ ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 1 ચમચી
- રાઈ ½ ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
રાઈસ પોટેટો ઉત્તપમ બનાવવાની રીત
રાઈસ પોટેટો ઉત્તપમ વિથ તડકા ચટણી બનાવવા સૌપ્રથમ ચોખા નો લોટ ચાળી ને લ્યો ( જો ચોખા નો લોટ બજાર માંથી ના લેવો હોય તો ચોખા ને થોડી વાર તડકા માં તપાવી ને મિક્સર જાર માં પીસી ને પાઉડર કરી શકો છો ). ચારેલા લોટ ને મિક્સર જાર માં નાખો સાથે મેસ કરેલ બાફેલા બટાકા અને પાણી નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
હવે પીસેલા પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, છીણેલું ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, મરી પાઉડર, મીઠા લીમડાના પાન સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પંદર મિનિટ એક બાજુ મૂકો.
પંદર મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઇનો નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તએક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મિશ્રણ નું એક થી બે કડછી નાખી થોડું ફેલાવી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે ચાર મિનિટ મિડીયમ તાપે ચડાવી લ્યો,
ત્યાર બાદ ઉપર એક ચમચી તેલ નાખી ઉથલાવી નાખી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર ઉત્તપમ ને ઉતારી લ્યો ને બીજા રાઈસ પોટેટો ઉત્તપમ તૈયાર કરી તૈયાર કરેલ તડકા ચટણી સાથે સર્વ કરો રાઈસ પોટેટો ઉત્તપમ વિથ તડકા ચટણી.
તડકા ચટણી બનાવવાની રીત
એક વાસણમાં દહી અને માયોનીઝ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો, હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો,
ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લીધા બાદ ગેસ બંધ કરી નાખો ને કડાઈ માં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી ચટણી માં નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે તડકા ચટણી.
Rice potato uttapam recipe in gujarati notes
- અહી તમે બાળકો જે શાક ના ખાતા હોય એ મિશ્રણ માં નાખી ખવડાવી શકો છો.
- તીખાશ બાળકો માટે બનાવો તો બાળકો ને પસંદ હોય એ મુજબ બનાવવી.
Rice potato uttapam banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Rice potato uttapam recipe in gujarati
રાઈસ પોટેટો ઉત્તપમ બનાવવાની રીત | Rice potato uttapam banavani rit | Rice potato uttapam recipe in gujarati
Equipment
- 1 તવી / પેન
Ingredients
રાઈસ પોટેટો ઉત્તપમ નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ચોખાનો લોટ
- 3-4 બાફેલા બટાકા મેસ કરેલ
- 1 ½ કપ પાણી
- મીઠું સ્વાદ મુજબ
- ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ કપ ઝીણા સમારેલા ટામેટા
- ¼ કપ લીલા કેપ્સીકમ ઝીણા સમારેલા
- ¼ કપ લાલ કેપ્સીકમ ઝીણા સમારેલા
- ½ કપ ગાજર છીણેલું
- 3-4 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- ⅛ ચમચી મરી પાઉડર
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- 3 ચમચી ઇનો
- તેલ જરૂર મુજબ
તડકા ચટણી માટેની સામગ્રી
- ½ ચમચી દહી
- ¼ કપ માયોનિઝ
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- 7-8 મીઠા લીમડાના પાન
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
Instructions
રાઈસ પોટેટો ઉત્તપમ બનાવવાની રીત | Rice potato uttapam banavani rit | Rice potato uttapam recipe in gujarati
- રાઈસ પોટેટો ઉત્તપમ વિથ તડકા ચટણી બનાવવા સૌપ્રથમ ચોખા નો લોટ ચાળી ને લ્યો ( જો ચોખા નો લોટ બજાર માંથીના લેવો હોય તો ચોખા ને થોડી વાર તડકા માં તપાવી ને મિક્સર જાર માં પીસી ને પાઉડર કરીશકો છો ). ચારેલા લોટ ને મિક્સર જાર માં નાખો સાથે મેસ કરેલ બાફેલા બટાકા અને પાણી નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
- હવે પીસેલા પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું, ઝીણી સુધારેલી ડુંગળી,ઝીણા સમારેલા ટામેટા, છીણેલું ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ,લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા,આદુ પેસ્ટ, મરી પાઉડર, મીઠાલીમડાના પાન સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પંદર મિનિટ એક બાજુ મૂકો.
- હવે પંદર મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઇનો નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો.
- હ વેગેસ પર એક કડાઈમાં તએક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મિશ્રણ નું એક થી બે કડછી નાખી થોડું ફેલાવી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે ચાર મિનિટ મિડીયમ તાપે ચડાવી લ્યો,
- ત્યારબાદ ઉપર એક ચમચી તેલ નાખી ઉથલાવી નાખી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડનશેકી લીધા બાદ તૈયાર ઉત્તપમ ને ઉતારી લ્યો ને બીજા રાઈસ પોટેટો ઉત્તપમ તૈયાર કરી તૈયાર કરેલ તડકા ચટણી સાથે સર્વ કરો રાઈસ પોટેટો ઉત્તપમ વિથ તડકા ચટણી.
તડકા ચટણી બનાવવાની રીત
- એક વાસણમાં દહી અને માયોનીઝ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો, હવે ગેસ પર એક કડાઈમાં તેલગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો,
- ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લીધા બાદ ગેસ બંધ કરી નાખો ને કડાઈ માં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી ચટણી માં નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે તડકા ચટણી.
Rice potato uttapam recipe in gujarati notes
- અહી તમે બાળકો જે શાક ના ખાતા હોય એ મિશ્રણ માં નાખી ખવડાવી શકો છો.
- તીખાશ બાળકો માટે બનાવો તો બાળકો ને પસંદ હોય એ મુજબ બનાવવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બટાકા સોજી બોલ બનાવવાની રીત | Bataka soji bol banavani rit | Bataka soji bol recipe in gujarati
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati
ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati