આજ નું આપણું પંજાબી શાક આજ કાલ લગ્ન પ્રસંગ પર મળતા અને હોટલ અને રેસટોરન્ટ માં મળતા પાલક પનીર ના શાક કરતા પણ વધારે ટેસ્ટી લાગશે. તો એક વખત આ રીતે ઘરે ખૂબ ઓછી સામગ્રી થી ખૂબ સરળ રીતે આ Restaurant style palak paneer nu shaak – રેસ્ટોરેન્ટ સ્ટાઈલ પાલક પનીર નું શાક બનાવી તૈયાર કરી પરિવાર સાથે મજા લ્યો. તો ચાલો પાલક પનીર નું શાક બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- પાલક 500 ગ્રામ
- માખણ 2-3 ચમચી
- પનીર 250 ગ્રામ
- તેલ 3-4 ચમચી
- ઘી 1-2 ચમચી
- જીરું 1 ચમચી
- સૂકા લાલ મરચા 2-3
- લસણ ની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા 1-2
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 3ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો 1-2 ચમચી
- વરિયાળી પાઉડર 2 ચમચી
- સૂંઠ પાઉડર ½ ચમચી
- કસૂરી મેથી 2 ચમચી
- તજ નો પાઉડર ⅛ ચમચી
- ક્રીમ ¼ કપ
- દહીં 1 કપ
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Restaurant style palak paneer nu shaak banavani recipe
પાલક પનીર નું શાક બનાવવા સૌપ્રથમ પનીર ના કટકા કરી એમાં સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને એક ચમચી લાલ મરચાનો પાઉડર નાખી હલકા હાથે મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો. હવે સાફ કરેલી પાલક ને બે ત્રણ પાણી થી ધોઇ પાણી નિતારી લ્યો. હવે ગેસ પર કડાઈ માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલી પાલક નાખો અને સાથે સાફ કરી ધોઇ રાખેલ લીલા ધાણા સુધારેલા અને લીલા મરચા નાખી એક થી બે મિનિટ પાલક ને બાફી લેવી.
બે મિનિટ પછી પાલક ને ગરમ પાણીમાંથી કાઢી બરફ ના ઠંડા પાણી માં નાખી બે ત્રણ મિનિટ રહેવા દેવી. ત્રણ મિનિટ પછી બરફ ના પાણી માંથી કદી મિક્સર જાર માં નાખો અને ઢાંકણ બંધ કરી સ્મુથ પીસી પેસ્ટ બનાવી લ્યો અને તૈયાર પેસ્ટ ને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી એમાં મેરીનેટ કરેલ પનીર માં કટકા નાખો અને મિડીયમ તાપે બધી બાજુથી શેકી લ્યો. હવે શેકેલ પનીર ના કટકા એક બાજુ મૂકો.
હવે બીજી કડાઈમાં બે ચમચી તેલ અને ઘી નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવી લ્યો હવે એમાં લસણ ની પેસ્ટ નાખી પેસ્ટ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને લસણ ગોલ્ડન થવા લાગે એટલે એમાં આદુ ની પેસ્ટ નાખી બીજી એક મિનિટ શેકી લેવી.
લસણ આદુ શેકી લીધા બાદ એમાં પા ચમચી હળદર. લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સૂંઠ પાઉડર અને વરિયાળી પાઉડર નાખી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે ગેસ બિલકુલ ધીમો કરી એમાં દહી નાખી મિક્સ કરી દહી ને બે ચાર મિનિટ બરોબર ચડાવી લેવું. દહીં બરોબર ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો અને કસૂરી મેથી મસળી ને નાખી મિક્સ કરી લેવી.
હવે એમાં પાલક નો પલ્પ નાખી ફરીથી પાંચ સાત મિનિટ પાલક ને ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં ક્રીમ અને માખણ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને તજ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો. હવે શેકી રાખેલ પનીર ના કટકા નાખી અને પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે પાલક પનીર નું શાક.
Shaak recipe notes
- પાલક ને ગરમ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખવાથી પાલક નો રંગ લીલો જ રહે છે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
રેસ્ટોરેન્ટ સ્ટાઈલ પાલક પનીર નું શાક બનાવવાની રેસીપી
Restaurant style palak paneer nu shaak banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 500 ગ્રામ પાલક
- 2-3 ચમચી માખણ
- 250 ગ્રામ પનીર
- 3-4 ચમચી તેલ
- 1-2 ચમચી ઘી
- 1 ચમચી જીરું
- 2-3 સૂકા લાલ મરચા
- ½ ચમચી આદુ ની પેસ્ટ
- 1 ચમચી લસણ ની પેસ્ટ
- 1-2 લીલા મરચા
- 3 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી ગરમ મસાલો
- 2 ચમચી વરિયાળી પાઉડર
- ½ ચમચી સૂંઠ પાઉડર
- 2 ચમચી કસૂરી મેથી
- ⅛ ચમચી તજ નો પાઉડર
- ¼ કપ ક્રીમ
- 1 કપ દહીં
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Restaurant style palak paneer nu shaak banavani recipe
- પાલક પનીર નું શાક બનાવવા સૌપ્રથમ પનીર ના કટકા કરી એમાં સ્વાદ મુજબ મીઠું, પા ચમચી હળદર અને એક ચમચી લાલ મરચાનો પાઉડર નાખી હલકા હાથે મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો. હવે સાફ કરેલી પાલક ને બે ત્રણ પાણી થી ધોઇ પાણી નિતારી લ્યો. હવે ગેસ પર કડાઈ માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલી પાલક નાખો અને સાથે સાફ કરી ધોઇ રાખેલ લીલા ધાણા સુધારેલા અને લીલા મરચા નાખી એક થી બે મિનિટ પાલક ને બાફી લેવી.
- બે મિનિટ પછી પાલક ને ગરમ પાણીમાંથી કાઢી બરફ ના ઠંડા પાણી માં નાખી બે ત્રણ મિનિટ રહેવા દેવી. ત્રણ મિનિટ પછી બરફ ના પાણી માંથી કદી મિક્સર જાર માં નાખો અને ઢાંકણ બંધ કરી સ્મુથ પીસી પેસ્ટ બનાવી લ્યો અને તૈયાર પેસ્ટ ને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી એમાં મેરીનેટ કરેલ પનીર માં કટકા નાખો અને મિડીયમ તાપે બધી બાજુથી શેકી લ્યો. હવે શેકેલ પનીર ના કટકા એક બાજુ મૂકો.
- હવે બીજી કડાઈમાં બે ચમચી તેલ અને ઘી નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો અને ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવી લ્યો હવે એમાં લસણ ની પેસ્ટ નાખી પેસ્ટ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને લસણ ગોલ્ડન થવા લાગે એટલે એમાં આદુ ની પેસ્ટ નાખી બીજી એક મિનિટ શેકી લેવી.
- લસણ આદુ શેકી લીધા બાદ એમાં પા ચમચી હળદર. લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સૂંઠ પાઉડર અને વરિયાળી પાઉડર નાખી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે ગેસ બિલકુલ ધીમો કરી એમાં દહી નાખી મિક્સ કરી દહી ને બે ચાર મિનિટ બરોબર ચડાવી લેવું. દહીં બરોબર ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો અને કસૂરી મેથી મસળી ને નાખી મિક્સ કરી લેવી.
- હવે એમાં પાલક નો પલ્પ નાખી ફરીથી પાંચ સાત મિનિટ પાલક ને ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં ક્રીમ અને માખણ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને તજ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો. હવે શેકી રાખેલ પનીર ના કટકા નાખી અને પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે પાલક પનીર નું શાક.
Shaak recipe notes
- પાલક ને ગરમ પાણી માંથી કાઢી ઠંડા પાણી માં નાખવાથી પાલક નો રંગ લીલો જ રહે છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Mula na pand ni chatni | મૂળા ના પાંદ ની ચટણી
મટર પનીર નું શાક | matar paneer nu shaak banavani rit | matar paneer recipe in gujarati
તંદુરી મસાલો બનાવવાની રીત | tandoori masala banavani rit | tandoori masala recipe in gujarati
સરગવા ના પાંદ ના પરોઠા | Sargva na paand na parotha