નમસ્તે મિત્રો આજે આપણે Ratadu puri – રતાળુ પૂરી બનાવવાની રીત શીખીશું. આ એક સુરતી ફરસાણ છે જે શિયાળા દરમ્યાન મળતા રતાળુ માંથી બનાવવામાં આવે છે. જેને કંદ પૂરી પણ કહેવાય છે જે બનાવવી ખૂબ સરળ છે અને સ્વાદિષ્ટ છે.
Ingredients list
- રતાળુ 500 ગ્રામ
- બેસન 2 કપ
- ચોખા નો લોટ 2 ચમચી
- આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- મરી અધ કચરા પીસેલા 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ તળવા માટે
Ratadu puri banavani rit
રતાળુ પૂરી બનાવવા સૌપ્રથમ રતાળુ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ હાથ પર તેલ લગાવી રતાળુ ને છોલી ને સાફ કરી લ્યો અને સાફ કરી લીધા બાદ પાણી ભરેલા વાસણમાં નાખો. હવે મરી ને ખંડણી માં નાખી અથવા મિક્સર જાર માં નાખી અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે એક તપેલી માં ચાળી ને બેસન લ્યો એમાં ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, લીલા મરચા આદુની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લઈ થોડું થોડું કરી એક કપ થી થોડુ ઓછું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને મિશ્ર ને ગમે તે એક બાજુ હલાવતા રહો જેથી મિશ્રણ થોડું સોફ્ટ બને.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી ચિપ્સ મશીન થી થોડી થોડી કરી રતાળુ ની પાતળી ચિપ્સ બનાવી લેવી. તેલ ગરમ થાય એટલે રતાળુ ચિપ્સ ને બેસન માં મિશ્રણ માં બોળી એના પર મરી છાંટી તેલ માં નાખો આમ એક વખત માં જેટલી પૂરી નખાય એટલી નાખી મિડીયમ તાપે બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો.
પૂરી બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ બધી પૂરી તરી ને તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો રતાળુ પૂરી.
Recipe notes
- રતાળુ ને છોલતી વખતે હાથ પર તેલ ખાસ લગાવી લેવું જેથી હાથ માં ખંજવાળ ના આવે .
- તમે મરી સાથે અધ કચરા પીસેલા આખા ધાણા પણ નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
રતાળુ પૂરી બનાવવાની રીત
Ratadu puri banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 500 ગ્રામ રતાળુ
- 2 કપ બેસન
- 2 ચમચી ચોખા નો લોટ
- 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી મરી અધ કચરા પીસેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ તળવા માટે
Instructions
Ratadu puri banavani rit
- રતાળુ પૂરી બનાવવા સૌપ્રથમ રતાળુ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ હાથ પર તેલ લગાવી રતાળુ ને છોલી ને સાફ કરી લ્યો અને સાફ કરી લીધા બાદ પાણી ભરેલા વાસણમાં નાખો. હવે મરી ને ખંડણી માં નાખી અથવા મિક્સર જાર માં નાખી અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે એક તપેલી માં ચાળી ને બેસન લ્યો એમાં ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, લીલા મરચા આદુની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લઈ થોડું થોડું કરી એક કપ થી થોડુ ઓછું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને મિશ્ર ને ગમે તે એક બાજુ હલાવતા રહો જેથી મિશ્રણ થોડું સોફ્ટ બને.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી ચિપ્સ મશીન થી થોડી થોડી કરી રતાળુ ની પાતળી ચિપ્સ બનાવી લેવી. તેલ ગરમ થાય એટલે રતાળુ ચિપ્સ ને બેસન માં મિશ્રણ માં બોળી એના પર મરી છાંટી તેલ માં નાખો આમ એક વખત માં જેટલી પૂરી નખાય એટલી નાખી મિડીયમ તાપે બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો.
- પૂરી બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ બધી પૂરી તરી ને તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો રતાળુ પૂરી.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Bajra ni idli banavani rit | બાજરા ની ઈડલી બનાવવાની રીત
jeera puri banavani rit | જીરા પુરી બનાવવાની રીત
lasan chevdo banavani rit | લસણ નો ચેવડો બનાવવાની રીત
palak sooji cheese balls banavani rit | પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત
Masala tava dhokla banavani rit | મસાલા તવા ઢોકળા બનાવવાની રીત
vagharela mamra | વઘારેલા મમરા | vagharela mamra recipe in gujarati
Lila vatana na dhokla banavani rit | લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત