આ રસમલાઈ કૂકીઝ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દિવાળી ના નાસ્તા માં બનાવી સર્વ કરો તો દરેક પૂછશે કે કેવી રીતે બનાવી. આ કૂકીઝ ને એક વખત બનાવી લાંબા સમય સુંધી મજા લઈ શકો છો અને નાસ્તા ઉપરાંત બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. આ જ આપણે આ Rasmalai Cookies ને ઓવેન વગર બનાવતા શીખીશું.
રસમલાઈ કૂકીઝ બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- બેસન ⅓ કપ
- સોજી 2 ચમચી
- પીસેલી ખાંડ ½ કપ
- બેકિંગ પાઉડર ¼ ચમચી
- બેકિંગ સોડા ⅛ ચમચી
- કાજુ 10-15
- બદામ 8-10
- પિસ્તા 10-12
- એલચી પાઉડર ½ ચમચી
- ગુલાબ ની પાંખડી 1 ચમચી
- કેસર ના તાંતણા 8-10
- રસમલાઈ એસેંસ ½ ચમચી
- પીળો ફૂડ કલર 2-3 ટીપાં
- ઘી ½ કપ
Rasmalai Cookies banavani rit
રસમલાઈ કૂકીઝ બનાવવા સૌપ્રથમ કેસર ના તાંતણા માં એક બે ચમચી દૂધ નાખી ને પલાળી મૂકો. અને ત્યાર બાદ કાજુ, બદામ, પીસ્તા ને મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો. હવે જેમાં કુકી બેક કરવાની છે બધી ટ્રે ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો.
હવે એક વાસણમાં ઘી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ બરોબર ફેટી ને મિશ્રણ સફેદ માખણ જેવું થાય ત્યાં સુંધી મિક્સ કરતા રહો. મિશ્રણ બરોબર તૈયાર થાય એટલે એમાં રસમલાઈ એસેન્સ નાખો અને ત્યાર બાદ એમાં પીળો કલર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યારબાદ એમાં કેસર વાળું દૂધ નાખી મિક્સ કરો અને ત્યારબાદ ચારણી માં મેંદા નો લોટ, બેસન, સોજી, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ચાળી ને ખાંડ ના મિશ્રણ માં નાખો સાથે પીસી રાખેલ ડ્રાય ફ્રુટ ના મિશ્રણ માંથી ત્રણ ચાર ચમચી મિશ્રણ નાખો હવે હાથ વડે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય અને કઠણ લોટ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે જે સાઇઝ કે આકાર ની કુકી બનાવી હોય એ સાઇઝ નું મિશ્રણ લ્યો અને હથેળી વચ્ચે ગોળ ફેરવી ગોળ બનાવી લ્યો ત્યાર બાદ હથેળી ને થોડી દબાવી ચપટી કરી આકાર આપો અને ઉપર બાકી રહેલ ડ્રાય ફ્રુટ ને છાંટી દયો અને ત્યાર બાદ ઘી લગાવેલ પ્લેટ માં અથવા બટર પેપર મૂકી એમાં તૈયાર કરેલ કુકી ને મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકો અને ઢાંકી દસ મિનિટ ગરમ કરી લ્યો. કડાઈ ગરમ થાય એટલે ટ્રે ને કડાઈ માં મૂકી ઢાંકી ગેસ ધીમો કરી પંદર થી વીસ મિનિટ બેક કરી લ્યો. વીસ મિનિટ પછી કુકી તૈયાર થઈ જાય એટલે ટ્રે ને બહાર કાઢી બીજી ટ્રે ને મૂકો. આમ થોડી થોડી કરી બધી કુકી ને બેક કરો અને બેક કરેલ કુકી ઠંડી થાય ત્યાં બાદ ડી મોલ્ડ કરી લ્યો.
આમ બધી કુકી તૈયાર કરી બેક કરી લ્યો અને ઠંડી થાય એટલે એક ડબ્બા માં ભરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો રસમલાઈ કૂકીઝ.
Rasmalai Cookies Notes
- અહીં તમે કુકી ને ઓવેન માં પણ 180 ડિગ્રી પર પંદર મિનિટ બેક કરી તૈયાર કરી શકો છો.
- જો તમને દૂધ ના વાપરવું હોય તો કેસર ના તાંતણા ને બે ચમચી પાણી માં પણ પલાળી શકો છો.
- જો કુકી નું મિશ્રણ બરોબર બાઈન્ડિંગ ના કરી શકાતું હોય તો ને ચમચી દૂધ કે પાણી નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
રસમલાઈ કૂકીઝ બનાવવાની રેસીપી
Rasmalai Cookies banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
રસમલાઈ કૂકીઝ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ મેંદા નો લોટ
- ⅓ કપ બેસન
- 2 ચમચી સોજી
- ½ કપ પીસેલી ખાંડ
- ¼ ચમચી બેકિંગ પાઉડર
- ⅛ ચમચી બેકિંગ સોડા
- 10-15 કાજુ
- 8-10 બદામ
- 10-12 પિસ્તા
- ½ ચમચી એલચી પાઉડર
- 1 ચમચી ગુલાબ ની પાંખડી
- 8-10 કેસર ના તાંતણા
- ½ ચમચી રસમલાઈ એસેંસ
- 2-3 ટીપાં પીળો ફૂડ કલર
- ½ કપ ઘી
Instructions
Rasmalai Cookies banavani rit
- રસમલાઈ કૂકીઝ બનાવવા સૌપ્રથમ કેસર ના તાંતણા માં એક બે ચમચી દૂધ નાખી ને પલાળી મૂકો. અને ત્યાર બાદ કાજુ, બદામ, પીસ્તા ને મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો. હવે જેમાં કુકી બેક કરવાની છે બધી ટ્રે ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો.
- હવે એક વાસણમાં ઘી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ બરોબર ફેટી ને મિશ્રણ સફેદ માખણ જેવું થાય ત્યાં સુંધી મિક્સ કરતા રહો. મિશ્રણ બરોબર તૈયાર થાય એટલે એમાં રસમલાઈ એસેન્સ નાખો અને ત્યાર બાદ એમાં પીળો કલર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ એમાં કેસર વાળું દૂધ નાખી મિક્સ કરો અને ત્યારબાદ ચારણી માં મેંદા નો લોટ, બેસન, સોજી, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ચાળી ને ખાંડ ના મિશ્રણ માં નાખો સાથે પીસી રાખેલ ડ્રાય ફ્રુટ ના મિશ્રણ માંથી ત્રણ ચાર ચમચી મિશ્રણ નાખો હવે હાથ વડે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય અને કઠણ લોટ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે જે સાઇઝ કે આકાર ની કુકી બનાવી હોય એ સાઇઝ નું મિશ્રણ લ્યો અને હથેળી વચ્ચે ગોળ ફેરવી ગોળ બનાવી લ્યો ત્યાર બાદ હથેળી ને થોડી દબાવી ચપટી કરી આકાર આપો અને ઉપર બાકી રહેલ ડ્રાય ફ્રુટ ને છાંટી દયો અને ત્યાર બાદ ઘી લગાવેલ પ્લેટ માં અથવા બટર પેપર મૂકી એમાં તૈયાર કરેલ કુકી ને મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકો અને ઢાંકી દસ મિનિટ ગરમ કરી લ્યો. કડાઈ ગરમ થાય એટલે ટ્રે ને કડાઈ માં મૂકી ઢાંકી ગેસ ધીમો કરી પંદર થી વીસ મિનિટ બેક કરી લ્યો. વીસ મિનિટ પછી કુકી તૈયાર થઈ જાય એટલે ટ્રે ને બહાર કાઢી બીજી ટ્રે ને મૂકો. આમ થોડી થોડી કરી બધી કુકી ને બેક કરો અને બેક કરેલ કુકી ઠંડી થાય ત્યાં બાદ ડી મોલ્ડ કરી લ્યો.
- આમ બધી કુકી તૈયાર કરી બેક કરી લ્યો અને ઠંડી થાય એટલે એક ડબ્બા માં ભરી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો રસમલાઈ કૂકીઝ.
Rasmalai Cookies Notes
- અહીં તમે કુકી ને ઓવેન માં પણ 180 ડિગ્રી પર પંદર મિનિટ બેક કરી તૈયાર કરી શકો છો.
- જો તમને દૂધ ના વાપરવું હોય તો કેસર ના તાંતણા ને બે ચમચી પાણી માં પણ પલાળી શકો છો.
- જો કુકી નું મિશ્રણ બરોબર બાઈન્ડિંગ ના કરી શકાતું હોય તો ને ચમચી દૂધ કે પાણી નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Chokha na lot ni papdi | ચોખા ના લોટ ની પાપડી બનાવવાની રીત
સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit
સેવૈયા ઉપમા બનાવવાની રીત | Seviyan Upma banavani rit
ભકોસા બનાવવાની રીત | Bhakosa banavani rit