HomeNastaRaja rani parotha banavani rit | રાજા રાણી પરોઠા બનાવવાની રીત

Raja rani parotha banavani rit | રાજા રાણી પરોઠા બનાવવાની રીત

મિત્રો આ પરોઠા સુરત ના ખૂબ પ્રખ્યાત પરોઠા વાનગી છે જે સુરત માં ઘણી જગ્યાએ ખાવા મળે છે જે ફૂલ વેજીટેબલ, પનીર અને ચીઝ થી ભરપુર હોય છે અને એક વખત Raja rani parotha – રાજા રાણી પરોઠા બનાવી લીધા બાદ વારંવાર બનાવશો અને બનાવી ને અમને જરૂરથી જણાવજો.

લોટ બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ ½ કપ
  • બેસન ½ કપ
  • મેંદા નો લોટ 1 કપ
  • સોજી 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

પરોઠા સ્ટફિંગ માટેની સામગ્રી

  • છીણેલું ગાજર ½ કપ
  • છીણેલી પાનકોબી 1 કપ
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ચીલી સોસ 1 ચમચી
  • ઝીણી સમારેલી ડુંગળી ¼ કપ
  • કેપ્સીકમ ઝીણું સમારેલું 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • બાફેલા બટાકા 3-4
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • લીલી ડુંગળી ઝીણી સુધારેલ ½ કપ
  • પનીર 100 ગ્રામ
  • ચીઝ 100 ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ

લોટ બનાવવાની રીત

લોટ બાંધવા કથરોટ માં ઘઉંનો લોટ, બેસન અને મેંદા ના લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં સોજી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, બે ચમચી તેલ નાખી હાથ થી બરોબર મસળી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણલોટ બાંધો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી એક ઢાંકી ને એક બાજુ મૂકો

રાજા રાણી પરોઠા નું સ્ટફિંગ બનાવવાની રીત

સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં છીણેલું ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સમારેલી પાનકોબી, ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સમારેલી ડુંગળી, લીલી ડુંગળી સુધારેલા, બાફેલા બટાકા ને છીણી ને નાખો અને ત્યાર બાદ પનીર અને ચીઝ ને પણ છીણી ને નાખો.

હવે એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા સુધારેલા, આમચૂર પાઉડર, સંચળ, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, મરી પાઉડર ,ચીલી સોસ નાખી ને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

Raja rani parotha banavani rit

પરોઠા માટેની બને સામગ્રી બરોબર તૈયાર થઈ જાય એટલે બાંધેલા લોટ ના સરખા ચાર પાંચ ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ લુવો બનાવી લઈ કોરા લોટ સાથે રોટલી બનાવી લ્યો રોટલી વણી લીધા બાદ તૈયાર કરેલ થોડું વધારે સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો ત્યાર બાદ હથેળી વડે થોડું દબાવી ચપટા કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી હલકા હાથે વણી ને પરોઠા ને વણી લ્યો.

ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં વણેલા પરોઠા ને નાખી બને બાજુ થોડા ચડાવી લીધા બાદ તેલ કે ઘી લાગવી પરોઠા ને દબાવી દબાવી બને બાજુ શેકી લ્યો. પરોઠા ને બને બાજુ બરોબર શેકી લીધા બાદ પ્લેટ માં કાઢી લ્યો અને તવી માં થોડું તેલ કે ઘી નાખી થોડું સ્ટફિંગ નાખી સ્ટફિંગ ને બે મિનિટ શેકી લ્યો.

હવે તૈયાર પરોઠા પર પીઝા જેમ કાપા કરી લ્યો અને એના પર શેકી રાખેલ સ્ટફિંગ એક સરખું ફેલાવી ઉપર ચીઝ અને પનીર છીણી ને નાખો સાથે સોસ અને માયોનીઝ નાખી ગાર્નિશ કરી લ્યો આમ બીજા બધા પરોઠા તૈયાર કરી લ્યો અને મજા લ્યો રાજા રાણી પરોઠા.

Parotha recipe notes

  • જો તમને ઓછા સ્ટફિંગ વાળા પસંદ હોય તો સ્ટફિંગ ઓછું કરી શકો છો.
  • તમે જે સ્ટફિંગ ને પરોઠા ઉપર લગાવવાનું છે એ સ્ટફિંગ ને બીજી કડાઈ માં પણ ગરમ કરી વાપરી શકો છો.
  • ચીઝ , માયોનીજ અને પનીર તમારી પસંદ મુજબ વધુ ઓછું કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રાજા રાણી પરોઠા બનાવવાની રીત

Jain undhiyu - જૈન ઊંધિયું

Jain undhiyu banavani rit

આજ આપણે ડુંગળી, બટાકા,લસણ વગર નું Jain undhiyu – જૈન ઊંધિયું બનાવવાની રીત શીખીશું. આ શાક ખાવાજેટલું ટેસ્ટી લાગે છે અને બનાવવુ થોડી મહેનત નું કામ છે પણ એક વખત બનાવ્યા પછી એનાસ્વાદ માં કરેલી મહેનત નું ફળ મળી જસે તો ચાલો ડુંગળી, બટાકા,લસણ વગર નું ઊંધિયું બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 39 minutes
Total Time: 59 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલી મેથી સુધારેલ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ કપ ઘઉંનો લોટ
  • ¼ કપ બેસન
  • ચમચી હિંગ
  • 1 ચમચી ખાંડ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • 1 ચપટી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

જૈન ઊંધિયું શાક બનાવવા માટેની સામગ્રી

  • 150 ગ્રામ તિંડોડા
  • 5-6 લીલા મરચા
  • ½ કપ મેથી સુધારેલ
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 2 કાચી કેળા
  • 350 ગ્રામ સુરતી પાપડી
  • ½ કપ વટાણા
  • ¼ કપ લીલી તુવેરના દાણા
  • 3-4 ચમચી સીંગદાણા
  • 2-3 ચમચી સફેદ તલ
  • ½ કપ તાજુ નારિયળ છીણેલું
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 3-4 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 5-6 ચમચી તેલ
  • 1 ચમચી અજમો
  • ½ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Jain undhiyu banavani rit

  • જૈન ઊંધિયું બનાવીશું જેમાં ડુંગળી,બટાકા,લસણ વગર નું ઊંધિયું બનાવવા સૌપ્રથમ મુઠીયા બનાવી તૈયાર કરીશું. જેના માટે એક વાસણમાં ધોઇ સાફ કરી ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા, હિંગ, ખાંડ, હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, બેકિંગ સોડા,મીઠું સ્વાદ મુજબ અને એક થી બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ઘઉંનો લોટ અને બેસન નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ થોડું પાણી નાખી લોટ બાંધી લ્યો.
  • બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ માંથી ગોળ કે લંબ ગોળ મુઠીયા બનાવી તૈયાર કરી લ્યો અને મુઠીયા તૈયાર કરો ત્યાં સુંધી ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં બનાવેલા મુઠીયા નાખી મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન મુઠીયા તરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી એક થાળી માં એક બાજુ મૂકો.
  • હવે ઊંધિયા નો વઘાર કરીશું જેના માટે ગરમ તેલ માં તિંડોડા ને તરી લ્યો અને ને ચાર મિનિટ તરી લીધા બાદ એક મોટા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ને પણ તરી ને કાઢી લ્યો. હવે કેળા ના કટકા ને પણ તેલ માં નાખી તરી લ્યો અને એને પણ કાઢી લ્યો. હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સુરતી પાપડી, વટાણા અને તુવેર ના દાણા નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • બધી સામગ્રી શેકાય ત્યાં સુંધી માં એક મોટા વાટકા માં લીલા ધાણા સુધારેલા, સફેદ તલ અને અધ કચરા પીસેલા સીંગદાણા, નારિયળ નું છીણ, ધાણા જીરું પાઉડર, હળદર, લીલા મરચા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ, ખાંડ , ગરમ મસાલો નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • પાપડી શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલ મસાલા માંથી થોડો મસાલો નાખો અને મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં તરી રાખેલ કેળા, મરચા, ટિંડોડા, બાકી રહેલો મસાલો નાખી મિક્સ કરી એમાં એક થી બે કપ પાણી નાખી તરી રાખેલ મસાલો નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બધું શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ સર્વ કરો ડુંગળી,બટાકા,લસણ વગર નું ઊંધિયું.

Jain Undhiyu recipe notes

  • અહી તમે ઊંધિયા માટે બીજા શાક પણ નાખી શકો છો જેમકે ગોવાર, રીંગણા, લીલા ચણા વગેરે.
  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછીબક્રી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular