HomeNastaરાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori...

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube  આજે આપણે રાજ કચોરી બનાવવાની રીત – raj kachori banavani rit gujarati ma શીખીશું. રાજ કચોરી એ એક ચાર્ટ છે ને ખાવામાં ખુબ સરસ લાગે છે જે સોજી ની એક મોટી પુરીમાં અલગ અલગ પ્રકારની ચટણીઓ ને મસાલા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો રાજ કચોરી રેસીપી – raj kachori recipe in gujarati શીખીએ.

રાજ કચોરી બનાવવા જરૂરી સામગ્રી | raj kachori recipe ingredients

રાજ કચોરી નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઝીણી સોજી 1 કપ
  • મેંદા નો લોટ 1 કપ
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી ¾ કપ

કચોરી નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • બેસન 4-5 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • તેલ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 2 ચમચી

તીખી લીલી ચટણી બનાવવાની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • ફુદીનો ¼ કપ
  • લીલા મરચા 5-7
  • આદુ 1 ઇંચ ટુકડો
  • સંચળ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • દડિયા દાળ 1 ચમચી / સીંગદાણા 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • બરફના ટુકડા 1-2

આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આંબલી ½ કપ
  • ખજૂર 150 ગ્રામ
  • ગોળ 1 કિલો
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સૂંઠ પાઉડર ½ ચમચી
  • સંચળ 1 ચમચી
  • મરી પાઉડર 1-2 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 750 એમ. એલ

મીઠું દહી બનાવવા માટેની સામગ્રી

  • દહી 1 કિલો
  • ખાંડ પીસેલી ¼ કપ
  • ફુદીના પેસ્ટ 2 ચમચી
  • મીઠું 1-2 ચપટી

બટાકા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 2-3
  • સ્વાદ મુજબ મીઠું
  • સંચળ 1-2 ચપટી
  • ચાર્ટ મસાલો ¼ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ¼ ચમચી
  • ચપટી મરી પાઉડર

રાજ કચોરી ને ગાર્નિશ માટેની સામગ્રી

  • નવરત્ન નમકીન / મિક્સ ફરસાણ જરૂર મુજબ
  • સંચળ જરૂર મુજબ
  • શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • આદુ ની કતરણ જરૂર મુજબ
  • બીટ ની કતરણ જરૂર મુજબ
  • દાડમ દાણા જરૂર મુજબ
  • કાચી કેરી ની કતરણ જરૂર મુજબ (ઓપ્શનલ છે)
  • દેસી ચણા બાફેલ ½ કપ
  • મગ બાફેલ  ½ કપ

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit gujarati ma

સૌ પ્રથમ આપણે રાજ કચોરી નો લોટ બાંધવાની રીત , લીલા ચટણી બનાવવાની રીત , આંબલી ની ચટણી બનાવવાની રીત, દેસી ચણા અને મગ બાફવાની રીત, મીઠું દહી બનાવવાની રીત, બાફેલા બટાકા નું મિશ્રણ બનાવવાની રીત અને અંતે રાજ કચોરી તૈયાર કરવાની રીત શીખીશું.

રાજ કચોરી નો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક વાટકામાં પાણી લ્યો એના હળદર ને મીઠું નાખી ને ઓગળી લ્યો ત્યાર બાદ વાસણમાં સોજી ને સાફ કરી લ્યો ને મેંદા ના લોટ ને ચારી ને લ્યો ત્યાર બાદ મીઠા હળદર વાળુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને થોડો મસળી લ્યો લોટ ને મસળી લીધા બાદ ભીના કપડા ને નીચોવી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો

બીજા વાસણમાં બેસન ચારી ને લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, તેલ ને બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરી લ્યો

વીસ મિનિટ પછી લોટ ને ફરી થી મસળી લ્યો ને જે સાઇઝ ની કચોરી બનાવી છે એ સાઇઝ ના લુવા તૈયાર કરી લ્યો એમાંથી એક લુવો લ્યો ને બાકી ના લુવને કપડાથી ઢાંકી દયો હવે લુવા ને બરોબર મસળી ગોળ બનાવો ને વચ્ચે પૂરણ ભરવા જેમ ખાડો કરીએ તેમ ખાડો કરો

ખાડા માં તૈયાર કરેલ બેસન ના લોટ નું મિશ્રણ અડધી ચમચી જેટલું નાખી ( બેસન નું મિશ્રણ જો કચોરી મોટી કરો તો અડધી પોણી ચમચી ને જો નાની કરો તો પા ચમચી જેટલું નાખવું) બધી બાજુથી બંધ કરી ને પોટલી બનાવી લ્યો ને ફરી ગોળ કરી હથેળી વચ્ચે દબાવી લ્યો ને હલકા હાથે કચોરી ને વણી લ્યો (વણવા માટે જરૂર લાગે તો થોડો કોરો લોટ કે તેલ લઇ શકો છો)

આમ બધા લુવા ને બેસન વડે સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો ને રોટલીથી થોડી જાડી હલકા હાથે વણી લઈ એક થાળીમાં મૂકતા જાઓ બધી કચોરી ને વણી લ્યો એક સાથે ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં એક એક તૈયાર કચોરી નાખો ને થોડી દબાવી ને ફુલાવી લ્યો

 ત્યાર બાદ એના પર ચમચા થી તેલ નાખતા જઈ બને ચડાવો નીચે ની બાજુ થોડી ચડી જાય એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ તરી લ્યો આમ બને બાજુ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે એને ઝારા થી કાઢી ને બીજી કચોરી ને તરવા મૂકો

(તમે એક સાથે ત્રણ ચાર કચોરી તરી શકો તો એમ પણ તરી શકો છો તેલ ઘણું ગરમ ના હોય એનું ધ્યાન રાખવું ) આમ બધી કચોરી ને તરી ને તૈયાર કરી લેવી ને ઠંડી થવા દેવી

લીલા ચટણી બનાવવાની રીત

સૌ પ્રથમ લીલા ધાણા સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ફુદીના ના પાન ને પણ સાફ કરી ધોઈ લ્યો હવે મિક્સર જારમાં સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, સંચળ, દાડિયા દાળ, લીંબુનો રસ, જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી સાથે બરફના ટુકડા નાખી પીસી લ્યો ને જરૂર પડે તો ત્રણ ચાર ચમચી પાણી નાખી ફરી પીસી લ્યો તૈયાર છે લીલી ચટણી

આંબલી ની ચટણી બનાવવાની રીત

સૌ પ્રથમ આંબલીના બીજ કાઢી એક વાસણમાં લ્યો ને પાણી થી એક વખત ધોઇ લ્યો ત્યાર બાદ એક કપ ગરમ પાણીમાં પંદર વીસ મિનિટ ઢાંકીને પલાળી નાખો  હવે ખજૂર ના પણ ઠડિયા કાઢી લ્યો ને એક વખત પાણી થી ધોઇ લ્યો ને એમાં બે કપ ગરમ પાણી નાખી ખજૂર પણ પંદર વીસ મિનિટ ઢાંકી ને પલાળી મૂકો

ખજૂર ને આંબલી બરોબર પલળી જાય એટલે હાથથી કે મિક્સર જારમાં પીસી લ્યો ને ગરણી થી એક મોટા વાસણમાં ગારી લ્યો હવે એ વાસણ ને ગેસ પર મૂકો

 એમાં પોણો લીટર પાણી નાખો ને ગોળ સુધારેલ , સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, સંચળ, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર ને સૂંઠ પાઉડર નાખી ને હલાવતા રહો ને ઉકળવા લાગે ને ઉપર ફીણ આવે એને કાઢી લ્યો ને 25-30 મિનિટ ઉકાળો ચટણી બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી ઠંડી કરી લ્યો ને બરણીમાં ભરી લ્યો.

દેસી ચણા બાફવાની રીત

દેસી ચણા ને ચાર પાંચ કલાક પલાળી મુકો ત્યાર બાદ પાણી નિતારી ને કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી કુકર બંધ કરી ને મિડીયમ તાપે એક બે સીટી કરી બાફી લ્યો ને કુકર માંથી જાતે હવા નીકળી જાય એટલે ચારણીમાં કાઢી લ્યો ને બીજા વાસણમાં ઠંડા થવા મૂકો

મગ બાફવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં મગ ને ધોઇ ને જરૂર મુજબ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મુકો ત્યાર બાદ પાણી નિતારી કૂકરમાં એક ગ્લાસ પાણી નાંખી સ્વાદ મુજબ મીઠું નાખી એમ મગ નાખી મીડીયમ તાપે 8-10 મિનિટ ચડાવી લ્યો મગ બરોબર ચડી જાય એટલે ચારણીમાં કાઢી ને બીજા વાસણમાં ઠંડા થવા મૂકો

મીઠું દહી બનાવવાની રીત

દહી માં પીસેલી ખાંડ ને સ્વાદ મુજબ મીઠું ને ફુદીના પેસ્ટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે એક વાસણમાં ગરણી મૂકો એમાં દહી ને ગરણી વડે ગારી લ્યો ને બરોબર મિક્સ કરી લ્યો

બાફેલા બટાકા નું મિશ્રણ બનાવવાની રીત

બાફેલા બટાકા ના નાના નાના કટકા કરો એમાં સંચળ, સ્વાદ મુજબ મીઠુ, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, ચપટી મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો

રાજ કચોરી તૈયાર કરવાની રીત

તૈયાર કરેલ કચોરી લ્યો ને એમાં એક બાજુ હાથ વડે તોડી ને હોલ કરો હવે એમાં બાફેલા મગ, ચણા ને બતકા નું મિશ્રણ નાખો એના પર ચાર્ટ મસાલો ને સંચળ છાંટો ત્યાર બાદ લીલી ચટણી ને આંબલીની ચટણી જરૂર મુજબ નાખો ઉપર તૈયાર કરેલ મીઠું દહી નાખો ને એના પર મિક્સ ફરસાણ નાખો ને ઝીણી સેવ, કાચી કેરી, આદુ ની કતરણ , બીટ ની કતરણ ને દાડમ દાણાથી ગાર્નિશ કરી સર્વ કરો રાજ કચોરી

raj kachori recipe in gujarati notes

  • કચોરી ને ફૂલ તાપે ના તરવી નહિતર પુરી બની જસે એટલે ધીમા તાપે તરી ને તૈયાર કરવી
  • ગાર્નિશ માં તમે તમારી પસંદ મુજબ ની સામગ્રી નાખી શકો છો
  • ચટણીઓ ને ફ્રીજર માં મૂકી મહિના સુંધી સાચવી શકો છો
  • આ કચોરી માં તમે ભેળ તૈયાર કરી ને પણ નાખી શકો

raj kachori banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રાજ કચોરી રેસીપી | raj kachori recipe in gujarati

રાજ કચોરી રેસીપી - રાજ કચોરી બનાવવાની રીત - raj kachori banavani rit gujarati ma - raj kachori recipe in gujarati - raj kachori recipe

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori banavani rit gujarati ma | raj kachori recipe in gujarati | raj kachori recipe

 આજે આપણે રાજ કચોરી બનાવવાની રીત – raj kachori banavani rit gujarati ma શીખીશું. રાજ કચોરી એ એક ચાર્ટ છે ને ખાવામાં ખુબ સરસ લાગે છે જે સોજીની એક મોટી પુરીમાં અલગ અલગ પ્રકારની ચટણીઓ ને મસાલા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો રાજ કચોરી રેસીપી – raj kachori recipe in gujarati શીખીએ
4.50 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

રાજ કચોરી નો લોટ બાંધવા માટેની સામગ્રી | raj kachori recipe ingredients

  • 1 કપ ઝીણી સોજી
  • 1 કપ મેંદાનો લોટ
  • ½ ચમચી હળદર
  • ¾ કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

કચોરી નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 4-5 ચમચી બેસન
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી તેલ
  • 2 ચમચી પાણી
  • સ્વાદ મુજબ મીઠું

તીખી લીલી ચટણી બનાવવાની સામગ્રી

  • ½ કપ લીલા ધાણા સુધારેલા ½
  • ¼ કપ ફુદીનો ¼ કપ
  • 5-7 લીલા મરચા 5-7
  • 1 ઇંચ ટુકડો આદુ 1
  • 1 ચમચી સંચળ 1
  • 1 ચમચી જીરું 1 ચમચી
  • 1 ચમચી દડિયા દાળ / સીંગદાણા
  • 1 ચમચી લીંબુનોરસ
  • 1-2 બરફના ટુકડા
  • મીઠું સ્વાદ મુજબ

આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ આંબલી
  • 150 ગ્રામ ખજૂર
  • 1 કિલો ગોળ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી સંચળ
  • 1-2 ચમચી મરી પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 750 એમ. એલ પાણી

મીઠું દહી બનાવવા માટેની સામગ્રી

  • 1 કિલો દહી
  • ¼ કપ ખાંડ પીસેલી
  • 2 ચમચી ફુદીના પેસ્ટ
  • 1-2 ચપટી મીઠું

બટાકાનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 બાફેલા બટાકા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1-2 ચપટી સંચળ
  • ¼ ચમચી ચાર્ટ મસાલો
  • ¼ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ચપટી મરી પાઉડર

રાજ કચોરી ને ગાર્નિશ માટેની સામગ્રી

  • નવરત્ન નમકીન / મિક્સ ફરસાણ જરૂર મુજબ
  • સંચળ જરૂર મુજબ
  • શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • આદુની કતરણ જરૂર મુજબ
  • બીટની કતરણ જરૂર મુજબ
  • દાડમ દાણા જરૂર મુજબ
  • કાચીકેરી ની કતરણ જરૂર મુજબ (ઓપ્શનલ છે)
  • ½ કપ દેસી ચણા બાફેલ
  • ½ કપ મગ બાફેલ 

Instructions

રાજ કચોરી બનાવવાની રીત| raj kachori banavani rit | raj kachori recipe in gujarati | raj kachori recipe

  • સૌ પ્રથમ આપણે રાજ કચોરી નો લોટ બાંધવાની રીત , લીલા ચટણી બનાવવાની રીત , આંબલી ની ચટણી બનાવવાની રીત, દેસી ચણા અને મગ બાફવાની રીત, મીઠું દહી બનાવવાની રીત, બાફેલા બટાકાનું મિશ્રણ બનાવવાની રીત અને અંતે રાજ કચોરી તૈયાર કરવાની રીત શીખીશું.

રાજ કચોરી નો લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક વાટકામાં પાણી લ્યો એના હળદર ને મીઠું નાખી ને ઓગળી લ્યો ત્યાર બાદ વાસણમાં સોજીને સાફ કરી લ્યો ને મેંદા ના લોટ ને ચારી ને લ્યો ત્યાર બાદ મીઠા હળદર વાળુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને થોડો મસળી લ્યો લોટ ને મસળી લીધા બાદ ભીના કપડા ને નીચોવી નેઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો
  • બીજા વાસણમાં બેસન ચારી ને લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, તેલ ને બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી નેમિશ્રણ તૈયાર કરી લ્યો
  • વીસ મિનિટ પછી લોટ ને ફરી થી મસળી લ્યો ને જે સાઇઝ ની કચોરી બનાવી છે એ સાઇઝ ના લુવા તૈયાર કરી લ્યો એમાંથી એક લુવો લ્યો ને બાકી ના લુવને કપડાથી ઢાંકી દયો હવે લુવા ને બરોબર મસળી ગોળ બનાવો ને વચ્ચે પૂરણ ભરવા જેમ ખાડો કરીએ તેમ ખાડો કરો
  • ખાડામાં તૈયાર કરેલ બેસન ના લોટ નું મિશ્રણ અડધી ચમચી જેટલું નાખી ( બેસન નું મિશ્રણ જો કચોરી મોટી કરો તો અડધી પોણી ચમચી ને જો નાની કરો તો પા ચમચી જેટલું નાખવું) બધી બાજુથી બંધ કરી ને પોટલી બનાવી લ્યો ને ફરી ગોળ કરી હથેળી વચ્ચે દબાવી લ્યો ને હલકા હાથે કચોરી ને વણી લ્યો ( વણવા માટે જરૂર લાગે તોથોડો કોરો લોટ કે તેલ લઇ શકો છો)
  • આમ બધા લુવા ને બેસન વડે સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો ને રોટલીથી થોડી જાડી હલકા હાથે વણી લઈ એક થાળીમાં મૂકતા જાઓ બધી કચોરી ને વણી લ્યો એક સાથે ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાંતેલ ગરમ કરો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં એક એક તૈયાર કચોરી નાખો ને થોડી દબાવી ને ફુલાવીલ્યો
  •  ત્યાર બાદ એના પર ચમચા થી તેલ નાખતાજઈ બને ચડાવો નીચે ની બાજુ થોડી ચડી જાય એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ તરી લ્યો આમબને બાજુ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે એને ઝારા થી કાઢી ને બીજી કચોરી ને તરવા મૂકો
  • (તમે એક સાથે ત્રણ ચાર કચોરી તરી શકો તો એમ પણ તરી શકો છો તેલ ઘણું ગરમ ના હોયએનું ધ્યાન રાખવું ) આમ બધી કચોરી ને તરી ને તૈયાર કરી લેવી નેઠંડી થવા દેવી

લીલા ચટણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ લીલા ધાણા સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ફુદીના ના પાન ને પણ સાફ કરી ધોઈ લ્યોહવે મિક્સર જારમાં સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલામરચા સુધારેલા, આદુ નો ટુકડો, સંચળ,દાડિયા દાળ, લીંબુનો રસ, જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી સાથે બરફના ટુકડા નાખી પીસી લ્યો ને જરૂર પડેતો ત્રણ ચાર ચમચી પાણી નાખી ફરી પીસી લ્યો તૈયાર છે લીલી ચટણી

આંબલીની ચટણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ આંબલીના બીજ કાઢી એક વાસણમાં લ્યો ને પાણી થી એક વખત ધોઇ લ્યો ત્યાર બાદ એક કપ ગરમપાણીમાં પંદર વીસ મિનિટ ઢાંકીને પલાળી નાખો  હવે ખજૂર ના પણ ઠડિયા કાઢી લ્યો નેએક વખત પાણી થી ધોઇ લ્યો ને એમાં બે કપ ગરમ પાણી નાખી ખજૂર પણ પંદર વીસ મિનિટ ઢાંકીને પલાળી મૂકો
  • ખજૂરને આંબલી બરોબર પલળી જાય એટલે હાથથી કે મિક્સર જારમાં પીસી લ્યો ને ગરણી થી એક મોટા વાસણમાં ગારી લ્યો હવે એ વાસણ ને ગેસ પર મૂકો
  •  એમાં પોણો લીટર પાણી નાખો ને ગોળ સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર,સંચળ, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર ને સૂંઠ પાઉડર નાખી ને હલાવતા રહો ને ઉકળવા લાગે ને ઉપર ફીણ આવે એને કાઢી લ્યોને 25-30 મિનિટ ઉકાળો ચટણી બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી ઠંડી કરી લ્યો ને બરણીમાં ભરી લ્યો

દેસી ચણા બાફવાની રીત

  • દેસી ચણા ને ચાર પાંચ કલાક પલાળી મુકો ત્યાર બાદ પાણી નિતારી ને કૂકરમાં એક ગ્લાસ પાણી નાખીસ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી કુકર બંધ કરી ને મિડીયમ તાપે એક બે સીટી કરી બાફીલ્યો ને કુકર માંથી જાતે હવા નીકળી જાય એટલે ચારણીમાં કાઢી લ્યો ને બીજા વાસણમાં ઠંડાથવા મૂકો

મગ બાફવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં મગ ને ધોઇ ને જરૂર મુજબ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મુકો ત્યાર બાદ પાણી નિતારી કૂકરમાં એક ગ્લાસ પાણી નાંખી સ્વાદ મુજબ મીઠું નાખી એમ મગ નાખી મીડીયમ તાપે 8-10 મિનિટ ચડાવી લ્યો મગ બરોબરચડી જાય એટલે ચારણીમાં કાઢી ને બીજા વાસણમાં ઠંડા થવા મૂકો

મીઠું દહી બનાવવાની રીત

  • દહીમાં પીસેલી ખાંડ ને સ્વાદ મુજબ મીઠું ને ફુદીના પેસ્ટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યોહવે એક વાસણમાં ગરણી મૂકો એમાં દહી ને ગરણી વડે ગારી લ્યો ને બરોબર મિક્સ કરી લ્યો

બાફેલા બટાકા નું મિશ્રણ બનાવવાની રીત

  • બાફેલાબ ટાકા ના નાના નાના કટકા કરો એમાં સંચળ, સ્વાદ મુજબ મીઠુ, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, ચપટી મરી પાઉડર નાખી બરોબર મિક્સકરી એક બાજુ મૂકો

રાજ કચોરી તૈયાર કરવાની રીત | રાજ કચોરી રેસીપી

  • તૈયાર કરેલ કચોરી લ્યો ને એમાં એક બાજુ હાથ વડે તોડી ને હોલ કરો હવે એમાં બાફેલા મગ, ચણા ને બતકા નું મિશ્રણ નાખોએના પર ચાર્ટ મસાલો ને સંચળ છાંટો ત્યાર બાદ લીલી ચટણી ને આંબલીની ચટણી જરૂર મુજબ નાખોઉપર તૈયાર કરેલ મીઠું દહી નાખો ને એના પર મિક્સ ફરસાણ નાખો ને ઝીણી સેવ, કાચી કેરી, આદુ ની કતરણ , બીટ નીકતરણ ને દાડમ દાણાથી ગાર્નિશ કરી સર્વ કરો રાજ કચોરી

raj kachori recipe in gujarati notes

  • કચોરીને ફૂલ તાપે ના તરવી નહિતર પુરી બની જસે એટલે ધીમા તાપે તરી ને તૈયાર કરવી
  • ગાર્નિશમાં તમે તમારી પસંદ મુજબ ની સામગ્રી નાખી શકો છો
  • ચટણી ઓને ફ્રીજર માં મૂકી મહિના સુંધી સાચવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

વઘારેલો રોટલો બનાવવાની રીત | વઘારેલો બાજરીનો રોટલો | vagharelo rotlo banavani rit

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati | masala bhakhri banavani rit

ચોખાના પાપડ બનાવવાની રીત | ચોખાના લોટના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani recipe | chokha na papad banavani rit

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati | tikha gathiya banavani rit

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular