મિત્રો આજે આપણે રાગી ની રોટલી બનાવવાની રીત – Ragi ni rotli banavani rit શીખીશું , If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel on YouTube ,આ રોટલી ને નાચની રોટલી પણ કહેવાય છે કે ગુલ્ટન ફ્રી હોવાથી રોજિંદા ભોજન માં લઈ ને સ્વાસ્થ્ય ને હેલ્થી બનાવી શકો છો. આ રાગી માં સારી માત્રા માં પ્રોટીન અને કેલ્સિયમ હોવાથી ચોક્કસ બનાવી ને ખાવી જોઈએ તો ચાલો Ragi rotli recipe in gujarati શીખીએ.
રાગી ની રોટલી બનાવવા જરૂરી સામગ્રી
- પાણી 1 કપ
- રાગી નો લોટ 1 કપ
- સ્વાદ મુજબ મીઠું
- ઘી / તેલ જરૂર મુજબ
રાગી ની રોટલી બનાવવાની રીત
રાગી ની રોટલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાગી ના લોટ ને ચારણી વડે ચાળી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પાણી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ ચાલુ કરી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં ચાળી રાખેલ રાગી નો લોટ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.
લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી લોટ ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં એક ચમચી ઘી નાખી બરોબર મસળી ને સ્મુથ કરી લ્યો. હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ રાગીનો કરો લોટ લઈ પાતળી રોટલી બનાવી લ્યો.
તૈયાર રોટલી તવી પર નાખી ને બને બાજુ થી બરોબર શેકી લો. બને બાજુ બરોબર શેકી લીધા બાદ તવી પરથી ઉતારી ઘી લગાવી ગરમ ગરમ રોટલી ને મનગમતા શાક સાથે સર્વ કરો રાગી ની રોટલી.
Ragi rotli recipe notes
- અહી તમે રોટલી ને તિરાડ વગર બનાવવા માંગતા હો તો એમાં એક બે ચમચી ચોખાનો લોટ પણ નાખી શકો છો.
- જો રોટલી ની જગ્યાએ થેપલા કે પરોઠા કરવા હોય તો પાણી માં મનગમતા મસાલા નાખી ને મિક્સ ક્રીનલોટ બાંધી ને પરોઠા કે થેપલા પણ બનાવી શકો છો.
Ragi ni rotli banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Ragi rotli recipe in gujarati
રાગી ની રોટલી બનાવવાની રીત | Ragi ni rotli banavani rit | Ragi rotli recipe in gujarati
Equipment
- 1 કથરોટ
- 1 તવી
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
રાગી ની રોટલી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ પાણી
- 1 કપ રાગી નો લોટ
- સ્વાદ મુજબ મીઠું
- ઘી / તેલ જરૂર મુજબ
Instructions
રાગી ની રોટલી બનાવવાની રીત | Ragi ni rotli banavani rit | Ragi rotli recipe in gujarati
- રાગી ની રોટલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાગી ના લોટ ને ચારણી વડે ચાળી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પાણીનાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ ચાલુ કરી પાણી ને ઉકાળી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં ચાળી રાખેલ રાગી નો લોટ નાખી ચમચાથી બરોબર મિક્સ કરી લ્યો.
- લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી લોટ ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીએમાં એક ચમચી ઘી નાખી બરોબર મસળી ને સ્મુથ કરી લ્યો. હવે ગેસપર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવો લઈ રાગીનોકરો લોટ લઈ પાતળી રોટલી બનાવી લ્યો.
- તૈયાર રોટલી તવી પર નાખી ને બને બાજુ થી બરોબર શેકી લો. બને બાજુ બરોબર શેકી લીધા બાદ તવી પરથી ઉતારી ઘી લગાવી ગરમ ગરમ રોટલી ને મન ગમતા શાક સાથે સર્વ કરો રાગી ની રોટલી.
Ragi rotli recipe notes
- અહી તમે રોટલી ને તિરાડ વગર બનાવવા માંગતા હો તો એમાં એક બે ચમચી ચોખાનો લોટ પણ નાખી શકો છો.
- જો રોટલીની જગ્યાએ થેપલા કે પરોઠા કરવા હોય તો પાણી માં મનગમતા મસાલા નાખી ને મિક્સ કરી ન લોટબાંધી ને પરોઠા કે થેપલા પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આલું નાન બનાવવાની રીત | Aalu butter naan banavani rit
લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત | lasooni bhindi do pyaza banavani rit