નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube આજે આપણે રબડી માલપુઆ બનાવવાની રીત શીખીશું. હોળી પર સૌથી વધુ બનતી મીઠાઈ હોય તો એ છે રબડી માલપુઆ કેમ કે બનાવવી ખૂબ જડપી છે ને ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે અને આ માલપુઆ બનાવી એક બે દિવસ ખાઈ શકાય છે તો આ હોળી પર આગલા દિવસે બનાવી ને હોળી પર ચોક્કસ બનાવવો રબડી માલપુઆ રેસીપી, rabdi malpua banavani rit gujarati ma , rabdi malpua recipe in gujarati.
રબડી માલપુઆ બનાવવા જરૂરી સામગ્રી | rabdi malpua recipe ingredients
- ફૂલ ક્રીમ દૂધ 1 કિલો
- મેંદા નો લોટ /ઘઉંનો લોટ ½ કપ
- ખાંડ ½ કપ
- ઘી /તેલ તરવા માટે
- કાજુ પિસ્તા કતરણ 3-4 ચમચી
- પીસેલા કાજુ બદામ પિસ્તા 2-3 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- કેસરના તાંતણા 8-10
- પાણી ½ કપ
રબડી માલપુઆ બનાવવાની રીત | rabdi malpua banavani rit gujarati ma
રબડી માલપુઆ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ને મીડીયમ તાપે હલાવતા રહો ને ઉકાળીને અડધા જેટલું થાય ત્યાં સુધી હલાવતા રહી ઉકાળી લેવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખવો
હવે એક વાસણમાં મેંદો ના લોટ ને ચારી ને લ્યો ને એમાં જે ઉકાળેલું દૂધ હતું એમાં થી અડધું દૂધ નાખી મિક્સ કરો મિક્સ કરવા સમયે ધ્યાન રાખવું કે ગાંઠા ના પડે અને ત્યાર બાદ જો મિશ્રણ ને પાતળું કરવું હોય તો બે ત્રણ ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી ના ઘણું પાતળું કે ના ઘણું ઘટ્ટ મિશ્રણ લાગે એવું મિશ્રણ તૈયાર કરો ને તૈયાર મિશ્રણ ને ઢાંકી ને દસ પંદર મિનિટ માટે એક બાજુ મૂકો
હવે જે બચેલ ઘટ્ટ દૂધ માં એક બે ચમચી ખાંડ નાખી ફરી ગરમ કરી ખાંડ ઓગળી લ્યો ને એમાં એલચી પાઉડર ને ડ્રાય ફ્રુટ પીસેલા એક બે ચમચી નાખી એક બે મિનિટ ચડાવી ને રબડી તૈયાર કરી લ્યો ને તૈયાર રબડી ને થોડી ઠંડી થાય પછી એક વાસણમાં કાઢી ઠંડી થવા ફ્રીઝ માં મૂકી દયો
ત્યારબાદ ગેસ પર મિદીયમ તાપે બીજા વાસણમાં ખાંડ માં પાણી નાખી મિક્સ કરો ને ખાંડ ને ઓગળી લ્યો ને એમાં થોડા કેસરના તાંતણા નાખી મિક્સ કરો ને ચાસણી ને બે આંગળી વચ્ચે લેવાથી સહેજ ચિકાસ પડતી લાગે ત્યાં સુંધી ચાસણી બનાવી લ્યો તૈયાર ચાસણી નો ગેસ બંધ કરી નાખો ને થોડી ઠંડી થવા દયો
હવે ગેસ પર એક પેન માં થોડું ઘી ને ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય ત્યાં સુધી જે મેંદા નું મિશ્રણ તૈયાર કરેલ એને બરોબર મિક્સ કરો
ઘી ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી નાખો ને મેંદા ના મિશ્રણ ને થોડું થોડું નાખી જેટલા માલપુઆ નાખી શકો એટલા નાખો ને એક બાજુ ગોલ્ડન તરો ને ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવાં ત્યાર બાદ કાઢી ને તૈયાર કરેલ નવશેકી ચાસણી માં ત્રણ ચાર મિનિટ મૂકો
આમ થોડા થોડા કરી બધા માલપુઆ તૈયાર કરો ને ચાસણીમાં બોળી બે ત્રણ મિનિટ પછી કાઢી લેવા
ત્યાર બાદ ચાસણી માંથી કાઢી લ્યો ને જો ગરમ ગરમ પીરસવા હોય તો એના પર ફ્રીઝ માં મુકેલી રબડી મૂકી કાજુ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો
Rabdi malpua recipe notes
- તૈયાર માલપુઆ રબડી વગર ચાસણી સાથે પણ સર્વ કરી શકો છો
- જો જાડા માલપુઆ કરવા હોય તો મેંદા નું મિશ્રણ થોડુ ઘટ્ટ રાખવું નહિતર મિશ્રણ થોડુ પાતળું રાખવું
- રબડી ની મીઠાસ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો
- ખાંડ ની ચાસણી નથી કરવા ની બસ ચિકાસ પડતી જ રાખવી નહિતર એ માલપુઆ ની અંદર સુંધી નહિ પહોંચે
- માલપુઆ ને ફ્લેટ વાસણમાં જ તરવા જેથી બરોબર ગોળાકાર બને ને ઘી અથવા તેલ માં તરી શકો છો
રબડી માલપુઆ રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Rita Arora Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
rabdi malpua recipe in gujarati
રબડી માલપુઆ બનાવવાની રીત | rabdi malpua banavani rit gujarati ma | rabdi malpua recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
રબડી માલપુઆ બનાવવા જરૂરી સામગ્રી | rabdi malpua recipe ingredients
- 1 કિલો ફૂલક્રીમ દૂધ
- ½ કપ મેંદાનો લોટ /ઘઉંનો લોટ
- ½ કપ ખાંડ
- 3-4 ચમચી કાજુ પિસ્તા કતરણ
- 2-3 ચમચી પીસેલા કાજુ બદામ પિસ્તા
- ¼ ચમચી એલચી પાઉડર
- 8-10 કેસરના તાંતણા
- ½ કપ પાણી
- ઘી /તેલ તરવા માટે
Instructions
રબડી માલપુઆ બનાવવાની રીત – rabdi malpua banavani rit gujarati ma
- રબડી માલપુઆ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ને મીડીયમ તાપે હલાવતા રહો ને ઉકાળીને અડધા જેટલું થાય ત્યાં સુધી હલાવતા રહી ઉકાળી લેવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખવો
- હવે એક વાસણમાં મેંદો ના લોટ ને ચારી ને લ્યો ને એમાં જે ઉકાળેલું દૂધ હતું એમાં થી અડધુંદૂધ નાખી મિક્સ કરો મિક્સ કરવા સમયે ધ્યાન રાખવું કે ગાંઠા ના પડે અને ત્યાર બાદ જો મિશ્રણ ને પાતળું કરવું હોય તો બે ત્રણ ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી ના ઘણું પાતળુંકે ના ઘણું ઘટ્ટ મિશ્રણ લાગે એવું મિશ્રણ તૈયાર કરો ને તૈયાર મિશ્રણ ને ઢાંકી ને દસ પંદર મિનિટ માટે એક બાજુ મૂકો
- હવે જે બચેલ ઘટ્ટ દૂધ માં એક બે ચમચી ખાંડ નાખી ફરી ગરમ કરી ખાંડ ઓગળી લ્યો ને એમાં એલચી પાઉડર ને ડ્રાય ફ્રુટ પીસેલા એક બે ચમચી નાખી એક બે મિનિટ ચડાવી ને રબડી તૈયાર કરીલ્યો ને તૈયાર રબડી ને થોડી ઠંડી થાય પછી એક વાસણમાં કાઢી ઠંડી થવા ફ્રીઝ માં મૂકી દયો
- હવે ગેસ પર મિદીયમ તાપે બીજા વાસણમાં ખાંડ માં પાણી નાખી મિક્સ કરો ને ખાંડ ને ઓગળી લ્યોને એમાં થોડા કેસરના તાંતણા નાખી મિક્સ કરો ને ચાસણી ને બે આંગળી વચ્ચે લેવાથી સહેજ ચિકાસ પડતી લાગે ત્યાં સુંધી ચાસણી બનાવી લ્યો તૈયાર ચાસણી નો ગેસ બંધ કરી નાખો ને થોડી ઠંડી થવા દયો
- હવે ગેસ પર એક પેન માં થોડું ઘી ને ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય ત્યાં સુધી જે મેંદા નું મિશ્રણ તૈયાર કરેલ એને બરોબર મિક્સ કરો
- ઘી ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી નાખો ને મેંદા ના મિશ્રણ ને થોડું થોડું નાખી જેટલા માલપુઆ નાખી શકો એટલા નાખો ને એક બાજુ ગોલ્ડન તરો ને ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવાં ત્યાર બાદ કાઢી ને તૈયાર કરેલ નવશેકી ચાસણીમાં ત્રણ ચાર મિનિટ મૂકો
- આમ થોડા થોડા કરી બધા માલપુઆ તૈયાર કરો ને ચાસણીમાં બોળી બે ત્રણ મિનિટ પછી કાઢી લેવા
- ત્યારબાદ ચાસણી માંથી કાઢી લ્યો ને જો ગરમ ગરમ પીરસવા હોય તો એના પર ફ્રીઝ માં મુકેલી રબડીમૂકી કાજુ પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો
rabdi malpua recipe in gujarati notes
- તૈયાર માલપુઆ રબડી વગર ચાસણી સાથે પણ સર્વ કરી શકો છો
- જો જાડા માલપુઆ કરવા હોય તો મેંદા નું મિશ્રણ થોડુ ઘટ્ટ રાખવું નહિતર મિશ્રણ થોડુ પાતળું રાખવું
- રબડી ની મીઠાસ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો
- ખાંડ ની ચાસણી નથી કરવા ની બસ ચિકાસ પડતી જ રાખવી નહિતર એ માલપુઆ ની અંદર સુંધી નહિ પહોંચે
- માલપુઆ ને ફ્લેટ વાસણમાં જ તરવા જેથી બરોબર ગોળાકાર બને ને ઘી અથવા તેલ માં તરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મીઠી સેવ બનાવવાની રીત | gujarati mithi sev recipe | mithi sev banavani rit
જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in gujarati
વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Very Helpful
Thank you so much