આ પોટલી દાળ ઢોકળી રેગ્યુલર બનાવતા દાળ ઢોકળી કરતા ખૂબ ટેસ્ટી લાગે છે અને ઘર ના નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવશે. આ પોટલી દાળ ઢોકળી ને તમે આજ કલા ખવાતા વન પોર્ટ મીલ ( એક જ વાનગી ખાઈ પેટ ભરી શકાય એવી વાનગી ) પણ કહી શકો છો. આ એક જ વાનગી બનાવી તમે ઘર ના દરેક સભ્યને ખુશ કરી શકો છો. તો ચાલો Potli daal dhokli banavani rit શીખીએ.
પોટલી બનાવવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- બાફેલા બટાકા 1 કપ
- આદુ મરચાની પેસ્ટ 2-3 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- પીસેલી ખાંડ 1 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
દાળ બનાવવા માટેની સામગ્રી
- તુવેર દાળ 1 કપ
- હળદર ¼ + ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ 2 ચમચી
- ઘી જરૂર મુજબ
- રાઈ 1 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ½ ચમચી
- સીંગદાણા 3-4 ચમચી
- લવિંગ 1-2
- તજ નો ટુકડો 1
- મીઠા લીમડા ના પાંદ 8-10
- સૂકા લાલ મરચા 1-2
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ટમેટા ઝીણા સમારેલા 1-2
- ગોળ 1-2 ચમચી
- લીંબુનો રસ 2-3 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
Potli daal dhokli banavani rit
પોટલી દાળ ઢોકળી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી દસ પંદર મિનિટ પલાળી લ્યો. દાળ પલાળી લીધા બાદ દાળ નું પાણી નિતારી દાળ ને કુકર માં નાખો સાથે એક થી દોઢ કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી કુકર બંધ કરી મિડીયમ તાપે ત્રણ થી ચાર સીટી વગાડી દાળ ને બાફી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને એક બાજુ મૂકો.
હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને અડધી ચમચી લાલ મરચાનો પાઉડર અને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધો અને બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મસળી ઢાંકી ને એક બાજુ મૂકો.
સ્ટફિંગ બનાવવા માટે એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી ને લ્યો ત્યાર બાદ એમાં પા ચમચી હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા અને આદુ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો. અને નાની સાઇઝ ની ગોળી બનાવી લ્યો.
હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મિક્સ કરી એમાંથી નાની સાઇઝ માં લુવા બનાવી લ્યો અને એક લુવા ને લઈ કોરા લોટ વડે પાતળી પૂરી બનાવી વચ્ચે સ્ટફિંગ ગોળી મૂકી બધી બાજુથી પેક કરી પોટલી બનાવી લ્યો આમ એક એક લુવાને વણી પૂરી બનાવી સ્ટફિંગ ગોળી મૂકી પોટલી બનાવી એક બાજુ મૂકો.
હવે બાફેલી દાળ માં ત્રણ ચાર કપ જેટલું બીજું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ અને ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો તેલ ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા, લવિંગ, તજ નો ટુકડો નાખી મિક્સ કરી સીંગદાણા ને શેકી લ્યો.
સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો હવે એમાં પા ચમચી હળદર, એક ચમચી લાલ મરચાનો પાઉડર, બે ચમચી ધાણા જીરું પાઉડર અને ટમેટા નાખી મિક્સ કરી ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં દાળ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દાળ ઉકળવા લાગે ત્યાં સુંધી ચડવા દયો.
દાળ ઉકળવા લાગે એટલે એમાં બનાવેલી પોટલી નાખો અને મિડીયમ તાપે ઢાંકી ને ઢોકળી ને પંદર વીસ મિનિટ ચડવા દયો. અને વચ્ચે વચ્ચે હલકા હાથે દાળ ને હલાવતા રહો. વીસ મિનિટ પછી ઢોકળી બરોબર ચડી જાય એટલે એમાં ગોળ , લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ ઉકાળો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ ઉપરથી ઘી નાખી ને સર્વ કરો પોટલી દાળ ઢોકળી.
Potli daal dhokli recipe notes
- દાળ ઢોકળી જો બાળકો માટે બનાવતા હો તો મસાલા ની માત્રા ઓછી રાખવી.
- ઢોકળી ચડી જસે એટલે ઉપર તરી આવશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પોટલી દાળ ઢોકળી બનાવવાની રીત
Potli daal dhokli banavani rit
Equipment
- 1 કુકર
- 1 વેલણ
- 1 પાટલો
- 1 કથરોટ
- 1 કડાઈ
Ingredients
પોટલી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- 1 કપ બાફેલા બટાકા
- 2-3 ચમચી આદુ મરચાની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી પીસેલી ખાંડ
- 1 ચમચી લીંબુ નો રસ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
દાળ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ તુવેર દાળ
- ¼ + ¼ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 2 ચમચી તેલ
- ઘી જરૂર મુજબ
- 1 ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ½ ચમચી હિંગ
- 3-4 ચમચી સીંગદાણા
- 1-2 લવિંગ
- 1 તજ નો ટુકડો
- 8-10 મીઠા લીમડા ના પાંદ
- 1-2 સૂકા લાલ મરચા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1-2 ટમેટા ઝીણા સમારેલા
- 1-2 ચમચી ગોળ
- 2-3 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી ગરમ મસાલો
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Potli daal dhokli banavani rit
- પોટલી દાળ ઢોકળી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી દસ પંદર મિનિટ પલાળી લ્યો. દાળ પલાળી લીધા બાદ દાળ નું પાણી નિતારી દાળ ને કુકર માં નાખો સાથે એક થી દોઢ કપ પાણી, સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી કુકર બંધ કરી મિડીયમ તાપે ત્રણ થી ચાર સીટી વગાડી દાળ ને બાફી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને એક બાજુ મૂકો.
- હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને અડધી ચમચી લાલ મરચાનો પાઉડર અને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધો અને બાંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મસળી ઢાંકી ને એક બાજુ મૂકો.
- સ્ટફિંગ બનાવવા માટે એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી ને લ્યો ત્યાર બાદ એમાં પા ચમચી હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા અને આદુ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો. અને નાની સાઇઝ ની ગોળી બનાવી લ્યો.
- હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મિક્સ કરી એમાંથી નાની સાઇઝ માં લુવા બનાવી લ્યો અને એક લુવા ને લઈ કોરા લોટ વડે પાતળી પૂરી બનાવી વચ્ચે સ્ટફિંગ ગોળી મૂકી બધી બાજુથી પેક કરી પોટલી બનાવી લ્યો આમ એક એક લુવાને વણી પૂરી બનાવી સ્ટફિંગ ગોળી મૂકી પોટલી બનાવી એક બાજુ મૂકો.
- હવે બાફેલી દાળ માં ત્રણ ચાર કપ જેટલું બીજું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ અને ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો તેલ ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા, લવિંગ, તજ નો ટુકડો નાખી મિક્સ કરી સીંગદાણા ને શેકી લ્યો.
- સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો હવે એમાં પા ચમચી હળદર, એક ચમચી લાલ મરચાનો પાઉડર, બે ચમચી ધાણા જીરું પાઉડર અને ટમેટા નાખી મિક્સ કરી ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં દાળ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દાળ ઉકળવા લાગે ત્યાં સુંધી ચડવા દયો.
- દાળ ઉકળવા લાગે એટલે એમાં બનાવેલી પોટલી નાખો અને મિડીયમ તાપે ઢાંકી ને ઢોકળી ને પંદર વીસ મિનિટ ચડવા દયો. અને વચ્ચે વચ્ચે હલકા હાથે દાળ ને હલાવતા રહો. વીસ મિનિટ પછી ઢોકળી બરોબર ચડી જાય એટલે એમાં ગોળ , લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ ઉકાળો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ ઉપરથી ઘી નાખી ને સર્વ કરો પોટલી દાળ ઢોકળી.
Potli daal dhokli recipe notes
- દાળ ઢોકળી જો બાળકો માટે બનાવતા હો તો મસાલા ની માત્રા ઓછી રાખવી.
- ઢોકળી ચડી જસે એટલે ઉપર તરી આવશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Mag nu khatu recipe | મગ નું ખાટું બનાવવાની રીત
કેપ્સીકમ નું શાક બનાવવાની રીત | capsicum nu shaak banavani rit
કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત | kobi gajar no sambharo banavani rit
ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit