પીઝા તો બધા ને પસંદ આવતા હોય છે અને આજ કાલ ઘણા લોકો ઘરે પિઝા બેઝ, પિઝા સોસ અને ચીઝ લઈ ઘરે પિઝા બનાવતા હોય છે અથવા ઘર માં રહેલ રોટલી પર પીઝા સોસ લગાવી પિઝા બનાવતા હોય છે તો આજ આપણે બહાર થી સોસ ના લઈ આવતા ઘરે જ પિઝા સોસ બનાવવાની રીત શીખીશું જે ખૂબ સરળ છે અને સ્વાદ માં પણ બહાર ન પિઝા સોસ થી ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો Pizza Sauce – પીઝા સોસ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- પાકેલા ટમેટા 5- 6
- તેલ 2- 3 ચમચી
- લસણ ની કણી સુધારેલ 1- 2ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- બેઝલ પાંદ 8- 10
- પાણી જરૂર મુજબ
Pizza Sauce banavani rit
પીઝા સોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર બે ગ્લાસ પાણી નાખી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો અને ચાકુથી પ્લસ માં કાપા કરી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ટમેટા નાખી પાંચ થી સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ટમેટા ને બહાર કાઢી થોડા ઠંડા પાણીમાં નાખી ઠંડા કરી લ્યો.
ટમેટા ઠંડા થાય એટલે એની છાલ અલગ કરી નાખો અને ટમેટા ન સુધારી લ્યો અને એમાંથી બે ત્રણ ટમેટા ને મિક્સર જાર માં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા ઝીણું સમારેલું લસણ નાખી અડધી સેકન્ડ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને નરમ થાય ત્યાં સુંધી શેકો.
ડુંગળી શેકતી વખતે થોડું મીઠુ નાખી શેકી લ્યો. ડુંગળી નરમ થાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી બે મિનિટ શેકી લ્યો. બે મિનિટ શેકી લીધા બાદ એમાં પીસી રાખેલ ટામેટા પેસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો. વચ્ચે એક થી બે વખત હલાવી લ્યો અને સાત મિનિટ પછી એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
દસ બાર મિનિટ ચડાવી લીધા બાદ એમાં બેઝલ પાંદ ને તોડી ને નાખો અને મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી સોસ ને ઠંડો થવા દયો ત્યાર બાદ જાર માં ભરી મજા લ્યો. તો તૈયાર છે પીઝા સોસ.
Pizza sauce recipe notes
- જો તમારા પાસે બેઝલ પાંદ ન હોય તો ચાર પાંચ તુલસી ન પાંદ પણ નાખી શકો છો.
- આ તૈયાર સોસ ને ફ્રીઝ માં મૂકી તમે અઠવાડિયા સુંધી વાપરી શકો છો અને ફ્રીઝર માં મૂકી ત્રણ મહિના સુંધી વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પીઝા સોસ બનાવવાની રીત

Pizza Sauce banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કાંચ ની બરણી
- 1 મિક્સ
Ingredients
- 5- 6 પાકેલા ટમેટા
- 2- 3 ચમચી તેલ
- 1- 2 ચમચી લસણ ની કણી સુધારેલ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 8- 10 બેઝલ પાંદ
- પાણી જરૂર મુજબ
Instructions
Pizza Sauce banavani rit
- પીઝા સોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર બે ગ્લાસ પાણી નાખી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો અને ચાકુથી પ્લસ માં કાપા કરી લ્યો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ટમેટા નાખી પાંચ થી સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ટમેટા ને બહાર કાઢી થોડા ઠંડા પાણીમાં નાખી ઠંડા કરી લ્યો.
- ટમેટા ઠંડા થાય એટલે એની છાલ અલગ કરી નાખો અને ટમેટા ન સુધારી લ્યો અને એમાંથી બે ત્રણ ટમેટા ને મિક્સર જાર માં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા ઝીણું સમારેલું લસણ નાખી અડધી સેકન્ડ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને નરમ થાય ત્યાં સુંધી શેકો.
- ડુંગળી શેકતી વખતે થોડું મીઠુ નાખી શેકી લ્યો. ડુંગળી નરમ થાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી બે મિનિટ શેકી લ્યો. બે મિનિટ શેકી લીધા બાદ એમાં પીસી રાખેલ ટામેટા પેસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો. વચ્ચે એક થી બે વખત હલાવી લ્યો અને સાત મિનિટ પછી એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
- દસ બાર મિનિટ ચડાવી લીધા બાદ એમાં બેઝલ પાંદ ને તોડી ને નાખો અને મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી સોસ ને ઠંડો થવા દયો ત્યાર બાદ જાર માં ભરી મજા લ્યો. તો તૈયાર છે પીઝા સોસ.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Multicolour puri banavani rit | મલ્ટીકલર પૂરી બનાવવાની રીત
moong dal mathri | મગ દાળ ની મઠરી બનાવવાની રીત
Aloo palak pakoda recipe | આલું પાલક પકોડા બનાવવાની રીત
Besan Toast banavani rit | બેસન ટોસ્ટ બનાવવાની રીત
bundi nu raitu banavani rit | બુંદી નું રાયતું બનાવવાની રીત
Aamla na gtaagat banavani rit | આમળા ના ગટાગટ બનાવવાની રીત