HomeNastaપીઝા પોપ્સ બનાવવાની રીત | Pizza Pops banavani rit | Pizza Pops...

પીઝા પોપ્સ બનાવવાની રીત | Pizza Pops banavani rit | Pizza Pops recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પીઝા પોપ્સ બનાવવાની રીત – Pizza Pops banavani rit શીખીશું. આ પીઝા પોપ ને તમે ચીઝ પોપ કે પીઝા બોમ પણ કહી શકો છો , If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Hindi  YouTube channel on YouTube , જો તમને કે તમારા બાળકો ને પીઝા તો ખાવા હોય પણ બહાર ના  અન હેલ્થી પીઝા નથી ખાવા તો આજ આપણે ઘરે પીઝા ના ફ્લેવર્સ વાળા હેલ્થી અને ઝટપટ તૈયાર થઈ જાય ને સાંજ ના નાસ્તા કે બાળકો ને ટિફિન માં બનાવી ને આપી શકાય એવા પીઝા પોપ બનાવવાની રીત શીખીશું. તો ચાલો Pizza Pops recipe in gujarati શીખીએ.

પીઝા પોપ્સ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • નવશેકું દૂધ ¾ કપ
  • તેલ 2-3 ચમચી
  • પીસેલી ખાંડ 2-3 ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા મકાઈ ના દાણા ½ કપ
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ¾ કપ
  • છીણેલું પનીર ¾ કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
  • ચીલી ફ્લેક્સ 2 ચમચી
  • ઇટાલિયન હર્બસ 2 ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • ઓલિવ ના કટકા 2 ચમચી
  • મોઝરેલા ચીઝ ½ કપ
  • છેડર ચીઝ ¼ કપ
  • પ્રોસેસ ચીઝ ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ

પીઝા પોપ્સ બનાવવાની રીત

પીઝા પોપ્સ બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધીને તૈયાર કરીશું ત્યાર બાદ સ્ટફિંગ તૈયાર કરી લોટ માંથી પુરી બનાવી વચ્ચે તૈયાર સ્ટફિંગ ભરી ને પોટલી બનાવી બરોબર પેક કરી હથેળી વચ્ચે દબાવી ને ચપટા કરી તવી કે ઓવેન માં શેકી લેશું ઉપર માખણ મિક્સ હર્બસ છાંટી ને સોસ સાથે મજા લેશું પીઝા પોપ.

લોટ બાંધવાની રીત

એક વાસણમાં નવશેકું દૂધ લ્યો એમાં પીસેલી ખાંડ, તેલ, બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ તેલ લગાવી દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

એક વાસણમાં બાફેલા મકાઈ ના દાણા, ઝીણા સમારેલા કેપ્સીકમ, છીણેલું પનીર. લીલા ધાણા સુધારેલા, આદુ મરચાની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, ઇટાલિયન હર્બસ, મરી પાઉડર, ઓલિવ,  મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ અને છેડાર ચીઝ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

પીઝા પોપ્સ બનાવવાની રેસીપી

પીઝા પોપ્સ બનાવવા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી જે સાઇઝ પોપ બનાવવા હોય એ સાઇઝ માં લુવો બનાવો ને કોરા લોટ થી વચ્ચે થોડો જાડો અને કિનારી થી થોડી પાતળી પૂરી બનાવી લ્યો ત્યાર બાદ વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ ની બે ત્રણ કે જરૂર મુજબ નું સ્ટફિંગ ભરી કિનારી પર પાણી વારી આંગળી લાગવી પેક કરી પોટલી બનાવી લ્યો.

તૈયાર પોટલી ને હથેળી વચ્ચે થોડી દબાવી દયો આમ બધા જ પોપ વણી ને સ્ટફિંગ ભરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક માટે ની તવી કે નોર્મલ તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાર સુંધી માં જે પોપ તૈયાર કરેલ છે એમાં જે સાઈડ થી આપણે પેક કરેલા હતા એ બાજુ પાણી લગાવી દયો.

હવે તવી ગરમ થાય એટલે કે સાઈડ પાણી લગાવેલ છે એ બાજુ તવી પર ચોંટાડી દયો ને ધીમા તાપે બે ત્રણ મિનિટ ચડવા દયો. ત્રણ મિનિટ પછી તવી ને સાણસી વડે પકડી ને ગેસ ફૂલ કરી તવી ઊંધી કરી પોપ ને સીધા ગેસ પર ફેરવી ફેરવી ને બધી બાજુ થી બરોબર શેકી લ્યો.

શેકેલ પોપ ને તવિથા વડે ઉખાડી ને સાઈડ ની કિનારી ને પણ તવી પર  ફેરવી ને શેકી લેવી. આમ બધા પોપ ને થોડા થોડા કરી ને શેકી લ્યો અથવા તમે ઓવેન માં 180 ડિગ્રી પર પંદર વીસ મિનિટ શેકી ને પણ તૈયાર કરી શકો છો તૈયાર પોપ ઉપર માખણ લગાવી મિક્સ હર્બસ છાંટી ને મજા લ્યો પીઝા પોપ.

Pizza Pops recipe in gujarati notes

  • અહી તમે ઘઉંની જગ્યાએ મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ માં તમારી પસંદ મુજબ ની સામગ્રી નાખી શકો છો.
  • તમે આ પોપ ને અપ્પમ પાત્ર ની સાઇઝ ના કરી એમાં પણ શેકી ને તૈયાર કરી શકો છો.

Pizza Pops banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પીઝા પોપ્સ બનાવવાની રીત | Pizza Pops banavani rit | Pizza Pops recipe in gujarati

પીઝા પોપ્સ બનાવવાની રીત - Pizza Pops banavani rit - Pizza Pops recipe in gujarati

પીઝા પોપ્સ બનાવવાની રીત | Pizza Pops banavani rit | Pizza Pops recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પીઝા પોપ્સ બનાવવાની રીત – Pizza Pops banavani rit શીખીશું. આ પીઝા પોપ ને તમે ચીઝ પોપ કે પીઝા બોમ પણ કહી શકો છો ,જો તમને કે તમારા બાળકો ને પીઝા તો ખાવાહોય પણ બહાર ના  અન હેલ્થીપીઝા નથી ખાવા તો આજ આપણે ઘરે પીઝા ના ફ્લેવર્સ વાળા હેલ્થી અને ઝટપટ તૈયાર થઈ જાયને સાંજ ના નાસ્તા કે બાળકો ને ટિફિન માં બનાવી ને આપી શકાય એવા પીઝા પોપ બનાવવાનીરીત શીખીશું. તો ચાલો Pizza Pops recipe in gujarati શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 તવી / માટી ની તવી / ઓવેન

Ingredients

પીઝા પોપ્સ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • ¾ કપ નવશે કુંદૂધ
  • 2-3 ચમચી તેલ
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ બાફેલા મકાઈ ના દાણા
  • ¾ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  • ¾ કપ છીણેલું પનીર
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 2 ચમચી ચીલી ફ્લેક્સ
  • 2 ચમચી ઇટાલિયન હર્બસ
  • 1 ચમચી મરી પાઉડર
  • 2 ચમચી ઓલિવ ના કટકા
  • ½ કપ મોઝરેલા ચીઝ
  • ¼ કપ છેડર ચીઝ
  • ¼ કપ પ્રોસેસ ચીઝ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

પીઝા પોપ્સ બનાવવાની રીત | Pizza Pops banavani rit | Pizza Pops recipe in gujarati

  • પીઝા પોપ્સ બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધીને તૈયાર કરીશું ત્યાર બાદ સ્ટફિંગતૈયાર કરી લોટ માંથી પુરી બનાવી વચ્ચે તૈયાર સ્ટફિંગ ભરી ને પોટલી બનાવી બરોબર પેકકરી હથેળી વચ્ચે દબાવી ને ચપટા કરી તવી કે ઓવેન માં શેકી લેશું ઉપર માખણ મિક્સ હર્બસછાંટી ને સોસ સાથે મજા લેશું પીઝા પોપ.

લોટ બાંધવાની રીત

  • એક વાસણમાં નવશેકું દૂધ લ્યો એમાં પીસેલી ખાંડ, તેલ, બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ તેલ લગાવી દસ મિનિટ ઢાંકીને એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

  • એક વાસણમાં બાફેલા મકાઈ ના દાણા, ઝીણા સમારેલા કેપ્સીકમ, છીણેલું પનીર. લીલા ધાણા સુધારેલા, આદુ મરચાની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, ઇટાલિયન હર્બસ, મરીપાઉડર, ઓલિવ, મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ અને છેડાર ચીઝનાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી સ્ટફિંગ તૈયારકરી લ્યો.

પીઝા પોપ્સ બનાવવાની રેસીપી

  • પીઝા પોપ્સ બનાવવા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યોત્યાર બાદ એમાંથી જે સાઇઝ પોપ બનાવવા હોય એ સાઇઝ માં લુવો બનાવો ને કોરા લોટ થી વચ્ચેથોડો જાડો અને કિનારી થી થોડી પાતળી પૂરી બનાવી લ્યો ત્યાર બાદ વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગની બે ત્રણ કે જરૂર મુજબ નું સ્ટફિંગ ભરી કિનારી પર પાણી વારી આંગળી લાગવી પેક કરીપોટલી બનાવી લ્યો.
  • તૈયાર પોટલી ને હથેળી વચ્ચે થોડી દબાવી દયો આમ બધા જ પોપ વણી ને સ્ટફિંગ ભરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક માટે ની તવીકે નોર્મલ તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાર સુંધી માં જે પોપ તૈયાર કરેલ છેએમાં જે સાઈડ થી આપણે પેક કરેલા હતા એ બાજુ પાણી લગાવી દયો.
  • હવે તવી ગરમ થાય એટલે કે સાઈડ પાણી લગાવેલ છે એ બાજુ તવી પર ચોંટાડી દયો ને ધીમા તાપે બે ત્રણ મિનિટ ચડવા દયો. ત્રણ મિનિટ પછી તવી ને સાણસી વડે પકડી ને ગેસ ફૂલ કરી તવી ઊંધી કરી પોપ નેસીધા ગેસ પર ફેરવી ફેરવી ને બધી બાજુ થી બરોબર શેકી લ્યો.
  • શેકેલ પોપ ને તવિથા વડે ઉખાડી ને સાઈડ ની કિનારી ને પણ તવી પર  ફેરવી ને શેકી લેવી. આમ બધા પોપ ને થોડા થોડા કરી નેશેકી લ્યો અથવા તમે ઓવેન માં 180 ડિગ્રી પર પંદર વીસ મિનિટ શેકીને પણ તૈયાર કરી શકો છો તૈયાર પોપ ઉપર માખણ લગાવી મિક્સ હર્બસ છાંટી ને મજા લ્યો પીઝા પોપ.

Pizza Pops recipe in gujarati notes

  • અહી તમે ઘઉંની જગ્યાએ મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ માં તમારી પસંદ મુજબ ની સામગ્રી નાખી શકો છો.
  • તમે આ પોપ ને અપ્પમ પાત્ર ની સાઇઝ ના કરી એમાં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બેબી કોર્ન ચીલી ડ્રાય | baby corn chilli dry banavani rit | baby corn chilli dry recipe in gujarati

ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati

ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit | Tacos recipe in gujarati

લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | lasan nu panupuri nu pani banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular