નમસ્તે મિત્રો આજે આપણે અનાનસ ની ચટણી – પાઈનેપલ ચટણી બનાવવાની રીત શીખીશું. પાઈનેપલ ને અત્યાર સુંધી આપણે મસાલા સાથે, જ્યુસ, આઈસક્રીમ બનાવી ને તો મજા લીધી છે જ પણ આજ આપણે એમાંથી ચટણી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , અત્યાર સુંધી આપણે અલગ અલગ પ્રકારની ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન ચટણીઓ બનાવી ને મજા લીધી છે પણ આજ આપણે અલગ જ સ્વાદ ની ચટણી બનાવશું. તો ચાલો Pineapple Chutney banavani rit શીખીએ.
પાઈનેપલ ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- જીરું 1 ચમચી
- પાઈનેપલ 1 ના કટકા
- કલોંજી 1 ચમચી
- કાચી વરિયાળી 1 ચમચી
- પીળી રાઈ 1 ચમચી
- મેથી દાણા ½ ચમચી
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- ખાંડ ¼ કપ
- સંચળ ½ ચમચી
- રેડ ચીલી ફ્લેક્સ ½ ચમચી મીઠું સ્વાદ મુજબ
પાઈનેપલ ચટણી બનાવવાની રીત
પાઈનેપલ ચટણી બનાવવા સૌપ્રથમ પાઈનેપલ ને બરોબર છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાંથી ચાકુથી ગોળ ગોળ રીંગ કાપી લ્યો ત્યાર બાદ ગોળ રીંગ ને ઝીણા ઝીણા કટકા કરી લ્યો. તૈયાર કટકા ને એક તપેલી કાઢી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં જીરું, કાચી વરિયાળી, કલોંજી, પીળી રાઈ ને નાખી મિક્સ કરી ધીમા તાપે શેકો બધા મસાલા ની સુંગધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી મસાલા ને બીજા વાસણમાં નાખી ને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે ખરલ અથવા મિક્સર જારમાં નાખી ને અધ કચરા પીસી લ્યો.
એજ કડાઈ ને ફરીથી ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ પાઈનેપલ ના કટકા નાખી ફૂલ તાપે બે મિનિટ શેકી લ્યો બે મિનિટ શેકી લીધા બાદ એમાં આદુની પેસ્ટ, ખાંડ, મીઠું સ્વાદ મુજબ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી ને મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનિટ ચડાવી લ્યો.
પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં સંચળ, રેડ ચીલી ફ્લેક્સ, એક થી દોઢ ચમચી પીસી ને તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ને ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને સર્વિંગ બાઉલ માં કાઢી લ્યો અને મજા લ્યો પાઈનેપલ ચટણી.
Anaanas ni chutney recipe notes
- ખાંડ ની જગ્યાએ ગોળ કે પછી ખડી સાકાર નાખી શકો છો.
Pineapple Chutney banavani rit | video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
અનાનસ ની ચટણી બનાવવાની રીત
પાઈનેપલ ચટણી | Pineapple Chutney | અનાનસ ની ચટણી | Pineapple Chutney banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
પાઈનેપલ ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- 1 ચમચી જીરું
- 1 પાઈનેપલ ના કટકા
- 1 ચમચી કલોંજી
- 1 ચમચી કાચી વરિયાળી
- 1 ચમચી પીળી રાઈ
- ½ ચમચી મેથી દાણા
- 1 ચમચી આદુની પેસ્ટ
- ¼ કપ ખાંડ
- ½ ચમચી સંચળ
- ½ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
પાઈનેપલ ચટણી | અનાનસ ની ચટણી | Pineapple Chutney
- પાઈનેપલ ચટણી બનાવવા સૌપ્રથમ પાઈનેપલ ને બરોબર છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાંથી ચાકુથી ગોળ ગોળ રીંગ કાપી લ્યો ત્યાર બાદ ગોળ રીંગ ને ઝીણા ઝીણા કટકા કરી લ્યો. તૈયાર કટકા ને એક તપેલી કાઢીલ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં જીરું, કાચી વરિયાળી, કલોંજી, પીળી રાઈને નાખી મિક્સ કરી ધીમા તાપે શેકો બધા મસાલા ની સુંગધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી મસાલાને બીજા વાસણમાં નાખી ને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલેખરલ અથવા મિક્સર જારમાં નાખી ને અધ કચરા પીસી લ્યો.
- એજ કડાઈને ફરીથી ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ પાઈનેપલ ના કટકા નાખી ફૂલ તાપે બે મિનિટ શેકી લ્યો બે મિનિટ શેકી લીધા બાદ એમાં આદુની પેસ્ટ, ખાંડ, મીઠું સ્વાદ મુજબ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી નેમિક્સ કરી ઢાંકી દસ પંદર મિનિટ ચડાવી લ્યો.
- પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં સંચળ, રેડ ચીલી ફ્લેક્સ, એક થી દોઢ ચમચી પીસી ને તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ને ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને સર્વિંગ બાઉલ માં કાઢી લ્યો અને મજા લ્યો પાઈનેપલ ચટણી.
Anaanas ni chutney recipe notes
- ખાંડ ની જગ્યાએ ગોળ કે પછી ખડી સાકાર નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ચંબા ના રાજમા બનાવવાની રીત | Chamba na rajma banavani rit
ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit | gunda nu athanu recipe in gujarati
મેથી કેરીનું અથાણું | methi keri nu athanu | કેરી મેથી નું અથાણું