મિત્રો આ પીળી હળદર અને આંબા હળદર નું અથાણું બનાવું જેટલું સરળ છે એટલું જ સ્વાદિષ્ટ અને હેલ્થી છે. શિયાળા ની શરૂઆત થતાં બજારમાં પીળી હળદર અને આંબા હળદર આવવા લાગે છે ત્યારે દરેક ગુજરાતી ના ઘરે આ અથાણું તાજુ તાજુ બનાવી ને બપોર અને રાત્રી ના જમણ માં ચોક્કસ થાળી માં જોઈ શકાય છે. આ અથાણું ખૂબ ઓછી સામગ્રી થી અને બને એટલે તરત ખાઈ શકાય છે જેના સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા જોવા મળે છે. જેમનો એક ફાયદો કહેવાય છે કે લોહી ને શુદ્ધ કરે છે. તો ચાલો Pili haldar ane aamba haldar nu athanu sશીખીએ.
જરૂરી સામગ્રી
- પીળી હળદર 250 ગ્રામ
- આંબા હળદર 250 ગ્રામ
- લીલા મરચા સુધારેલા 3-4
- લીંબુનો રસ ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
પીળી હળદર અને આંબા હળદર નું અથાણું
પીળી હળદર અને આંબા હળદર નું અથાણું બનાવવા સૌપ્રથમ પીળી હળદર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી ફરીથી એક વખત ધોઇ લ્યો અને કપડા થી કોરી કરી એક બાજુ મૂકો.
હવે આંબા હળદર ને પણ ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ છોલી લ્યો અને બધી હળદર ને પાણી થી ધોઈ કપડા થી કોરી કરી એક બાજુ મૂકો. અને લીંબુના રસ માંથી રસ કાઢી એક બાજુ મૂકો.
હવે સાફ કરેલ બધી હળદર ને મોટી છીણી વડે છીણી લ્યો અથવા ગોળ ગોળ કે લાંબી લાંબી ચાકુથી કાપી લ્યો અને એક મોટી તપેલીમાં નાખતા જાઓ. આમ બધી હળદર ના કટકા કરી લ્યો. હવે એમાં લીલા મરચા ને ધોઈ કોરા કરી બે ભાગ માં કટકા કરી નાખો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
આમ બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લીધા બાદ અથાણું ખાવા માટે તૈયાર છે તમે તૈયાર અથાણાં ને સાફ અને કોરી કાંચ ની બરણીમાં ભરી લ્યો અને ત્યાર બાદ તરત અથવા એક દિવસ એમજ રહેવા દીધા બાદ રોટલી, રોટલા પરોઠા સાથે સર્વ કરો અને મજા લ્યો પીળી હળદર અને આંબા હળદર નું અથાણું.
haldar nu athanu recipe notes
- અહીં આ બને હળદર સાથે તમે આદુ ના કટકા કરી ને પણ નાખી શકો છો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
- અહીં અથાણાં માટે લીંબુ નો રસ અને મીઠું થોડા આગળ પડતાં નાખવા જેથી અથાણું લાંબો સમય સુંધી ખાઈ શકો.
- જો તમારે આ અથાણાં ને બારે રાખી ખાવું હોય તો થોડી થોડી માત્રા માં બનાવું જેથી બગડી ના જાય. બાકી એક સાથે વધારે બનાવી ફ્રીઝ માં તમે લાંબો સમય સુધી સાચવી શકો છો અને ખાઈ શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Pili haldar ane aamba haldar nu athanu
Pili haldar ane aamba haldar nu athanu
Equipment
- 1 તપેલી
- 1 કાંચ ની બરણી
Ingredients
અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ પીળી હળદર
- 250 ગ્રામ આંબા હળદર
- 3-4 લીલા મરચા સુધારેલા
- ½ કપ લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Pili haldar ane aamba haldar nu athanu
- પીળી હળદર અને આંબા હળદર નું અથાણું બનાવવા સૌપ્રથમ પીળી હળદર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી ફરીથી એક વખત ધોઇ લ્યો અને કપડા થી કોરી કરી એક બાજુ મૂકો.
- હવે આંબા હળદર ને પણ ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ છોલી લ્યો અને બધી હળદર ને પાણી થી ધોઈ કપડા થી કોરી કરી એક બાજુ મૂકો. અને લીંબુના રસ માંથી રસ કાઢી એક બાજુ મૂકો.
- હવે સાફ કરેલ બધી હળદર ને મોટી છીણી વડે છીણી લ્યો અથવા ગોળ ગોળ કે લાંબી લાંબી ચાકુથી કાપી લ્યો અને એક મોટી તપેલીમાં નાખતા જાઓ. આમ બધી હળદર ના કટકા કરી લ્યો. હવે એમાં લીલા મરચા ને ધોઈ કોરા કરી બે ભાગ માં કટકા કરી નાખો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- આમ બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લીધા બાદ અથાણું ખાવા માટે તૈયાર છે તમે તૈયાર અથાણાં ને સાફ અને કોરી કાંચ ની બરણીમાં ભરી લ્યો અને ત્યાર બાદ તરત અથવા એક દિવસ એમજ રહેવા દીધા બાદ રોટલી, રોટલા પરોઠા સાથે સર્વ કરો અને મજા લ્યો પીળી હળદર અને આંબા હળદર નું અથાણું.
haldar nu athanu recipe notes
- અહીં આ બને હળદર સાથે તમે આદુ ના કટકા કરી ને પણ નાખી શકો છો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
- અહીં અથાણાં માટે લીંબુ નો રસ અને મીઠું થોડા આગળ પડતાં નાખવા જેથી અથાણું લાંબો સમય સુંધી ખાઈ શકો.
- જો તમારે આ અથાણાં ને બારે રાખી ખાવું હોય તો થોડી થોડી માત્રા માં બનાવું જેથી બગડી ના જાય. બાકી એક સાથે વધારે બનાવી ફ્રીઝ માં તમે લાંબો સમય સુધી સાચવી શકો છો અને ખાઈ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
દહીં વાલે આલું બનાવવાની રીત | Dahi vale aloo banavani rit
ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti banavani rit | fulka roti recipe
માખણ બનાવવાની રીત | Makhan banavani rit | Makhan recipe in gujarati