નમસ્તે મિત્રો આજે આપણે પાઉંભાજી પરોઠા બનાવવાની રીત – Pavbhaji parotha banavani rit શીખીશું. અત્યાર સુંધી આપણે અલગ અલગ પ્રકારના અનેક પરોઠા, પુરાણ ભરેલ પરોઠા અને થેપલા બનાવી તૈયાર કરી મજા લીધી છે , If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Hindi YouTube channel on YouTube , પણ આજ ના પરોઠા કઈક અલગ સ્વાદ સાથે તૈયાર કરીશું. પાઉંભાજી તો દરેક ઘર માં અઠવડિયાએ પંદર દિવસે બનતી જ હોય છે પણ એજ પાઉંભાજી ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો આજ ની વાનગી માં એક અલગ રીતે પૌભાજીનો સ્વાદ માણો તો આજ આપણે પાઉંભાજી ને પરોઠા ની રીતે બનાવી ને તૈયાર કરીશું. તો ચાલો પાઉંભાજી પરોઠા બનાવવાની રીત શીખીએ.
પાઉંભાજી પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટાકા 2-3
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- આદુ લસણની પેસ્ટ 2 ચમચી
- ઝીણા સુધારેલ ટમેટા 1
- ઝીણા સુધારેલ કેપ્સીકમ ¼ કપ
- બાફેલા વટાણા ¼ કપ
- ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- શેકેલ જીરું નો પાઉડર 1 ચમચી
- લાલ મરચા નો પાઉડર 2 ચમચી
- પાઉંભાજી મસાલો 2 ચમચી
- સંચળ ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
- ઘઉંનો લોટ 2 કપ
પાઉંભાજી પરોઠા બનાવવાની રીત
પાઉંભાજી પરોઠા બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને છીણી વડે અથવા મેસર વડે બરોબર મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ ટમેટા, કેપ્સીકમ, ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, બાફેલા વટાણા, આદુ લસણની પેસ્ટ, સંચળ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, પાઉંભાજી પરોઠા, ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, હિંગ, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે બે ચમચી તેલ નાખી લોટ ને મસાલા સાથે બરોબર મિક્સ કરી ને લોટ બાંધી લ્યો. (જો લોટ બાંધવા પાણી ની જરૂર પડે તો જરૂર મુજબ પાણી નાખવું અથવા જો લોટ ઢીલો લાગતો હોય તો જરૂર મુજબ કોરો ઘઉંનો લોટ નાખી લોટ ને મિડીયમ નરમ બાંધી લ્યો ). બંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી ને મસળી લ્યો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ માંથી લુવા લઈ ને ઘઉંના કોરા લોટ લગાવી ગોળ , ત્રિકોણ કે પછી લચ્છા પરોઠા વણી લ્યો અને વણેલા પરોઠા ને તવી પર નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો ,
ત્યાર બાદ બને બાજુ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને ઘી કે તેલ માં શેકી ને તૈયાર કરી લ્યો અને તૈયાર પરોઠા ને સોસ કે ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો પાઉંભાજી પરોઠા.
Pavbhaji parotha recipe notes
- અહી તમે તીખાશ કે મસાલા તમારી પસંદ મુજબ નાખવા
- આ પરોઠા ની બધી સામગ્રી પહેલેથી તૈયાર કરી રાખેલ હોય તો લોટ બાંધી ખૂબ ઝડપથી પરોઠા તૈયાર કરી શકો છો.
Pavbhaji parotha banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Pavbhaji parotha recipe in gujarati
પાઉંભાજી પરોઠા બનાવવાની રીત | Pavbhaji parotha banavani rit
Equipment
- 1 તવી
Ingredients
પાઉંભાજી પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 બાફેલા બટાકા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 ઝીણા સુધારેલ ટમેટા
- ¼ કપ ઝીણા સુધારેલ કેપ્સીકમ
- ¼ કપ બાફેલા વટાણા
- 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી શેકેલ જીરું નો પાઉડર
- 2 ચમચી લાલ મરચા નો પાઉડર
- 2 ચમચી પાઉંભાજી મસાલો
- ½ ચમચી સંચળ
- 1 ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
- 2 કપ ઘઉંનો લોટ
Instructions
પાઉંભાજી પરોઠા બનાવવાની રીત
- પાઉંભાજી પરોઠા બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને છીણી વડે અથવા મેસર વડે બરોબર મેસ કરી લ્યો ત્યારબાદ એમાં ઝીણા સુધારેલ ટમેટા, કેપ્સીકમ, ડુંગળી, લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલા, બાફેલા વટાણા, આદુ લસણની પેસ્ટ, સંચળ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, પાઉંભાજી પરોઠા,ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, હિંગ, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે બે ચમચી તેલ નાખી લોટ ને મસાલા સાથે બરોબર મિક્સ કરી ને લોટ બાંધી લ્યો. (જો લોટ બાંધવા પાણી ની જરૂર પડે તો જરૂર મુજબ પાણી નાખવું અથવા જો લોટ ઢીલોલાગતો હોય તો જરૂર મુજબ કોરો ઘઉંનો લોટ નાખી લોટ ને મિડીયમ નરમ બાંધી લ્યો). બંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી ને મસળી લ્યો.
- હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ માંથી લુવા લઈ ને ઘઉંના કોરા લોટલગાવી ગોળ , ત્રિકોણ કે પછી લચ્છા પરોઠા વણી લ્યો અને વણેલા પરોઠાને તવી પર નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો ,
- ત્યારબાદ બને બાજુ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને ઘી કે તેલમાં શેકી ને તૈયાર કરી લ્યો અને તૈયાર પરોઠા ને સોસ કે ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો પાઉંભાજી પરોઠા.
Pavbhaji parotha recipe notes
- અહી તમે તીખાશ કે મસાલા તમારી પસંદ મુજબ નાખવા
- આ પરોઠાની બધી સામગ્રી પહેલેથી તૈયાર કરી રાખેલ હોય તો લોટ બાંધી ખૂબ ઝડપથી પરોઠા તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ગ્રીન મેથી મઠરી બનાવવાની રીત | Green methi mathri banavani rit
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati