નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube આજે આપણે બનાવીશું પાવભાજી મિત્રો પાવભાજી મુંબઈ ની ખૂબ જ ફેમસ વાનગી છે જેમાં ઘણા બધા શાકભાજી નો ને ખૂબ માખણ નો ઉપયોગ થતો હોય છે આ વાનગી ખૂબ જ ઝડપથી તેમજ ઓછી મહેનતથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે આજે આપણે પાઉં ભાજી કેવી રીતે બનાવવાની એ પ્રશ્ન થતો હોય તેવા વ્યક્તિઓ માટે એકદમ અલગ રીતે 20થી 25 મિનિટ માં કુકરમાં પાઉં ભાજી બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ પાવભાજી બનાવવાની રીત , pav bhaji recipe in Gujarati,pav bhaji banavani rit gujarati ma
પાઉં ભાજી બનાવવા જરૂરી સામગ્રી
ભાજી માટે જરૂરી સામગ્રી
- 2 બટાકા ના કટકા
- ¼ કપ બીટ ના કટકા
- 1 કપ ગાજર ના કટકા
- ¼ કપ વટાણા
- ½ કપ કેપ્સીકમ ના જીના કટકા
- ½ કપ ફૂલગોબી ના કટકા
- 1 ડુંગરી જીની સુધારેલ
- 2 ટામેટા જીના સુધારેલા
- 1-2 ચમચી કસુરી મેથી
- ¼ કપ લીલા ધાણા
- 3 ચમચા પાઉંભાજી મસાલો
- 1 ચમચી જીરૂ
- 1/4ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 4 ચમચા તેલ
- 3 ચમચા માખણ
- સ્વાદ મુજબ મીઠું
- 2 કપ પાણી
પાઉં ના મસાલા માટે જરૂરી સામગ્રી
- 1 ચમચી માખણ
- ½ ચમચી પાઉંભાજી મસાલો
- 1 ચમચી લીલા ધાણા જીના સમારેલા
Pav bhaji recipe in Gujarati
ભાજી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં બે ચમચી તેલ અને બે ચમચી માખણ ગરમ કરો , તેલ માખણ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી શેકો
ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગરી આદુ-લસણની પેસ્ટ નાખી બેથી ત્રણ મિનિટ શેકો , ડુંગળી શેકાય જાય એટલે તેમાં હળદર, લાલ મરચાંનો ભૂકો , પાઉંભાજી મસાલો તેમજ લીલા ધાણા નાખી 2-3 મિનિટ સેકો
ત્યારબાદ તેમાં સુધારેલા ટમેટા નાખી ટમેટા નરમ થઇ તેલ છોડે ત્યાં સુંધી સેકો , ત્યાર બાદ તેમાં ગાજર ના કટકા ,બટાકાના કટકા વટાણા ,બીટ ના કટકા, ફૂલકોબી ના કટકા, કેપ્સીકમ ના કટકા નાખી બરોબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં દોઢથી બે કપ જેટલું પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો , પછી કૂકરના ઢાંકણ ઢાંકી છથી સાત સીટી થવા દો છ-સાત સીટી બાદ ગેસ બંધ કરી કૂકર ઠંડું થવા દેવું
ત્યારબાદ કુકર ખોલી મેસર વડે બધી શાકભાજીઓને બરોબર મેશ કરી લો , ધીમે તાપે તેને ખદખદવા દો , ત્યાં સુધીમાં બીજી કડાઈ કે વઘારીયા માં બે ચમચી તેલ એક ચમચી માખણ ગરમ કરો
ગરમ થાય એટલે તેમાં મેથી ,લીલા ધાણા અને પા ચમચી પાંઉભાજી ગરમ મસાલો નાખી મિક્સ કરો , તૈયાર વઘારને પાવભાજી ઉપર નાખી બરાબર મિક્સ કરો,
તો ભાજી તૈયાર છે
હવે પાઉં ને સેક્વા માટે એક તવી પર એક ચમચી માખણ ગરમ કરવા મૂકો , માખણ ગરમ થાય એટલે તેમાં એક ચમચી પાવભાજી ગરમ મસાલો અને એક ચમચી જેટલા ધાણા નાખી મિક્સ કરો
પાઉં ને વચ્ચેથી કટકા કરી તવી પર બન્ને બાજુ સેકી ને ગરમ કરી લો , તો તૈયાર છે પાવભાજી જેને ભાજી પર માખણ નાખી પાઉં ને ડુંગળીના કચુંબર સાથે ગરમાગરમ પીરસો
NOTE
આ રીતે કૂકરમાં ભાજી કરવાથી ખૂબ જ ઝડપથી થાય છે
પાઉં ભાજી બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit gujarati ma
પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati | Pav bhaji banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ભાજી બનાવવા માટે જરૂરી સામગ્રી
- 2 બટાકા ના કટકા
- ½ કપ બીટ ના કટકા
- 1 કપ ગાજર ના કટકા
- ¼ કપ વટાણા
- ½ કપ કેપ્સીકમ ના જીના કટકા
- ½ કપ ફૂલગોબી ના કટકા
- 1 ડુંગરી જીની સુધારેલ
- 2 ટામેટા જીના સુધારેલા
- 1-2 ચમચી કસુરી મેથી
- ¼ કપ લીલા ધાણા
- 3 ચમચા પાઉંભાજી મસાલો
- 1 ચમચી જીરૂ
- ¼ ચમચી ચમચી હળદર
- 1 ચમચી ચમચી લાલ મરચાનો પાઉડર
- 4 ચમચા તેલ
- 3 ચમચા 3 માખણ
- સ્વાદ મુજબ મીઠું
- 2 કપ પાણી
પાઉંના મસાલા માટે જરૂરી સામગ્રી
- 1 ચમચી માખણ
- ½ ચમચી પાઉંભાજી મસાલો
- 1 ચમચી લીલા ધાણા જીના સમારેલા
Instructions
પાવભાજી બનાવવાની રીત – પાઉં ભાજી બનાવવાની રીત – Pav bhaji recipe in Gujarati- pav bhaji banavani rit
- ભાજી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં બે ચમચીતેલ અને બે ચમચી માખણ ગરમ કરો
- તેલ માખણ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી શેકો
- ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગરી આદુ-લસણની પેસ્ટ નાખી બેથી ત્રણ મિનિટ શેકો
- ડુંગળી શેકાય જાય એટલે તેમાં હળદર, લાલ મરચાંનો ભૂકો , પાઉંભાજી મસાલો તેમજલીલા ધાણા નાખી 2-3 મિનિટ સેકો
- ત્યારબાદ તેમાં સુધારેલા ટમેટા નાખી ટમેટા નરમથઇ તેલ છોડે ત્યાં સુંધી સેકો
- ત્યાર બાદ તેમાં ગાજર ના કટકા ,બટાકાના કટકા વટાણા ,બીટ ના કટકા,ફૂલકોબી ના કટકા, કેપ્સીકમ ના કટકા નાખી બરોબરમિક્સ કરો
- ત્યારબાદ તેમાં દોઢથી બે કપ જેટલું પાણી નાખીસ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
- પછી કૂકરના ઢાંકણ ઢાંકી છથી સાત સીટી થવા દોછ-સાત સીટી બાદ ગેસ બંધ કરી કૂકર ઠંડું થવા દેવું
- ત્યારબાદ કુકર ખોલી મેસર વડે બધી શાકભાજીઓનેબરોબર મેશ કરી લો
- ધીમે તાપે તેને ખદખદવા દો
- ત્યાં સુધીમાં બીજી કડાઈ કે વઘારીયા માં બેચમચી તેલ એક ચમચી માખણ ગરમ કરો
- ગરમ થાય એટલે તેમાં મેથી ,લીલા ધાણા અને પા ચમચી પાંઉભાજી ગરમ મસાલો નાખી મિક્સ કરો
- તૈયાર વઘારને પાવભાજી ઉપર નાખી બરાબર મિક્સકરો , તો ભાજી તૈયાર છે
- હવે પાઉં ને સેક્વા માટે એક તવી પર એક ચમચીમાખણ ગરમ કરવા મૂકો
- માખણ ગરમ થાય એટલે તેમાં એક ચમચી પાવભાજી ગરમમસાલો અને એક ચમચી જેટલા ધાણા નાખી મિક્સ કરો
- પાઉં ને વચ્ચેથી કટકા કરી તવી પર બન્ને બાજુસેકી ને ગરમ કરી લો
- તો તૈયાર છે પાવભાજી જેને ભાજી પર માખણ નાખી પાઉં ને ડુંગળીના કચુંબરસાથે ગરમાગરમ પીરસો
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit
ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati
ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit