નમસ્તે મિત્રો આજ આપને બનાવીશું લાદી પાઉં. મિત્રો અત્યાર સુંધી આપણે હમેશા બ્રેડ ની કોઈ પણ વાનગી બનાવવી હોય તો બેકરી માંથી જ પાઉં કે બ્રેડ લેતા હોઈએ છીએ કારણ કે આપણે માનીએ છીએ કે આપને ઘર બ્રેડ કે પાઉં બનાવી ના સકીએ કે આપણા થી બેકરી જેવા પાઉં કે બ્રેડ ના બને કેમ કે આપની પાસે બેકરી જેવી ભઠ્ઠી ના હોય પણ આપ આપને બેકરી જેવા પાવ બનાવવાની રીત શીખીશું જે આપને ઘર ઓવન કે કૂકરમાં સરળ રીતે બનાવતા શીખીશું તો ચાલો બનાવતા શીખીએ, pav banavani rit gujarati ma.
Table of contents
પાવ બનાવવા જરૂરી સામગ્રી
- અઢી કપ મેંદો
- પોણો કપ દૂધ
- ૨ ચમચી ખાંડ
- અઢી ચમચી એક્ટિવ યિસ્ટ
- ૨-૩ ચમચી માખણ
- ૨-૩ ચમચી પાણીસ્વાદ મુજબ મીઠું
પાવ બનાવવાની રીત
સૌ પ્રથમ નવશેકું દૂધ લ્યો એમાં ૨ ચમચી ખાંડ નાખી મિક્સ કરી ઓગાળી લ્યો , હવે દૂધ માં અઢી ચમચી એક્ટિવ યીસ્ટ નાખી મિક્સ કરી ૫-૧૦ મિનિટ ઢાંકી એક બાજુ મૂકી દયો
મેંદા ને એક વાસણમાં ચારણી વડે ચારી લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો , તેમાં તૈયાર કરેલ યીસ્ટ નું મિશ્રણ નાખી મિક્સ કરી જરૂર મુજબ અથવા ૪-૫ ચમચી પાણી નાખી નરમ લોટ બાંધો
બાંધેલા લોટ ને ૧૦-૧૫ મિનિટ સુંધી મસળો ત્યાર બાદ એમાં ૨-૩ ચમચી માખણ નાખી ફરી ૫-૭ મિનિટ મસળો , હવે એક મોટા વાસણમાં તેલ લગાડી એમાં બાંધેલો લોટ મૂકી ઢાંકણ ઢાંકી અથવા કપડું ઢાંકી ને ૧-૨ કલાક ગરમ જગ્યાએ મૂકી દયો
૨ કલાક પછી લોટ ફુલ્લી ગયો હસે તેને ફરી ૪-૫ મિનિટ મસળી લ્યો ને તેના સરખા ભાગ કરો મોટા પાઉં કરવા હોય તો ૯ સરખા ભાગ કરો અથવા નાના પાઉં કરવા હોય તો ૧૨-૧૮ ભાગ કરી લુવા બનાવો
હવે બેકિંગ માટે કકે ટીન કે કોઈ ધાતુના વાસણ ને તેલ/ ઘી થી ગ્રિશ કરો ને તેમાં થોડા થોડા અંતરે તૈયાર કરેલા લુવા ને મૂકો ને કપડું ઢાંકી એક ધોઢ કલાક ગરમ જગ્યાએ મૂકી દયો
દોઢ કલાક પછી લુવા સારા એવા ફૂલી ગયા હસે , ફૂલેલા લુવા પર હલકા હાથે બ્રેશ વડે દૂધ લગાડો , હવે જો પાઉં ઓવેન માં બનાવવા હોય તો તેને ૧૦ મિનિટ ૨૦૦ ડિગ્રી પ્રી હિટ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ ટ્રે / વાસણ મૂકી ૨૦ મિનિટ ચડાવો
જો કૂકરમાં કરવા માગતા હો તો કુકર ની સિટી ને રીંગ કાઢી નાખવા ને અંદર નીચે કાંઠો કે રેતી કે મીઠું નાખી ને ૧૫ મિનિટ ફૂલ તાપે કુકર ગરમ કરો ગરમ કર્યા પછી તેમાં બેકિંગ ટ્રે/ વાસણ મૂકી કુકર બંધ કરી મિડીયમ તાપે ૨૦-૨૫ મિનિટ ચડાવો
તૈયાર ગરમ પાઉં પર માખણ લગાડી ઠંડા થવા દયો પાઉં ઠંડા થયા બાદ તેને બેકિંગ ટ્રે/ વાસણ માંથી કાઢી લ્યો
પાઉં બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Pav banavani rit Gujarati ma
પાવ બનાવવાની રીત
Ingredients
- અઢી કપ મેંદો
- પોણો કપ દૂધ
- ૨ ચમચી ખાંડ
- અઢી ચમચી એક્ટિવ યિસ્ટ
- ૨-૩ ચમચી માખણ
- ૨-૩ ચમચી પાણી
- સ્વાદ મુજબ મીઠું
Instructions
- સૌ પ્રથમ નવશેકું દૂધ લ્યો એમાં ૨ ચમચી ખાંડ નાખી મિક્સ કરી ઓગાળી લ્યો
- હવે દૂધ માં અઢી ચમચી એક્ટિવ યીસ્ટ નાખી મિક્સકરી ૫-૧૦ મિનિટ ઢાંકી એક બાજુ મૂકી દયો
- મેંદા ને એક વાસણમાં ચારણી વડે ચારી લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો
- તેમાં તૈયાર કરેલ યીસ્ટ નું મિશ્રણ નાખી મિક્સકરી જરૂર મુજબ અથવા ૪-૫ ચમચી પાણી નાખી નરમ લોટ બાંધો
- બાંધેલા લોટ ને ૧૦-૧૫ મિનિટ સુંધી મસળો ત્યાર બાદ એમાં ૨-૩ ચમચી માખણ નાખી ફરી ૫-૭ મિનિટ મસળો.
- હવે એક મોટા વાસણમાં તેલ લગાડી એમાં બાંધેલોલોટ મૂકી ઢાંકણ ઢાંકી અથવા કપડું ઢાંકી ને ૧-૨ કલાક ગરમ જગ્યાએ મૂકી દયો
- ૨ કલાક પછી લોટ ફુલ્લી ગયો હસે તેને ફરી ૪-૫ મિનિટ મસળી લ્યો ને તેના સરખા ભાગ કરો મોટાપાઉં કરવા હોય તો ૯ સરખા ભાગ કરો અથવા નાના પાઉં કરવા હોય તો ૧૨-૧૮ ભાગ કરી લુવા બનાવો
- હવે બેકિંગ માટે કકે ટીન કે કોઈ ધાતુના વાસણને તેલ/ ઘી થી ગ્રિશ કરો ને તેમાં થોડાથોડા અંતરે તૈયાર કરેલા લુવા ને મૂકો ને કપડું ઢાંકી એક ધોઢ કલાક ગરમ જગ્યાએ મૂકી દયો
- દોઢ કલાક પછી લુવા સારા એવા ફૂલી ગયા હસે
- ફૂલેલા લુવા પર હલકા હાથે બ્રેશ વડે દૂધ લગાડો
- હવે જો પાઉં ઓવેન માં બનાવવા હોય તો તેને ૧૦મિનિટ ૨૦૦ ડિગ્રી પ્રી હિટ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ ટ્રે / વાસણ મૂકી ૨૦ મિનિટ ચડાવો
- જો કૂકરમાં કરવા માગતા હો તો કુકર ની સિટી નેરીંગ કાઢી નાખવા ને અંદર નીચે કાંઠો કે રેતી કે મીઠું નાખી ને ૧૫ મિનિટ ફૂલ તાપે કુકરગરમ કરો ગરમ કર્યા પછી તેમાં બેકિંગ ટ્રે/ વાસણ મૂકી કુકર બંધ કરી મિડીયમ તાપે ૨૦-૨૫ મિનિટ ચડાવો
- તૈયાર ગરમ પાઉં પર માખણ લગાડી ઠંડા થવા દયો
- પાઉં ઠંડા થયા બાદ તેને બેકિંગ ટ્રે/ વાસણ માંથી કાઢી લ્યો
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
કપ કેક બનાવવાની રીત | chocolate cupcake banavani rit in Gujarati
બનાના કેક બનાવવાની રીત | Banana cake recipe in Gujarati