મિત્રો બધાને સાઉથ ઇન્ડિયન મેન્દુ વડા તો પસંદ આવતા જ હોય છે પણ બધા ને એ બનાવવા ફાવતા નથી એટલે આજ આપણે ખૂબ સરળ રીતે વડા બનાવી સાઉથ ઇન્ડિયન વાનગી મેંદુ વડા ની મજા ખૂબ સરળ રીતે લઈ શકીએ એવી વાનગી Pauva vada banavani rit લઈ આવ્યા છીએ. તો ચાલો પૌવા વડા બનાવવાની રીત શીખીએ.
પૌવા વડા બનાવવા ની સામગ્રી
- જીરું 1 ચમચી
- પૌવા 2 કપ
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- આદુ પેસ્ટ ½ ચમચી
- મીઠા લીમડા ના પાન સુધારેલ 5-7
- ચોખાનો લોટ ¼ કપ
- ઝીણા સમારેલા લીલાં ધાણા 4-5 ચમચી
- દહી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
પૌવા વડા બનાવવાની રીત
પૌવા વડા બનાવવા સૌપ્રથમ પૌવા ને એક વાસણમાં લઈ ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ પલાળેલા પૌવા ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો. પાંચ મિનિટ પછી પલાળેલા પૌવા ને એક કથરોટ માં કાઢી ને હાથ થી બરોબર પાંચ સાત મિનિટ સુંધી મસળી લ્યો અને સ્મુથ લોટ તૈયાર કરી લ્યો.
હવે એમાં જીરું, ઝીણા સમારેલા લીલાં મરચા આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ચોખાનો લોટ,મીઠા લીમડા ના પાન સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું દહીં નાખી મિક્સ કરી ફરીથી સ્મુથ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં હાથ પર તેલ લગાવી બાંધેલા લોટ માંથી લોટ લઈ મસળી લુવો બનાવો અને લુવા ની વચ્ચે આંગળી થી કાણું કરી થાળી માં મૂકતા જાઓ આમ બધા વડા બનાવી તૈયાર કરી લ્યો.
તેલ મિડીયમ ગરમ થાય એટલે એક વખતમાં સમાય એટલા વડા નાખી ને મિડીયમ તાપે વડા ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો. આમ થોડા થોડા કરી બધા વડા ને તરી ને તૈયાર કરી લ્યો અને ચટણી, સોસ કે સંભાર સાથે મજા લ્યો પૌવા વડા.
Pauva vada notes :
- અહી પૌવા ને બરોબર પાણીથી પકડ્યા હસે તો વડા બનાવતી વખતે તૂટી નહિ જાય એટલે પૌવને બરોબર પલાળવા.
- જો તમને પાયુષણ માટે બનાવવા ના હોય તો આદુ ના નાખવું. અને જો તમે આદુ ખાતા હો તો નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પૌવા વડા બનાવવાની રીત
Pauva vada banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
પૌવા વડા બનાવવા ની સામગ્રી
- 1 ચમચી જીરું
- 2 કપ પૌવા
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
- ½ ચમચી આદુ પેસ્ટ
- 5-7 મીઠા લીમડા ના પાન સુધારેલ
- ¼ કપ ચોખાનો લોટ
- 4-5 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
- દહી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
Pauva vada banavani rit
- પૌવા વડા બનાવવા સૌપ્રથમ પૌવા ને એક વાસણમાં લઈ ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ પલાળેલા પૌવા ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો. પાંચ મિનિટ પછી પલાળેલા પૌવા ને એક કથરોટ માં કાઢી ને હાથ થી બરોબર પાંચ સાત મિનિટ સુંધી મસળી લ્યો અને સ્મુથ લોટ તૈયાર કરી લ્યો.
- હવે એમાં જીરું, ઝીણા સમારેલા લીલાં મરચા આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ચોખાનો લોટ,મીઠા લીમડા ના પાન સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું દહીં નાખી મિક્સ કરી ફરીથી સ્મુથ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં હાથ પર તેલ લગાવી બાંધેલા લોટ માંથી લોટ લઈ મસળી લુવો બનાવો અને લુવા ની વચ્ચે આંગળી થી કાણું કરી થાળી માં મૂકતા જાઓ આમ બધા વડા બનાવી તૈયાર કરી લ્યો.
- તેલ મિડીયમ ગરમ થાય એટલે એક વખતમાં સમાય એટલા વડા નાખી ને મિડીયમ તાપે વડા ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો. આમ થોડા થોડા કરી બધા વડા ને તરી ને તૈયાર કરી લ્યો અને ચટણી, સોસ કે સંભાર સાથે મજા લ્યો પૌવા વડા.
Pauva vada notes :
- અહી પૌવા ને બરોબર પાણીથી પકડ્યા હસે તો વડા બનાવતી વખતે તૂટી નહિ જાય એટલે પૌવને બરોબર પલાળવા.
- જો તમને પાયુષણ માટે બનાવવા ના હોય તો આદુ ના નાખવું. અને જો તમે આદુ ખાતા હો તો નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Lili makai na dhokla | લીલી મકાઈ ના ઢોકળા
કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit
લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | lasan nu panupuri nu pani banavani rit
ચીકોડી બનાવવાની રીત | chikodi banavani rit