આપણે અત્યાર સુંધી મિસળ પાઉં બનાવી ને તો મજા લીધી છે પણ ઘણા લોકો પાઉં નથી ખાતા તો એ લોકો પણ આ સ્વાદિષ્ટ વાનગી ની મજા નથી લઈ શકતા એમના માટે આજ આપણે એમના માટે Pauva usal – પૌવા ઉસળ બનાવશું જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
મિસળ બનાવવા માટેની સામગ્રી
- તેલ 4-5 ચમચી
- તજ નો ટુકડો 1
- તમાલપત્ર 1
- સૂકા લાલ મરચા 1-2
- ઝીણું સમારેલું લસણ 1-2 ચમચી
- લીલા મરચા સુધારેલા 4-5
- આદુની પેસ્ટ 1 ચમચી
- ઝીણી સમારેલી ડુંગળી 2
- ટમેટા પ્યુરી 1 કપ
- બાફેલા સફેદ વટાણા 2 કપ
- બેસન 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ઉસળ મસાલો 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
પૌવા બનાવવા માટેની સામગ્રી
- પૌવા 1 કપ
- તેલ 2-3 ચમચી
- જીરું ½ ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- મીઠા લીમડા ના પાંદ 4-5
- હળદર ½ ચમચી
- ખાંડ ½ ચમચી
- ઉસળ મસાલો ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ભાવનગરી ગાંઠિયા જરૂર મુજબ
- ડુંગળી સુધારેલ જરૂર મુજબ લીલા ધાણા સુધારેલા
Pauva usal banavani rit
પૌવા મિસળ બનાવવા સૌપ્રથમ મિસળ બનાવશું ત્યાર બાદ પૌવા નો વઘાર કરી મિસળ પૌવા બનાવવાની રીત શીખીશું.
મિસળ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, જીરું, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાંદ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ સુધારેલ, લીલા મરચા ઝીણા સમારેલા નાખી બને ને શેકી લ્યો. લસણ અને મરચા બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો અને ડુંગળી નરમ થઈ જાય અને તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો.
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, ઉસળ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
મસાલા શેકાઈ જાય એટલે એમાંથી ત્રણ ચાર ચમચી મસાલા ને અલગ કાઢી લઈ એમાં બેસન ને અડધો કપ પાણી માં મિક્સ કરી નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીંબુનો રસ બાફી રાખેલ સફેદ વટાણા નાખો અને સાથે બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ઉકળવા દયો. મિસળ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
પૌવા વઘારવાની રીત
હવે બીજી કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને શેકી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં હળદર, મીઠું સ્વાદ મુજબ, પૌવા ધોઇ સાફ કરી પલાળેલા, ખાંડ અને ઉસળ મસાલો નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
છેલ્લે એમાં લીંબુનો રસ નાખી પૌવા ને ચડાવી લ્યો અને ને ચાર મિનિટ ચડાવી લ્યો અને પૌવા તૈયાર કરી લ્યો.
પૌવા મિસળ સર્વ કરવાની રીત
પ્લેટ માં પૌવા નાખો એના પર મિસળ નાખો અને અલગ કરેલ તરી મુકેલ એ નાખો ઉપર ડુંગળી સુધારેલ , ગાંઠીયા અને લીલા ધાણા સુધારેલા નાખી ગાર્નિશ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે પૌવા મિસળ.
Usal recipe notes
- તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પૌવા ઉસળ બનાવવાની રીત
Pauva usal banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
મિસળ બનાવવા માટેની સામગ્રી
- 4-5 ચમચી તેલ
- 1 તજ નો ટુકડો
- 1 તમાલપત્ર
- 1-2 સૂકા લાલ મરચા
- 1-2 ચમચી ઝીણું સમારેલું લસણ
- 4-5 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આદુની પેસ્ટ
- 2 ઝીણી સમારેલી ડુંગળી
- 1 કપ ટમેટા પ્યુરી
- 2 કપ બાફેલા સફેદ વટાણા
- 1 ચમચી બેસન
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ઉસળ મસાલો
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
પૌવા બનાવવા માટેની સામગ્રી
- 1 કપ પૌવા
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 1-2 સૂકા લાલ મરચા
- 4-5 મીઠા લીમડા ના પાંદ
- ½ ચમચી હળદર
- ½ ચમચી ખાંડ
- ½ ચમચી ઉસળ મસાલો
- 1 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ભાવનગરી ગાંઠિયા જરૂર મુજબ
- ડુંગળી સુધારેલ જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા
Instructions
Pauva usal banavani rit
- પૌવા મિસળ બનાવવા સૌપ્રથમ મિસળ બનાવશું ત્યાર બાદ પૌવા નો વઘાર કરી મિસળ પૌવા બનાવવાની રીત શીખીશું.
મિસળ બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, જીરું, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાંદ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ સુધારેલ, લીલા મરચા ઝીણા સમારેલા નાખી બને ને શેકી લ્યો. લસણ અને મરચા બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો અને ડુંગળી નરમ થઈ જાય અને તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો.
- ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, ઉસળ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
- મસાલા શેકાઈ જાય એટલે એમાંથી ત્રણ ચાર ચમચી મસાલા ને અલગ કાઢી લઈ એમાં બેસન ને અડધો કપ પાણી માં મિક્સ કરી નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીંબુનો રસ બાફી રાખેલ સફેદ વટાણા નાખો અને સાથે બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ઉકળવા દયો. મિસળ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
પૌવા વઘારવાની રીત
- હવે બીજી કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને શેકી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં હળદર, મીઠું સ્વાદ મુજબ, પૌવા ધોઇ સાફ કરી પલાળેલા, ખાંડ અને ઉસળ મસાલો નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
- છેલ્લે એમાં લીંબુનો રસ નાખી પૌવા ને ચડાવી લ્યો અને ને ચાર મિનિટ ચડાવી લ્યો અને પૌવા તૈયાર કરી લ્યો.
પૌવા મિસળ સર્વ કરવાની રીત
- પ્લેટ માં પૌવા નાખો એના પર મિસળ નાખો અને અલગ કરેલ તરી મુકેલ એ નાખો ઉપર ડુંગળી સુધારેલ , ગાંઠીયા અને લીલા ધાણા સુધારેલા નાખી ગાર્નિશ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે પૌવા મિસળ.
Usal recipe notes
- તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Bajra methi na aloo parotha | બાજરી મેથી ના આલું પરોઠા
Pasta Kurkure banavani rit | પાસ્તા કુરકુરે બનાવવાની રીત
jeera puri banavani rit | જીરા પુરી બનાવવાની રીત
Bafela batata ane ghau na lot na namk para | બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા