અત્યાર સુંધી અલગ અલગ દાળ કે બટાકા કે બેસન ની સ્ટફિંગ વાળી કચોરી તો ઘણી વખત બહાર કે ઘરે બનાવી ને મજા લીધી હસે પણ આજ આપણે પૌવા માંથી સ્ટફિંગ બનાવી ને મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ નો ઉપયોગ કરી ખસ્તા અને ટેસ્ટી Pauva stuffing ghau ni kachori – પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી બનાવતા શીખીશું.
કચોરી સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- પૌવા 1 કપ
- રતલામી સેવ ½ કપ
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- વરિયાળી 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ઝીણું સમારેલું લસણ 2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- ઝીણી સોજી 2 -3 ચમચી
- અજમો ¼ ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- ઘી 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- પાણી ¾ કપ
- મીઠું સ્વાદ મુજબ
Pauva stuffing ghau ni kachori ni recipe
પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી તૈયાર કરી લોટ ને રેસ્ટ આપવા મુકીશું ત્યાર બાદ સ્ટફિંગ બનાવી તૈયાર કરી સ્ટફિંગ ને ઠંડી કરી લેશું અને ત્યાર બાદ કચોરી બનાવી તૈયાર કરી તરી લેશું. તો ચાલો પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી બનાવીએ.
લોટ બાંધવાની રીત
લોટ બાંધવા સૌથી પહેલા એક કથરોટ માં પાણી લ્યો એમાં ઝીણી સોજી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા, સફેદ તલ, હાથ થી મસળી અજમો નાખો અને સાથે એક થી દોઢ ચમચી ઘી નાખો બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને લોટ ને બધી સામગ્રી સાથે બરોબર મિક્સ કરી પાંચ મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ થોડો પછાડી લ્યો અને ત્યાર બાદ એક ચમચી ઘી લગાવી લોટ ને ભીના કપડાં ને નીચોવી ઢાંકી એક બાજુ મૂકી રેસ્ટ કરવા મૂકો.
કચોરી નું સ્ટફિંગ બનાવવાની રીત
સ્ટફિંગ બનાવવા સૌથી પહેલા પૌવા ને એક બે પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નાખી એક બે મિનિટ પૌવા ને પલાળી લ્યો અને વે મિનિટ પછી પૌવા નું પાણી નિતારી એક બાજુ મૂકો. હવે મિક્સર જારમાં રતલામી સેવ નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં રાઈ, જીરું, વરિયાળી, આખા ધાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ લસણ નાખી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે એમાં સુધારેલી ડુંગળી નાખો સાથે બેકિંગ સોડા પણ નાખી દયો.
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી નાખો હવે એમાં પલાળી રાખેલ પૌવા ને હાથ થી મેસ કરી ને નાખો સાથે પીસી રાખેલ સેવ પણ નાખો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
છેલ્લે મિશ્રણ માં આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને થોડી ઠંડી થઇ જાય એટલે એમાંથી જે સાઇઝ ની કચોરી બનાવી હોય એ સાઇઝ ની ગોલી બનાવી તૈયાર કરી લ્યો.
હવે બાંધેલા લોટ ને ફરીથી એક વખત મસળી લ્યો ત્યાર બાદ એના પણ લુવા બનાવી લ્યો અને હવે એક લુવા ને હથેળી વચ્ચે દબાવી ચપટો કરી એમાં સ્ટફિંગ મૂકી ફરીથી બધી બાજુથી બરોબર પેક થાય એમ પેક કરી લ્યો અને પછી હથેળી વચ્ચે દબાવી ને હલકા હાથે કચોરી બનવી લ્યો. આમ એક એક લુવા માં સ્ટફિંગ ભરી બરોબર પેક કરી હથેળી વચ્ચે દબાવી બધી કચોરી બનાવી તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલી કચોરી નાખો અને એમજ એક બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને ત્યાર બાદ ઝારાથી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો. આમ કચોરી ને બરોબર ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો. તૈયાર કચોરી ની ચટણી સાથે મજા લ્યો તો તૈયાર છે પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી.
Pauva stuffing ghau ni kachori notes
- લોટ થોડો નરમ બાંધવો જેથી કચોરી ને તરતી વખતે ફાટી ના જાય.
- સ્ટફિંગ નો ગોલી હમેશા લોટ ના લુવાથી પાણી રાખવી જેથી વધારે કે ઓછો મસાલો ના લાગે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી ની રેસીપી
Pauva stuffing ghau ni kachori ni recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- 2-3 ચમચી ઝીણી સોજી
- ¼ ચમચી અજમો
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી સફેદ તલ
- 2-3 ચમચી ઘી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¾ કપ પાણી
- મીઠું સ્વાદ મુજબ
કચોરી સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ પૌવા
- ½ કપ રતલામી સેવ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 1 ચમચી વરિયાળી
- 1 ચમચી આખા ધાણા
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી ઝીણું સમારેલું લસણ
- 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી બેકિંગ સોડા
- 2 ચમચી આમચૂર પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
Instructions
Pauva stuffing ghau ni kachori ni recipe
- પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી તૈયાર કરી લોટ ને રેસ્ટ આપવા મુકીશું ત્યાર બાદ સ્ટફિંગ બનાવી તૈયાર કરી સ્ટફિંગ ને ઠંડી કરી લેશું અને ત્યાર બાદ કચોરી બનાવી તૈયાર કરી તરી લેશું. તો ચાલો પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી બનાવીએ.
લોટ બાંધવાની રીત
- લોટ બાંધવા સૌથી પહેલા એક કથરોટ માં પાણી લ્યો એમાં ઝીણી સોજી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા, સફેદ તલ, હાથ થી મસળી અજમો નાખો અને સાથે એક થી દોઢ ચમચી ઘી નાખો બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને લોટ ને બધી સામગ્રી સાથે બરોબર મિક્સ કરી પાંચ મિનિટ મસળી લ્યો અને ત્યાર બાદ થોડો પછાડી લ્યો અને ત્યાર બાદ એક ચમચી ઘી લગાવી લોટ ને ભીના કપડાં ને નીચોવી ઢાંકી એક બાજુ મૂકી રેસ્ટ કરવા મૂકો.
કચોરી નું સ્ટફિંગ બનાવવાની રીત
- સ્ટફિંગ બનાવવા સૌથી પહેલા પૌવા ને એક બે પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નાખી એક બે મિનિટ પૌવા ને પલાળી લ્યો અને વે મિનિટ પછી પૌવા નું પાણી નિતારી એક બાજુ મૂકો. હવે મિક્સર જારમાં રતલામી સેવ નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં રાઈ, જીરું, વરિયાળી, આખા ધાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલ લસણ નાખી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે એમાં સુધારેલી ડુંગળી નાખો સાથે બેકિંગ સોડા પણ નાખી દયો.
- ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી નાખો હવે એમાં પલાળી રાખેલ પૌવા ને હાથ થી મેસ કરી ને નાખો સાથે પીસી રાખેલ સેવ પણ નાખો અને બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
- છેલ્લે મિશ્રણ માં આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને થોડી ઠંડી થઇ જાય એટલે એમાંથી જે સાઇઝ ની કચોરી બનાવી હોય એ સાઇઝ ની ગોલી બનાવી તૈયાર કરી લ્યો.
- હવે બાંધેલા લોટ ને ફરીથી એક વખત મસળી લ્યો ત્યાર બાદ એના પણ લુવા બનાવી લ્યો અને હવે એક લુવા ને હથેળી વચ્ચે દબાવી ચપટો કરી એમાં સ્ટફિંગ મૂકી ફરીથી બધી બાજુથી બરોબર પેક થાય એમ પેક કરી લ્યો અને પછી હથેળી વચ્ચે દબાવી ને હલકા હાથે કચોરી બનવી લ્યો. આમ એક એક લુવા માં સ્ટફિંગ ભરી બરોબર પેક કરી હથેળી વચ્ચે દબાવી બધી કચોરી બનાવી તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલી કચોરી નાખો અને એમજ એક બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને ત્યાર બાદ ઝારાથી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો. આમ કચોરી ને બરોબર ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો. તૈયાર કચોરી ની ચટણી સાથે મજા લ્યો તો તૈયાર છે પૌવા સ્ટફિંગ ઘઉંની કચોરી.
Pauva stuffing ghau ni kachori notes
- લોટ થોડો નરમ બાંધવો જેથી કચોરી ને તરતી વખતે ફાટી ના જાય.
- સ્ટફિંગ નો ગોલી હમેશા લોટ ના લુવાથી પાણી રાખવી જેથી વધારે કે ઓછો મસાલો ના લાગે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરસી પુરી રેસીપી | farsi puri recipe in gujarati | farsi puri banavani rit
દાબેલી બનાવવાની રીત | kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit
દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe in gujarati | dahi vada banavani rit
પનીર ફ્રેન્કી બનાવવાની રીત | paneer frankie recipe in gujarati | paneer frankie banavani rit
ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત | ghau na lot ni chakri banavani rit