આજે આપણે ઘરે બે કપ પૌંઆ થી ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત – Pauva no testy nasto banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે , If you like the recipe do subscribe MintsRecipes YouTube channel on YouTube , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આજે આપણે પૌહાં ના મિશ્રણ થી ત્રણ રીતે સેપ આપીને નાસ્તો બનાવતા શીખીશું. સવારના નાસ્તામાં એકવાર જરૂર બનાવો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવશે. અને હસતા હસતા પેટ ભરીને ખાઈ લેશે. સાથે આજે આપણે ગ્રીન ચટણી પણ બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે Pauva no testy nasto recipe in gujarati બનાવતા શીખીશું.
પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 2 ચમચી
- પૌહા 2 કપ
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- પાણી 2 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
- ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
- બાફેલા બટેટા 4-5
- ચીલી ફ્લેક્સ 2 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- ઓરેગાનો 2-3 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2-3
- આમચૂર પાવડર 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- મરી પાવડર ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- ચીઝ ની સ્લાઈસ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલાં ધાણા 1 કપ
- આદુ ½ ઇંચ
- લસણ 4-5
- જીરું 1 ચમચી
- દારિયા 2 ચમચી
- લીલાં મરચાં 2
- પાણી 2-3 ચમચી
- દહી 2 ચમચી
પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત
પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં પૌંઆ ને મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરું નાખો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે પાણી ને સરસ થી એક વાર ઉકાળી લ્યો.
પાણી સરસ થી ઉકળી જય ત્યાર બાદ તેમાં થોડું થોડું કરીને પીસી ને રાખેલ પૌંઆ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે હલાવી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
તેમાં બાફેલા બટેટા ને મેસ કરીને નાખો. હવે તેમાં ચીલી ફ્લેક્સ, સફેદ તલ, ઓરેગાનો, ઝીણા સુધારેલા લીલાં મરચાં, આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
આપણું પૌંઆ નું મિશ્રણ તૈયાર છે. હવે તેમાંથી હાથ માં થોડું મિશ્રણ લ્યો. હવે તેને સિલિન્ડર સેપ આપો. હવે તેને એક પ્લેટ માં મૂકી દયો.
થોડું મિશ્રણ હાથ માં લઇ તેને હાથ થી થોડું પ્રેસ કરીને પૂરી નો શેપ આપો. હવે વચ્ચે ચીઝ ની સ્લાઈસ રાખો. હવે તેને સરસ થી કવર કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
ફરી થી હાથ માં થોડું મિશ્રણ લ્યો. હવે વચ્ચે આઈસ્ક્રીમ સ્ટીક રાખી લોલિ પોપ નો સેપ આપો. હવે તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો.
આવી રીતે તમે ત્રણ માંથી જે સેપ નો નાસ્તો તૈયાર કરવો હોય તે કરી શકો છો.
ત્યાર બાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે તૈયાર કરીને રાખેલ પૌંઆ ના કટલેટ નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
આવી રીતે બધો નાસ્તો તળી ને તૈયાર કરી લ્યો. હવે તૈયાર છે આપણો ટેસ્ટી પૌંઆ નો નાસ્તો.
ગ્રીન ચટણી બનાવવા માટેની રીત
ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં ધાણા નાખો. હવે તેમાં આદુ, લસણ ની કડી, જીરું, દારિયા, દહી, લીલા મરચાં અને થોડું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ગ્રીન ચટણી.
હવે ટેસ્ટી પૌંઆ ના નાસ્તા ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પૌંઆ નો નાસ્તો ખાવાનો આનંદ માણો.
Pauva no testy nasto recipe notes
- મિશ્રણ માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
- આમચૂર પાવડર ની જગ્યા એ તમે ચાટ મસાલો નાખી શકો છો.
Pauva no testy nasto banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MintsRecipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Pauva no testy nasto recipe in gujarati
પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Pauva no testy nasto banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી તેલ
- 2 કપ પૌહા
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 2 કપ પાણી
- ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ½ કપ ઝીણા સુધારેલા કેપ્સીકમ
- 4-5 બાફેલા બટેટા
- 2 ચમચી ચીલી ફ્લેક્સ
- 2 ચમચી સફેદ તલ
- 2-3 ચમચી ઓરેગાનો
- 2-3 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 1 ચમચી આમચૂર પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ ચમચી મરી પાવડર
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- ચીઝ ની સ્લાઈસ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલાં ધાણા
- ½ ઇંચ આદુ
- 4-5 લસણ
- 1 ચમચી જીરું
- 2 ચમચી દારિયા
- 2 લીલાં મરચાં
- 2-3 ચમચી પાણી
- 2 ચમચી દહી
Instructions
પૌહાનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Pauva no testy nasto banavani rit
- પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં પૌંઆ ને મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.ત્યાર બાદ તેને એક બાઉલ કાઢી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.હવે તેમાં જીરું નાખો. હવે તેમાં પાણી નાખો.હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો.હવે પાણી ને સરસ થી એક વાર ઉકાળી લ્યો.
- પાણી સરસ થી ઉકળી જય ત્યાર બાદ તેમાં થોડું થોડું કરીનેપીસી ને રાખેલ પૌંઆ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે હલાવીલ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- તેમાં બાફેલા બટેટા ને મેસ કરીને નાખો. હવે તેમાં ચીલી ફ્લેક્સ, સફેદ તલ, ઓરેગાનો, ઝીણા સુધારેલા લીલાં મરચાં, આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે બધીસામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- આપણું પૌંઆ નું મિશ્રણ તૈયાર છે. હવે તેમાંથી હાથ માં થોડું મિશ્રણ લ્યો. હવે તેને સિલિન્ડરસેપ આપો. હવે તેને એક પ્લેટ માં મૂકી દયો.
- થોડું મિશ્રણ હાથ માં લઇ તેને હાથ થી થોડું પ્રેસ કરીને પૂરી નો શેપ આપો. હવે વચ્ચે ચીઝ ની સ્લાઈસ રાખો.હવે તેને સરસ થી કવર કરી લ્યો. હવે તેને એક પ્લેટમાં રાખી લ્યો.
- ફરી થી હાથ માં થોડું મિશ્રણ લ્યો. હવે વચ્ચે આઈસ્ક્રીમ સ્ટીક રાખી લોલિ પોપ નો સેપ આપો. હવે તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો.
- આવી રીતે તમે ત્રણ માંથી જે સેપ નો નાસ્તો તૈયાર કરવો હોય તે કરી શકો છો.
- ત્યારબાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે તૈયાર કરીને રાખેલ પૌંઆ ના કટલેટ નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉનકલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- આવી રીતે બધો નાસ્તો તળી ને તૈયાર કરી લ્યો. હવે તૈયાર છે આપણો ટેસ્ટી પૌંઆ નો નાસ્તો.
ગ્રીન ચટણી બનાવવા માટેની રીત
- ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં ધાણા નાખો. હવે તેમાં આદુ, લસણ ની કડી, જીરું, દારિયા,દહી, લીલા મરચાં અને થોડું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માંકાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ગ્રીન ચટણી.
- હવેટેસ્ટી પૌંઆ ના નાસ્તા ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પૌંઆ નો નાસ્તો ખાવાનોઆનંદ માણો.
Pauva no testy nasto recipe notes
- મિશ્રણ માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
- આમચૂર પાવડર ની જગ્યા એ તમે ચાટ મસાલો નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
લીલી મેથી ના વડા બનાવવાની રીત | Lili methi na vada banavani rit
બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix banavani rit | bombay mix recipe in gujarati
મસાલા બુંદી બનાવવાની રીત | masala boondi banavani rit | masala boondi recipe in gujarati