મિત્રો આ પરોઠા નું સ્ટફિંગ તો આમ બટાકા પરોઠા જેમ જ તૈયાર થાય છે પણ વણી અને શેખવાની અલગ રીત ના કારણે આ પરોઠા બટાકા પરોઠા થી થોડા અલગ લાગે છે. જેવું આ પરોઠા નું નામ છે એમ જ આ પરોઠા પેપર જેવા પાતળા બની તૈયાર થાય છે અને સવાર કે સાંજ ના નાસ્તા માં બનાવી શકો છો. તો ચાલો Paper parotha – પેપર પરોઠા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ઘઉંનો લોટ 2 કપ
- બાફેલા બટાકા 5-6
- ઝીણી સમારેલી ડુંગળી 1
- લીલા મરચા સુધારેલા 1-2
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- સંચળ ½ ચમચી
- તેલ / ઘી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Paper parotha banavani rit
પેપર પરોઠા બનાવવા સૌપ્રથમ બટાકા ને કુકર માં બાફી લ્યો બટાકા બાફી લીધા બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે બટાકા કાઢી ને ઠંડા કરવા મૂકો. હવે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ / ઘી નાખી મસળી લ્યો અને ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે બાફેલા બટાકા ઠંડા થાય એટલે છાલ ઉતારી છીણી વડે છીણી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી બધા મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
હવે બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઈ કોરો લોટ લઈ રોટલી બનાવી લ્યો અને ત્યાર બાદ બીજો લુવો લઈ એને પણ કોરા લોટ થી રોટલી બનાવી લ્યો. હવે એક રોટલી પર તૈયાર કરેલ બટાકા નો મસાલો નાખી રોટલી પર મસાલા નું પાતળું પડ થાય એમ ફેલાવી લ્યો. હવે બીજી રોટલી પર ઘી / તેલ લગાવી ફેલાવી એના પર કોરો લોટ છાંટી તેલ વાળો ભાગ મસાલા પર મૂકી કિનારી બરોબર દબાવી પેક કરી લ્યો.
હવે ફરીથી કોરા લોટથી પાતળી રોટલી વણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરી લ્યો અને વણેલા પરોઠા ને એમાં નાખો બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી બરોબર શેકી લ્યો. પરોઠા ને બરોબર શેકી લીધા બાદ ચમચી કે ચાકુથી બને રોટલી ને અલગ કરી લ્યો અને બટાકા ના મસાલા પર ઘી કે તેલ લગાવી બને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ બધા જ પરોઠા બનાવી શેકી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે પેપર પરોઠા.
Parotha recipe notes
- પરોઠા ને મિડીયમ તાપે શેકવા જેથી બરી ના જાય.
- બટાકા ને છીણી ને વાપરવા જેથી પરોઠા બનાવતી વખતે તૂટે નહિ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પેપર પરોઠા બનાવવાની રીત
![Paper parotha - પેપર પરોઠા](https://www.recipeingujarati.com/wp-content/uploads/2025/02/paper-parotha-500x500.jpg)
Paper parotha banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 પાટલો વેલણ
- 1 તવી
- 1 કુકર
Ingredients
Ingredients list
- 2 કપ ઘઉંનો લોટ
- 5-6 બાફેલા બટાકા
- 1 ઝીણી સમારેલી ડુંગળી
- 1-2 લીલા મરચા સુધારેલા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી સંચળ
- તેલ / ઘી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Paper parotha banavani rit
- પેપર પરોઠા બનાવવા સૌપ્રથમ બટાકા ને કુકર માં બાફી લ્યો બટાકા બાફી લીધા બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે બટાકા કાઢી ને ઠંડા કરવા મૂકો. હવે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ / ઘી નાખી મસળી લ્યો અને ઢાંકી ને એક બાજુ મૂકો.
- હવે બાફેલા બટાકા ઠંડા થાય એટલે છાલ ઉતારી છીણી વડે છીણી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી બધા મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઈ કોરો લોટ લઈ રોટલી બનાવી લ્યો અને ત્યાર બાદ બીજો લુવો લઈ એને પણ કોરા લોટ થી રોટલી બનાવી લ્યો. હવે એક રોટલી પર તૈયાર કરેલ બટાકા નો મસાલો નાખી રોટલી પર મસાલા નું પાતળું પડ થાય એમ ફેલાવી લ્યો. હવે બીજી રોટલી પર ઘી / તેલ લગાવી ફેલાવી એના પર કોરો લોટ છાંટી તેલ વાળો ભાગ મસાલા પર મૂકી કિનારી બરોબર દબાવી પેક કરી લ્યો.
- હવે ફરીથી કોરા લોટથી પાતળી રોટલી વણી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરી લ્યો અને વણેલા પરોઠા ને એમાં નાખો બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી બરોબર શેકી લ્યો. પરોઠા ને બરોબર શેકી લીધા બાદ ચમચી કે ચાકુથી બને રોટલી ને અલગ કરી લ્યો અને બટાકા ના મસાલા પર ઘી કે તેલ લગાવી બને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ બધા જ પરોઠા બનાવી શેકી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે પેપર પરોઠા.
Notes
- પરોઠા ને મિડીયમ તાપે શેકવા જેથી બરી ના જાય.
- બટાકા ને છીણી ને વાપરવા જેથી પરોઠા બનાવતી વખતે તૂટે નહિ.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Thecha paneer tika banavani recipe | ઠેંચા પનીર ટિક્કા બનાવવાની રીત
Soya chunks kabab recipe | સોયા ચંકસ કબાબ બનાવવાની રીત
મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત | Makai na lot na dhokla chat banavani rit
બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para
મેથી ખાખરા બનાવવાની રીત | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati