નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Quick Recipes YouTube channel on YouTube આજે આપણે પાપડી ગાંઠિયા બનાવવાની રીત – પાપડી ગાંઠિયા ની રેસીપી શીખીશું. આ પાપડી ગાંઠિયા ચા સાથે ખૂબ ટેસ્ટી લાગતા હોય છે આ ગાંઠિયા જલેબી ને સંભારો,તરેળા લીલા મરચા સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો papdi gathiya banavani rit – papdi gathiya recipe in gujarati શીખીએ.
પાપડી ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | papdi gathiya ingredients
- બેસન 500 ગ્રામ
- મીઠું સ્વાદ મુજબ
- બેકિંગ સોડા 1 ચમચી
- પાણી 1 કપ
- તેલ 1 કપ
- તરવા માટે તેલ
પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit
પાપડી ગાંઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો ત્યાં બાદ બીજા વાસણમાં પાણી માં મીઠું, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠા ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
(અહી આ પાણી વાળુ મિશ્રણ તમે મિક્સર જારમાં પણ તૈયાર કરી શકો છો એટલે કે મિક્સર જારમાં પાણી, તેલ, મીઠું ને સોડા નાખી પીસી ને પણ તૈયાર કરી શકો છો)
હવે તેલ પાણી ના મિશ્રણ માં થોડો થોડો બેસન નો લોટ નાખતા જઈ મિક્સ કરતા જાઓ ને બરોબર હલાવતા જાઓ જેથી ગાંઠા ન પડે બેસન બધો જ પાણી સાથે મિક્સ કરી લીધા બાદ તૈયાર લોટ ને બરોબર મિક્સ કરો જ્યાં સુધી એનો રંગ થોડો સફેદ થાય ત્યાં સુધી એટલે કે આશરે પાંચ સાત મિનિટ સુધી હલાવી લેવો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી નાખો હવે કડાઈ પર પાપડી ગાંઠીયા નો ઝારો મૂકો ને એના પર પાણી વારો હાથ લગાવી દયો ને તૈયાર બેસન નું મિશ્રણ ને એના પર હથેળી વડે ઘસી ને તેલમાં પાપડી પાડી લ્યો
એકાદ મિનિટ પાપડી ને એક બાજુ ચડવા દયો ત્યાર બાદ ઝારા થી પાપડી ને ઉથલાવી બીજી બાજુ તરવા મૂકો બને બાજુ બરોબર તરી લીધા બાદ (તેલ માં ફુગ્ગા ઓછા થાય એટલે ગાંઠિયા તરાય ગયા છે) ઝારા ની મદદ થી ગાંઠિયા કાઢી લ્યો ને ફરી પાપડી ગાંઠીયા નો ઝારો મૂકો ને ગાંઠિયા પાડી લ્યો આમ બધા ગાંઠિયા તૈયાર કરી લ્યો
અથવા જો તમારા પાસે પાપડી ગાંઠીયા નો ઝારો ના હોય તો સેવ મશીન માં લાંબા કાપા વાળી પ્લેટ મૂકી સંચામાં તેલ લગાવી તૈયાર લોટ એમાં ભરી લ્યો ને ગરમ તેલ માં સમાય એટલે પાપડી પાડી લ્યો ને તરી શકો છો ને પાપડી તૈયાર કરી શકો છો
papdi gathiya recipe in gujarati notes
- જો તમે પાપડી ગાંઠીયા નો ઝારો વાપરો તો મિશ્રણ માં ઉપર નું માપ બરોબર છે પણ જો તમે સંચા નો ઉપયોગ કરવો હોય તો મિશ્રણ ને થોડો ઘટ્ટ કરવો એટલે કે મિશ્રણ માં ત્રણ ચાર ચમચી.લોટ વધુ નાખવો જેથી ગાંઠિયા સંચા માંથી બરોબર નીકળે
- તેલ મીડીયમ ગરમ રાખવું
પાપડી ગાંઠિયા ની રેસીપી | papdi gathiya recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Quick Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya recipe in gujarati
પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya recipe in gujarati | papdi gathiya banavani rit | papdi gathiya | papdi gathiya recipe | પાપડી ગાંઠિયા | પાપડી ગાંઠિયા ની રેસીપી
Equipment
- 1 કડાઈ
- 1 પાપડી ગાંઠીયા નો ઝારો અથવા સેવ મશીન
Ingredients
પાપડી ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | papdi gathiya ingredients
- 500 ગ્રામ બેસન
- 1 ચમચી બેકિંગ સોડા
- 1 કપ પાણી
- 1 કપ તેલ
- તરવા માટે તેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya recipe in gujarati | papdi gathiya banavani rit | papdi gathiya | papdi gathiya recipe | પાપડી ગાંઠિયા | પાપડી ગાંઠિયા ની રેસીપી
- પાપડી ગાંઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો ત્યાં બાદ બીજા વાસણમાં પાણી માં મીઠું, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠા ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
- (અહી આ પાણી વાળુ મિશ્રણ તમે મિક્સર જારમાં પણ તૈયાર કરી શકો છો એટલે કે મિક્સર જારમાં પાણી, તેલ, મીઠું ને સોડા નાખી પીસીને પણ તૈયાર કરી શકો છો)
- હવે તેલ પાણી ના મિશ્રણ માં થોડો થોડો બેસન નો લોટ નાખતા જઈ મિક્સ કરતા જાઓ ને બરોબર હલાવતા જાઓ જેથી ગાંઠા ન પડે બેસન બધો જ પાણી સાથે મિક્સ કરી લીધા બાદ તૈયાર લોટ ને બરોબર મિક્સ કરો જ્યાં સુધી એનો રંગ થોડો સફેદ થાય ત્યાં સુધી એટલે કે આશરે પાંચ સાત મિનિટ સુધી હલાવી લેવો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી નાખો હવે કડાઈ પર પાપડી ગાંઠીયા નો ઝારો મૂકો ને એના પર પાણી વારો હાથ લગાવી દયો ને તૈયાર બેસન નું મિશ્રણને એના પર હથેળી વડે ઘસી ને તેલમાં પાપડી પાડી લ્યો
- એકાદ મિનિટ પાપડી ને એક બાજુ ચડવા દયો ત્યાર બાદ ઝારા થી પાપડી ને ઉથલાવી બીજી બાજુ તરવા મૂકો બને બાજુ બરોબર તરી લીધા બાદ (તેલ માં ફુગ્ગા ઓછા થાય એટલે ગાંઠિયા તરાય ગયા છે) ઝારાની મદદ થી ગાંઠિયા કાઢી લ્યો ને ફરી પાપડી ગાંઠીયા નો ઝારો મૂકો ને ગાંઠિયા પાડી લ્યો આમ બધા ગાંઠિયા તૈયાર કરી લ્યો
- અથવા જો તમારા પાસે પાપડી ગાંઠીયા નો ઝારો ના હોય તો સેવ મશીન માં લાંબા કાપા વાળી પ્લેટ મૂકી સંચામાં તેલ લગાવી તૈયાર લોટ એમાં ભરી લ્યો ને ગરમ તેલ માં સમાય એટલે પાપડી પાડી લ્યો ને તરી શકો છો ને પાપડી તૈયાર કરી શકો છો
papdi gathiya recipe in gujarati notes
- જો તમે પાપડી ગાંઠીયા નો ઝારો વાપરો તો મિશ્રણ માં ઉપર નું માપ બરોબર છે પણ જો તમે સંચા નો ઉપયોગ કરવો હોય તો મિશ્રણ ને થોડો ઘટ્ટ કરવો એટલે કે મિશ્રણ માં ત્રણ ચાર ચમચી.લોટ વધુ નાખવો જેથી ગાંઠિયા સંચા માંથી બરોબર નીકળે
- તેલ મીડીયમ ગરમ રાખવું
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati