જય શ્રી કૃષ્ણ બધાને આજ આપણે બજારમાં મળતા પાપડ રોલ બનાવવાની રીત – papad roll banavani rit શીખીશું , If you like the recipe do subscribe Honest kitchen YouTube channel on YouTube , અત્યાર સુંધી આપણે બજાર માં તો ઘણી વખત પાપડ રોલ મંગાવી ને મજા લીધી છે પણ એજ પાપડ રોલ ઘરે થોડી મહેનત કરી બજાર કરતા પણ વધારે ટેસ્ટી અને પોતાના પસંદ માં મસાલા સાથે તૈયાર કરી મજા લઈશું. તો ચાલો પાપડ રોલ બનાવવાની રીત શીખીએ.
પાપડ રોલ બનાવવા જરૂરી સામગ્રી
- બેસન ½ કપ
- પાપડ મોટી સાઇઝ ના 5-7
- બાફેલા બટાકા 5-6
- વટાણા ½ કપ
- મકાઈ ના દાણા ½ કપ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- હળદર ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- આદુ પેસ્ટ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- જીરું 1 ચમચી
- સૂકી મેથી 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
પાપડ રોલ બનાવવાની રીત
પાપડ રોલ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો અને તૈયાર મિશ્રણ ને ઢાંકી એક બાજુ મૂકો. અને બટાકા ને બાફી લ્યો અને વટાણા અને મકાઈ માં દાણા ને પણ અલગથી બાફી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા મરચા અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં બાફી રાખેલ વટાણા અને મકાઈ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
એક થી બે મિનિટ વટાણા મકાઈ ને શેકી લીધા પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસૂરી મેથી ને ક્રસ કરી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ બટાકા ને મેસ કરી ને નાખો અને બરોબર મિક્સ કરી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ગેસ બંધ કરી તૈયાર મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. મસાલો ઠંડા થાય એટલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને જે સાઇઝ ના રોલ બનાવવા ના હોય એ સાઇઝ ના લાંબા રોલ બનાવી એક બાજુ મૂકો. આમ બધા મસાલા માંથી રોલ બનાવી તૈયાર કરી લ્યો.
હવે થાળી માં પાણી લ્યો બાજુ માં એક સાફ કપડું પાથરી મૂકો. હવે પાપડ ને પાણી મા બને બાજુ પલાળી ને તરત જ કાઢી વધારા નું પાણી નીકળી કપડા પર મૂકો ત્યાર બાદ પાપડ પર બેસન નું મિશ્રણ એક થી બે ચમચી નાખી હાથ થી અથવા ચમચી થી એક પાતળું પળ બનાવી લ્યો હવે એની એક બાજુ તૈયાર કરેલ બટાકા નો રોલ મૂકો અને બને બાજુથી ફોલ્ડ કરી હલકા હાથે પાપડ નો રોલ બનાવી લ્યો અને રોલ ને બીજી થાળી માં મૂકતા જાઓ.
આમ બધા જ રોલ ઝડપથી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં પાપડ રોલ નાખી બે ત્રણ સેકન્ડ અથવા થોડો ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા જ રોલ ને તરી ને તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો પાપડ રોલ.
Papad roll recipe notes
- પાપડ પાણી માં વધારે સમય ના પલાળી રાખવા નહિતર પાપડ નો રોલ વાળતી વખતે તૂટી જસે.
- મસાલા માં તમે બટાકા ની જગ્યાએ બાફેલા કાચા કેળા નો પણ ઉપયોગ કરી શકો છો અથવા પસંદ ના મસાલા નાખી મસાલો તૈયાર કરી શકો છો.
papad roll banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Honest kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
papad roll recipe in gujarati
પાપડ રોલ બનાવવાની રીત | papad roll banavani rit | papad roll recipe in gujarati
Equipment
- 1 તપેલી
- 1 થાળી
- 1 કડાઈ
Ingredients
પાપડ રોલ બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ બેસન
- 5-7 પાપડ મોટી સાઇઝ ના
- 5-6 બાફેલા બટાકા
- ½ કપ વટાણા
- ½ કપ મકાઈના દાણા
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી હળદર
- ⅛ ચમચી હિંગ
- 1-2 લીલા મરચા સુધારેલા
- ¼ ચમચી આદુ પેસ્ટ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી જીરું
- 1 ચમચી સૂકી મેથી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
પાપડ રોલ બનાવવાની રીત| papad roll banavani rit
- પાપડ રોલ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો અને તૈયાર મિશ્રણ ને ઢાંકી એક બાજુ મૂકો. અને બટાકા ને બાફી લ્યો અનેવટાણા અને મકાઈ માં દાણા ને પણ અલગથી બાફી ને તૈયાર કરી લ્યો .
- હવે ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા મરચા અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં બાફી રાખેલ વટાણા અને મકાઈ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- એક થી બે મિનિટ વટાણા મકાઈ ને શેકી લીધા પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસૂરી મેથી ને ક્રસ કરી ને નાખો અનેબરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ બટાકા ને મેસ કરી ને નાખો અને બરોબરમિક્સ કરી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગરમ મસાલો, સ્વાદમુજબ મીઠું અને આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ગેસ બંધ કરી તૈયાર મસાલા ને બીજા વાસણમાંકાઢી ઠંડા કરી લ્યો. મસાલો ઠંડા થાય એટલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને જે સાઇઝ ના રોલ બનાવવા ના હોય એ સાઇઝ ના લાંબા રોલ બનાવી એક બાજુ મૂકો. આમ બધા મસાલા માંથી રોલ બનાવી તૈયાર કરી લ્યો.
- હવે થાળી માં પાણી લ્યો બાજુ માં એક સાફ કપડું પાથરી મૂકો.હવે પાપડ ને પાણી મા બને બાજુ પલાળી ને તરત જ કાઢી વધારા નું પાણી નીકળીકપડા પર મૂકો ત્યાર બાદ પાપડ પર બેસન નું મિશ્રણ એક થી બે ચમચી નાખી હાથ થી અથવા ચમચીથી એક પાતળું પળ બનાવી લ્યો હવે એની એક બાજુ તૈયાર કરેલ બટાકા નો રોલ મૂકો અને બનેબાજુથી ફોલ્ડ કરી હલકા હાથે પાપડ નો રોલ બનાવી લ્યો અને રોલ ને બીજી થાળી માં મૂકતા જાઓ.
- આમ બધા જ રોલ ઝડપથી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં પાપડ રોલ નાખી બે ત્રણ સેકન્ડ અથવા થોડો ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા જ રોલને તરી ને તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો પાપડ રોલ.
Papad roll recipe notes
- પાપડ પાણી માં વધારે સમય ના પલાળી રાખવા નહિતર પાપડ નો રોલ વાળતી વખતે તૂટી જસે.
- મસાલા માં તમે બટાકા ની જગ્યાએ બાફેલા કાચા કેળા નો પણ ઉપયોગ કરી શકો છો અથવા પસંદ ના મસાલા નાખી મસાલો તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત | Makai na lot na dhokla chat banavani rit
ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit
ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati