આ પાપડ નું ચવાણું ખંભાત માં ખૂબ પ્રખ્યાત છે અને ખાસ દિવાળી પર બનાવવામાં આવે છે. દિવાળી પર મીઠાઈઓ ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો અને બીજા ચવાણા પણ પસંદ નથી આવતા તો આજ ખૂબ ઝડપથી તૈયાર થઈ જતું અને મોઢા ના સ્વાદ ને એકદમ અલગ કરી નાખે એવું ચવાણું બનાવવાની રીત લઈ આવ્યા છીએ. તો ચાલો પાપડ ચવાણું બનાવવાની રીત શીખીએ.
પાપડ નું ચવાણું બનાવવા જરૂરી સામગ્રી
- મમરા 5 કપ
- અડદ ના પાપડ 8-10
- સેવ 2 કપ
- હળદર ½ + ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 +1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- હિંગ ½ ચમચી
- પીસેલી ખાંડ 2 ચમચી (ઓપ્શનલ છે )
- જરૂર મુજબ તેલ
papad nu chavanu banavani rit
પાપડ નું ચવાણું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં મમરા નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહી પાંચ સાત મિનિટ મમરા ને શેકી લ્યો જેથી મમરા ક્રિસ્પી બની જાય મમરા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર બીજી કડાઈમાં અડધો કપ તેલ નાખી તેલ ને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં એક એક કરી પાપડ ને તરી લ્યો.
આમ બધા જ પાપડ ને તરી ને બીજા વાસણમાં કાઢી લ્યો હવે ગરમ તેલ માં હળદર નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ મમરા નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી નાખો. ગેસ બંધ કરી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં સેવ નાખો સાથે તરી રાખેલ પાપડ ના કટકા કરી નાખો અને ફરીથી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં એક ચમચી લાલ મરચાનો પાઉડર નાખો અને એના પર વઘરિયા માં એક ચમચી તેલ ગરમ કરી ગરમ તેલ માં હિંગ ,આમચૂર પાઉડર અને અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી મરચા પર નાખો અને ચવાણું બિલકુલ મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ ચવાણું ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે પાપડ ચવાણું.
Chavanu recipe notes
- મીઠું જરા સાચવી ને નાખવું કેમ કે પાપડ અને સેવ બને માં હોવાથી વધારે ના થઈ જાય.
- તમને મીઠાસ પસંદ ના હોય તો પીસેલી ખાંડ ના નાખવી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પાપડ નું ચવાણું બનાવવાની રીત
papad nu chavanu banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
પાપડ નું ચવાણું બનાવવા જરૂરી સામગ્રી
- 5 કપ મમરા
- 8-10 અડદ ના પાપડ
- 2 કપ સેવ
- ½ + ½ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- ½ ચમચી હિંગ
- 2 ચમચી પીસેલી ખાંડ ( ઓપ્શનલ છે )
- જરૂર મુજબ તેલ
Instructions
papad nu chavanu banavani rit
- પાપડ નું ચવાણું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં મમરા નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહી પાંચ સાત મિનિટ મમરા ને શેકી લ્યો જેથી મમરા ક્રિસ્પી બની જાય મમરા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર બીજી કડાઈમાં અડધો કપ તેલ નાખી તેલ ને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં એક એક કરી પાપડ ને તરી લ્યો.
- આમ બધા જ પાપડ ને તરી ને બીજા વાસણમાં કાઢી લ્યો હવે ગરમ તેલ માં હળદર નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ મમરા નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી નાખો. ગેસ બંધ કરી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં સેવ નાખો સાથે તરી રાખેલ પાપડ ના કટકા કરી નાખો અને ફરીથી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં એક ચમચી લાલ મરચાનો પાઉડર નાખો અને એના પર વઘરિયા માં એક ચમચી તેલ ગરમ કરી ગરમ તેલ માં હિંગ ,આમચૂર પાઉડર અને અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી મરચા પર નાખો અને ચવાણું બિલકુલ મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ ચવાણું ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો. તો તૈયાર છે પાપડ ચવાણું.
Chavanu recipe notes
- મીઠું જરા સાચવી ને નાખવું કેમ કે પાપડ અને સેવ બને માં હોવાથી વધારે ના થઈ જાય.
- તમને મીઠાસ પસંદ ના હોય તો પીસેલી ખાંડ ના નાખવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રસમલાઈ કૂકીઝ | Rasmalai Cookies banavani rit
પાસ્તા બનાવવાની રેસીપી | pasta banavani rit | pasta recipe in gujarati
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati
ફરસી પુરી રેસીપી | farsi puri recipe in gujarati | farsi puri banavani rit
ભૂંગળા બટાકા બનાવવાની રીત | bhungara bateta banavani rit
તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati | tikha gathiya banavani rit