આ એક પ્રકારનો રાજસ્થાની નાસ્તો છે અને સાંજ ન નાસ્તામાં બનાવી ને ખાઈ શકાય છે. અને પાપડ શેકી અને બીજી સામગ્રી સાથે લઈ જઈ પ્રવાસમાં પણ મજા લઇ શકાય છે જે મોઢાના સ્વાદને ખૂબ સારો કરી નાખશે અને નાના મોટા દરેક ને પસંદ આવશે તો ચાલો Papad chur banavani rit શીખીએ.
પાપડ ચૂર બનાવવા જરૂરી સામગ્રી
- અડદ ના પાપડ 5-6
- ઘી 1-2 ચમચી
- શેકેલ સીંગદાણા ¼ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લીલા મરચા સુધારેલા 1-2
- ઝીણી સુધારેલી કાકડી 1
- ઝીણા સમારેલા ટામેટા 1
- સંચળ ¼ ચમચી
- ઝીણા સમારેલા લીલાં ધાણા ¼ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ઝીણી સેવ ½ કપ
- લીંબુનો રસ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
પાપડ ચૂર બનાવવાની રીત
પાપડ ચૂર બનાવવા સૌપ્રથમ ગેસ પર તવી પર ઘી લગાવી એમાં એક એક કરી બધા પાપડ ને બને બાજુથી બરોબર શેકી લ્યો. આમ બધા પાપડ ને શેકી એક બાજુ મૂકો.
ત્યાર બાદ ડુંગળી, કાકડી , લીલા મરચા ને ઝીણા ઝીણા સુધારી લ્યો અને એક વાસણમાં નાખો અને ત્યાર બાદ ટમેટા ના બીજ અલગ કરી એના પણ ઝીણા સુધારી ડુંગળી સાથે નાખો. પા ચમચી ઘી કડાઈમાં ગરમ કરી એમાં શેકેલ સીંગદાણા ને ફરી શેકી ઠંડા કરી લ્યો.
લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને પાણી નિતારી લ્યો અને એને પણ ડુંગળી સાથે લીંબુનો રસ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઘી માં શેકેલ સીંગદાણા ને શેકી એને પણ બીજી સામગ્રી સાથે નાખી દયો.
હવે એના પર શેકી રાખેલ પાપડ ને તોડી ને નાખો અને એના પર શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, સંચળ, પા કપ સેવ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
તૈયાર પાપડ ચૂર ને પ્લેટ માં સર્વ કરી ઉપર થી લીલા ધાણા સુધારેલા, સેવ થી ગાર્નિશ કરી મજા લ્યો પાપડ ચૂર.
Papad chur NOTES
- અહી તમને પસંદ હોય એવા શાક સાથે ફ્રુટ પણ નાખી શકો છો.
- બાળકો માટે બનાવતા હો તો પાપડ તીખા ના હોય એવા અને મરચા નું પ્રમાણ ઓછું રાખવું.
Papad chur banavani rit
Papad chur recipe
Equipment
- 1 તવી
- 1 કડાઈ
Ingredients
પાપડ ચૂર બનાવવા જરૂરી સામગ્રી
- 5-6 અડદ ના પાપડ
- 1-2 ચમચી ઘી
- ¼ ચમચી શેકેલ સીંગદાણા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 લીલા મરચા સુધારેલા
- 1 ઝીણી સુધારેલી કાકડી
- 1 ઝીણા સમારેલા ટામેટા
- ¼ ચમચી સંચળ
- ¼ ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
- ½ ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ કપ ઝીણી સેવ
- 1-2 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Papad chur banavani rit
- પાપડ ચૂર બનાવવા સૌપ્રથમ ગેસ પર તવી પર ઘી લગાવી એમાં એક એક કરી બધા પાપડ ને બને બાજુથી બરોબર શેકી લ્યો. આમ બધા પાપડ ને શેકી એક બાજુ મૂકો.
- ત્યાર બાદ ડુંગળી, કાકડી , લીલા મરચા ને ઝીણા ઝીણા સુધારી લ્યો અને એક વાસણમાં નાખો અને ત્યાર બાદ ટમેટા ના બીજ અલગ કરી એના પણ ઝીણા સુધારી ડુંગળી સાથે નાખો. પા ચમચી ઘી કડાઈમાં ગરમ કરી એમાં શેકેલ સીંગદાણા ને ફરી શેકી ઠંડા કરી લ્યો.
- લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને પાણી નિતારી લ્યો અને એને પણ ડુંગળી સાથે લીંબુનો રસ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઘી માં શેકેલ સીંગદાણા ને શેકી એને પણ બીજી સામગ્રી સાથે નાખી દયો.
- હવે એના પર શેકી રાખેલ પાપડ ને તોડી ને નાખો અને એના પર શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, સંચળ, પા કપ સેવ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- તૈયાર પાપડ ચૂર ને પ્લેટ માં સર્વ કરી ઉપર થી લીલા ધાણા સુધારેલા, સેવ થી ગાર્નિશ કરી મજા લ્યો પાપડ ચૂર.
Papad chur NOTES
- અહી તમને પસંદ હોય એવા શાક સાથે ફ્રુટ પણ નાખી શકો છો.
- બાળકો માટે બનાવતા હો તો પાપડ તીખા ના હોય એવા અને મરચા નું પ્રમાણ ઓછું રાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Lila marcha na ring bhajiya recipe | લીલા મરચાના રીંગ ભજીયા
દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit
ત્રિરંગા પૂરી બનાવવાની રીત | tiranga puri banavani rit | તિરંગા પૂરી
જુવાર ની દાલ બાટી બનાવવાની રીત | juvar ni dal bati banavani rit
જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar na green masala parotha banavani rit