આજ ની આપણી વાનગી કોથંબીર વડી થી મળતી આવે છે અને એકદમ અલગ છે જો ક્યારેક ઘરમાં જો માત્ર પાનકોબી હોય ત્યારે આજ ની વાનગી બનાવી તૈયાર કરી ખાઈ શકો છો અને ઘર ના સભ્યો ને અથવા આવેલા મહેમાન ને પણ ખવડાવી શકો છો કોઈ ને ખબર પણ નહી પડે કે તેઓ પાનકોબી ખાઈ રહ્યા છે અને આ વડી તમે નાની મોટી પાર્ટી માં પણ સર્વ કરી શકો છો તો ચાલો Pankobi vadi banavani rit શીખીએ.
પાનકોબી વડી બનાવવાની
- પાનકોબી સાવ ઝીણી છીણેલી 1 ½ કપ
- સોજી 1 કપ
- બેસન ½ કપ
- દહી ½ કપ
- આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
- હિંગ ⅛ ચમચી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ઈનો 1 ચમચી
- સફેદ તલ જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Pankobi vadi banavani rit
પાનકોબી વડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સોજી, બેસન, દહી, આદુ મરચાની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લેશું ત્યાર બાદ મિશ્રણ માં બીજો પોણો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરીશું .
હવે તૈયાર મિશ્રણ ને દસ પંદર મિનિટ એક બાજુ મુકીશું. મિશ્રણ એક બાજુ મુકેલ છે ત્યાં સુંધી માં પાનકોબી ને સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે અથવા ચોપર વડે સાવ ઝીણી છીણી લ્યો. પંદર મિનિટ પછી એમાં છીણેલી પાનકોબી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ફરી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી એક થી ને ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને ચારણી કે થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો. સાત મિનિટ પછી એમાં બે ચમચી તેલ, લીલા ધાણા સુધારેલા અને હિંગ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લો અને ત્યાર બાદ એમાં ઈનો નાખી ઉપર ચમચી બે ચમચી પાણી નાખી મિશ્રણ બ્રબર મિક્સ કરી લ્યો.
તૈયાર મિશ્રણ ને તેલ થી ગ્રીસ થાળી કે ચારણી માં નાખી એક સરખું ફેલાવી લ્યો અને કડાઈ માં મૂકેલા કાંઠા પર મૂકી ઢાંકી ને પંદર થી વીસ મિનિટ ફૂલ તાપે ચડવા દયો. વીસ મિનિટ પછી વાસણ ને કડાઈ માંથી કાઢી વડી ને ઠંડી થવા દયો. વડી ઠંડી થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો.
ગેસ પર બીજી કડાઈ કે તવી ને ગરમ કરવા મૂકો એમાં બે ચાર ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એક બે ચમચી સફેદ તલ નાખી એમાં કટકા કરેલ વડી ને અલગ અલગ મૂકતા જાઓ. આમ બધી વડી ને શેકવા મૂકો. એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે એની સાઈડ બદલાવી નાખી આમ બધી બાજુ ફેરવી ફેરવી ગોલ્ડન શેકી લ્યો.
છેલ્લે એના પર ચાર્ટ મસાલો અને લીલા ધાણા છાંટી ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો પાનકોબી વડી.
પાનકોબી વડી બનાવવાની રીત
Pankobi vadi banavani rit
Equipment
- 1 kadai
- 1 ચારણી / થાળી
- 1 છીણી / ચોપર
Ingredients
પાનકોબી વડી બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કપ પાનકોબી સાવ ઝીણી છીણેલી
- 1 કપ સોજી
- ½ કપ બેસન
- ½ કપ દહી
- 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
- ⅛ ચમચી હિંગ
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી ઈનો
- સફેદ તલ જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Pankobi vadi banavani rit
- પાનકોબી વડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સોજી, બેસન, દહી, આદુ મરચાની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લેશુંત્યાર બાદ મિશ્રણ માં બીજો પોણો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરીશું .
- હવે તૈયાર મિશ્રણ ને દસ પંદર મિનિટ એક બાજુ મુકીશું. મિશ્રણ એક બાજુ મુકેલ છે ત્યાં સુંધી માં પાનકોબીને સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે અથવા ચોપર વડે સાવ ઝીણી છીણી લ્યો. પંદર મિનિટ પછી એમાં છીણેલી પાનકોબી નાખી બરોબરમિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ફરી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો.
- ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી એક થી ને ગ્લાસ પાણી ગરમકરવા મૂકો અને ચારણી કે થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો. સાત મિનિટ પછી એમાં બે ચમચી તેલ, લીલા ધાણા સુધારેલા અને હિંગ નાખી ફરીથી બરોબર મિક્સ કરીલો અને ત્યાર બાદ એમાં ઈનો નાખી ઉપર ચમચી બે ચમચી પાણી નાખી મિશ્રણ બ્રબર મિક્સ કરીલ્યો.
- તૈયાર મિશ્રણ ને તેલ થી ગ્રીસ થાળી કે ચારણી માં નાખી એકસરખું ફેલાવી લ્યો અને કડાઈ માં મૂકેલા કાંઠા પર મૂકી ઢાંકી ને પંદર થી વીસ મિનિટ ફૂલતાપે ચડવા દયો. વીસ મિનિટ પછી વાસણ ને કડાઈ માંથીકાઢી વડી ને ઠંડી થવા દયો. વડી ઠંડી થાય એટલે ચાકુથી કાપીકટકા કરી લ્યો.
- ગેસ પર બીજી કડાઈ કે તવી ને ગરમ કરવા મૂકો એમાં બે ચારચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એક બે ચમચી સફેદ તલ નાખીએમાં કટકા કરેલ વડી ને અલગ અલગ મૂકતા જાઓ. આમ બધીવડી ને શેકવા મૂકો. એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે એની સાઈડ બદલાવી નાખી આમ બધી બાજુ ફેરવી ફેરવી ગોલ્ડન શેકી લ્યો.
- છેલ્લે એના પર ચાર્ટ મસાલો અને લીલા ધાણા છાંટી ગરમ ગરમચટણી કે સોસ સાથે સર્વ કરો પાનકોબી વડી.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Aloo pakoda recipe | આલું પકોડા બનાવવાની રેસીપી
બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત | Bafela batata ni puri banavani rit
રાગી ની ઈડલી બનાવવાની રીત | ragi ni idli banavani rit
પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit
કોબી ના પરોઠા બનાવવાની રીત | pan kobi na paratha banavani rit