રેગ્યુલર મમરા ખાઈ તમે કે તમારા બાળકો કંટાળી ગયા હો તો આજે જ આ નવા અને બધા ને પસંદ હોય એ Panipuri flavor na mamra – પાણીપુરી ફ્લેવર્સ ના મમરા પાણી પૂરી ના ફ્લેવર્સ વાળા મમરા તૈયાર કરીશું. તો ચાલો પાણીપુરી મમરા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- મમરા 200 ગ્રામ
- ફુદીના ના પાંદ 100 ગ્રામ
- લીલા ધાણા સુધારેલા 100 ગ્રામ
- લીલા મરચા સુધારેલા 4- 5
- મીઠા લીમડા ના પાંદ 8- 10
- હળદર ¼ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- સંચળ ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- સીંગદાણા ¼ કપ
- બેસન સેવ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
Panipuri flavor na mamra banavani rit
પાણીપુરી ફ્લેવર્સ ના મમરા બનાવવા સૌપ્રથમ ફુદીના ના પાંદ સાફ કરી અલગ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને સાફ કપડા પર ફેલાવી સૂકવી લ્યો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ કપડા પર ફેલાવી સૂકવી લ્યો. ધાણા ને ફુદીનો બિલકુલ સુકાઈ ને કોરા થઈ જાય એટલે લીલા મરચા ધોઈ સુધારી તૈયાર કરી લ્યો. હવે એક વાટકા માં હળદર, ચાર્ટ મસાલો, સંચળ, શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ફુદીના ના પાંદ નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને ફુદીના ના પાંદ ક્રિસ્પી થાય એટલે ઝારા થી બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એમાં લીલા ધાણા સુધારેલા નાખી એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને ત્યાર બાદ ફુદીના સાથે કાઢી લ્યો. હવે મીઠા લીમડા ના પાંદ નાખી એને પણ ક્રિસ્પી તરી લ્યો.
હવે ગરમ તેલ માં લીલા મરચા ના કટકા ને પણ ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી ફુદીના સાથે નાખી ઠંડા થવા દયો. એજ ગરમ તેલ માં સીંગદાણા નાખી મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન તરી લઈ અલગ કાઢી લ્યો. હવે મમરા ને સાફ કરી એક મોટી કડાઈમાં નાખી મિડિયમ તાપે ક્રિસ્પી થાય ત્યાંસુધી શેકી લઈ એક બાજુ મૂકો.
ત્યારબાદ મિક્સર જારમાં તરી રાખેલ ફુદીના ના પાંદ, લીલા ધાણા, લીલા મરચા અને મીઠા લીમડા ના પાંદ નાખી પીસી લ્યો. ત્યાર બાદ કડાઈ માં નાખેલ તેલ માંથી એક કડછી જેટલું તેલ રહેવા દઈ બાકી ની તેલ અલગ કરી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ફુદીના ની પેસ્ટ નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ શેકેલ પેસ્ટ ને શેકેલ મમરા માં નાખો સાથે પહેલા તૈયાર કરેલ હળદર વાળો મસાલો નાખી બને ને બરોબર ચમચા થી મિક્સ કરી લ્યો.
મમરા સાથે બધી સામગ્રી બરોબર થઈ જાય ત્યાર બાદ એમાં તરી રાખેલ સીંગદાણા અને બેસન સેવ નાખી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે પાણીપુરી ફ્લેવર્સ ના મમરા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પાણીપુરી ફ્લેવર્સ ના મમરા બનાવવાની રીત

Panipuri flavor na mamra banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 200 ગ્રામ મમરા
- 100 ગ્રામ ફુદીના ના પાંદ
- 100 ગ્રામ લીલા ધાણા સુધારેલા
- 4- 5 લીલા મરચા સુધારેલા
- 8- 10 મીઠા લીમડા ના પાંદ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી સંચળ
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ¼ કપ સીંગદાણા
- 1 કપ બેસન સેવ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Panipuri flavor na mamra banavani rit
- પાણીપુરી ફ્લેવર્સ ના મમરા બનાવવા સૌપ્રથમ ફુદીના ના પાંદ સાફ કરી અલગ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને સાફ કપડા પર ફેલાવી સૂકવી લ્યો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ કપડા પર ફેલાવી સૂકવી લ્યો. ધાણા ને ફુદીનો બિલકુલ સુકાઈ ને કોરા થઈ જાય એટલે લીલા મરચા ધોઈ સુધારી તૈયાર કરી લ્યો. હવે એક વાટકા માં હળદર, ચાર્ટ મસાલો, સંચળ, શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ફુદીના ના પાંદ નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને ફુદીના ના પાંદ ક્રિસ્પી થાય એટલે ઝારા થી બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એમાં લીલા ધાણા સુધારેલા નાખી એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને ત્યાર બાદ ફુદીના સાથે કાઢી લ્યો. હવે મીઠા લીમડા ના પાંદ નાખી એને પણ ક્રિસ્પી તરી લ્યો.
- હવે ગરમ તેલ માં લીલા મરચા ના કટકા ને પણ ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી ફુદીના સાથે નાખી ઠંડા થવા દયો. એજ ગરમ તેલ માં સીંગદાણા નાખી મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન તરી લઈ અલગ કાઢી લ્યો. હવે મમરા ને સાફ કરી એક મોટી કડાઈમાં નાખી મિડિયમ તાપે ક્રિસ્પી થાય ત્યાંસુધી શેકી લઈ એક બાજુ મૂકો.
- ત્યારબાદ મિક્સર જારમાં તરી રાખેલ ફુદીના ના પાંદ, લીલા ધાણા, લીલા મરચા અને મીઠા લીમડા ના પાંદ નાખી પીસી લ્યો. ત્યાર બાદ કડાઈ માં નાખેલ તેલ માંથી એક કડછી જેટલું તેલ રહેવા દઈ બાકી ની તેલ અલગ કરી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ફુદીના ની પેસ્ટ નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ શેકેલ પેસ્ટ ને શેકેલ મમરા માં નાખો સાથે પહેલા તૈયાર કરેલ હળદર વાળો મસાલો નાખી બને ને બરોબર ચમચા થી મિક્સ કરી લ્યો.
- મમરા સાથે બધી સામગ્રી બરોબર થઈ જાય ત્યાર બાદ એમાં તરી રાખેલ સીંગદાણા અને બેસન સેવ નાખી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે પાણીપુરી ફ્લેવર્સ ના મમરા.
Notes
- તીખાશ જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે લીલા તીખા મરચા વાપરવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Ghau na fada no upma banavani recipe | ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવાની રેસીપી
Rasmalai Cookies banavani rit | રસમલાઈ કૂકીઝ
Kanchipuram Idli banavani rit | કાંચિપુરમ ઈડલી બનાવવાની રીત
Desi masala pasta banavani rit | દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત