કેમ છો બધા મજામાં ને ? અત્યાર સુંધી આપણે જેટલા અથાણાં જોયા એમાં અલગ અલગ પ્રકારના મસાલા નાખી ને તૈયાર કરેલ હોય એવા અથાણાં જ જોયા હસે પણ આજ દક્ષિણ ગુજરાત માં પ્રખ્યાત એવું પાણીચું અથાણું જે કોઈ મસાલા વગર તૈયાર થતું અથાણું બનાવવાની રીત શીખીશું , If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , જે એકદમ સરળ રીતે તૈયાર થાય છે અને નાના મોટા દરેક ખાઈ શકો છે તો ચાલો panichu athanu banavani rit – પાણીચું અથાણું બનાવવાની રીત.
પાણીચું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- કાચી કેરી 500 ગ્રામ
- આખું મીઠું ½ કપ
- હળદર 1 ચમચી
- એરંડિયું તેલ 50 એમ. એલ.
- બરફના કટકા 2 ટ્રે
- ઠંડું પાણી જરૂર મુજબ
panichu athanu banavani rit | પાણીચું અથાણું બનાવવાની રીત
પાણીચું અથાણું બનાવવા સૌપ્રથમ તાજી અને કડક હોય એવી કાચી કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો. ધોઇ સાફ કરેલી કેરી ને કપડા થી લુછી કોરી કરી લ્યો.
હવે એક વાસણમાં આખું મીઠું લ્યો ત્યાર બાદ એમાં હળદર, અને એરંડિયું તેલ નાખો અને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મસાલા માંથી બે ચમચી મસાલો સાફ અને કોરી કાંચ ની બરણી માં નાખી હાથ વડે બરણી ની અંદર બરોબર ફેલાવી લ્યો અને બરણી ને અંદર ની બાજુ આખી ગ્રીસ કરી લ્યો.
હવે કોરી કરેલી કેરી ની દાડી ઉપર તૈયાર મસાલો બરોબર લગાવી લ્યો ત્યાર બાદ આખી કેરી પર મસાલો બરોબર લગાવી લ્યો. આમ એક એક કરી બધી કેરી પર તૈયાર કરેલ મસાલો લગાવતા જાઓ અને ગ્રીસ કરેલ બરણી માં નીચે થોડો મસાલો મૂકી એના પર કેરી મૂકતા જાઓ. બે ચાર કેરી મુક્યા પછી પાછો થોડો મસાલો નાખો અને ફરી બીજી કેરી નાખો આમ બધી કેરી બરણી માં ભરી લ્યો.
છેલ્લે કેરી પર ફરી એરંડિયું તેલ ની બે ત્રણ ચમચી નાખો ત્યાર બાદ બરણી નું ઢાંકણ બંધ કરી એક દિવસ સાફ જગ્યાએ મૂકી દયો. બીજા દિવસે જોસો તો મીઠા ની પાણી થઈ ગયેલ હસે ત્યાર બાદ બરણી માં બે ટ્રે બરફ ના કટકા અને એક ગ્લાસ ઠંડુ પાણી નાખો અને ફરી ઢાંકણ બંધ કરી નાખો અને બરણી ને બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો.
આમ રોજ છ થી આઠ દિવસ સવાર સાંજ બરણી ને હલાવી ને શેક કરી બરોબર મિક્સ કરી લેવી આમ કેરી ને પંદર દિવસ પાણી માં રહેવા દયો ત્યાર બાદ જ્યારે પણ અથાણું ખાવાનું હોય ત્યારે કેરી બરણી માંથી કાઢી લ્યો અને સાફ પાણીથી ધોઈ લ્યો અને ચાકુથી કટકા કરી મજા લ્યો પાણીચું અથાણું.
panichu athanu in gujarati | Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો
panichu athanu recipe in gujarati
પાણીચું અથાણું | panichu athanu | panichu athanu in gujarati
Equipment
- 1 કાંચ ની બરણી
Ingredients
પાણીચું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- 500 ગ્રામ કાચી કેરી
- ½ કપ આખું મીઠું
- 1 ચમચી હળદર
- 50 એમ.એલ. એરંડિયું તેલ
- 2 ટ્રે બરફના કટકા
- ઠંડું પાણી જરૂર મુજબ
Instructions
panichu athanu banavani rit | પાણીચું અથાણું બનાવવાની રીત
- પાણીચું અથાણું બનાવવા સૌપ્રથમ તાજી અને કડક હોય એવી કાચી કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો. ધોઇ સાફ કરેલી કેરી ને કપડાથી લુછી કોરી કરી લ્યો.
- હવે એક વાસણમાં આખું મીઠું લ્યો ત્યાર બાદ એમાં હળદર, અને એરંડિયું તેલ નાખો અને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મસાલા માંથી બે ચમચી મસાલો સાફ અને કોરી કાંચ ની બરણીમાં નાખી હાથ વડે બરણી ની અંદર બરોબર ફેલાવી લ્યો અને બરણી ને અંદર ની બાજુ આખી ગ્રીસ કરી લ્યો.
- હવે કોરી કરેલી કેરી ની દાડી ઉપર તૈયાર મસાલો બરોબર લગાવી લ્યો ત્યાર બાદ આખી કેરી પર મસાલો બરોબર લગાવી લ્યો. આમ એક એક કરી બધી કેરી પર તૈયાર કરેલ મસાલો લગાવતા જાઓ અને ગ્રીસ કરેલ બરણીમાં નીચે થોડો મસાલો મૂકી એના પર કેરી મૂકતા જાઓ. બે ચાર કેરીમુક્યા પછી પાછો થોડો મસાલો નાખો અને ફરી બીજી કેરી નાખો આમ બધી કેરી બરણી માં ભરીલ્યો.
- છેલ્લે કેરી પર ફરી એરંડિયું તેલ ની બે ત્રણ ચમચી નાખો ત્યાર બાદ બરણી નું ઢાંકણ બંધ કરી એક દિવસ સાફ જગ્યાએ મૂકી દયો. બીજા દિવસે જોસો તો મીઠા ની પાણી થઈ ગયેલ હસે ત્યાર બાદ બરણી માં બે ટ્રે બરફના કટકા અને એક ગ્લાસ ઠંડુ પાણી નાખો અને ફરી ઢાંકણ બંધ કરી નાખો અને બરણી ને બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો.
- આમ રોજ છ થી આઠ દિવસ સવાર સાંજ બરણી ને હલાવી ને શેક કરી બરોબર મિક્સ કરી લેવી આમ કેરી ને પંદર દિવસ પાણી માં રહેવા દયો ત્યાર બાદ જ્યારે પણ અથાણું ખાવાનું હોય ત્યારે કેરીબરણી માંથી કાઢી લ્યો અને સાફ પાણીથી ધોઈ લ્યો અને ચાકુથી કટકા કરી મજા લ્યો પાણીચું અથાણું.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit
ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit | gunda nu athanu recipe in gujarati
મેથી કેરીનું અથાણું | methi keri nu athanu | કેરી મેથી નું અથાણું
પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati