નમસ્તે મિત્રો આજે આપણે પનીર કુલચા બનાવવાની રીત – paneer kulcha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Flavours Of My Kitchen YouTube channel on YouTube , કૂલચા તો આપણે અલગ અલગ પ્રકારના બહાર હોટલ રેસ્ટોરન્ટ માં મંગાવી ને ખાતા હોઈએ છીએ પણ જો ક્યારેક ઘરે બહાર જેવા કુલ્ચા બનાવવા માંગીએ તો બહાર જેવા સોફ્ટ ફૂલચા ઘરે નથી બનતા તો આજ આપણે બહાર કરતા પણ સારા કુલચા બનાવવાની રીત શીખીશું તો ચાલો paneer kulcha recipe in gujarati શીખીએ.
કુલચા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- ખાંડ 1 ચમચી
- બેકિંગ પાઉડર 1 ચમચી
- દહીં 2 ચમચી
- નવશેકું દૂધ ½ કપ
- તેલ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- નવશેકું પાણી જરૂર મુજબ
- કલોંજિ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
પનીર નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી | paneer kulcha ingredients
- તેલ 2-3 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લીલા મરચા સુધારેલા 1-2
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- છીણેલું ગાજર 1 કપ
- ઝીણું સમારેલું કેપ્સીકમ ½ કપ
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- છીણેલું પનીર 2 કપ
- ગરમ મસાલો ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- આંબલી નો પલ્પ 1 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- બાફેલા બટાકા ના કટકા 3-4 ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ખાંડ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
પનીર કુલચા બનાવવાની રીત
સૌપ્રથમ આપણે કુલચા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદપનીર નું સ્ટફિંગ બનવતા શીખીસું અને છેલ્લે ચટણી બનાવતા શીખીશું જે પરોઠા સાથે સર્વ કરીશું.
કુલચા નો લોટ બાંધવાની રીત
કુલચા માટે લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, બેકિંગ પાઉડર, દહીં, નવશેકું દૂધ, તેલ, મીઠું સ્વાદ મુજબ નાખી હાથે થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી જરૂર મુજબ નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
પનીર નું સ્ટફિંગ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી સોનેરી થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી એને પણ એક થી બે મિનિટ શેકી લ્યો,
ત્યાર બાદ એમાં છીણેલું ગાજર અને ઝીણું સમારેલું કેપ્સીકમ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી એમાં રહેલ ભેજ ઓછું થાય ત્યાં સુધી શેકો
ત્યાર બાદ એમાં ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલા, છીણેલું પનીર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો, ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
ચટણી બનાવવાની રીત
એક મોટા વાસણમાં આંબલી નો પલ્પ ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા, બાફેલા બટાકા ના કટકા, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચટણી
પનીર કુલચા બનાવવાની રીત | paneer kulcha banavani rit
પનીર કુલચા બનાવવા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના કુલચા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો, હવે એક એક લુવા ને હાથ વડે ફેલાવી ને પુરી જેમ બનાવી લ્યો જેમાં તૈયાર કરેલ પનીર નું સ્ટફિંગ ભરી ને બરોબર પેક કરી લ્યો આમ એક એક લુવા ને પુરી જેમ બનાવી સ્ટફિંગ ભરી બરોબર બંધ કરી પાછો લુવો બનાવી લ્યો,
હવે કોરા લોટ ની મદદ થી લુવા ને મીડીયમ જાડી વણી લ્યો ને વણેલા કૂલાચા ઉપર પાણી વારો હાથ લગાવી ઉપર કલોંજી અને લીલા ધાણા મૂકી ફરી થોડો વણી લ્યો, હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડિયમ કરી તવી પર પાણી ની બે ત્રણ ચમચી નાખી એના પર વણેલા કુલચા મૂકી ને ઢાંકી મુકો એક મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી ઉથલાવી નાખો
બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ માખણ કે ઘી લગાવી બને બાજુ શેકી લ્યો, ત્યાર બાદ તૈયાર કુલચા ને ઉતારી લ્યો ને ફરી તવી પ્ર પાણી છાંટી એના પર બીજો વનેલો કુલચો મૂકો અને ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો, ત્યાર બાદ ઉથલાવી બને બાજુ માખણ લગાવી શેકી લ્યો આમ બધા કુલચા એક એક કરી વણી અને શેકી ને તૈયાર કરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો પનીર કુલચા
paneer kulcha recipe in gujarati notes
- પનીર ની જગ્યાએ તમે તમારી પસંદ માં શાક નું સ્ટફિંગ તૈયાર કરી ને પણ કુલચા તૈયાર કરી શકો છો
- મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા અડધો ઘઉં અડધો મેંદા નો લોટ મિક્સ કરી ને પણ લોટ બાંધી શકો છો
Paneer kulcha banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Flavours Of My Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Paneer kulcha recipe in gujarati
પનીર કુલચા | paneer kulcha banavani rit | paneer kulcha recipe | paneer kulcha recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 કડાઈ
Ingredients
કુલચા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- 2 કપ મેંદા નો લોટ
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી બેકિંગ પાઉડર
- 2 ચમચી દહીં
- ½ કપ નવશેકું દૂધ
- 2-3 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- નવશેકું પાણી જરૂર મુજબ
- 1-2 ચમચી કલોંજિ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
પનીરનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી | paneer kulcha ingredients
- 2-3 ચમચી તેલ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 1 કપ છીણેલું ગાજર
- ½ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2 કપ છીણેલું પનીર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ચાર્ટ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ આંબલી નો પલ્પ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી 1
- 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 3-4 ચમચી બાફેલા બટાકા ના કટકા
- ½ ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ¼ ચમચી મરી પાઉડર
- 1 ચમચી ખાંડ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
પનીર કુલચા | paneer kulcha banavani rit | paneer kulcha recipe | paneer kulcha recipe in gujarati
- સૌપ્રથમ આપણે કુલચા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદપનીર નું સ્ટફિંગ બનવતા શીખીસું અને છેલ્લે ચટણી બનાવતા શીખીશું જે પરોઠા સાથે સર્વ કરીશું.
કુલચા નો લોટ બાંધવાની રીત
- કુલચા માટે લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, બેકિંગ પાઉડર, દહીં, નવશેકું દૂધ, તેલ,મીઠું સ્વાદ મુજબ નાખી હાથે થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી જરૂર મુજબ નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
પનીરનું સ્ટફિંગ બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી સોનેરી થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી એનેપણ એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં છીણેલું ગાજર અને ઝીણું સમારેલું કેપ્સીકમ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી એમાં રહેલ ભેજ ઓછું થાય ત્યાં સુધી શેકો
- ત્યારબાદ એમાં ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલા, છીણેલું પનીર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબરમિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો, ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
ચટણી બનાવવાની રીત
- એક મોટા વાસણમાં આંબલી નો પલ્પ ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા,બાફેલા બટાકા ના કટકા, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચટણી
પનીર કુલચા બનાવવાની રીત | paneer kulcha banavani rit
- પનીર કુલચા બનાવવા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના કુલચા બનાવવા હોયએ સાઇઝ ના લુવા બનાવી લ્યો, હવે એક એક લુવા ને હાથ વડે ફેલાવી ને પુરી જેમ બનાવી લ્યો જેમાં તૈયાર કરેલ પનીર નું સ્ટફિંગ ભરી ને બરોબર પેક કરી લ્યો આમ એક એક લુવા ને પુરી જેમ બનાવી સ્ટફિંગ ભરી બરોબર બંધ કરી પાછો લુવો બનાવી લ્યો,
- હવે કોરા લોટ ની મદદ થી લુવા ને મીડીયમ જાડી વણી લ્યો નેવણેલા કૂલાચા ઉપર પાણી વારો હાથ લગાવી ઉપર કલોંજી અને લીલા ધાણા મૂકી ફરી થોડો વણીલ્યો, હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડિયમ કરી તવી પર પાણીની બે ત્રણ ચમચી નાખી એના પર વણેલા કુલચા મૂકી ને ઢાંકી મુકો એક મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યારબાદ ઢાંકણ ખોલી ઉથલાવી નાખો
- બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ માખણ કે ઘી લગાવી બને બાજુ શેકી લ્યો, ત્યારબાદ તૈયાર કુલચા ને ઉતારી લ્યો ને ફરી તવી પ્ર પાણી છાંટી એના પર બીજો વનેલો કુલચો મૂકો અને ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો, ત્યાર બાદ ઉથલાવી બને બાજુ માખણ લગાવી શેકી લ્યો આમ બધા કુલચા એક એક કરી વણી અને શેકી ને તૈયાર કરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો પનીર કુલચા
paneer kulcha recipe in gujarati notes
- પનીરની જગ્યાએ તમે તમારી પસંદ માં શાક નું સ્ટફિંગ તૈયાર કરી ને પણ કુલચા તૈયાર કરી શકોછો
- મેંદાના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા અડધો ઘઉં અડધો મેંદા નો લોટ મિક્સ કરી ને પણ લોટ બાંધી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોકલેટ કેક બનાવવાની રીત | chocolate cake recipe in gujarati
પાવ બનાવવાની રીત | Pav banavani rit Gujarati ma
લચ્છા પરોઠા બનાવવાની રીત | lachha paratha recipe in gujarati | lachha paratha banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.