નમસ્તે મિત્રો પનીર ચીઝ સિગાર રોલ એક સ્ટાર્ટર વાનગી છે જે હોટલ રેસ્ટોરન્ટ માં કે પાર્ટી માં સોસ સાથે કે ડીપ સાથે સર્વ થતી હોય છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અત્યાર સુંધી આ રોલ તમે બહાર જ મજા લીધી હસે આજ આપણે ઘરે ખૂબ સરળ રીતે તૈયાર કરીશું. જે સ્વાદિષ્ટ લાગશે અને એક વખત બનાવ્યા પછી બહાર ની ખાવાની ભૂલી જસો. તો ચાલો Paneer Cheese Cigar roll banavani rit – પનીર ચીઝ સિગાર રોલ બનાવવાની રીત શીખીએ.
પનીર ચીઝ સિગાર રોલ બનાવવા જરૂરી સામગ્રી
- છીણેલું પનીર 1 કપ
- છીણેલું પ્રોસેસ ચીઝ ½ કપ
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- લીલા ધાણા / પાર્સલે 1-2 ચમચી
- કોર્ન ફ્લોર 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- સ્પ્રિંગ રોલ સીટ / મેંદા ની પાતળી રોટલી 3-4
- મેંદા નો લોટ ½ કપ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Paneer Cheese Cigar roll banavani rit
પનીર ચીઝ સિગાર રોલ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં છીણેલું પનીર લ્યો એમાં છીણેલું પ્રોસેસ ચીઝ નાખો સાથે લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, ચીલી ફ્લેક્સ, કોર્ન ફ્લોર, મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના રોલ બનાવવાના હોય એ સાઇઝ માટેનું મિશ્રણ લ્યો અને એને લાંબા રોલ નો આકાર આપી દયો. આમ બધા મિશ્રણ માંથી રોલ બનાવીને તૈયાર કરી લ્યો.
એક વાટકા માં મેંદા નો લોટ લ્યો એમાં થોડું થોડું પાણી નાખી ઘટ્ટ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો અને મેંદા ની સ્લરી બનાવી એક બાજુ મૂકો.
હવે તૈયાર સ્પ્રિંગ રોલ સીટ અથવા મેંદા ની પાતળી રોટલી લ્યો એના પર મેંદા ની સ્લરી લગાવી લ્યો અને એક બાજુ તૈયાર કરેલ પનીર ચીઝ રોલ મૂકી એક બને બાજુ થી અંદર ની બાજુ વાળી અને એક બાજુથી ગોળ ગોળ ફેરવતા જઈ રોલ બનાવી લ્યો અને છેલ્લે કિનારી પર પાતળી મેંદા ની સલરી લગાવી પેક કરી લ્યો.
આમ બધા જ રોલ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં તૈયાર કરેલ રોલ નાખો અને થોડી વાર પછી ફેરવી ફેરવી બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો અને તરેલા રોલ ને બીજા વાસણમાં કાઢી લ્યો. આમ બધા રોલ ને તરી ને તૈયાર કરી લ્યો અને સોસ કે ડીપ સાથે સર્વ કરો પનીર ચીઝ સિગાર રોલ.
Paneer Cheese Cigar roll NOTES
- રોલ માટેનું સ્ટફિંગ તમે પાલક, મકાઈના દાણા કે બીજી સામગ્રી નાખી ને પણ બનાવી શકો છો.
- સીટ તમે પહેલેથી મેંદા ના લોટ માંથી તૈયાર કરી ફ્રીઝ માં મૂકી શકો છો અને જ્યારે રોલ બનાવવા હોય ત્યારે વાપરી શકો છો.
પનીર ચીઝ સિગાર રોલ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Paneer Cheese Cigar roll recipe
Paneer Cheese Cigar roll banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
પનીર ચીઝ સિગાર રોલ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ છીણેલું પનીર
- ½ કપ છીણેલું પ્રોસેસ ચીઝ
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- 1-2 ચમચી લીલા ધાણા / પાર્સલે
- 2-3 ચમચી કોર્ન ફ્લોર
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 સ્પ્રિંગ રોલ સીટ/ મેંદા ની પાતળી રોટલી
- ½ કપ મેંદા નો લોટ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
Paneer Cheese Cigar roll banavani rit
- પનીર ચીઝ સિગાર રોલ બનાવવા સૌથી પહેલા એક વાસણમાંછીણેલું પનીર લ્યો એમાં છીણેલું પ્રોસેસ ચીઝ નાખો સાથે લીલા મરચા સુધારેલા,લીલા ધાણા સુધારેલા, ચીલી ફ્લેક્સ, કોર્ન ફ્લોર, મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને બરોબરમિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી જે સાઇઝ ના રોલ બનાવવાના હોય એ સાઇઝ માટેનુંમિશ્રણ લ્યો અને એને લાંબા રોલ નો આકાર આપી દયો. આમ બધા મિશ્રણમાંથી રોલ બનાવીને તૈયાર કરી લ્યો.
- એક વાટકા માં મેંદા નો લોટ લ્યો એમાં થોડુંથોડું પાણી નાખી ઘટ્ટ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો અને મેંદા ની સ્લરી બનાવી એક બાજુમૂકો.
- હવે તૈયાર સ્પ્રિંગ રોલ સીટ અથવા મેંદા નીપાતળી રોટલી લ્યો એના પર મેંદા ની સ્લરી લગાવી લ્યો અને એક બાજુ તૈયાર કરેલ પનીર ચીઝરોલ મૂકી એક બને બાજુ થી અંદર ની બાજુ વાળી અને એક બાજુથી ગોળ ગોળ ફેરવતા જઈ રોલ બનાવીલ્યો અને છેલ્લે કિનારી પર પાતળી મેંદા ની સલરી લગાવી પેક કરી લ્યો.
- આમ બધા જ રોલ બનાવી તૈયાર કરી લ્યો.હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમકરી એમાં તૈયાર કરેલ રોલ નાખો અને થોડી વાર પછી ફેરવી ફેરવી બધી બાજુ થી ગોલ્ડન તરીલ્યો અને તરેલા રોલ ને બીજા વાસણમાં કાઢી લ્યો. આમ બધા રોલ નેતરી ને તૈયાર કરી લ્યો અને સોસ કે ડીપ સાથે સર્વ કરો પનીર ચીઝ સિગાર રોલ.
Paneer Cheese Cigar roll NOTES
- રોલ માટેનું સ્ટફિંગ તમે પાલક,મકાઈના દાણા કે બીજી સામગ્રી નાખી ને પણ બનાવી શકો છો.
- સીટ તમે પહેલેથી મેંદા ના લોટ માંથી તૈયાર કરી ફ્રીઝમાં મૂકી શકો છો અને જ્યારે રોલ બનાવવા હોય ત્યારે વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મખાના ભેળ બનાવવાની રીત | Makhana bhel banavani rit
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati
લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | lasan nu panupuri nu pani banavani rit
મીની પીઝા બનાવવાની રીત | Mini pizza banavani rit | Mini pizza recipe in gujarati