HomeGujaratiપનીર અફઘાની બનાવવાની રીત | paneer afghani banavani rit | paneer afghani...

પનીર અફઘાની બનાવવાની રીત | paneer afghani banavani rit | paneer afghani recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પનીર અફઘાની બનાવવાની રીત – paneer afghani banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Teluginti Vanta YouTube channel on YouTube , એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે વ્હાઇટ ગ્રેવી તૈયાર કરી ને પનીર અફઘાની શાક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે. પનીર અફઘાની શાક ને રોટલી, પરાઠા કે કુલ્ચા સાથે ખાઈ શકાય છે. દરેક ને પસંદ આવે તેવું સ્વાદિષ્ટ બને છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી paneer afghani recipe in gujarati શીખીએ.

પનીર અફઘાની બનાવવા માટેની સામગ્રી

  • આદુ લસણની પેસ્ટ ½ ચમચી
  • પનીર 200 ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મરી પાવડર ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • તેલ 1+2 ચમચી
  • તેજપતા 1
  • તજ 1 ઇંચ
  • લવિંગ 3
  • મરી 4-5
  • એલચી 3
  • ગરમ મસાલો ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

વ્હાઇટ ગ્રેવી તૈયાર કરવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • તજ 1 ઇંચ
  • ડુંગળી ની સ્લાઈસ 1 કપ
  • લસણ ની કડી 6-7
  • આદુ 2 ઇંચ
  • લીલાં મરચાં 3-4
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લીલાં ધાણા 2 ચમચી
  • દહી 3-4 ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • જીરું પાવડર ½ ચમચી
  • ધાણા પાવડર 1 ½ ચમચી

પનીર અફઘાની બનાવવાની રેસીપીpaneer afghani banavani rit | Recipe Video

આજ સૌપ્રથમ આપણે શાક માટે વ્હાઇટ ગ્રેવી બનાવતા શીખીશું ત્યારબાદ પનીર અફઘાની બનાવવાની રીત શીખીશું

વ્હાઇટ ગ્રેવી બનાવવાની રીત

વ્હાઇટ ગ્રેવી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, ડુંગળી ની સ્લાઈસ, લસણ ની કડી, આદુ ના ટુકડા, લીલા મરચાં ચીરી ને અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે ડુંગળી સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.

હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, જીરું પાવડર અને ધાણા પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી વ્હાઇટ ગ્રેવી.

પનીર અફઘાની બનાવવાની રીત

પનીર અફઘાની બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને  આદુ લસણની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

 હવે પનીર સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી સેકી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પનીર ને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે તે જ કઢાઇ માં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં તજ, તેજપતા, એલચી, મરી અને લવિંગ નાખો.

ત્યાર બાદ તેમાં તૈયાર કરીને રાખેલી વ્હાઇટ ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં સેકી ને રાખેલા પનીર ના ટુકડા નાખો. હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળી લ્યો.

ત્યાર બાદ તેમાં ગરમ મસાલો નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ટેસ્ટી પનીર અફઘાની. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ પનીર અફઘાની શાક ખાવાનો આનંદ માણો.

paneer afghani banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Teluginti Vanta ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

paneer afghani recipe in gujarati

પનીર અફઘાની - પનીર અફઘાની બનાવવાની રીત - paneer afghani banavani rit - paneer afghani recipe in gujarati

પનીર અફઘાની | paneer afghani banavani rit | પનીર અફઘાની બનાવવાની રીત | paneer afghani recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પનીર અફઘાની બનાવવાની રીત – paneer afghani banavani rit શીખીશું, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે વ્હાઇટગ્રેવી તૈયાર કરી ને પનીર અફઘાની શાક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટીલાગે છે. પનીર અફઘાની શાક ને રોટલી, પરાઠાકે કુલ્ચા સાથે ખાઈ શકાય છે. દરેક ને પસંદ આવે તેવું સ્વાદિષ્ટબને છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી paneer afghani recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પનીર અફઘાની બનાવવા માટેની સામગ્રી

  • ½ ચમચી આદુ લસણની પેસ્ટ
  • 200 ગ્રામ પનીર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ½ ચમચી મરી પાવડર
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 3 ચમચી તેલ
  • 1 તેજપતા
  • 1 ઇંચ તજ
  • 3 લવિંગ
  • 3 મરી
  • 3 એલચી
  • ½½ ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

વ્હાઇટ ગ્રેવી તૈયાર કરવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 ઇંચ તજ
  • 1 કપ ડુંગળીની સ્લાઈસ
  • 6-7 લસણની કડી
  • 2 ઇંચ આદુ 2
  • 3-4 લીલાં મરચાં
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચી લીલાં ધાણા
  • 3-4 ચમચી દહી
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી જીરું પાવડર
  • ચમચી ધાણા પાવડર

Instructions

paneer afghani banavani rit | પનીર અફઘાની બનાવવાની રીત | paneerafghani recipe in gujarati

  • આજ સૌપ્રથમ આપણે શાક માટે વ્હાઇટ ગ્રેવી બનાવતા શીખીશું ત્યારબાદ પનીર અફઘાની બનાવવાની રીત શીખીશું

વ્હાઇટ ગ્રેવી બનાવવાની રીત

  • વ્હાઇટ ગ્રેવી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, ડુંગળી ની સ્લાઈસ,લસણ ની કડી, આદુ ના ટુકડા, લીલા મરચાં ચીરી ને અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં લાલમરચું પાવડર, હળદર, જીરું પાવડર અને ધાણાપાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તૈયાર છે આપણી વ્હાઇટ ગ્રેવી.

પનીર અફઘાની બનાવવાની રીત

  • પનીર અફઘાની બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેમાંસ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને  આદુ લસણની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  •  હવે પનીર સરસ થી ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સેકી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાંધાણા નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે પનીર ને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવેતે જ કઢાઇ માં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં તજ, તેજપતા, એલચી, મરી અને લવિંગ નાખો.
  • ત્યારબાદ તેમાં ગરમ મસાલો નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મટર પનીર નું શાક | matar paneer nu shaak banavani rit | matar paneer recipe in gujarati

ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત | guvar batata nu koru shaak banavani rit

દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત | dana muthia nu shaak banavani rit

સરગવા બટાકા નું શાક બનાવવાની રીત | sargava batata nu shaak banavani rit | sargava batata nu shaak recipe in gujarati

ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati

ગટ્ટાનું શાક બનાવવાની રીત | gatta nu shaak banavani rit | gatta nu shaak recipe in gujarati | rajasthani gatta nu shaak recipe

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular