નમસ્તે મિત્રો આજે આપણે કોબીજ બટાકા વટાણા નું શાક બનાવવાની રીત – pan kobi batata nu shaak banavani rit gujarati ma recipe શીખીશું. If you like the recipe do subscribe Cooking With Chef Ashok YouTube channel on YouTube આ શાક ઘણા ને પસંદ નથી હોતું પણ આજ થોડી અલગ રીત થી વઘારી ને તૈયાર કરો અને ઘર ના બધા ને પાનકોબી બટાકા નું શાક બધા ને પસંદ આવશે તો ચાલો પાન કોબી બટાકાનું શાક બનાવવાની રીત – kobi bateta vatana nu shaak recipe શીખીએ.
કોબી બટાકાનું શાક બનાવવા જરૂરી સામગ્રી
- પાનકોબી ½
- બટાકા 2
- ડુંગળી 2
- ટમેટા 2
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા વટાણા ¼ કપ ( ઓપ્શનલ છે )
- આદુ ½ ઇંચ પેસ્ટ
- લસણ ની પેસ્ટ 1 ચમચી
- તેલ 5-6 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ઘી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
કોબી બટાકાનું શાક | kobi batata nu shaak
પાનકોબી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ પાનકોબી ને મિડિયમ સાઇઝ ની કાપી ને પાણી થી ધોઈ નીતરવા મૂકો ત્યાર બાદ બટકા ને છોલી એના પાતળા કટકા કરી પાણી માં નાખી દયો અને ડુંગરી ટમેટા ને સાફ કરી કટકા કરી એક બાજુ મૂકો અને લસણ આદુ ની પેસ્ટ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ડુંગળી નાખી મિક્સ કરી શકો ડુંગળી નરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી એને અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં બટાકા નાખી મિક્સ કરી લ્યો સાથે લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને મિડીયમ તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો
પાંચ મિનિટ પછી ફરી શાક મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરો ને ફરી ત્રણ ચાર મિનિટ સુધી ઢાંકી ને ચડવા દયો ત્યાર બાદ એમાં સુધારેલ પાનકોબી , વટાણા અને ટમેટા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો
પાંચ છ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને જરૂર હોય તો મીઠું નાંખી મિડીયમ ફૂલ તાપે ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો
હવે ફરી શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને ઘી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પાનકોબી બટાકા નું શાક
pan kobi batata nu shaak in gujarati notes
- પાનકોબી થોડી જાડી જાડી રાખવી જેથી ચડી ને સાવ ગરી ના જાય અને બટાકા ને થોડા પાતળા કટકા કરવા જેથી એ જપાટે ચડી જાય
- છેલ્લે શાક માં એક ચમચી ઘી નાખવાથી શાક ના સ્વાદ માં ઘણો ફરક પડી જશે
kobi bateta vatana nu shaak recipe | pan kobi batata nu shaak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
pan kobi batata nu shaak gujarati ma | kobi bateta vatana nu shaak recipe
કોબીજ બટાકા વટાણા નું શાક | kobi bateta vatana nu shaak recipe | kobi batata nu shaak | pan kobi batata nu shaak banavani rit | pan kobi batata nu shaak recipe | કોબી બટાકાનું શાક
Equipment
- 1 કડાઈ
Ingredients
કોબી બટાકાનું શાક બનાવવા જરૂરી સામગ્રી | pan kobi batata nu shaak gujarati ingredients
- ½ પાનકોબી
- 2 બટાકા
- 2 ડુંગળી
- 2 ટમેટા
- 2-3 લીલા મરચા સુધારેલા
- ¼ કપ લીલા વટાણા ( ઓપ્શનલ છે )
- ½ ઇંચ આદુ પેસ્ટ
- 1 ચમચી લસણની પેસ્ટ
- 5-6 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ઘી 1
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
કોબી બટાકાનું શાક | kobi batata nu shaak | pan kobi batata nu shaak recipe | pan kobi batata nu shaak gujarati ma | pan kobi batata nu shaak gujarati recipe
- પાનકોબી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ પાનકોબી ને મિડિયમ સાઇઝ ની કાપી ને પાણી થી ધોઈનીતરવા મૂકો ત્યાર બાદબટકા ને છોલી એના પાતળા કટકા કરી પાણી માં નાખી દયો અને ડુંગરી ટમેટા ને સાફ કરી કટકાકરી એક બાજુ મૂકો અને લસણ આદુ ની પેસ્ટ તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ડુંગળી નાખી મિક્સ કરી શકો ડુંગળી નરમ થાય એટલે એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી એને અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં બટાકા નાખી મિક્સ કરી લ્યો સાથે લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને મિડીયમ તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો
- પાંચ મિનિટ પછી ફરી શાક મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરો ને ફરી ત્રણ ચાર મિનિટ સુધી ઢાંકી ને ચડવા દયો ત્યાર બાદ એમાં સુધારેલ પાનકોબી , વટાણા અને ટમેટા નાખી મિક્સકરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો
- પાંચ છ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સકરો ને જરૂર હોય તો મીઠું નાંખી મિડીયમ ફૂલ તાપે ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો
- હવે ફરી શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને ઘી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પાનકોબી બટાકા નું શાક
pan kobi batata nu shaak in gujarati notes
- પાનકોબી થોડી જાડી જાડી રાખવી જેથી ચડી ને સાવ ગરી ના જાય અને બટાકા ને થોડા પાતળા કટકા કરવા જેથી એ જપાટે ચડી જાય
- છેલ્લે શાક માં એક ચમચી ઘી નાખવાથી શાક ના સ્વાદ માં ઘણો ફરક પડી જશે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati
ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe | akha bharela karela nu shaak
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.