પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ સારી માનવામાં આવે છે અને અત્યારે બજાર માં મસ્ત લીલી તાજી પાલક જોવા મળે છે અને લીલ વટાણા પણ આવે છે તો આજ આપણે આ બને શાક નો ઉપયોગ કરી પાલક બેસન મટર નું શાક બનાવશું. આપણે પાલક માંથી વિવિધ વાનગીઓ પણ બનાવીએ છીએ પણ આજ આપણે પાલક બેસન મટર નું શાક – Palak besan matar nu shaak બનાવશું જે ખૂબ સ્વાદિષ્ટ બનશે અને રોટલી, પરોઠા, રોટલા કે ભાત સાથે સર્વ કરો તો દરેક ને પસંદ આવશે.
શાક બનાવવા જરૂરી સામગ્રી
- પાલક 300 ગ્રામ
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- ઝીણું સમારેલું લસણ 1-2 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લીલ મરચા સુધારેલા 2-3
- વટાણા ½ કપ (ઓપ્શનલ છે )
- ઝીણા સમારેલા ટામેટા 2-3
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- શેકેલ બેસન 4-5 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
પાલક બેસન મટર નું શાક ની રેસીપી
પાલક બેસન મટર નું શાક બનાવવા સૌથી પહેલા પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાલક નું પાણી નિતારી લ્યો અને ઝીણી સુધારી લ્યો. હવે વટાણા નાખવા હોય તો વટાણા ને છોલી સાફ કરી લ્યો અને લસણ, ડુંગળી અને ટમેટા ને પણ સુધારી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં બેસન નાખી ધીમા તાપે શેકી લ્યો અને બેસન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી અલગ કરી લ્યો અને કડાઈ માં તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લસણ અને ડુંગળી નાખી એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલ મરચા સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો.
લસણ અને ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો. ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં લીલ વટાણા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી શેકી લ્યો મસાલા શેકાઈ તેલ અલગ થાય એટલે એમાં સુધારેલી પાલક નાખી મિક્સ કરી પાલક ચડી જાય ત્યાં સુંધી ખુલી ચડાવી લ્યો.
પાલક બરોબર ચડી જાય એટલે એમાં શેકી રાખેલ બેસન અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લો અને જરૂર પડે તો બે ચાર ચમચી પાણી નાખો અને મિક્સ કરી શાક ને ઢાંકી પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
પાંચ મિનિટ પછી ફરી શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો પાલક બેસન મટર નું શાક.
Palak besan Shaak recipe notes
- અહી તમે વટાણા પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો.
- બેસન જો અલગ થી ના શેકવો હોય તો પાલક નાખવા થી પહેલા બેસન નાખી બેસન ને તેલ માં ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ પાલક ઉમેરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Palak besan matar nu shaak ni recipe
Palak besan matar nu shaak ni recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
શાક બનાવવા જરૂરી સામગ્રી
- 300 ગ્રામ પાલક
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 1-2 ચમચી ઝીણું સમારેલું લસણ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 લીલ મરચા સુધારેલા
- ½ કપ વટાણા ( ઓપ્શનલ છે )
- 2-3 ઝીણા સમારેલા ટામેટા
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 4-5 ચમચી શેકેલ બેસન
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Palak besan matar nu shaak ni recipe
- પાલક બેસન મટર નું શાક બનાવવા સૌથી પહેલા પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાલક નું પાણી નિતારી લ્યો અને ઝીણી સુધારી લ્યો. હવે વટાણા નાખવા હોય તો વટાણા ને છોલી સાફ કરી લ્યો અને લસણ, ડુંગળી અને ટમેટા ને પણ સુધારી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં બેસન નાખી ધીમા તાપે શેકી લ્યો અને બેસન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી અલગ કરી લ્યો અને કડાઈ માં તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લસણ અને ડુંગળી નાખી એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલ મરચા સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો.
- લસણ અને ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો. ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં લીલ વટાણા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી શેકી લ્યો મસાલા શેકાઈ તેલ અલગ થાય એટલે એમાં સુધારેલી પાલક નાખી મિક્સ કરી પાલક ચડી જાય ત્યાં સુંધી ખુલી ચડાવી લ્યો.
- પાલક બરોબર ચડી જાય એટલે એમાં શેકી રાખેલ બેસન અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લો અને જરૂર પડે તો બે ચાર ચમચી પાણી નાખો અને મિક્સ કરી શાક ને ઢાંકી પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો. પાંચ મિનિટ પછી ફરી શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો પાલક બેસન મટર નું શાક.
Palak besan Shaak recipe notes
- અહી તમે વટાણા પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો.
- બેસન જો અલગ થી ના શેકવો હોય તો પાલક નાખવા થી પહેલા બેસન નાખી બેસન ને તેલ માં ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ પાલક ઉમેરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Mitha dahithara | મીઠા દહીંથરા બનાવવાની રીત
પનીર મસાલા બનાવવાની રીત | paneer recipe in gujarati
દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit
રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit