નમસ્તે મિત્રો આજે આપણે પકોડા પ્લેટર બનાવવાની રીત – pakoda platter banavani rit શીખીશું. ઝરમર વરસાદ વરસતો હોય ને ગરમ ગરમ ભજીયા / પકોડા ને તીખી મીઠી ચટણી મળી જાય તો તો મોજ પડી જાય, If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel on YouTube , આજ આપણે અલગ અલગ પ્રકારના પકોડા ને એક જ મિશ્રણ માંથી તૈયાર કરીશું જે ખાવા માં એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી લાગશે તો ચાલો pakoda platter recipe in gujarati શીખીએ.
પકોડા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- બેસન 250 ગ્રામ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- અજમો ½ ચમચી
- તેલ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
પકોડા પ્લેટર માટેના શાક
- ડુંગળી 1
- બટાકા 1
- પાલક ના પાન 5-7
- લીલા મરચા8-10
- કેરી 1
- તેલ તરવા માટે
પકોડા માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- મીઠું 1-2 ચપટી
- શેકેલ જીરું પાઉડર ¼ ચમચી
મરચા માં ભરવા માટેની સામગ્રી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
પકોડા પ્લેટર બનાવવાની રીત
પકોડા પ્લેટર બનાવવા સૌપ્રથમ આપણે પકોડા માટેનું બેસન નું ઘોળુ બનાવી તૈયાર કરીશું ત્યાર બાદ જરૂર મુજબ ના શાક ને કાપી લેશું અને છેલ્લે બેસન ના ઘોળા માં શાક બોળી પકોડા તરી લેશું તો ચાલો બનાવીએ પકોડા પ્લેટર.
પકોડા માટેનું બેસન નું મિશ્રણ બનાવવાની રીત
એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, ચીલી ફ્લેક્સ, અજમો હાથ થી મસળી ને નાખી બરોબર મિક્સ કરી લ્યો એમાં થોડું થોડુ પાણી નાખી મિક્સ કરતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે ડુંગળી ના મિડીયમ જાડા ગોળ ગોળ કટકા કરી લ્યો અને બટાકા ને છોલી સાફ કરી એના પણ પાતળા ગોળ કટકા કરી પાણી માં નાખી દેવા જેથી કાળા ના પડે, પાલક ના સારા પાંદ ને પણ ધોઇ ને સાફ કરી પાંદ ને દાડી થી અલગ કરી લ્યો, જો કેરી હોય તો એને પણ લાંબી સુધારી લ્યો, સાથે રીંગણા ને પણ ગોળ ગોળ સુધારી શકો છો, મોરા મરચા માં પણ લાંબા ઊભા ચીરા કરી લ્યો.
હવે એક વાટકા માં લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ નો પાઉડર, આમચૂર પાઉડર, મીઠું, શેકેલ જીરું નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી લ્યો ને તૈયાર મસાલા ને સુધારી રાખેલ શાક પર છાંટી દયો.
ત્યારબાદ બીજા વાટકામાં આમચૂર પાઉડર, મીઠું, ધાણા જીરું પાઉડર લઈ મિક્સ કરી લ્યો ને લીલા મરચા ના કાપા માં ભરી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બેસન માં મિશ્રણ ને બરોબર થોડી વાર મિક્સ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાંથી બે ત્રણ ચમચી ગરમ તેલ બેસન ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો.
તેલ ગરમ થાય એટલે પહેલા બટાકા ના કટકા ને બેસન માં બોળી ને ગરમ તેલ માં નાખી ને ગેસ ને મીડીયમ કરી બને બાજુ ગોલ્ડન તરી લ્યો પકોડા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ત્યાર બાદ ડુંગળી ની સ્લાઈસ ને બેસન ના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ માં નાખો ગોલ્ડન તરી લ્યો, હવે કેરી ના કટકા ને પણ બેસનમાં બોળી ગોલ્ડન તરી લ્યો.
ત્યાર બાદ એમાં મસાલા ભરેલ મરચા ને બેસન માં બોળી ને ગરમ તેલ માં નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો હવે બેસન ના મિશ્રણ માં થોડું પાણી નાખી પાતળું કરી લ્યો ને ગેસ ફૂલ કરી ને પાલક ના પાંદ ને બેસનમાં બોળી ને ગરમ તેલ માં નાખી ને થોડા તરી લીધા બાદ થોડા દબાવી ને ક્રિસ્પી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો આમ બધા પકોડા તરી લ્યો ને લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો પકોડા પ્લેટર.
pakoda platter recipe in gujarati notes
- અહી તમે તમારી પસંદ ના શાક ને સુધારી ને બેસન ના મિશ્રણ માં બોળી પકોડા તૈયાર કરી શકો છો.
- મકાઈ ના દાણા, રીંગણા, ગલકા, કેપ્સીકમ વગેરે શાક ના પકોડા પણ બનાવી શકો છો.
pakoda platter banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
pakoda platter recipe in gujarati
પકોડા પ્લેટર બનાવવાની રીત | pakoda platter banavani rit | pakoda platter recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
પકોડા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- બેસન 250 ગ્રામ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- અજમો ½ ચમચી
- તેલ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- પાણીજરૂર મુજબ
પકોડા પ્લેટર માટેના શાક
- ડુંગળી 1
- બટાકા 1
- પાલક ના પાન 5-7
- લીલા મરચા 8-10
- કેરી 1
- તેલ તરવા માટે
પકોડા માટેનો મસાલો બનાવવા માટેની સામગ્રી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- મીઠું 1-2 ચપટી
- શેકેલ જીરું પાઉડર ¼ ચમચી
મરચામાં ભરવા માટેની સામગ્રી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
Instructions
પકોડા પ્લેટર | pakoda platter | pakoda platter recipe
- પકોડા પ્લેટર બનાવવા સૌપ્રથમ આપણે પકોડા માટેનું બેસન નું ઘોળુ બનાવી તૈયાર કરીશું ત્યારબાદ જરૂર મુજબ ના શાક ને કાપી લેશું અને છેલ્લે બેસન ના ઘોળા માં શાક બોળી પકોડા તરીલેશું તો ચાલો બનાવીએ પકોડા પ્લેટર.
પકોડા માટેનું બેસન નું મિશ્રણ બનાવવાની રીત
- એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ,ચીલી ફ્લેક્સ, અજમો હાથ થી મસળી ને નાખી બરોબરમિક્સ કરી લ્યો એમાં થોડું થોડુ પાણી નાખી મિક્સ કરતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયારકરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
- હવે ડુંગળી ના મિડીયમ જાડા ગોળ ગોળ કટકા કરી લ્યો અને બટાકા ને છોલી સાફ કરી એના પણ પાતળા ગોળ કટકા કરી પાણી માં નાખી દેવા જેથી કાળા ના પડે, પાલક ના સારા પાંદ ને પણ ધોઇ ને સાફ કરીપાંદ ને દાડી થી અલગ કરી લ્યો, જો કેરી હોય તો એને પણ લાંબી સુધારી લ્યો,સાથે રીંગણા ને પણ ગોળ ગોળ સુધારી શકો છો, મોરામરચા માં પણ લાંબા ઊભા ચીરા કરી લ્યો.
- હવે એક વાટકા માં લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ નો પાઉડર, આમચૂર પાઉડર, મીઠું, શેકેલ જીરું નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી લ્યોને તૈયાર મસાલા ને સુધારી રાખેલ શાક પર છાંટી દયો.
- ત્યારબાદ બીજા વાટકામાં આમચૂર પાઉડર, મીઠું, ધાણા જીરું પાઉડર લઈ મિક્સ કરી લ્યો ને લીલા મરચાના કાપા માં ભરી લ્યો ને એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બેસન માં મિશ્રણ ને બરોબર થોડી વાર મિક્સ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાંથી બે ત્રણ ચમચી ગરમ તેલ બેસન ના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- તેલ ગરમ થાય એટલે પહેલા બટાકા ના કટકા ને બેસન માં બોળી ને ગરમ તેલ માં નાખી ને ગેસ ને મીડીયમ કરી બને બાજુ ગોલ્ડન તરી લ્યો પકોડા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ત્યારબાદ ડુંગળી ની સ્લાઈસ ને બેસન ના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ માં નાખો ગોલ્ડન તરી લ્યો, હવે કેરી ના કટકા ને પણ બેસનમાં બોળી ગોલ્ડન તરી લ્યો.
- ત્યારબાદ એમાં મસાલા ભરેલ મરચા ને બેસન માં બોળી ને ગરમ તેલ માં નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો હવે બેસન ના મિશ્રણ માં થોડું પાણી નાખી પાતળું કરી લ્યો ને ગેસ ફૂલ કરી ને પાલકના પાંદ ને બેસનમાં બોળી ને ગરમ તેલ માં નાખી ને થોડા તરી લીધા બાદ થોડા દબાવી ને ક્રિસ્પી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો આમ બધા પકોડા તરી લ્યો ને લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો પકોડા પ્લેટર.
pakoda platter recipe in gujarati notes
- અહી તમે તમારી પસંદ ના શાક ને સુધારી ને બેસન ના મિશ્રણ માં બોળી પકોડા તૈયાર કરી શકો છો.
- મકાઈના દાણા, રીંગણા,ગલકા, કેપ્સીકમ વગેરે શાક ના પકોડા પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પનીર મોમોસ બનાવવાની રીત | paneer momos banavani rit | paneer momos recipe in gujarati
વઘારેલી રોટલી | vaghareli rotli | વઘારેલી રોટલી ની રેસીપી | vaghareli rotli gujarati recipe
મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit | Murukku recipe in gujarati
ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.