મિત્રો, અત્યાર સુંધી આપણે કાચા ગુંદા માંથી જ અથાણાં, શાક અને સંભારા બનાવી ને મજા લીધી છે , Please subscribe Food se Fitness Gujarati YouTube channel If you like the recipe , આજ આપણે પાકી ગયેલા અને થોડા મીઠાસ પકડી ગયેલા હોવાથી આપણે એનો ઉપયોગ નથી કરતા પણ આજ આપણે એમાંથી ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલું શાક બનાવી તૈયાર કરીશું. તો. ચાલો પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત – Paka gunda nu bharelu shaak banavani rit શીખીએ.
પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી
- બેસન ¼ કપ
- પાકા ગુંદા 250 ગ્રામ
- સીંગદાણા નો ભૂકો 2-3 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હિંગ ¼ + ½ ચમચી
- પીસેલી ખાંડ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત
પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ પાકા ગુંદા ને ધોઇ સાફ કરી લ્યો અને કપડા થી કોરા કરી લ્યો. ગુંદા ને કોરા કરી લીધા બાદ મોઢા ના ભાગથી દબાવી ને તોડી લ્યો અને એમાં રહેલ બીજ ને કાઢી ને અલગ કરી લ્યો. આમ બધા પાકા ગુંદા માંથી બીજ કાઢી અલગ કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં બેસન ને નાખી ધીમા તાપે હલાવતા રહો અને બેસન ને બે ત્રણ મિનિટ માટે શેકી લ્યો. બેસન શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી ઠંડો કરી લ્યો.
બેસન ઠંડા થાય ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા ભૂકો, એક ચમચી સફેદ તલ, હિંગ ¼ ચમચી, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ખાંડ, લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા, એક્ક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો.
હવે બીજ કાઢેલા પાકા ગુંદા માં બરોબર ભરી નાખો અને પેક કરી લ્યો આમ બધા જ પાકા ગુંદા ને મસાલા થી ભરી ને તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને એમાં ભરેલા પાકા ગુંદા નાખી ગેસ ધીમો કરી નાખો અને થોડી થોડી વારે હલાવી લ્યો. પાંચ સાત મિનિટ ધીમા તાપે હલાવી ને ગુંદા ને ચડાવી લેવા.
સાત મિનિટ પછી બચેલા મસાલા ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી દયો અને પાંચ સાત મિનિટ રહેવા દયો. પાંચ મિનિટ પછી ગરમ ગરમ શાક ને સર્વ કરો પાકા ગુંદા નું ભરેલું શાક.
gunda nu bharelu shaak recipe notes
- જો બેસન ના વાપરવો હોય તો સેવ ને પીસી ને પણ વાપરી શકો છો.
Paka gunda nu bharelu shaak banavani rit
Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Paka gunda nu bharelu shaak recipe in gujarati
પાકા ગુંદા નું ભરેલું શાક | Paka gunda nu bharelu shaak
Equipment
- 1 કડાઈ
Ingredients
પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ બેસન
- 250 ગ્રામ પાકા ગુંદા
- 2-3 ચમચી સીંગદાણા નો ભૂકો
- 1 ચમચી સફેદ તલ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી હિંગ
- 1 ચમચી પીસેલી ખાંડ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી લીંબુનો રસ
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
Instructions
Paka gunda nu bharelu shaak
- પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ પાકા ગુંદા ને ધોઇ સાફ કરી લ્યો અને કપડા થી કોરાકરી લ્યો. ગુંદા ને કોરાકરી લીધા બાદ મોઢા ના ભાગથી દબાવી ને તોડી લ્યો અને એમાં રહેલ બીજ ને કાઢી ને અલગ કરીલ્યો. આમ બધા પાકા ગુંદા માંથી બીજ કાઢી અલગ કરી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં બેસન ને નાખી ધીમાતાપે હલાવતા રહો અને બેસન ને બે ત્રણ મિનિટ માટે શેકી લ્યો. બેસન શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી ઠંડો કરી લ્યો.
- બેસન ઠંડા થાય ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા ભૂકો, એક ચમચી સફેદ તલ, હિંગ ¼ ચમચી, લાલ મરચાનો પાઉડર,હળદર, ધાણા જીરું પાઉડર, ખાંડ, લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા,એક્ક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યોઅને મસાલો તૈયાર કરી લ્યો.
- હવે બીજ કાઢેલા પાકા ગુંદા માં બરોબર ભરી નાખો અને પેક કરી લ્યો આમ બધા જ પાકા ગુંદા ને મસાલા થી ભરી ને તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને એમાં ભરેલા પાકા ગુંદા નાખી ગેસ ધીમો કરી નાખોઅને થોડી થોડી વારે હલાવી લ્યો. પાંચ સાત મિનિટ ધીમા તાપે હલાવીને ગુંદા ને ચડાવી લેવા.
- સાત મિનિટ પછી બચેલા મસાલા ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી દયો અને પાંચ સાત મિનિટ રહેવા દયો. પાંચ મિનિટ પછીગરમ ગરમ શાક ને સર્વ કરો પાકા ગુંદા નું ભરેલું શાક.
gunda nu bharelu shaak recipe notes
- જો બેસનના વાપરવો હોય તો સેવ ને પીસી ને પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પાવભાજી નો મસાલો | pav bhaji no masalo
ગુવાર નું શાક બનાવવાની રીત | guvar nu shaak banavani rit | guvar nu shaak recipe in gujarati
લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatni banavani rit