Home Blog Page 6

પાલક બેસન મટર નું શાક ની રેસીપી | Palak besan matar nu shaak ni recipe

પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ સારી માનવામાં આવે છે અને અત્યારે બજાર માં મસ્ત લીલી તાજી પાલક જોવા મળે છે અને લીલ વટાણા પણ આવે છે તો આજ આપણે આ બને શાક નો ઉપયોગ કરી પાલક બેસન મટર નું શાક બનાવશું.  આપણે પાલક માંથી વિવિધ વાનગીઓ પણ બનાવીએ છીએ પણ આજ આપણે પાલક બેસન મટર નું શાક – Palak besan matar nu shaak બનાવશું જે ખૂબ સ્વાદિષ્ટ બનશે અને રોટલી, પરોઠા, રોટલા કે ભાત સાથે સર્વ કરો તો દરેક ને પસંદ આવશે.

શાક બનાવવા જરૂરી સામગ્રી

  • પાલક 300 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણું સમારેલું લસણ 1-2 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલ મરચા સુધારેલા 2-3
  • વટાણા ½ કપ (ઓપ્શનલ છે )
  • ઝીણા સમારેલા ટામેટા 2-3
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • શેકેલ બેસન 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

પાલક બેસન મટર નું શાક ની રેસીપી

પાલક બેસન મટર નું શાક બનાવવા સૌથી પહેલા પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાલક નું પાણી નિતારી લ્યો અને ઝીણી સુધારી લ્યો. હવે વટાણા નાખવા હોય તો વટાણા ને છોલી સાફ કરી લ્યો અને લસણ, ડુંગળી અને ટમેટા ને પણ સુધારી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં બેસન નાખી ધીમા તાપે શેકી લ્યો અને બેસન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી અલગ કરી લ્યો અને કડાઈ માં તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લસણ અને ડુંગળી નાખી એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલ મરચા સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો.

લસણ અને ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો. ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં લીલ વટાણા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી શેકી લ્યો મસાલા શેકાઈ તેલ અલગ થાય એટલે એમાં સુધારેલી પાલક નાખી મિક્સ કરી પાલક ચડી જાય ત્યાં સુંધી ખુલી ચડાવી લ્યો.

પાલક બરોબર ચડી જાય એટલે એમાં શેકી રાખેલ બેસન અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લો અને જરૂર પડે તો બે ચાર ચમચી પાણી નાખો અને મિક્સ કરી શાક ને ઢાંકી પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો.

પાંચ મિનિટ પછી ફરી શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો પાલક બેસન મટર નું શાક.

Palak besan Shaak recipe notes

  • અહી તમે વટાણા પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો.
  • બેસન જો અલગ થી ના શેકવો હોય તો પાલક નાખવા થી પહેલા બેસન નાખી બેસન ને તેલ માં ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ પાલક ઉમેરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Palak besan matar nu shaak ni recipe

પાલક બેસન મટર નું શાક - Palak besan matar nu shaak - પાલક બેસન મટર નું શાક ની રેસીપી - Palak besan matar nu shaak ni recipe

Palak besan matar nu shaak ni recipe

પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ સારી માનવામાં આવે છે અને અત્યારેબજાર માં મસ્ત લીલી તાજી પાલક જોવા મળે છે અને લીલ વટાણા પણ આવે છે તો આજ આપણે આ બનેશાક નો ઉપયોગ કરી પાલક બેસન મટર નું શાક બનાવશું.  આપણે પાલક માંથી વિવિધ વાનગીઓ પણબનાવીએ છીએ પણ આજ આપણે પાલક બેસન મટર નું શાક – Palak besan matar nu shaak બનાવશું જેખૂબ સ્વાદિષ્ટ બનશે અને રોટલી, પરોઠા, રોટલા કે ભાતસાથે સર્વ કરો તો દરેક ને પસંદ આવશે.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ પાલક
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1-2 ચમચી ઝીણું સમારેલું લસણ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 લીલ મરચા સુધારેલા
  • ½ કપ વટાણા ( ઓપ્શનલ છે )
  • 2-3 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 4-5 ચમચી શેકેલ બેસન
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Palak besan matar nu shaak ni recipe

  • પાલક બેસન મટર નું શાક બનાવવા સૌથી પહેલા પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાલક નું પાણી નિતારી લ્યો અને ઝીણી સુધારી લ્યો. હવે વટાણા નાખવા હોય તો વટાણા ને છોલી સાફ કરી લ્યો અને લસણ, ડુંગળી અને ટમેટા ને પણ સુધારી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બેસન નાખી ધીમા તાપે શેકી લ્યો અને બેસન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી અલગ કરી લ્યો અને કડાઈ માં તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લસણ અને ડુંગળી નાખી એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલ મરચા સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • લસણ અને ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો. ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં લીલ વટાણા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર નાખી શેકી લ્યો મસાલા શેકાઈ તેલ અલગ થાય એટલે એમાં સુધારેલી પાલક નાખી મિક્સ કરી પાલક ચડી જાય ત્યાં સુંધી ખુલી ચડાવી લ્યો.
  • પાલક બરોબર ચડી જાય એટલે એમાં શેકી રાખેલ બેસન અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લો અને જરૂર પડે તો બે ચાર ચમચી પાણી નાખો અને મિક્સ કરી શાક ને ઢાંકી પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો. પાંચ મિનિટ પછી ફરી શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો પાલક બેસન મટર નું શાક.

Palak besan Shaak recipe notes

  • અહી તમે વટાણા પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો.
  • બેસન જો અલગ થી ના શેકવો હોય તો પાલક નાખવા થી પહેલા બેસન નાખી બેસન ને તેલ માં ધીમા તાપે બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ પાલક ઉમેરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Cornflakes chevdo | કોર્નફ્લેક્સ ચેવડો

અત્યાર સુંધી તમે કોર્નફ્લેક્સ ને દૂધ સાથે અથવા ફ્રુટ સાથે જમ્યા હસે પણ આજ આપણે એમાંથી તીખો મીઠો અને ખાટો કોર્નફ્લેક્સ ચેવડો બનાવતા શીખીશું. જે ખૂબ ઓછા તેલ માં તૈયાર થશે જેથી જેમને હેલ્થી અને ટેસ્ટી ખાવું હોય એ ચોક્કસ આ ચેવડો બનાવી ખાઈ શકે છે તો ચાલો Cornflakes chevdo શીખીએ.

કોર્નફ્લેક્સ ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ 2 ½ ચમચી
  • કોર્નફ્લેક્સ 2 કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ + ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લીલ મરચા ઝીણા સમારેલા 2-3
  • સૂકા લાલ મરચા તોડેલા 2
  • મીઠા લીમડા ના પાંદ 5-7
  • કાજુ ના કટકા ⅓ કપ
  • સીંગદાણા ⅓ કપ
  • સૂકા નારિયળ ની કતરણ ⅓ કપ
  • કીસમીસ ⅓ કપ
  • તેલ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

કોર્નફ્લેક્સ ચેવડો બનાવવાની રીત

કોર્નફ્લેક્સ ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે કોર્નફ્લેક્સ નાખી હલાવી ગરમ કરી લ્યો કોર્નફ્લેક્સ ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, એક ચમચી ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો. ખાંડ ઓગળે ત્યાં સુંધી એક વાટકા માં એક ચમચી ખાંડ, એક ચમચી લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી આમચૂર પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

ત્યારબાદ કોર્નફ્લેક્સ ઉપર ખાંડ ઓગળી કોટીંગ થાય એટલે વાટકામાં તૈયાર કરેલ મસાલો છાંટતા જાઓ અને હલકા હાથે મિક્સ કરતા જાઓ. આમ કોર્નફ્લેક્સ ને મસાલા થી બરોબર કોટીંગ કરી લ્યો જેથી મસાલો અલગ ના થાય. હવે ગેસ બંધ કરી મસાલા વાળા કોર્નફ્લેક્સ ને એક બાજુ મૂકો અને થોડી થોડી વારે હલાવતા રહો

હવ બીજી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં લીલ મરચા સુધારેલા નાખી શેકી લ્યો અને ને મિનિટ શેકી લીધા બાદ એમાં સૂકા લાલ મરચા ના કટકા અને મીઠા લીમડા ના પાંદ નાખી એ બને ને પણ બે ત્રણ મિનિટ ધીમા તાપે જ શેકી લ્યો.

 ત્રણ મિનિટ પછી એમાં કાજુ ના કટકા, સીંગદાણા, સૂકા નારિયળ ના કટકા નાખી એમને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો હવે એમાં કીસમીસ નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લ્યો,

ત્યાર બાદ એમાં શેકી રાખેલ કોર્નફ્લેક્સ નાખો અને હલકા હાથે મિક્સ કરો અને છેલ્લે ઉપર અડધી ચમચી આમચૂર પાઉડર, ખાંડ અને મરી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને તૈયાર ચેવડા ને બીજા વાસણમાં કાઢી ઠંડો થવા દયો અને ચેવડો ઠંડો થાય એટલે મજા લ્યો કોર્નફ્લેક્સ ચેવડો.

Chevda recipe notes

  • અહીં તમે ખાંડ ની જગ્યાએ પાઉડર ગોળ નો ઉપયોગ પણ કરી શકો છો.
  • ચેવડા માં તમે દાળિયા દાળ પણ શેકતી વખતે નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કોર્નફ્લેક્સ ચેવડો બનાવવાની રીત

કોર્નફ્લેક્સ ચેવડો - Cornflakes chevdo - કોર્નફ્લેક્સ ચેવડો બનાવવાની રીત - Cornflakes chevdo banavani rit

Cornflakes chevdo banavani rit

અત્યાર સુંધી તમે કોર્નફ્લેક્સ ને દૂધ સાથે અથવા ફ્રુટસાથે જમ્યા હસે પણ આજ આપણે એમાંથી તીખો મીઠો અને ખાટો કોર્નફ્લેક્સ ચેવડો બનાવતાશીખીશું. જે ખૂબ ઓછા તેલ માં તૈયાર થશે જેથીજેમને હેલ્થી અને ટેસ્ટી ખાવું હોય એ ચોક્કસ આ ચેવડો બનાવી ખાઈ શકે છે તો ચાલો Cornflakes chevdo શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કોર્નફ્લેક્સ ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ½ ચમચી ખાંડ
  • 2 કપ કોર્નફ્લેક્સ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • 2-3 લીલ મરચા ઝીણા સમારેલા
  • 2 સૂકા લાલ મરચા તોડેલા
  • 5-7 મીઠા લીમડા ના પાંદ
  • કપ કાજુ ના કટકા
  • કપ સીંગદાણા
  • કપ સૂકા નારિયળ ની કતરણ
  • કપ કીસમીસ
  • 1-2 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Cornflakes chevdo banavani rit

  • કોર્નફ્લેક્સ ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે કોર્નફ્લેક્સ નાખી હલાવી ગરમ કરી લ્યો કોર્નફ્લેક્સ ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, એક ચમચી ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો. ખાંડ ઓગળે ત્યાં સુંધી એક વાટકા માં એક ચમચી ખાંડ, એક ચમચી લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી આમચૂર પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • ત્યારબાદ કોર્નફ્લેક્સ ઉપર ખાંડ ઓગળી કોટીંગ થાય એટલે વાટકામાં તૈયાર કરેલ મસાલો છાંટતા જાઓ અને હલકા હાથે મિક્સ કરતા જાઓ. આમ કોર્નફ્લેક્સ ને મસાલા થી બરોબર કોટીંગ કરી લ્યો જેથી મસાલો અલગ ના થાય. હવે ગેસ બંધ કરી મસાલા વાળા કોર્નફ્લેક્સ ને એક બાજુ મૂકો અને થોડી થોડી વારે હલાવતા રહો
  • હવ બીજી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં લીલ મરચા સુધારેલા નાખી શેકી લ્યો અને ને મિનિટ શેકી લીધા બાદ એમાં સૂકા લાલ મરચા ના કટકા અને મીઠા લીમડા ના પાંદ નાખી એ બને ને પણ બે ત્રણ મિનિટ ધીમા તાપે જ શેકી લ્યો.
  • ત્રણ મિનિટ પછી એમાં કાજુ ના કટકા, સીંગદાણા, સૂકા નારિયળ ના કટકા નાખી એમને પણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો હવે એમાં કીસમીસ નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લ્યો,
  • ત્યાર બાદ એમાં શેકી રાખેલ કોર્નફ્લેક્સ નાખો અને હલકા હાથે મિક્સ કરો અને છેલ્લે ઉપર અડધી ચમચી આમચૂર પાઉડર, ખાંડ અને મરી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને તૈયાર ચેવડા ને બીજા વાસણમાં કાઢી ઠંડો થવા દયો અને ચેવડો ઠંડો થાય એટલે મજા લ્યો કોર્નફ્લેક્સ ચેવડો.

Chevda recipe notes

  • અહીં તમે ખાંડ ની જગ્યાએ પાઉડર ગોળ નો ઉપયોગ પણ કરી શકો છો.
  • ચેવડા માં તમે દાળિયા દાળ પણ શેકતી વખતે નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Besan Mysore Pak recipe : બેસન મૈસૂર પાક બનાવવાની રીત

આ બેસન મૈસૂર પાક ઘરમાં રહેલ ખૂબ ઓછી સામગ્રી થી ખૂબ જ ટેસ્ટી બની ને તૈયાર થાય છે અને ઓછા ખર્ચ માં તૈયાર થતો હોવાથી બધા ઘરે તૈયાર કરી શકે છે તો આ દિવાળી પર અથવા ઘર ના નાના મોટા પ્રસંગ પર એક વખત ચોક્કસ બનાવી શકો છો. તો ચાલો Besan Mysore Pak શીખીએ.

બેસન મૈસૂર પાક બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ 2 કપ
  • બેસન 1 કપ
  • ઘી 3 કપ
  • પાણી ½ કપ
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી
  • કેસરી ફૂડ કલર 1-2 ટીપાં

Besan Mysore Pak banavani rit

બેસન મૈસૂર પાક બનાવવા સૌપ્રથમ મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક જાડા તળિયાવાળા કડાઈમાં બેસન અને ખાંડ અને ઘી અને પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ એક બાજુ હલાવતા થી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહો અને મિક્સ કરતા રહો.

પાંચ સાત મિનિટ સુંધી હલાવતા રહેશો તો મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગશે. સાત મિનિટ પછી એમાં કેસરી ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો અને હલાવતા રહો. બીજી સાત આઠ મિનિટ સુંધી હલાવતા  મિશ્રણ ફૂલેલ થશે.

ત્યાર બાદ ઘી અલગ થાય ત્યાં સુધી હલાવતા રહો. ઘી અલગ થાય એના પછી પણ બીજી બે મિનિટ હલાવતા રહો. ત્રણ મિનિટ પછી ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખો અને ઉપર પિસ્તા ની કતરણ છાંટી ઠંડુ થવા મૂકો.

મૈસુક પંદર મિનિટ પછી ચાકુ થી કાપા કરી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ કલાક ઠંડો થવા દયો. ત્રણ કલાક પછી ફરી કાપા કરી નાખો અને ત્યાર બાદ બીજી થાળી મૂકી ઊંધો કરી  ડી મોલ્ડ કરી પીસ અલગ કરી લ્યો અને મજા લ્યો બેસન મૈસૂર પાક.

Mysore Pak recipe notes

  • જો તમને મીઠાસ ઓછી પસંદ હોય તો દોઢ કપ ખાંડ કે એક કપ ખાંડ પણ નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બેસન મૈસૂર પાક બનાવવાની રીત

બેસન મૈસૂર પાક - Besan Mysore Pak - બેસન મૈસૂર પાક બનાવવાની રીત - Besan Mysore Pak banavani rit

Besan Mysore Pak banavani rit

આ બેસન મૈસૂર પાક ઘરમાં રહેલ ખૂબ ઓછી સામગ્રી થી ખૂબ જટેસ્ટી બની ને તૈયાર થાય છે અને ઓછા ખર્ચ માં તૈયાર થતો હોવાથી બધા ઘરે તૈયાર કરી શકેછે તો આ દિવાળી પર અથવા ઘર ના નાના મોટા પ્રસંગ પર એક વખત ચોક્કસ બનાવી શકો છો. તો ચાલો Besan Mysore Pak શીખીએ.
3.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 20 નંગ

Equipment

  • 1 મોલ્ડ
  • 1 કડાઈ

Ingredients

બેસન મૈસૂર પાક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ખાંડ
  • 1 કપ બેસન
  • 3 કપ ઘી
  • ½ કપ પાણી
  • 2-3 ચમચી પિસ્તા ની કતરણ
  • 1-2 ટીપાં કેસરી ફૂડ કલર

Instructions

Besan Mysore Pak banavani rit

  • બેસન મૈસૂર પાક બનાવવા સૌપ્રથમ મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક જાડા તળિયાવાળા કડાઈમાં બેસન અને ખાંડ અને ઘી અને પાણી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ એક બાજુ હલાવતા થી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહો અને મિક્સ કરતા રહો.
  • પાંચ સાત મિનિટ સુંધી હલાવતા રહેશો તો મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગશે. સાત મિનિટ પછી એમાં કેસરી ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો અને હલાવતા રહો. બીજી સાત આઠ મિનિટ સુંધી હલાવતા મિશ્રણ ફૂલેલ થશે.
  • ત્યાર બાદ ઘી અલગ થાય ત્યાં સુધી હલાવતા રહો. ઘી અલગ થાય એના પછી પણ બીજી બે મિનિટ હલાવતા રહો. ત્રણ મિનિટ પછી ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખો અને ઉપર પિસ્તા ની કતરણ છાંટી ઠંડુ થવા મૂકો.
  • મૈસુક પંદર મિનિટ પછી ચાકુ થી કાપા કરી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ કલાક ઠંડો થવા દયો. ત્રણ કલાક પછી ફરી કાપા કરી નાખો અને ત્યાર બાદ બીજી થાળી મૂકી ઊંધો કરી ડી મોલ્ડ કરી પીસ અલગ કરી લ્યો અને મજા લ્યો બેસન મૈસૂર પાક.

Mysore Pak recipe notes

  • જો તમને મીઠાસ ઓછી પસંદ હોય તો દોઢ કપ ખાંડ કે એક કપ ખાંડ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

kacha Gola recipe : કાચા ગોલા બનાવવાની રેસીપી

મિત્રો આ મીઠાઈ કાચા ગોલા બંગાળ માં ખૂબ પ્રખ્યાત છે અને સંદેશ જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવી ખૂબ સરળ છે અને એક વખત બનાવી તમે ફ્રીઝ માં મૂકી અઠવાડિયા સુંધી મજા લઈ શકો છો. તો ચાલો kacha Gola શીખીએ.

કાચા ગોલા ની સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 2 લીટર
  • વિનેગર  4-5 ચમચી
  • પાણી 4-5 ચમચી
  • ખાંડ 2 ચમચી
  • કન્ડેસ મિલ્ક 4 ચમચી
  • મિલ્ક પાઉડર ½ કપ
  • ગાર્નિશ માટે પિસ્તા ની કતરણ અને કેસરના તાંતણા જરૂર મુજબ

કાચા ગોલા બનાવવાની રેસીપી

કાચા ગોલા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક મોટા વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી માં એક વાટકા માં વિનેગર અને પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે દૂધ ને હલાવતા જઈ વિનેગર વાળું પાણી નાખતા જાઓ અને ગેસ ને બંધ કરી નાખો. પનીર અને પાણી અલગ થઈ જાય એટલે ચારણી માં પાતળું કપડું મૂકી એમાં પનીર ને અલગ કરી લ્યો.

હવે પનીર ને સાદા એક બે પાણીથી ધોઈ લ્યો અને દસ પંદર મિનિટ અથવા થોડી વાર દબાવી ને એક બાજુ મૂકો જેથી વધારા નું પાણી નીતરી જાય. હવે તૈયાર પનીર ને એક કથરોટ માં લ્યો અને થોડો છીણી વડે અથવા હાથ વડે મસળી લ્યો. ચાર પાંચ મિનિટ પછી મસળી રાખેલ પનીર ના બે ભાગ કરી લ્યો અને એક ભાગ માં ખાંડ નાખી મિક્સ કરી લ્યો.

ત્યારબાદ ખાંડ મિક્સ કરેલ મિશ્રણ ને કડાઈ માં નખિંગેસ ચાલુ કરી બે મિનિટ શેકી lyobtyar બાદ એમાં કન્ડેસ મિલ્ક નાખી હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને કથરોટ માં રાખેલ બીજા મિશ્રણ સાથે મૂકો.

ગરમ મિશ્રણ થોડું નવશેકું થાય એટલે હાથ થી બને ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ નાના નાના ગોલા બનાવી લ્યો અને એના પર પિસ્તા ની કતરણ અને કેસરના તાંતણા મૂકી ગાર્નિશ કરી લ્યો અને ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી મજા લ્યો કાચા ગોલા.

kacha Gola recipe notes

  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • તમે બજાર માંથી તૈયાર પનીર લઈ ઝીણી છીણી વડે છીણી ને પણ આ મીઠાઈ બનાવી શકો છો.
  • તમે દૂધ ને ફાડવા માટે લીંબુ ના રસ અથવા દહી નો પણ ઉપયોગ કરી શકો છો.
  • ગોલા ની સાઇઝ નાની હોય તો વધારે બને અને મોટી હોય તો ઓછા બની ને તૈયાર થાય છે. નાની સાઇઝ માં બનશો તો બગાડ પણ નહિ થાય.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kacha Gola banavani recipe

કાચા ગોલા - kacha Gola - કાચા ગોલા બનાવવાની રેસીપી - kacha Gola banavani recipe

kacha Gola banavani recipe

મિત્રો આ મીઠાઈ કાચા ગોલા બંગાળ માં ખૂબ પ્રખ્યાત છે અનેસંદેશ જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવી ખૂબ સરળ છે અને એક વખત બનાવી તમે ફ્રીઝ માં મૂકી અઠવાડિયા સુંધી મજા લઈ શકો છો. તો ચાલો kacha Gola શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 19 minutes
Total Time: 29 minutes
Servings: 15 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 ચારણી
  • 1 કડાઈ

Ingredients

કાચા ગોલા ની સામગ્રી

  • 2 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 4-5 ચમચી વિનેગર
  • 4-5 ચમચી પાણી
  • 2 ચમચી ખાંડ
  • 4 ચમચી કન્ડેસ મિલ્ક
  • ½ કપ મિલ્ક પાઉડર
  • ગાર્નિશ માટે પિસ્તા ની કતરણ અને કેસરના તાંતણા જરૂર મુજબ

Instructions

kacha Gola banavani recipe

  • કાચા ગોલા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક મોટા વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી માં એક વાટકા માં વિનેગર અને પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે દૂધ ને હલાવતા જઈ વિનેગર વાળું પાણી નાખતા જાઓ અને ગેસ ને બંધ કરી નાખો. પનીર અને પાણી અલગ થઈ જાય એટલે ચારણી માં પાતળું કપડું મૂકી એમાં પનીર ને અલગ કરી લ્યો.
  • હવે પનીર ને સાદા એક બે પાણીથી ધોઈ લ્યો અને દસ પંદર મિનિટ અથવા થોડી વાર દબાવી ને એક બાજુ મૂકો જેથી વધારા નું પાણી નીતરી જાય. હવે તૈયાર પનીર ને એક કથરોટ માં લ્યો અને થોડો છીણી વડે અથવા હાથ વડે મસળી લ્યો. ચાર પાંચ મિનિટ પછી મસળી રાખેલ પનીર ના બે ભાગ કરી લ્યો અને એક ભાગ માં ખાંડ નાખી મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ ખાંડ મિક્સ કરેલ મિશ્રણ ને કડાઈ માં નખિંગેસ ચાલુ કરી બે મિનિટ શેકી lyobtyar બાદ એમાં કન્ડેસ મિલ્ક નાખી હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને કથરોટ માં રાખેલ બીજા મિશ્રણ સાથે મૂકો.
  • ગરમ મિશ્રણ થોડું નવશેકું થાય એટલે હાથ થી બને ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ નાના નાના ગોલા બનાવી લ્યો અને એના પર પિસ્તા ની કતરણ અને કેસરના તાંતણા મૂકી ગાર્નિશ કરી લ્યો અને ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી મજા લ્યો કાચા ગોલા.

kacha Gola recipe notes

  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • તમે બજાર માંથી તૈયાર પનીર લઈ ઝીણી છીણી વડે છીણી ને પણ આ મીઠાઈ બનાવી શકો છો.
  • તમે દૂધ ને ફાડવા માટે લીંબુ ના રસ અથવા દહી નો પણ ઉપયોગ કરી શકો છો.
  • ગોલા ની સાઇઝ નાની હોય તો વધારે બને અને મોટી હોય તો ઓછા બની ને તૈયાર થાય છે. નાની સાઇઝ માં બનશો તો બગાડ પણ નહિ થાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Juwar Almond Cookie : જુવાર આલમન્ડ કુકી બનાવવાની રીત

દિવાળી પર કઈક હેલ્થી બનાવી ને ખાવાનું પસંદ કરતા હો તો આજ ની અમારી રેસિપી તમારા માટે જ છે જે જુવારના લોટ માંથી બનાવેલ હોવાથી ગ્લુટેન ફ્રી છે અને ગોળ માંથી બનાવેલ હોવાથી હેલ્થી પણ જુવાર આલમન્ડ કુકી છે અને સાથે બદામ થી ભરપુર છે તો એક વખત ચોક્કસ બનાવી શકાય એવી વાનગી છે તો ચાલો Juwar Almond Cookie banavani rit શીખીએ.

જુવાર આલમન્ડ કુકી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી ⅓ કપ
  • જુવાર નો લોટ 1 કપ
  • છીણેલો ગોળ ⅔ કપ
  • વેનીલા એસેન્સ 1 ચમચી
  • મીઠું ¼ ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • સાબુદાણા પાઉડર ¼ કપ
  • બદામ પાઉડર ½ કપ
  • દૂધ ½ કપ
  • બદામ ની કતરણ 3-4 ચમચી

જુવાર આલમન્ડ કુકી બનાવવાની રીત

જુવાર આલમન્ડ કુકી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં છીણેલો ગોળ, ઘી લઈ બને ને બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને દસ મિનિટ ગમે તે એક બાજુ હલાવતા રહો દસ મિનિટ પછી એમાં વેનીલા એસેન્સ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મીઠું નાખી ફરી બે ચાર મિનિટ હલાવી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં ચારણી થી ચાળી ને જુવાર નો લોટ, બદામ પાઉડર, સાબુદાણા પાઉડર નાખી ચાળી લ્યો અને ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ ને લોટ સ્મુથ બનાવવા જરૂર લાગે તો એક બે ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક થીદ દોઢ કલાક ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકો.

જે પ્લેટ માં કુકી બેક કરવાની હોય એમાં ઘી લગાવી લ્યો અથવા બટર પેપર મૂકી તૈયાર કરી લ્યો. અને ફ્રીઝ માં મુકેલી તપેલી બહાર કાઢી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં થોડું મીઠું નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો.

કડાઈ ગરમ થાય ત્યાં સુંધી જુવાર ના મિશ્રણ માંથી જે સાઇઝ ની કુકી બનાવી હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ મનગમતા આકાર ની કુકી બનાવી ગ્રીસ કરેલ પ્લેટ માં થોડું થોડું અંતર રાખી મૂકો. અને ઉપર બદામ ની કતરણ મૂકો.

આમ એક પ્લેટ માં સમાય એટલી કુકી મૂકી પ્લેટ ને કડાઈ માં મૂકી ગેસ ધીમો કરી પંદર વીસ મિનિટ બેક કરી લ્યો. વીસ મિનિટ પછી કુકી  વાળી પ્લેટ બહાર કાઢી લ્યો અને બીજી પ્લેટ ને બેક કરવા મૂકો અને બહાર કાઢેલ પ્લેટ ને થોડી ઠંડી થવા દયો,

ત્યાર બાદ કુકી ભેગી કરી લ્યો આમ થોડી થોડી કરી બધી કુકી ને બેક કરી લ્યો અને ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને પરિવાર સાથે મજા જુવાર આલમન્ડ કુકી.

  • અહીં તમે પ્લેટ માં સિલ્વર ફોઇલ પણ લગાવી શકો છો અથવા એલ્યુમિનિયમ ની થાળી પણ વાપરી શકો છો.
  • કુકી ને 170 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં દસ પંદર મિનિટ બેક પણ કરી શકો છો.
  • કુકી બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ જ પ્લેટ માંથી લેવી નહીંતર કુકી તૂટી જસે.
  • અહી અમે એક વખત માં કુકી ને ચડવા માટે જેટલો સમય લાગે એ લખેલ છે.
  • સાબુદાણા નો પાઉડર તમે સાબુદાણા ને મિક્સર જારમાં પીસી ચારણીથી ચાળી ને તૈયાર કરી શકો છો.
  • બદામ નો પાઉડર બજાર માં તૈયાર મળે છે એ અથવા પ્લસ મોડ માં થોડી થોડી કરી બદામ ને પીસી ને બદામ નો પાઉડર તૈયાર કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જુવાર આલમન્ડ કુકી - Juwar Almond Cookie - જુવાર આલમન્ડ કુકી બનાવવાની રીત - Juwar Almond Cookie banavani rit

Juwar Almond Cookie banavani rit

દિવાળી પર કઈક હેલ્થી બનાવી ને ખાવાનું પસંદ કરતા હો તોઆજ ની અમારી રેસિપી તમારા માટે જ છે જે જુવારના લોટ માંથી બનાવેલ હોવાથી ગ્લુટેન ફ્રીછે અને ગોળ માંથી બનાવેલ હોવાથી હેલ્થી પણ જુવાર આલમન્ડ કુકી છે અને સાથે બદામ થી ભરપુરછે તો એક વખત ચોક્કસ બનાવી શકાય એવી વાનગી છે તો ચાલો Juwar Almond Cookie banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 15 નંગ

Equipment

  • 1 તપેલી
  • 1 બટર પેપર
  • 1 કડાઈ / કુકર, ટ્રે

Ingredients

જુવાર આલમન્ડ કુકી બનાવવા જરૂરી સામગ્રી

  • કપ ઘી
  • 1 કપ જુવાર નો લોટ
  • કપ છીણેલો ગોળ
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • ¼ ચમચી મીઠું
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ¼ કપ સાબુદાણા પાઉડર
  • ½ કપ બદામ પાઉડર
  • ½ કપ દૂધ
  • 3-4 ચમચી બદામ ની કતરણ

Instructions

Juwar Almond Cookie banavani rit

  • જુવાર આલમન્ડ કુકી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં છીણેલો ગોળ, ઘી લઈ બને ને બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને દસ મિનિટ ગમે તે એક બાજુ હલાવતા રહો દસ મિનિટ પછી એમાં વેનીલા એસેન્સ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, મીઠું નાખી ફરી બે ચાર મિનિટ હલાવી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં ચારણી થી ચાળી ને જુવાર નો લોટ, બદામ પાઉડર, સાબુદાણા પાઉડર નાખી ચાળી લ્યો અને ત્યાર બાદ એમાં થોડું થોડું દૂધ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ ને લોટ સ્મુથ બનાવવા જરૂર લાગે તો એક બે ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક થીદ દોઢ કલાક ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકો.
  • જે પ્લેટ માં કુકી બેક કરવાની હોય એમાં ઘી લગાવી લ્યો અથવા બટર પેપર મૂકી તૈયાર કરી લ્યો. અને ફ્રીઝ માં મુકેલી તપેલી બહાર કાઢી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં થોડું મીઠું નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો.
  • કડાઈ ગરમ થાય ત્યાં સુંધી જુવાર ના મિશ્રણ માંથી જે સાઇઝ ની કુકી બનાવી હોય એ સાઇઝ નું મિશ્રણ લઈ મનગમતા આકાર ની કુકી બનાવી ગ્રીસ કરેલ પ્લેટ માં થોડું થોડું અંતર રાખી મૂકો. અને ઉપર બદામ ની કતરણ મૂકો.
  • આમ એક પ્લેટ માં સમાય એટલી કુકી મૂકી પ્લેટ ને કડાઈ માં મૂકી ગેસ ધીમો કરી પંદર વીસ મિનિટ બેક કરી લ્યો. વીસ મિનિટ પછી કુકી વાળી પ્લેટ બહાર કાઢી લ્યો અને બીજી પ્લેટ ને બેક કરવા મૂકો અને બહાર કાઢેલ પ્લેટ ને થોડી ઠંડી થવા દયો,
  • ત્યાર બાદ કુકી ભેગી કરી લ્યો આમ થોડી થોડી કરી બધી કુકી ને બેક કરી લ્યો અને ઠંડી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને પરિવાર સાથે મજા જુવાર આલમન્ડ કુકી.

Juwar Almond Cookie recipe notes

  • અહીં તમે પ્લેટ માં સિલ્વર ફોઇલ પણ લગાવી શકો છો અથવા એલ્યુમિનિયમ ની થાળી પણ વાપરી શકો છો.
  • કુકી ને 170 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં દસ પંદર મિનિટ બેક પણ કરી શકો છો.
  • કુકી બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ જ પ્લેટ માંથી લેવી નહીંતર કુકી તૂટી જસે.
  • અહી અમે એક વખત માં કુકી ને ચડવા માટે જેટલો સમય લાગે એ લખેલ છે.
  • સાબુદાણા નો પાઉડર તમે સાબુદાણા ને મિક્સર જારમાં પીસી ચારણીથી ચાળી ને તૈયાર કરી શકો છો.
  • બદામ નો પાઉડર બજાર માં તૈયાર મળે છે એ અથવા પ્લસ મોડ માં થોડી થોડી કરી બદામ ને પીસી ને બદામ નો પાઉડર તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Cheese Chilli Sandwich : ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત

મિત્રો આજે આપણે ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત શીખીશું. આ સેન્ડવિચ રેગ્યુલર સેન્ડવિચ કરતા ખૂબ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવી ને ખાસો એટલી સ્વાદિષ્ટ બની ને તૈયાર થાય છે. તો ચાલો Cheese Chilli Sandwich banavani rit શીખીએ.

ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ જરૂર મુજબ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • ઝીણા સમારેલા કેપ્સીકમ 1
  • મોઝરેલા ચીઝ 50 ગ્રામ
  • પ્રોસેસ ચીઝ 100 ગ્રામ
  • સેન્ડવિચ મસાલા 1 ચમચી
  • લીલી ચટણી 5-7 ચમચી
  • માખણ જરૂર મુજબ

લીલી ચટણી માટેની સામગ્રી

  • લીલ ધાણા સુધારેલા 1 કપ
  • લીલ મરચા સુધારેલા 5-6
  • મીઠા લીમડા ના પાંદ 5-7
  • લસણ ની કણી 5-7
  • દાળિયા દાળ 1 ચમચી
  • સેન્ડવિચ મસાલા 1 ચમચી
  • બરફ ના કટકા 5-6

સેન્ડવિચ મસાલા બનાવવા માટેની સામગ્રી

  • જીરું 2 ચમચી
  • મરી 1 ચમચી
  • લવિંગ 2
  • વરિયાળી 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સૂકા દાડમ ના દાણા 1 ચમચી
  • સૂંઠ પાઉડર ½ ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું 2 ½ ચમચી

Cheese Chilli Sandwich banavani rit

ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ સેન્ડવિચ માટેનો મસાલો તૈયાર કરીશું ત્યાર બાદ લીલી ચારણી તૈયાર કરીશું અને છેલ્લે બધી સામગ્રી સાથે સેન્ડવિચ તૈયાર કરીશું.

સેન્ડવિચ માટેનો મસાલો બનાવવાની રીત

મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં જીરું, મરી, લવિંગ, વરિયાળી નાખી ધીમા તાપે હલાવી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, હિંગ, સૂકા દાડમ ના દાણા, સંચળ, મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો તો તૈયાર છે સેન્ડવિચ મસાલો.

લીલી ચટણી બનાવવાની રીત

લીલી ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ સાફ કરી રાખેલ લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાંદ, દાળિયા દાળ, લસણ ની કણી, સેન્ડવિચ મસાલો અને બેગ ના કટકા નાખી ચટણી ને પીસી લ્યો અને તૈયાર ચટણી ને બીજા વાસણમાં કાઢી ફ્રીઝ માં મૂકો.

ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત

એક વાસણમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી ડુંગળી, પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, સેન્ડવિચ મસાલા, લીલી ચટણી નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર તૈયાર કરેલ સ્ટફિંગ લગાવો ઉપર બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકો અને સેન્ડવિચ ને ગ્રિલ કે સેન્ડવિચ મશીન માં મૂકી બને બાજુ તેલ કે માખણ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

આમ એક બ્રેડ ની સ્લાઈસ પર સ્ટફિંગ મૂકી બીજી બ્રેડ ઉપર મૂકી બધી સેન્ડવિચ ને શેકી લ્યો અને તૈયાર સેન્ડવિચ ની મજા લ્યો લીલી ચટણી સાથે તો તૈયાર છે ચીઝ ચિલી સેન્ડવિચ.

Sandwich recipe notes

  • સેન્ડવિચ મસાલા ને એક વખત બનાવી તમે ફ્રીઝ માં મૂકી લાંબો સમય સુંધી વાપરી શકાય છે.
  • તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત

ચીઝ ચિલી સેન્ડવિચ - Cheese Chilli Sandwich - ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત - Cheese Chilli Sandwich banavani rit

Cheese Chilli Sandwich banavani rit

મિત્રો આજે આપણે ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત શીખીશું. આ સેન્ડવિચરેગ્યુલર સેન્ડવિચ કરતા ખૂબ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવી નેખાસો એટલી સ્વાદિષ્ટ બની ને તૈયાર થાય છે. તો ચાલો Cheese Chilli Sandwich banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ
  • 1 સેન્ડવિચ મશીન

Ingredients

ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ જરૂર મુજબ
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા કેપ્સીકમ
  • 50 ગ્રામ મોઝરેલા ચીઝ
  • 100 ગ્રામ પ્રોસેસ ચીઝ
  • 1 ચમચી સેન્ડવિચ મસાલા
  • 5-7 ચમચી લીલી ચટણી
  • માખણ જરૂર મુજબ

લીલી ચટણી માટેની સામગ્રી

  • 1 કપ લીલ ધાણા સુધારેલા 1
  • 5-6 લીલ મરચા સુધારેલા
  • 5-7 મીઠા લીમડા ના પાંદ
  • 5-7 લસણ ની કણી
  • 1 ચમચી દાળિયા દાળ
  • 1 ચમચી સેન્ડવિચ મસાલા
  • 5-6 બરફ ના કટકા

સેન્ડવિચ મસાલા બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી જીરું
  • 1 ચમચી મરી
  • 2 લવિંગ
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી હિંગ
  • 1 ચમચી સૂકા દાડમ ના દાણા
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી સંચળ
  • ચમચી મીઠું

Instructions

Cheese Chilli Sandwich banavani rit

  • ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવા સૌપ્રથમ સેન્ડવિચ માટેનો મસાલો તૈયાર કરીશું ત્યાર બાદ લીલી ચારણી તૈયાર કરીશું અને છેલ્લે બધી સામગ્રી સાથે સેન્ડવિચ તૈયાર કરીશું.

સેન્ડવિચ માટેનો મસાલો બનાવવાની રીત

  • મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં જીરું, મરી, લવિંગ, વરિયાળી નાખી ધીમા તાપે હલાવી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, હિંગ, સૂકા દાડમ ના દાણા, સંચળ, મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો તો તૈયાર છે સેન્ડવિચ મસાલો.

લીલી ચટણી બનાવવાની રીત

  • લીલી ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ સાફ કરી રાખેલ લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાંદ, દાળિયા દાળ, લસણ ની કણી, સેન્ડવિચ મસાલો અને બેગ ના કટકા નાખી ચટણી ને પીસી લ્યો અને તૈયાર ચટણી ને બીજા વાસણમાં કાઢી ફ્રીઝ માં મૂકો.

ચીઝ ચિલી સેન્ડવિચ બનાવવાની રીત

  • એક વાસણમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી ડુંગળી, પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, સેન્ડવિચ મસાલા, લીલી ચટણી નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
  • હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર તૈયાર કરેલ સ્ટફિંગ લગાવો ઉપર બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકો અને સેન્ડવિચ ને ગ્રિલ કે સેન્ડવિચ મશીન માં મૂકી બને બાજુ તેલ કે માખણ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • આમ એક બ્રેડ ની સ્લાઈસ પર સ્ટફિંગ મૂકી બીજી બ્રેડ ઉપર મૂકી બધી સેન્ડવિચ ને શેકી લ્યો અને તૈયાર સેન્ડવિચ ની મજા લ્યો લીલી ચટણી સાથે તો તૈયાર છે ચીઝ ચિલી સેન્ડવિચ.

Sandwich recipe notes

  • સેન્ડવિચ મસાલા ને એક વખત બનાવી તમે ફ્રીઝ માં મૂકી લાંબો સમય સુંધી વાપરી શકાય છે.
  • તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Bombay Ice Halwa : બોમ્બ આઈસ હલવો

મિત્રો આ બોમ્બ આઈસ હલવો બોમ્બ માં ખૂબ પ્રખ્યાત છે અને બોમ્બે માં એને માહિમ હલવા ના નામ થી પણ પ્રખ્યાત છે. આ હલવો આપણે બધા પહેલા કોઈ બોમ્બ જતું ત્યારે ચોક્કસ મંગાવતા અને જ્યારે પણ આવે ત્યારે ખૂબ પસંદ કરતા. તો હવે કોઈ ના બોમ્બ થી આવવાની રાહ ના જોતા ઘરે ઘરમાં રહેલ સામગ્રી માંથી એ ટેસ્ટી Bombay Ice Halwa banavani rit શીખીશું.

બોમ્બ આઈસ હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 1 કપ
  • ખાંડ 1 ½ કપ
  • ઘી ½ કપ
  • દૂધ ½ કપ
  • કેસર ના તાંતણા 15-20
  • પીળો ફૂડ કલર 1-2 ટીપાં. (ઓપ્શનલ છે )
  • એલચી ના દાણા અધ કચરા પીસેલા ½ ચમચી
  • બદામ ની કતરણ 3-4 ચમચી
  • પિસ્તા ની કતરણ 3-4 ચમચી

Bombay Ice Halwa banavani rit

બોમ્બ આઈસ હલવો બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કેસરના તાંતણા ને ક્રશ કરી એમાં બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે જાડા તળિયાવાળી કડાઈ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, ઘી અને દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે કડાઈ ને ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહો અને મિશ્રણ ને બરોબર ચડાવી લ્યો.

મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે એમાં કેસર વાળું દૂધ નાખી મિક્સ કરી લ્યો અને પણ દસ પંદર મિનિટ સુંધી ચડાવી લ્યો દસ મિનિટ પછી એમાં એલચી પાઉડર અને ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી હલાવતા રહો જેથી કરી તરીયા માં મિશ્રણ ના ચોંટી જાય. હવે પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ને થોડી વાર હલાવતા રહો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો.

મિશ્રણ ઠંડુ થાય એટલે બટર પેપર માં અડધું મિશ્રણ લ્યો અને એના પર બીજું બટર પેપર મૂકી વેલણ વડે પાતળું વણી લ્યો. પાતળું વણાઈ જાય એટલે ઉપર નું બટર પેપર ઉપાડી એના પર પિસ્તા અને બદામ ની કતરણ છાંટી ને ફરી બટર પેપર મૂકી એક થી બે વખત હલકા હાથે વણી લ્યો.

હવે ઉપર નું બટર પેપર અલગ કરી ચારે બાજુ જે. વધારા નું મિશ્રણ છે તેને કટર થી અલગ કરી ચોરસ આઈસ હલવા ના આકાર માં કાપી લ્યો અને ત્યાર બાદ એક બાજુ છ થી સાત કલાક સૂકવવા મૂકો.

આમ બધા મિશ્રણ માંથી હલવા સાઈટ તૈયાર કરી લ્યો અને તૈયાર સાઈટ ને સાત કલાક પછી ફરી કટર થી પેપર સાથે કાપી લ્યો અને કટકા ને ભેગા કરી લ્યો. તો તૈયાર છે બોમ્બ આઈસ હલવો.

Ice Halwa recipe notes

  • હલવા માં ખાંડ ની માત્ર તમને થોડી ઓછી પસંદ હોય તો ઓછી કરી શકો છો પણ બજાર માં થોડી મીઠાસ વધારે હોય છે.
  • હલવા ને સિધ્ધિ જગ્યા પર પાતળું કપડું ઢાંકી ને છ થી સાત કલાક સૂકવવા દેવું તો જ બજાર જેવો હલવો તૈયાર થશે.
  • અહી તમે મિશ્રણ માં બે ત્રણ ચમચી કોર્ન ફ્લોર નાખશો તો હલવો ઝડપથી કડક થશે અને ખાતી વખતે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ લાગશે.
  • તમને ફૂડ કલર પસંદ ના હોય તો કેસર ના તાંતણા ને ક્રશ કરી દૂધ સાથે મિક્સ કરી ને નાખશો તો પણ રંગ સારો આવશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બોમ્બ આઈસ હલવો બનાવવાની રીત

બોમ્બ આઈસ હલવો - Bombay Ice Halwa - બોમ્બ આઈસ હલવો બનાવવાની રીત - Bombay Ice Halwa banavani rit

Bombay Ice Halwa banavani rit

મિત્રો આ બોમ્બ આઈસ હલવો બોમ્બ માં ખૂબ પ્રખ્યાત છે અનેબોમ્બે માં એને માહિમ હલવા ના નામ થી પણ પ્રખ્યાત છે. આ હલવો આપણેબધા પહેલા કોઈ બોમ્બ જતું ત્યારે ચોક્કસ મંગાવતા અને જ્યારે પણ આવે ત્યારે ખૂબ પસંદકરતા. તો હવે કોઈ ના બોમ્બ થી આવવાની રાહના જોતા ઘરે ઘરમાં રહેલ સામગ્રી માંથી એ ટેસ્ટી Bombay Ice Halwa banavani rit શીખીશું.
3.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time time: 5 hours
Total Time: 5 hours 30 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ
  • 1 બટર પેપર

Ingredients

બોમ્બ આઈસ હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ મેંદા નો લોટ
  • કપ ખાંડ
  • ½ કપ ઘી
  • ½ કપ દૂધ
  • 15-20 કેસર ના તાંતણા
  • 1-2 ટીપાં પીળો ફૂડ કલર ( ઓપ્શનલ છે )
  • ½ ચમચી એલચી ના દાણા અધ કચરા પીસેલા
  • 3-4 ચમચી બદામ ની કતરણ
  • 3-4 ચમચી પિસ્તા ની કતરણ

Instructions

Bombay Ice Halwa banavani rit

  • બોમ્બ આઈસ હલવો બનાવવા સૌપ્રથમ એક વાટકા માં કેસરના તાંતણા ને ક્રશ કરી એમાં બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે જાડા તળિયાવાળી કડાઈ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, ઘી અને દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને હવે કડાઈ ને ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહો અને મિશ્રણ ને બરોબર ચડાવી લ્યો.
  • મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે એમાં કેસર વાળું દૂધ નાખી મિક્સ કરી લ્યો અને પણ દસ પંદર મિનિટ સુંધી ચડાવી લ્યો દસ મિનિટ પછી એમાં એલચી પાઉડર અને ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી હલાવતા રહો જેથી કરી તરીયા માં મિશ્રણ ના ચોંટી જાય. હવે પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ને થોડી વાર હલાવતા રહો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો.
  • મિશ્રણ ઠંડુ થાય એટલે બટર પેપર માં અડધું મિશ્રણ લ્યો અને એના પર બીજું બટર પેપર મૂકી વેલણ વડે પાતળું વણી લ્યો. પાતળું વણાઈ જાય એટલે ઉપર નું બટર પેપર ઉપાડી એના પર પિસ્તા અને બદામ ની કતરણ છાંટી ને ફરી બટર પેપર મૂકી એક થી બે વખત હલકા હાથે વણી લ્યો.
  • હવે ઉપર નું બટર પેપર અલગ કરી ચારે બાજુ જે. વધારા નું મિશ્રણ છે તેને કટર થી અલગ કરી ચોરસ આઈસ હલવા ના આકાર માં કાપી લ્યો અને ત્યાર બાદ એક બાજુ છ થી સાત કલાક સૂકવવા મૂકો.
  • આમ બધા મિશ્રણ માંથી હલવા સાઈટ તૈયાર કરી લ્યો અને તૈયાર સાઈટ ને સાત કલાક પછી ફરી કટર થી પેપર સાથે કાપી લ્યો અને કટકા ને ભેગા કરી લ્યો. તો તૈયાર છે બોમ્બ આઈસ હલવો.

Ice Halwa recipe notes

  • હલવા માં ખાંડ ની માત્ર તમને થોડી ઓછી પસંદ હોય તો ઓછી કરી શકો છો પણ બજાર માં થોડી મીઠાસ વધારે હોય છે.
  • હલવા ને સિધ્ધિ જગ્યા પર પાતળું કપડું ઢાંકી ને છ થી સાત કલાક સૂકવવા દેવું તો જ બજાર જેવો હલવો તૈયાર થશે.
  • અહી તમે મિશ્રણ માં બે ત્રણ ચમચી કોર્ન ફ્લોર નાખશો તો હલવો ઝડપથી કડક થશે અને ખાતી વખતે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ લાગશે.
  • તમને ફૂડ કલર પસંદ ના હોય તો કેસર ના તાંતણા ને ક્રશ કરી દૂધ સાથે મિક્સ કરી ને નાખશો તો પણ રંગ સારો આવશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી