Home Blog Page 5

મગ વડા બનાવવાની રીત | Mag vada banavani rit

મિત્રો આજે આપણે મગ વડા બનાવવાની રીત શીખીશું. આ વડા દાળ વડા જેમ બની ને તૈયાર થાય છે જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે જેને સવાર ના કે સાંજ ના નાસ્તાના બનાવી ને કે નાની પાર્ટી માં તૈયાર કરી શકો છો. તો ચાલો Mag vada banavani rit શીખીએ.

Ingredients List

  • મગ 1 કપ
  • બેસન ¼ કપ
  • સુધારેલ ડુંગળી 2
  • સૂકા લાલ મરચા 2-3
  • લસણ ની કણી 8-10
  • આદુ ના કટકા 1 ઇંચ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • જીરું 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

મગ વડા બનાવવાની રીત

મગ વડા બનાવવા સૌપ્રથમ મગ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખી રાત પલાડી મૂકો. સાત કલાક પછી મગ બરોબર પલળી જાય એટલે એનું પાણી નીતરી એક વખત સાફ પાણીથી ધોઈ લ્યો.

હવે મિક્સર જાર માં અડધા મગ નાખી પ્લસ મોડ માં દર્દરા પીસી એક તપેલી માં કાઢી લ્યો. ત્યાર બાદ બાકી રહેલ મગ મિક્સર જાર માં નાખો સાથે ડુંગળી, લસણ ની કણી, આદુ ના કટકા, લીલા મરચા, આખા સૂકા ધાણા, વરિયાળી, જીરું નાખી એને પણ પ્લસ મોડ માં દર્દરા પીસી લ્યો અને તપેલી માં કાઢી લ્યો.

ત્યારબાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા, સફેદ તલ, આમચૂર પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેસન ચાળી ને નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મગ ના મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા ના છે એ સાઇઝ માં બોલ બનાવી લ્યો અને તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ બોલ ને હથેળી વચ્ચે થોડા દબાવી ચપટા કરી ગરમ તેલ માં નાખો અને એક વખત માં સમાય એટલાં વડા નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.

આમ બધી બાજુથી ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી લઈ બીજા વડા ને ચપટા કરી તરવા નાખો અને ગોલ્ડન તરી લ્યો. આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યો અને ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મગ વડા.

Mag vada recipe notes

  • જો તમે વહેલા મગ પલાળવા ના ભૂલી ગયા હોંતો મગ ને ગરમ પાણી માં એક થી બે કલાક પલાળી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mag vada banavani rit

મગ વડા બનાવવાની રીત - Mag vada banavani rit

Mag vada banavani rit

મિત્રો આજે આપણે મગ વડા બનાવવાની રીત શીખીશું. આ વડા દાળવડા જેમ બની ને તૈયાર થાય છે જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે જેને સવાર ના કે સાંજ ના નાસ્તાનાબનાવી ને કે નાની પાર્ટી માં તૈયાર કરી શકો છો. તો ચાલો Mag vada banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients List

  • 1 કપ મગ
  • ½ કપ બેસન
  • 2 સુધારેલ ડુંગળી
  • 2-3 સૂકા લાલ મરચા
  • 8-10 લસણ ની કણી
  • 1 ઇંચ આદુ ના કટકા
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી વરિયાળી
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી સફેદ તલ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

Mag vada banavani rit

  • મગ વડા બનાવવા સૌપ્રથમ મગ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક અથવા આખી રાત પલાડી મૂકો. સાત કલાક પછી મગ બરોબર પલળી જાય એટલે એનું પાણી નીતરી એક વખત સાફ પાણીથી ધોઈ લ્યો.
  • હવે મિક્સર જાર માં અડધા મગ નાખી પ્લસ મોડ માં દર્દરા પીસી એક તપેલી માં કાઢી લ્યો. ત્યાર બાદ બાકી રહેલ મગ મિક્સર જાર માં નાખો સાથે ડુંગળી, લસણ ની કણી, આદુ ના કટકા, લીલા મરચા, આખા સૂકા ધાણા, વરિયાળી, જીરું નાખી એને પણ પ્લસ મોડ માં દર્દરા પીસી લ્યો અને તપેલી માં કાઢી લ્યો.
  • ત્યારબાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા, સફેદ તલ, આમચૂર પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેસન ચાળી ને નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મગ ના મિશ્રણ માંથી જે સાઇઝ ના વડા બનાવવા ના છે એ સાઇઝ માં બોલ બનાવી લ્યો અને તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ બોલ ને હથેળી વચ્ચે થોડા દબાવી ચપટા કરી ગરમ તેલ માં નાખો અને એક વખત માં સમાય એટલાં વડા નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
  • આમ બધી બાજુથી ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી લઈ બીજા વડા ને ચપટા કરી તરવા નાખો અને ગોલ્ડન તરી લ્યો. આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યો અને ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મગ વડા.

Mag vada recipe notes

  • જો તમે વહેલા મગ પલાળવા ના ભૂલી ગયા હોંતો મગ ને ગરમ પાણી માં એક થી બે કલાક પલાળી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

શિંગોડા આલું નું શાક બનાવવાની રીત | Shingoda aalu nu shaak banavani rit

મિત્રો શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને બજાર માં લીલા શિંગડા આવવા લાગ્યા છે અત્યાર સુંધી તમે શિંગડા ના લોટ નો ઉપયોગ કરી ને જ ઉપયોગ કરેલ હસે પણ આ શિયાળા તાજા શિંગડા લઈ એમાંથી આ શાક એક વખત ચોક્કસ બનાવી શકાય અને ઘરની સામગ્રીથી ટેસ્ટી અને હેલ્થી Shingoda aalu nu shaak બનાવી ને તૈયાર કરીશું.

Ingredients List

  • શિંગડા 1 કિલો
  • બટાકા 3-4
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • કલોંજી ½ ચમચી
  • ટમેટા 2
  • લીલા મરચા સુધારેલા 4-5
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Shingoda aalu nu shaak banavani rit

શિંગોડા આલું નું શાક બનાવવા સૌપ્રથમ લીલા શિંગડા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી છાલ અલગ કરી લ્યો. હવે ફરીથી છોલી રાખેલ શિંગડા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી બધું પાણી નિતારી લ્યો. હવે બટાકા ને છોલી સાફ કરી એના પણ શિંગડા જેટલી સાઇઝ ના કટકા કરી લ્યો અને એને પણ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને કલોંજી નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા, શિંગડા અને સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ મિડીયમ કરી શેકી લ્યો. પાંચ સાત મિનિટ ઢાંકી ને શેકી લ્યો અને વચ્ચે બે ત્રણ વખત હલાવતા રહો.

શિંગડા અને બટાકા શેકાય ત્યાં સુંધી માં મિક્સર જારમાં સુધારેલા ટમેટા, આદુના કટકા અને લીલા મરચા સુધારેલા નાખી ઢાંકણ બંધ કરી પીસી પેસ્ટ બનાવી લ્યો. હવે બટાકા અને શિંગડા બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસી રાખેલ ટમેટા પેસ્ટ નાખો અને મિક્સ કરી લ્યો.

હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર નાખી બરોબર મસાલા શેકી લ્યો અને તેલ અલગ થાય એટલે એમાં એક થી દોઢ કપ પાણી નાખીને મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો.

વીસ મિનિટ પછી ચડી ગયેલા બટાકા અને શિંગડા નાખી થોડા મેસ કરી નાખો જેથી રસો ઘટ્ટ થઈ જાય. છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ મજા લ્યો શિંગોડા આલું નું શાક.

Shaak recipe notes

  • જો તમે લસણ ડુંગળી ખાતા હો તો લસણ ડુંગળી પેસ્ટ બનાવી ને નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

શિંગોડા આલું નું શાક બનાવવાની રીત

શિંગોડા આલું નું શાક - Shingoda aalu nu shaak - શિંગોડા આલું નું શાક બનાવવાની રીત - Shingoda aalu nu shaak banavani rit

Shingoda aalu nu shaak banavani rit

મિત્રો શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને બજાર માં લીલા શિંગડાઆવવા લાગ્યા છે અત્યાર સુંધી તમે શિંગડા ના લોટ નો ઉપયોગ કરી ને જ ઉપયોગ કરેલ હસે પણઆ શિયાળા તાજા શિંગડા લઈ એમાંથી આ શાક એક વખત ચોક્કસ બનાવી શકાય અને ઘરની સામગ્રીથીટેસ્ટી અને હેલ્થી Shingod aaalu nu shaak બનાવી નેતૈયાર કરીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients List

  • 1 કિલો શિંગડા
  • 3-4 બટાકા
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી કલોંજી
  • 2 ટમેટા
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Shingoda aalu nu shaak banavani rit

  • શિંગોડા આલું નું શાક બનાવવા સૌપ્રથમ લીલા શિંગડા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી છાલ અલગ કરી લ્યો. હવે ફરીથી છોલી રાખેલ શિંગડા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી બધું પાણી નિતારી લ્યો. હવે બટાકા ને છોલી સાફ કરી એના પણ શિંગડા જેટલી સાઇઝ ના કટકા કરી લ્યો અને એને પણ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને કલોંજી નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા, શિંગડા અને સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ મિડીયમ કરી શેકી લ્યો. પાંચ સાત મિનિટ ઢાંકી ને શેકી લ્યો અને વચ્ચે બે ત્રણ વખત હલાવતા રહો.
  • શિંગડા અને બટાકા શેકાય ત્યાં સુંધી માં મિક્સર જારમાં સુધારેલા ટમેટા, આદુના કટકા અને લીલા મરચા સુધારેલા નાખી ઢાંકણ બંધ કરી પીસી પેસ્ટ બનાવી લ્યો. હવે બટાકા અને શિંગડા બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસી રાખેલ ટમેટા પેસ્ટ નાખો અને મિક્સ કરી લ્યો.
  • હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર નાખી બરોબર મસાલા શેકી લ્યો અને તેલ અલગ થાય એટલે એમાં એક થી દોઢ કપ પાણી નાખીને મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો.
  • વીસ મિનિટ પછી ચડી ગયેલા બટાકા અને શિંગડા નાખી થોડા મેસ કરી નાખો જેથી રસો ઘટ્ટ થઈ જાય. છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ મજા લ્યો શિંગોડા આલું નું શાક.

Shaak recipe notes

  • જો તમે લસણ ડુંગળી ખાતા હો તો લસણ ડુંગળી પેસ્ટ બનાવી ને નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મૂળા દાળ નું શાક બનાવવાની રેસીપી | Mula daal nu shaak banavani recipe

શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને બજાર માં મસ્ત મૂળા આવવા લાગ્યા છે અને એક નું એક કચુંબર કે શાક ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે એક નવી રીતે મૂળા દાળ નું શાક બનાવવાની રેસીપી શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો Mula daal nu shaak banavani recipe શીખીએ.

Ingredients list

  • મૂળા 2-3 સુધારેલ
  • મસૂર દાળ ½ કપ
  • હળદર ½ ચમચી
  • તેલ 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • તમાલપત્ર ના પાંદ 1
  • એલચી 2-3
  • તજ નો ટુકડો ½ ઇંચ
  • લવિંગ 2-3
  • સૂકા લાલ મરચા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • આદુ લસણની પેસ્ટ 1-2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
  • ખાંડ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

મૂળા દાળ નું શાક બનાવવાની રેસીપી

મૂળા દાળ નું શાક બનાવવા સૌપ્રથમ મસૂર દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે કપ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી લ્યો. વીસ મિનિટ પછી દાળ નું પાણી નિતારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં નિતરેલી મસૂર દાળ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ મિડીયમ તાપે ઢાંકી ને દાળ ને બાફી લ્યો.

હવે મૂળા ને સાફ કરી છોલી લ્યો ત્યાર બાદ ગોળ કે લાંબા કાપી કટકા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં તજ નો ટુકડો, એલચી, તમાલપત્ર, લવિંગ અને સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો,

ત્યાર બાદ આદુ લસણની  પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા ચડે એટલે એમાં સુધારેલ મૂળા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી મૂળા નરમ પડે એટલે એમાં બાફી રાખેલ મસૂર દાળ નાખો અને બરોબર મિક્સ કરી ફરીથી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.

છેલ્લે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી બે મિનિટ બરોબર ચડાવી લ્યો અને ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી શાક નો ગેસ બંધ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે મૂળા દાળ નું શાક.

mula nu Shaak recipe notes

  • અહીં મીઠું નાખતી વખતે ધ્યાન રાખવું વધારે ના થઈ જાય.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mula daal nu shaak banavani recipe

મૂળા દાળ નું શાક - Mula daal nu shaak - મૂળા દાળ નું શાક બનાવવાની રેસીપી - Mula daal nu shaak banavani recipe

Mula daal nu shaak banavani recipe

શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને બજાર માં મસ્ત મૂળા આવવા લાગ્યા છે અને એક નું એક કચુંબર કે શાક ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે એક નવી રીતે મૂળાદાળ નું શાક બનાવવાનીરેસીપી શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો Muladaal nu shaak banavani recipe શીખીએ.
4 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 2-3 મૂળા સુધારેલ
  • ½ કપ મસૂર દાળ
  • ½ ચમચી હળદર
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • 1 તમાલપત્ર ના પાંદ
  • 2-3 એલચી
  • ½ ઇંચ તજ નો ટુકડો
  • 2-3 લવિંગ
  • 2-3 સૂકા લાલ મરચા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 1-2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Mula daal nu shaak banavani recipe

  • મૂળા દાળ નું શાક બનાવવા સૌપ્રથમ મસૂર દાળ ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે કપ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી લ્યો. વીસ મિનિટ પછી દાળ નું પાણી નિતારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં નિતરેલી મસૂર દાળ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ મિડીયમ તાપે ઢાંકી ને દાળ ને બાફી લ્યો.
  • હવે મૂળા ને સાફ કરી છોલી લ્યો ત્યાર બાદ ગોળ કે લાંબા કાપી કટકા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં તજ નો ટુકડો, એલચી, તમાલપત્ર, લવિંગ અને સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો,
  • ત્યાર બાદ આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા ચડે એટલે એમાં સુધારેલ મૂળા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી મૂળા નરમ પડે એટલે એમાં બાફી રાખેલ મસૂર દાળ નાખો અને બરોબર મિક્સ કરી ફરીથી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • છેલ્લે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી બે મિનિટ બરોબર ચડાવી લ્યો અને ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી શાક નો ગેસ બંધ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે મૂળા દાળ નું શાક.

Shaak recipe notes

  • અહીં મીઠું નાખતી વખતે ધ્યાન રાખવું વધારે ના થઈ જાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આલું પાલક નું શાક ની રેસીપી | Aloo palak nu shaak ni recipe

પાલક ઘણા લોકો ને પસંદ હોય છે તો ઘણા ને નથી હોતી પણ જો તમે આ રીતે આલું પાલક નું શાક બનાવશો તો જેમને પસંદ નથી એમને પણ જરૂર પસંદ આવશે. ધાબા કે હોટલ માં મળે એવું શાક આજ આપણે ખૂબ ઓછી અને ઘરમાં રહેલ સામગ્રીથી તૈયાર કરીશું. તો ચાલો Aloo palak nu shaak ni recipe શીખીએ.

Ingredients list

  • પાલક 500 ગ્રામ
  • આલું 3 મિડીયમ સાઇઝ ના સુધારેલ
  • ડુંગળી 1-2 ઝીણી સુધારેલી
  • લસણ ની કણી 10-15
  • લીલા મરચા 2-3
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • દહીં 4-5 ચમચી
  • તેલ 5-7 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • ઘી 1-2 ચમચી
  • લસણ સુધારેલ 1 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2

Aloo palak nu shaak ni recipe

આલું પાલક નું શાક બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી સારા પાંદડા અલગ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને વધારાનું પાણી નીતરવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ કપ પાણી ગરમ કરી લ્યો અને એમાં સાફ કરેલી પાલક માં પાંદડા નાખો અને પાણી માં ડુબાડી ને બે મિનિટ બાફી લ્યો.

બે મિનિટ પછીગરમ પાણી માંથી કાઢી ઠંડા બરફ વાળા પાણીમાં નાખો અને એમાંથી બે ત્રણ મિનિટ પછી કાઢી મિક્સર જારમાં નાખો.

હવે પાલક સાથે લીલા મરચા સુધારેલા અને લસણ ની કણી નાખો અને પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે સુધારેલા આલું માં પા ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી કોટીંગ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે તેમાં કોટીંગ કરેલ આલું નાખી મિક્સ કરી મિડીયમ તાપે ઢાંકી ને ચડાવી લ્યો.

આઠ દસ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો અને વચ્ચે બે ત્રણ વખત ચમચા થી ઉથલાવી લ્યો. દસ મિનિટ પછી શેકી લીધેલા આલું ને બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈ માં બીજી બે ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડુ કરી લ્યો અને એમાં ચાર પાંચ ચમચી દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી કડાઈમાં  શેકી રાખેલ આલું નાખો અને એને પણ મિક્સ કરી લ્યો.

હવે પાંચ સાત મિનિટ ઢાંકી ને ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પાલક પેસ્ટ નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી  નાખો. હવે વઘરીયા માં ઘી ગરમ કરી એમાં લસણ સુધારેલ અને સૂકા લાલ મરચા નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને શાક પર નાખો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે આલું પાલક નું શાક.

Shaak recipe notes

  • અહીં પાલક સાથે એની કાચી દાડી પણ વાપરી શકો છો. પાલક ને બે મિનિટ થી વધારે ગરમ પાણી માં ના રાખવી અને પાલક ને ઢાંકવી પણ નાખી અને ને મિનિટ પછી પાલક ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણી માં નાખવી જેથી રંગ લીલો જ રહે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

આલું પાલક નું શાક ની રેસીપી

આલું પાલક નું શાક - Aloo palak nu shaak- આલું પાલક નું શાક ની રેસીપી - Aloo palak nu shaak ni recipe

Aloo palak nu shaak ni recipe

પાલક ઘણા લોકો ને પસંદ હોય છે તો ઘણા ને નથી હોતી પણ જોતમે આ રીતે આલું પાલક નું શાક બનાવશો તો જેમને પસંદ નથી એમને પણ જરૂર પસંદ આવશે. ધાબા કે હોટલ માં મળે એવું શાક આજ આપણે ખૂબ ઓછી અને ઘરમાં રહેલ સામગ્રીથી તૈયારકરીશું. તો ચાલો Aloo palak nu shaak ni recipe શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 વઘારિયું
  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 500 ગ્રામ પાલક
  • 3 આલું મિડીયમ સાઇઝ ના સુધારેલ
  • 1-2 ડુંગળી ઝીણી સુધારેલી
  • 10-15 લસણ ની કણી
  • 2-3 લીલા મરચા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી દહીં
  • 5-7 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી ઘી
  • 1 ચમચી લસણ સુધારેલ
  • 1-2 સૂકા લાલ મરચા

Instructions

Aloo palak nu shaak

  • આલું પાલક નું શાક બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી સારા પાંદડા અલગ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને વધારાનું પાણી નીતરવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ કપ પાણી ગરમ કરી લ્યો અને એમાં સાફ કરેલી પાલક માં પાંદડા નાખો અને પાણી માં ડુબાડી ને બે મિનિટ બાફી લ્યો.
  • બે મિનિટ પછીગરમ પાણી માંથી કાઢી ઠંડા બરફ વાળા પાણીમાં નાખો અને એમાંથી બે ત્રણ મિનિટ પછી કાઢી મિક્સર જારમાં નાખો.
  • હવે પાલક સાથે લીલા મરચા સુધારેલા અને લસણ ની કણી નાખો અને પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે સુધારેલા આલું માં પા ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી કોટીંગ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય એટલે તેમાં કોટીંગ કરેલ આલું નાખી મિક્સ કરી મિડીયમ તાપે ઢાંકી ને ચડાવી લ્યો.
  • આઠ દસ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો અને વચ્ચે બે ત્રણ વખત ચમચા થી ઉથલાવી લ્યો. દસ મિનિટ પછી શેકી લીધેલા આલું ને બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈ માં બીજી બે ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડુ કરી લ્યો અને એમાં ચાર પાંચ ચમચી દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી કડાઈમાં શેકી રાખેલ આલું નાખો અને એને પણ મિક્સ કરી લ્યો.
  • હવે પાંચ સાત મિનિટ ઢાંકી ને ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પાલક પેસ્ટ નાખો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
  • ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો. હવે વઘરીયા માં ઘી ગરમ કરી એમાં લસણ સુધારેલ અને સૂકા લાલ મરચા નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને શાક પર નાખો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે આલું પાલક નું શાક.

Shaak recipe notes

  • અહીં પાલક સાથે એની કાચી દાડી પણ વાપરી શકો છો. પાલક ને બે મિનિટ થી વધારે ગરમ પાણી માં ના રાખવી અને પાલક ને ઢાંકવી પણ નાખી અને ને મિનિટ પછી પાલક ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણી માં નાખવી જેથી રંગ લીલો જ રહે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સીંગદાણા નું શાક બનાવવાની રીત | Singdana nu shaak banavani rit

અત્યાર સુંધી આપણે સીંગદાણા માંથી અલગ અલગ વાનગીઓ બનાવી છે પણ એમાંથી સીંગદાણા નું શાક બનાવવાનું તો ક્યારે નહીં વિચારેલ હોય પણ મહારાષ્ટ્ર માં જયા સીંગદાણા નો પાક પુષ્કળ થાય છે ત્યાં આ શાક બનાવી ને ખવાતું હોય છે તો આજ આપણે પણ Singdana nu shaak શીખીશું.

Ingredients list

  • સીંગદાણા 1 ½ કપ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • લસણ ની કણી 5-7
  • આદુના કટકા 1-2
  • સૂકા લાલ મરચા 2-3
  • મરી 5-7
  • જીરું 1 ચમચી
  • ડુંગળી 2 સુધારેલ
  • ટમેટા સુધારેલ 2
  • નારિયળ નું છીણ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 5-7
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

સીંગદાણા નું શાક બનાવવાની રીત

સીંગદાણા નું શાક બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો. પાંચ કલાક પછી સીંગદાણા નું પાણી નિતારી કૂકરમાં નાખો સાથે સીંગદાણા ડૂબે એટલું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી બે સીટી વગાડી લ્યો અને ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.

હવે ગ્રેવી બનાવવા ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી અને આદુના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા, મરી અને જીરું નાખી શકો લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.

ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો. ટમેટા શેકાઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો.

પાંચ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ મિશ્રણ ને ઠંડુ થવા દયો અને ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો અને પેસ્ટ ને ગરણી વડે ગાળી લ્યો અને એક બાજુ મૂકો.

શાક ના વઘાર ની રીત

હવે ગેસ પર ફરી કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો અને તેલ થોડું ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં મીઠા લીમડા ના પાંદ, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મસાલા ને બરોબર શેકી લ્યો.

મસાલા શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો અને પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ સીંગદાણા પાણી સાથે જ નાખો અને બરોબર મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.

સાત મિનિટ પછી એમાં કસૂરી મેથી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે સીંગદાણા નું શાક.

Shaak recipe notes

  • અહીં તમે લીલા સીંગદાણા નો ઉપયોગ પણ કરી શકો છો. સીંગદાણા જો લીલા હોય તો પલળવાની જરૂર નથી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Singdana nu shaak banavani rit

સીંગદાણા નું શાક - Singdana nu shaak - સીંગદાણા નું શાક બનાવવાની રીત - Singdana nu shaak banavani rit

Singdana nu shaak banavani rit

અત્યાર સુંધી આપણે સીંગદાણા માંથી અલગ અલગ વાનગીઓ બનાવીછે પણ એમાંથી સીંગદાણા નું શાક બનાવવાનું તો ક્યારે નહીં વિચારેલ હોય પણ મહારાષ્ટ્રમાં જયા સીંગદાણા નો પાક પુષ્કળ થાય છે ત્યાં આ શાક બનાવી ને ખવાતું હોય છે તો આજ આપણે પણ Singdana nu shaak શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 1 ½ કપ સીંગદાણા

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 5-7 લસણ ની કણી
  • 1-2 આદુના કટકા
  • 2-3 સૂકા લાલ મરચા
  • 5-7 મરી
  • 1 ચમચી જીરું
  • 2 ડુંગળી સુધારેલ
  • 2 ટમેટા સુધારેલ
  • 1-2 ચમચી નારિયળ નું છીણ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 5-7 મીઠા લીમડા ના પાંદ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસૂરી મેથી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

Singdana nu shaak

  • સીંગદાણા નું શાક બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો. પાંચ કલાક પછી સીંગદાણા નું પાણી નિતારી કૂકરમાં નાખો સાથે સીંગદાણા ડૂબે એટલું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી બે સીટી વગાડી લ્યો અને ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.
  • હવે ગ્રેવી બનાવવા ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણી અને આદુના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા, મરી અને જીરું નાખી શકો લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.
  • ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો. ટમેટા શેકાઈ જાય એટલે એમાં નારિયળ નું છીણ નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો.
  • પાંચ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ મિશ્રણ ને ઠંડુ થવા દયો અને ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો અને પેસ્ટ ને ગરણી વડે ગાળી લ્યો અને એક બાજુ મૂકો.

શાક ના વઘાર ની રીત

  • હવે ગેસ પર ફરી કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો અને તેલ થોડું ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં મીઠા લીમડા ના પાંદ, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મસાલા ને બરોબર શેકી લ્યો.
  • મસાલા શેકાઈ જાય એટલે એમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી મિક્સ કરી પાંચ મિનિટ શેકી લ્યો અને પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ સીંગદાણા પાણી સાથે જ નાખો અને બરોબર મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
  • સાત મિનિટ પછી એમાં કસૂરી મેથી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે સીંગદાણા નું શાક.

Shaak recipe notes

  • અહીં તમે લીલા સીંગદાણા નો ઉપયોગ પણ કરી શકો છો. સીંગદાણા જો લીલા હોય તો પલળવાની જરૂર નથી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Pili haldar ane aamba haldar nu athanu

મિત્રો આ પીળી હળદર અને આંબા હળદર નું અથાણું બનાવું જેટલું સરળ છે એટલું જ સ્વાદિષ્ટ અને હેલ્થી છે. શિયાળા ની શરૂઆત થતાં બજારમાં પીળી હળદર અને આંબા હળદર આવવા લાગે છે ત્યારે દરેક ગુજરાતી ના ઘરે આ અથાણું તાજુ તાજુ બનાવી ને બપોર અને રાત્રી ના જમણ માં ચોક્કસ થાળી માં જોઈ શકાય છે. આ અથાણું ખૂબ ઓછી સામગ્રી થી અને બને એટલે તરત ખાઈ શકાય છે જેના સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા જોવા મળે છે. જેમનો એક ફાયદો કહેવાય છે કે લોહી ને શુદ્ધ કરે છે. તો ચાલો Pili haldar ane aamba haldar nu athanu sશીખીએ.

જરૂરી સામગ્રી

  • પીળી હળદર 250 ગ્રામ
  • આંબા હળદર 250 ગ્રામ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • લીંબુનો રસ ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ

પીળી હળદર અને આંબા હળદર નું અથાણું

પીળી હળદર અને આંબા હળદર નું અથાણું બનાવવા સૌપ્રથમ પીળી હળદર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી ફરીથી એક વખત ધોઇ લ્યો અને કપડા થી કોરી કરી એક બાજુ મૂકો.

હવે આંબા હળદર ને પણ ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ છોલી લ્યો અને બધી હળદર ને પાણી થી ધોઈ કપડા થી કોરી કરી એક બાજુ મૂકો. અને લીંબુના રસ માંથી રસ કાઢી એક બાજુ મૂકો.

હવે સાફ કરેલ બધી હળદર ને મોટી છીણી વડે છીણી લ્યો અથવા ગોળ ગોળ કે લાંબી લાંબી ચાકુથી કાપી લ્યો અને એક મોટી તપેલીમાં નાખતા જાઓ. આમ બધી હળદર ના કટકા કરી લ્યો. હવે એમાં લીલા મરચા ને ધોઈ કોરા કરી બે ભાગ માં કટકા કરી નાખો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

આમ બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લીધા બાદ અથાણું ખાવા માટે તૈયાર છે તમે તૈયાર અથાણાં ને સાફ અને કોરી કાંચ ની બરણીમાં ભરી લ્યો અને ત્યાર બાદ તરત અથવા એક દિવસ એમજ રહેવા દીધા બાદ રોટલી, રોટલા પરોઠા સાથે સર્વ કરો અને મજા લ્યો પીળી હળદર અને આંબા હળદર નું અથાણું.

haldar nu athanu recipe notes

  • અહીં આ બને હળદર સાથે તમે આદુ ના કટકા કરી ને પણ નાખી શકો છો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
  • અહીં અથાણાં માટે લીંબુ નો રસ અને મીઠું થોડા આગળ પડતાં નાખવા જેથી અથાણું લાંબો સમય સુંધી ખાઈ શકો.
  • જો તમારે આ અથાણાં ને બારે રાખી ખાવું હોય તો થોડી થોડી માત્રા માં બનાવું જેથી બગડી ના જાય. બાકી એક સાથે વધારે બનાવી ફ્રીઝ માં તમે લાંબો સમય સુધી સાચવી શકો છો અને ખાઈ શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pili haldar ane aamba haldar nu athanu

પીળી હળદર અને આંબા હળદર નું અથાણું - Pili haldar ane aamba haldar nu athanu

Pili haldar ane aamba haldar nu athanu

મિત્રો આ પીળી હળદર અને આંબા હળદર નું અથાણું બનાવુંજેટલું સરળ છે એટલું જ સ્વાદિષ્ટ અને હેલ્થી છે. શિયાળા ની શરૂઆત થતાં બજારમાં પીળી હળદર અને આંબા હળદર આવવા લાગે છે ત્યારેદરેક ગુજરાતી ના ઘરે આ અથાણું તાજુ તાજુ બનાવી ને બપોર અને રાત્રી ના જમણ માં ચોક્કસથાળી માં જોઈ શકાય છે. આ અથાણું ખૂબ ઓછી સામગ્રી થી અને બને એટલેતરત ખાઈ શકાય છે જેના સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા જોવા મળે છે. જેમનો એક ફાયદો કહેવાય છે કે લોહી ને શુદ્ધ કરે છે. તોચાલો Pili haldar ane aambahaldar nu athanu શીખીએ.
5 from 1 vote
Prep Time: 30 minutes
Total Time: 30 minutes
Servings: 500 ગ્રામ

Equipment

  • 1 તપેલી
  • 1 કાંચ ની બરણી

Ingredients

અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ પીળી હળદર
  • 250 ગ્રામ આંબા હળદર
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ કપ લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Pili haldar ane aamba haldar nu athanu

  • પીળી હળદર અને આંબા હળદર નું અથાણું બનાવવા સૌપ્રથમ પીળી હળદર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી ફરીથી એક વખત ધોઇ લ્યો અને કપડા થી કોરી કરી એક બાજુ મૂકો.
  • હવે આંબા હળદર ને પણ ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ છોલી લ્યો અને બધી હળદર ને પાણી થી ધોઈ કપડા થી કોરી કરી એક બાજુ મૂકો. અને લીંબુના રસ માંથી રસ કાઢી એક બાજુ મૂકો.
  • હવે સાફ કરેલ બધી હળદર ને મોટી છીણી વડે છીણી લ્યો અથવા ગોળ ગોળ કે લાંબી લાંબી ચાકુથી કાપી લ્યો અને એક મોટી તપેલીમાં નાખતા જાઓ. આમ બધી હળદર ના કટકા કરી લ્યો. હવે એમાં લીલા મરચા ને ધોઈ કોરા કરી બે ભાગ માં કટકા કરી નાખો. ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • આમ બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લીધા બાદ અથાણું ખાવા માટે તૈયાર છે તમે તૈયાર અથાણાં ને સાફ અને કોરી કાંચ ની બરણીમાં ભરી લ્યો અને ત્યાર બાદ તરત અથવા એક દિવસ એમજ રહેવા દીધા બાદ રોટલી, રોટલા પરોઠા સાથે સર્વ કરો અને મજા લ્યો પીળી હળદર અને આંબા હળદર નું અથાણું.

haldar nu athanu recipe notes

  • અહીં આ બને હળદર સાથે તમે આદુ ના કટકા કરી ને પણ નાખી શકો છો એ પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
  • અહીં અથાણાં માટે લીંબુ નો રસ અને મીઠું થોડા આગળ પડતાં નાખવા જેથી અથાણું લાંબો સમય સુંધી ખાઈ શકો.
  • જો તમારે આ અથાણાં ને બારે રાખી ખાવું હોય તો થોડી થોડી માત્રા માં બનાવું જેથી બગડી ના જાય. બાકી એક સાથે વધારે બનાવી ફ્રીઝ માં તમે લાંબો સમય સુધી સાચવી શકો છો અને ખાઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દહીં વાલે આલું બનાવવાની રીત | Dahi vale aloo banavani rit

મિત્રો આજે આપણે દહીં વાલે આલું બનાવવાની રીત શીખીશું આ પંજાબી શાક ખૂબ ટેસ્ટી લાગે છે અને રોટલી પરોઠા કે નાન સાથે સર્વ કરી શકો છો. તો ચાલો Dahi vale aloo banavani rit શીખીએ.

Ingredients list

  • બટાકા 5-6
  • ઘી 2 ચમચી
  • જીરું ½ + ½  ચમચી
  • હિંગ ½ ચમચી
  • ઝીણું સમારેલું આદુ ½ ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • દહીં 1 કપ
  • બેસન 1-2 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા ½ કપ
  • લીલ ધાણા સુધારેલા 2-3 ચમચી
  • વરિયાળી ½ ચમચી
  • અજમો 1 ચમચી
  • મરી 8-10
  • સૂકા લાલ મરચા 1-2
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Dahi vale aloo banavani rit

દહીં વાલે આલું બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને ત્યાર બાદ પાણી માં નાખી ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી, અજમો, મરી, અડધી ચમચી જીરું અને સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે હલાવતા રહો અને શેકી લ્યો અને બધા મસાલા થોડા ઠંડા થાય એટલે પીસી ને પાઉડર બનાવી લ્યો અને તૈયાર મસાલા ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એજ કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, ઝીણું સમારેલું આદુ અને મરચા નાખો અને મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલા આલું ને પાણી માંથી કાઢી ને નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે શેકી લ્યો.

આલું ને આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. આલું ચડે ત્યાં સુધીમાં દહીં માં બેસન, હળદર, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને પીસી રાખેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો. બટાકા શેકાઈ જાય બરોબર એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરો અને ટમેટા ને પણ શેકી ને ચડાવી લ્યો.

ટમેટા નરમ થાય એટલે  ગેસ ધીમો કરી એમાં દહીં નાખી મિક્સ કરી લ્યો અને દહીં વાળા મિશ્રણ માં અડધા થી એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો જેથી દહી ફાટી ના જાય.

ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે ચડાવી લ્યો ગ્રેવી થોડી ઘટ્ટ થાય અને બટાકા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે દહીં વાલે આલું.

Dahi vale aloo recipe notes

  • દહીં કડાઈ માં નાખતી વખતે ફાટે નહિ એ માટે ગેસ બંધ કરી નાખવો અથવા સાવ ધીમો કરી નાખવો.
  • અહી તમે બટાકા ને બાફી ને મોટા કટકા કરી ને પણ નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દહીં વાલે આલું બનાવવાની રીત

દહીં વાલે આલું - Dahi vale aloo - દહીં વાલે આલું બનાવવાની રીત - Dahi vale aloo banavani rit

Dahi vale aloo banavani rit

મિત્રો આજે આપણે દહીં વાલે આલું બનાવવાની રીત શીખીશુંઆ પંજાબી શાક ખૂબ ટેસ્ટી લાગે છે અને રોટલી પરોઠા કે નાન સાથે સર્વ કરી શકો છો. તો ચાલો Dahi vale aloo banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 5-6 બટાકા
  • 2 ચમચી ઘી 2
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હિંગ
  • ½ ચમચી ઝીણું સમારેલું આદુ
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1 કપ દહીં
  • 1-2 ચમચી બેસન
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • ½ કપ ઝીણા સમારેલા ટામેટા
  • 2-3 ચમચી લીલ ધાણા સુધારેલા
  • ½ ચમચી વરિયાળી
  • 1 ચમચી અજમો
  • 8-10 મરી
  • 1-2 સૂકા લાલ મરચા
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Dahi vale aloo banavani rit

  • દહીં વાલે આલું બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને ત્યાર બાદ પાણી માં નાખી ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી, અજમો, મરી, અડધી ચમચી જીરું અને સૂકા લાલ મરચા નાખી ધીમા તાપે હલાવતા રહો અને શેકી લ્યો અને બધા મસાલા થોડા ઠંડા થાય એટલે પીસી ને પાઉડર બનાવી લ્યો અને તૈયાર મસાલા ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એજ કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, ઝીણું સમારેલું આદુ અને મરચા નાખો અને મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલા આલું ને પાણી માંથી કાઢી ને નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે શેકી લ્યો.
  • આલું ને આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. આલું ચડે ત્યાં સુધીમાં દહીં માં બેસન, હળદર, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને પીસી રાખેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો. બટાકા શેકાઈ જાય બરોબર એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરો અને ટમેટા ને પણ શેકી ને ચડાવી લ્યો.
  • ટમેટા નરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં દહીં નાખી મિક્સ કરી લ્યો અને દહીં વાળા મિશ્રણ માં અડધા થી એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો જેથી દહી ફાટી ના જાય.
  • ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે ચડાવી લ્યો ગ્રેવી થોડી ઘટ્ટ થાય અને બટાકા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ શાક ને સર્વ કરો. તો તૈયાર છે દહીં વાલે આલું.

Dahi vale aloo recipe notes

  • દહીં કડાઈ માં નાખતી વખતે ફાટે નહિ એ માટે ગેસ બંધ કરી નાખવો અથવા સાવ ધીમો કરી નાખવો.
  • અહી તમે બટાકા ને બાફી ને મોટા કટકા કરી ને પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી