Home Blog Page 44

અંજીર ખજૂર વેડમી બનાવવાની રીત | Anjeer Khajur Vedmi banavani rit | Anjeer Khajur Vedmi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે અંજીર ખજૂર વેડમી બનાવવાની રીત – Anjeer Khajur Vedmi banavani rit શીખીશું , If you like the recipe do subscribe Vandita’s Kitchen  YouTube channel on YouTube ,પારંપરિક વેડમી તો આપણે ચણા દાળ અથવા તુવેર દાળ ને બાફી ને તૈયાર કરેલા પુરણ માંથી બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે થોડા અલગ પુરણ સાથે બનાવશું. જે વાર તહેવાર પર બનાવી ને મજા લઇ શકાય છે તો ચાલો Anjeer Khajur Vedmi recipe in gujarati શીખીએ.

અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

પુરણ બનાવવા માટેની સામગ્રી

  • અંજીર 10-12
  • ખજૂર 10-12
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કાજુની કતરણ 2 ચમચી
  • બદામ ની કતરણ 2 ચમચી
  • પિસ્તા ની કતરણ 1-2 ચમચી
  • ઘી જરૂર મુજબ

અંજીર ખજૂર વેડમી બનાવવાની રીત

આજ સૌપ્રથમ આપણે અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ પુરણ બનાવવાની રીત શીખીશું

અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવાની રીત

અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં થોડું મીઠું અને એક ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો. લોટ ને મસળી લીધા બાદ એમાં ફરી એક ચમચી ઘી નાખી લોટ ને મસળી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો.

પુરણ બનાવવાની રીત

પુરણ બનાવવા ખજૂર ના બીજ કાઢી કટકા કરી લ્યો ત્યાર બાદ અંજીર ને સાફ કરી એક વખત પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે કલાક ઠંડા પાણી માં અથવા પંદર વીસ મિનિટ ગરમ પાણી માં પલાળી મુકો. અંજીર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ ઝીણા ઝીણા કટકા કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ખજૂર અને અંજીર નાખી ધીમા તાપે હલાવતા રહો ને પાંચ સાત મિનિટ શેકી લ્યો જેથી મિશ્રણ નરમ થઇ જાય. ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.

અંજીર અને ખજૂર બિલકુલ નરમ થઈ જાય એટલે એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો.

વેડમી બનાવવાની રીત

બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી નાના નાના લુવા બનાવી લ્યો હવે એજ લુવા ને વેલણ વડે વણી લ્યો. (જો લોટ ચોટતો હોય તો પાટલા ને વેલણ પર ઘી લગાવી દેવું ) નાની પૂરી તૈયાર થાય એટલે વચ્ચે ઠંડુ થયેલ પુરણ મૂકી ને બધી બાજુથી બરોબર પેક કરી ફરી બરોબર પેક કરી લ્યો.

પેક કરેલ લુવા ને ફરી હલકા હાથે વણી લ્યો. આમ બધી વેડમી ને પુરણ ભરી પેક કરી વણી ને વેડમી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે એક તવી માં બે ચાર ચમચી ઘી નાખી એમાં તૈયાર કરેલ વેડમી મૂકી બને બાજુ ઉથલાવતા રહી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

 આમ બને બાજુ શેકી લીધા બાદ ગેસ પર થી ઉતારી લ્યો ને બીજી વેડમી ને ધીમા તાપે શેકી લ્યો. ને ઉપરથી ઘી લગાવી ને ગરમ કે ઠંડી સર્વ કરો અંજીર ખજૂર વેડમી.

Anjeer Khajur Vedmi recipe in gujarati notes

  • અહી જો તમને મીઠાસ વધુ પસંદ હોય તો શેકતી વખતે ખાંડ કે છીણેલો ગોળ નાખી શકો છો.
  • તમે વેડમી ને અપ્પમ માં પણ શેકી ને અથવા ઓવેન માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.

Anjeer Khajur Vedmi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Vandita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Anjeer Khajur Vedmi recipe in gujarati

અંજીર ખજૂર વેડમી - અંજીર ખજૂર વેડમી બનાવવાની રીત - Anjeer Khajur Vedmi - Anjeer Khajur Vedmi banavani rit - Anjeer Khajur Vedmi recipe in gujarati

અંજીર ખજૂર વેડમી | Anjeer Khajur Vedmi | Anjeer Khajur Vedmi banavani rit | Anjeer Khajur Vedmi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે અંજીર ખજૂર વેડમી બનાવવાની રીત – Anjeer Khajur Vedmi banavani rit શીખીશું , પારંપરિક વેડમી તો આપણે ચણા દાળ અથવા તુવેર દાળ ને બાફીને તૈયાર કરેલા પુરણ માંથી બનાવતા હોઈએ છીએ પણ આજ આપણે થોડા અલગ પુરણ સાથે બનાવશું. જે વાર તહેવાર પર બનાવી ને મજા લઇ શકાય છે તો ચાલો Anjeer Khajur Vedmi recipe in gujarati શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

પુરણ બનાવવા માટેની સામગ્રી

  • 10-12 ખજૂર
  • ¼ ચમચી એલચીપાઉડર
  • અંજીર
  • 2 ચમચી કાજુની કતરણ
  • 2 ચમચી બદામની કતરણ
  • 1-2 ચમચી પિસ્તાની કતરણ
  • ઘી જરૂર મુજબ

Instructions

અંજીર ખજૂર વેડમી બનાવવાની રીત | Anjeer Khajur Vedmi banavani rit | Anjeer Khajur Vedmi recipe in gujarati

  • આજ સૌપ્રથમ આપણે અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવાની રીત શીખીશુંત્યારબાદ પુરણ બનાવવાની રીત શીખીશું

અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવાની રીત

  • અંજીર ખજૂર વેડમી નો લોટ બાંધવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં થોડું મીઠું અને એક ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખીમિડીયમ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો. લોટ ને મસળી લીધા બાદ એમાંફરી એક ચમચી ઘી નાખી લોટ ને મસળી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો.

પુરણ બનાવવાની રીત

  • પુરણ બનાવવા ખજૂર ના બીજ કાઢી કટકા કરી લ્યો ત્યાર બાદ અંજીર ને સાફ કરી એક વખત પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે કલાક ઠંડા પાણી માં અથવા પંદર વીસ મિનિટ ગરમ પાણી માં પલાળી મુકો. અંજીર પલાળીલીધા બાદ એનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ ઝીણા ઝીણા કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ખજૂર અને અંજીર નાખી ધીમા તાપે હલાવતા રહો ને પાંચ સાત મિનિટ શેકી લ્યો જેથી મિશ્રણ નરમ થઇ જાય. ત્યાર બાદ એમાં એલચી પાઉડરનાખી મિક્સ કરી લ્યો.
  • અંજીર અને ખજૂર બિલકુલ નરમ થઈ જાય એટલે એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરીમિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો.

વેડમી બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી નાના નાના લુવા બનાવી લ્યો હવે એજ લુવા નેવેલણ વડે વણી લ્યો. (જો લોટ ચોટતો હોય તો પાટલા ને વેલણ પર ઘી લગાવી દેવું ) નાની પૂરી તૈયાર થાય એટલે વચ્ચે ઠંડુ થયેલ પુરણ મૂકી ને બધી બાજુથી બરોબર પેકકરી ફરી બરોબર પેક કરી લ્યો.
  • પેકકરેલ લુવા ને ફરી હલકા હાથે વણી લ્યો. આમ બધી વેડમી ને પુરણ ભરી પેક કરી વણી ને વેડમી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે એક તવી માં બે ચાર ચમચી ઘી નાખી એમાં તૈયાર કરેલ વેડમીમૂકી બને બાજુ ઉથલાવતા રહી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  •  આમ બને બાજુ શેકી લીધા બાદ ગેસ પરથી ઉતારી લ્યો ને બીજી વેડમી ને ધીમા તાપે શેકી લ્યો. ને ઉપરથીઘી લગાવી ને ગરમ કે ઠંડી સર્વ કરો અંજીર ખજૂર વેડમી.

Anjeer Khajur Vedmi recipe in gujarati notes

  • તમે વેડમી ને અપ્પમ માં પણ શેકી ને અથવા ઓવેન માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
  • અહી જો તમને મીઠાસ વધુ પસંદ હોય તો શેકતી વખતે ખાંડ કે છીણેલો ગોળ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | milk powder na gulab jambu banavani rit

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati | sing ni chikki banavani rit

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati

ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit recipe gujarati ma

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam’s Kitchen  YouTube channel on YouTube  આજે આપણે ઢોકળી નું શાક બનાવવાની રીત – ઢોકળી નું શાક બનાવવાની રેસીપી શીખીશું. ઘરમાં જ્યારે કોઈ જ શાક ના હોય અથવા તો કંઇક અલગ જ શાક ખાવાની ઈચ્છા હોય ત્યારે આ શાક બનાવી ને રોટલી, પરાઠા, રોટલા કે ભાત સાથે સર્વ કરો મહેમાન પણ ખૂબ વખાણ કરતા કરતા જમશે તો ચાલો બેસનની ઢોકળી નું શાક બનાવવાની રીત dhokli nu shaak recipe in gujarati ,besan dhokli nu shaak banavani recipe gujarati ma શીખીએ.

ઢોકળી બનાવવા માટેની સામગ્રી | dhokli recipe ingredients

  • બેસન 1 કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • તેલ 1 +2 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 ½  કપ
  • છાસ ½ કપ
  • લીલા મરચા સુધારેલા 1-2 અને લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી (ઓપ્શનલ છે)

ઢોકળી ના શાક ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | dhokli nu shaak ni greavy recipe ingredients

  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તજ નો ટુકડો 1
  • તમાલપત્ર 1
  • સ્ટાર ફૂલ 1
  • મરી 3-4
  • લવિંગ 1-2
  • દહી / છાસ 2 ½ કપ
  • ડુંગરી ઝીણી સુધારેલી 1 (ઓપ્શનલ છે)
  • ટમેટા પ્યુરી 1 કપ
  • લસણ પેસ્ટ 2 ચમચી (ઓપ્શનલ છે)
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ઝીણી સેવ પીસેલી ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠો લીમડો 8-10 પાન
  • પાણી ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું

ઢોકળી નું શાક બનાવવાની રીત | ઢોકળી નું શાક બનાવવાની રેસીપી

સૌ પ્રથમ આપને ઢોકળી બનાવતા શીખીશું ત્યાર પછી તેની ગ્રેવી બનાવતા શીખીશું

ઢોકળી બનાવવાની રીત | dhokli banavani rit

સૌ પ્રથમ એક થાળી ને એક બે ચમચી તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો હવે એક તપેલીમાં બેસન ચારી ને લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, સફેદ તલ, હિંગ, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો છેલ્લે એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને એમાં આશરે દોઢ કપ જેટલું પાણી થોડું થોડું નાખતા જઈ હાથ વડે કે વ્હિસ્પ વડે ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી લ્યો એમાં તૈયાર બેસન નું મિશ્રણ નાખી મિક્સ કરતા રહો જ્યાં સુંધી મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મૂકી ભેગુ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થતાં આશરે દસ મિનિટ લાગશે.

મિશ્રણ સાવ ઘટ્ટ થઈ કડાઈ મૂકે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળીમાં નાખો ને હાથ કે ચમચા પર તેલ લગાવી એક સરખું ફેલાવી દયો જો હાથ વડે કરો તો ધ્યાન રહે મિશ્રણ ખૂબ ગરમ હસે તો ધ્યાન થી કરવું મિશ્રણ એક સરખું ફેલાવી લીધા બાદ ઠંડુ થવા દેવું ઢોકળી નું મિશ્રણ સાવ ઠંડુ થાય એટલે એમાં ચાકુથી ચોરસ કે ડાયમંડ આકારના કટકા કરી લ્યો ને તૈયાર છે ઢોકળી જેને એક બાજુ મૂકો.

ઢોકળી ના શાકની ગ્રેવી બનાવવાની રીત | dhokli na shaak ni greavy recipe

ઢોકળી ના શાક ની ગ્રેવી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં તજ, મરી, લવિંગ, તમાલપત્ર, સ્ટાર ફૂલ , અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો સાથે રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ મીઠા લીમડાના પાન નાખો ને મિક્સ કરો હવે એમાં આદુ લસણની પેસ્ટ , લીલા મરચા સુધારેલ ને ડુંગરી સુધારેલ નાખી ડુંગરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ટમેટાની પ્યુરી નાખી મિક્સ કરો

ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા નું પાણી બરી જાય ત્યાં સુધી મીડિયમ તાપે શેકી લો ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસેલી સેવ પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડુ થોડુ દહી કે છાસ નાખી મિક્સ કરતા જાઓ જ્યાં સુંધી મિશ્રણમાં ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા રહો નહિતર દહી ફાટી ને ફોદા થઈ જસે ને સાથે પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો

દહી ઉકળવા લાગે એટલે એમાં કટ કરેલ ઢોકળી નાખી મિક્સ કરી લ્યો ને કસુરી મેથી હાથ થી મસળી ને નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ઢોકળી બરોબર મિક્સ થઈ જાય ગ્રેવી સાથે એટલે ગેસ બંધ કરી લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો ઢોકળી નું શાક

dhokli nu shaak recipe notes

  • અહી ઢોકળી ના મિશ્રણ ને થાળી માં નાખી ઢોકળા જેમ વરાળમાં બાફી ને પણ તૈયાર કરી શકો છો ઢોકળી ના મિશ્રણ માં આડી મરચા ને લસણની પેસ્ટ નો સ્વાદ ખૂબ સરસ આવે છે
  • ઘણા ઢોકળી ને તૈયાર થઈ ગયા પછી એક બે ચમચી તેલમાં શેકી ને પણ વાપરે છે
  • ગ્રેવી માટે મોરી છાસ નો ઉપયોગ કરશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો

dhokli nu shaak recipe video | બેસનની ઢોકળી નું શાક | besan dhokli nu shaak

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર JIFFY GIPHY ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dhokli nu shaak recipe in gujarati | dhokli nu shaak banavani recipe gujarati ma

ઢોકળી નું શાક બનાવવાની રીત - ઢોકળી નું શાક બનાવવાની રેસીપી - બેસનની ઢોકળી નું શાક - dhokli nu shaak recipe in gujarati - dhokli nu shaak banavani recipe gujarati ma - dhokli nu shaak recipe video - dhokli nu shaak banavani rit batao

ઢોકળી નું શાક બનાવવાની રીત | ઢોકળી નું શાક બનાવવાની રેસીપી | dhokli nu shaak recipe in gujarati | dhokli nu shaak banavani recipe gujarati ma

નમસ્તે મિત્રો આજે આપણે ઢોકળી નું શાક બનાવવાની રીત – ઢોકળી નું શાક બનાવવાની રેસીપી શીખીશું. ઘરમાં જ્યારે કોઈ જશાક ના હોય અથવા તો કંઇક અલગ જ શાક ખાવાની ઈચ્છા હોય ત્યારે આ શાક બનાવી ને રોટલી,પરાઠા, રોટલા કે ભાત સાથે સર્વ કરો મહેમાન પણ ખૂબવખાણ કરતા કરતા જમશે તો ચાલો બેસનની ઢોકળી નું શાક બનાવવાની રીત dhoklinu shaak recipe in gujarati ,besan dhokli nu shaak banavani recipe gujarati ma શીખીએ
4.72 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઢોકળી બનાવવા માટેની સામગ્રી | dhokli recipe ingredients

  • 1 કપ બેસન
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી સફેદ તલ
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 3 ચમચી તેલ
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ½  કપ પાણી
  • ½ કપ છાસ
  • 1-2 ચમચી લીલા મરચા સુધારેલા1-2 અને લીલા ધાણા સુધારેલા (ઓપ્શનલ છે)

ઢોકળી ના શાક ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | dhokli nu shaak ni greavy recipe ingredients

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 તજ નોટુકડો
  • 1 તમાલ પત્ર
  • 1 સ્ટાર ફૂલ
  • 3-4 મરી
  • 1-2 લવિંગ
  • 2 ½ કપ દહી / છાસ
  • 1 ડુંગરી ઝીણી સુધારેલી (ઓપ્શનલ છે)
  • 1 કપ ટમેટાપ્યુરી
  • 2 ચમચી લસણ પેસ્ટ (ઓપ્શનલ છે)
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી કસુરી મેથી
  • ¼ કપ ઝીણી સેવ પીસેલી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 8-10 મીઠો લીમડો પાન
  • ¼ કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ઢોકળી નું શાક બનાવવાની રીત | ઢોકળી નું શાક બનાવવાની રેસીપી | dhokli nu shaak recipe in gujarati | dhokli nu shaak banavani recipe gujarati ma

  • સૌ પ્રથમ આપને ઢોકળી બનાવતા શીખીશું ત્યાર પછી તેની ગ્રેવી બનાવતા શીખીશું

ઢોકળી બનાવવાની રીત | dhokli banavani rit

  • સૌ પ્રથમ એક થાળી ને એક બે ચમચી તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો હવે એક તપેલીમાં બેસન ચારી ને લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, સ્વાદમુજબ મીઠું, ગરમ મસાલો, સફેદ તલ,હિંગ, આદુ પેસ્ટ, લીલા મરચાસુધારેલા ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો છેલ્લે એમાં બેકિંગ સોડા નાખી મિક્સકરો ને એમાં આશરે દોઢ કપ જેટલું પાણી થોડું થોડું નાખતા જઈ હાથ વડે કે વ્હિસ્પ વડેગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી લ્યો એમાં તૈયાર બેસન નું મિશ્રણ નાખી મિક્સ કરતા રહો જ્યાં સુંધી મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મૂકી ભેગુ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થતાં આશરે દસ મિનિટ લાગશે
  • મિશ્રણ સાવ ઘટ્ટ થઈ કડાઈ મૂકે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળીમાં નાખો ને હાથકે ચમચા પર તેલ લગાવી એક સરખું ફેલાવી દયો જો હાથ વડે કરો તો ધ્યાન રહે મિશ્રણ ખૂબગરમ હસે તો ધ્યાન થી કરવું મિશ્રણ એક સરખું ફેલાવી લીધા બાદ ઠંડુ થવા દેવું ઢોકળી નું મિશ્રણ સાવ ઠંડુ થાય એટલે એમાં ચાકુથી ચોરસ કે ડાયમંડ આકારના કટકા કરી લ્યો ને તૈયાર છે ઢોકળી જેને એક બાજુ મૂકો

ઢોકળી ના શાક ની ગ્રેવી બનાવવાની રીત | dhokli na shaak ni greavy recipe

  • ઢોકળી ના શાક ની ગ્રેવી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં તજ, મરી,લવિંગ, તમાલપત્ર, સ્ટાર ફૂલ, અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો સાથે રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ મીઠા લીમડાના પાન નાખો નેમિક્સ કરો હવે એમાં આદુ લસણની પેસ્ટ , લીલા મરચા સુધારેલ ને ડુંગરીસુધારેલ નાખી ડુંગરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ટમેટાની પ્યુરી નાખી મિક્સ કરો
  • ત્યારબાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરો ને ટમેટા નું પાણી બરી જાય ત્યાં સુધી મીડિયમ તાપે શેકી લો ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસેલી સેવ પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડુ થોડુ દહી કે છાસ નાખી મિક્સ કરતા જાઓ જ્યાં સુંધી મિશ્રણમાં ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા રહો નહિતર દહી ફાટી ને ફોદા થઈ જસે ને સાથે પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો
  • દહી ઉકળવા લાગે એટલે એમાં કટ કરેલ ઢોકળી નાખી મિક્સ કરી લ્યો ને કસુરી મેથી હાથ થી મસળીને નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ઢોકળી બરોબર મિક્સ થઈ જાય ગ્રેવી સાથે એટલે ગેસ બંધ કરી લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો ઢોકળી નું શાક

dhokli nu shaak recipe notes

  • અહી ઢોકળી ના મિશ્રણ ને થાળી માં નાખી ઢોકળા જેમ વરાળમાં બાફી ને પણ તૈયાર કરી શકો છો ઢોકળીના મિશ્રણ માં આડી મરચા ને લસણની પેસ્ટ નો સ્વાદ ખૂબ સરસ આવે છે
  • ઘણા ઢોકળી ને તૈયાર થઈ ગયા પછી એક બે ચમચી તેલમાં શેકી ને પણ વાપરે છે
  • ગ્રેવી માટે મોરી છાસ નો ઉપયોગ કરશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુંદાનું શાક બનાવવાની રીત | ગુંદાનું શાક બનાવવાની રેસીપી | gunda nu shaak banavani rit | gunda nu shaak recipe in gujarati

લીલા મરચાનું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu banavani rit | lila marcha nu athanu recipe in gujarati

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | keri ni gotli no mukhwas recipe in gujarati

મસાલા ભાત બનાવવાની રીત | ખારી ભાત બનાવવાની રીત | masala bhat recipe in gujarati |khari bhat banavani rit | masala bhat banavani rit

મગદાળ ના પરોઠા બનાવવાની રીત | moong dal na parotha banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મગદાળ ના પરોઠા બનાવવાની રીત – moong dal na parotha banavani rit શીખીશું. આ પરોઠા તમને મગદાળ ની કચોરી કરતા પણ વધારે ટેસ્ટી લાગશે અને મગદાળ ની કચોરી કરતા હેલ્થી પણ બને છે, If you like the recipe do subscribe Food Forever YouTube channel on YouTube , આ પરોઠા તમે મગદાળ ની કચોરી માંથી બચેલા મસાલા માંથી અથવા તાજો નવો ફ્રેશ મસાલો બનાવી ને તૈયાર કરી શકો છો તો ચાલો moong dal na paratha recipe in gujarati શીખીએ.

મગદાળ ના પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • પલાળેલી મગદાળ 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • ઝીણું સમારેલું કેપ્સીકમ ½
  • છીણેલું ગાજર ¼ કપ
  • બાફેલા બટાકા 1-2
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • શેકવા માટે તેલ

મગદાળ ના પરોઠા બનાવવાની રીત

મગદાળ ના  પરોઠા બનાવવા સૌપ્રથમ લોટ બાંધી ને તૈયાર કૃષિ ત્યાર બાદ સ્ટફિંગ માટે દાળ પલાળી અધ કચરી બાફી ને પીસી લેશું ને બીજા શાક ઝીણા સુધારી મિક્સ કરી મસાલો તૈયાર કરી લેશું ત્યાર બાદ પરોઠા વણી ને શેકી લેશું તો તૈયાર છે મગદાળ ના પરોઠા.

લોટ બાંધવાની રીત

એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને lyobtyar બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ નું પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધો ને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી તેલ લગાવી ઢાંકી એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

એક વાસણમાં સાફ કરેલ મગદાળ લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક અથવા આખી રાત પલાળી મુકો. ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી બીજી વાત બે પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો.

 હવે ગેસ પર એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરો પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલી દાળ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી ને ગરમ પાણી અલગ કરી ઠંડુ પાણી નાખી ઠંડી કરી લ્યો.

હવે મિક્સર જારમાં દાળ, લીલા ધાણા સુધારેલા અને લીલા મરચા સુધારેલા નાખી દરદરા પીસી લ્યો. ત્યાર બાદ એક વાસણમાં કાઢી એમાં ઝીણી સુધારેલી ડુંગળી, છીણેલું ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ,  બાફેલા બટાકા ને મેસ કરેલ, આદુ પેસ્ટ, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

મગદાળ ના પરોઠા બનાવવાની રીત

બાંધેલા લોટ ને ફરી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એક લુવો લઈ કોરબ્લોટ વડે થોડો વણી લ્યો અથવા લુવા ને વાટકા નો આકાર આપી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી બરોબર બંધ કરી લ્યો અને વેલણ વડે હલકા હાથે વણી લ્યો.

હવે ગેસ પર એક તવી ગરમ કરો તવી થોડી ગરમ થાય એટલે વણેલા પરોઠા ને એમાં નાખી બને બાજુ થોડો ચડાવી લ્યો ત્યારબાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ પરોઠા ને વણી ને શેકી તૈયાર કરો ને આંબલી ની ચટણી સાથે સર્વ કરો મગદાળ ના પરોઠા.

moong dal na paratha recipe in gujarati notes

  • સ્ટફિંગ માં જો તમે ડુંગળી ના ખાતા હો તો ના નાખવી.
  • મસાલા તમારી મરજી મુજબ વધુ ઓછા કરી નાખવા.

moong dal na parotha banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Forever ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

moong dal na paratha recipe in gujarati

મગદાળ ના પરોઠા - મગદાળ ના પરોઠા બનાવવાની રીત - moong dal na parotha banavani rit - moong dal na paratha recipe in gujarati

મગદાળ ના પરોઠા બનાવવાની રીત | moong dal na parotha banavani rit | moong dal na paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મગદાળ ના પરોઠા બનાવવાની રીત – moong dal na parotha banavani rit શીખીશું. આ પરોઠા તમને મગદાળ ની કચોરી કરતા પણ વધારે ટેસ્ટી લાગશે અનેમગદાળ ની કચોરી કરતા હેલ્થી પણ બને છે, If you like the recipe do subscribe Food Forever YouTube channel on YouTube , આ પરોઠા તમે મગદાળની કચોરી માંથી બચેલા મસાલા માંથી અથવા તાજો નવો ફ્રેશ મસાલો બનાવી ને તૈયાર કરી શકોછો તો ચાલો moong dal na paratha recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

મગદાળના પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ પલાળેલીમગદાળ 1
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ લીલા ધાણા સુધારેલા
  • ½ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • ¼ કપ છીણેલું ગાજર
  • 1-2 બાફેલા બટાકા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી મરી પાઉડર
  • મીઠુંસ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • શેકવા માટે તેલ

Instructions

મગદાળ ના પરોઠા | moong dal na parotha | moong dal na paratha recipe

  • મગદાળના  પરોઠા બનાવવા સૌપ્રથમ લોટ બાંધી નેતૈયાર કૃષિ ત્યાર બાદ સ્ટફિંગ માટે દાળ પલાળી અધ કચરી બાફી ને પીસી લેશું ને બીજા શાકઝીણા સુધારી મિક્સ કરી મસાલો તૈયાર કરી લેશું ત્યાર બાદ પરોઠા વણી ને શેકી લેશું તોતૈયાર છે મગદાળ ના પરોઠા.

લોટ બાંધવાની રીત

  • એક વાસણમાંઘઉંનો લોટ ચાળી નેlyobtyar બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી તેલ નાખી બરોબર મિક્સકરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ નું પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધો ને બાંધેલાલોટ ને બે મિનિટ મસળી તેલ લગાવી ઢાંકી એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

  • એક વાસણમાં સાફ કરેલ મગદાળ લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી ચારપાંચ કલાક અથવા આખી રાત પલાળી મુકો. ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી બીજી વાત બે પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો.
  •  હવે ગેસ પર એક તપેલી માં બે ગ્લાસપાણી ગરમ કરો પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલી દાળ નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી ને ગરમ પાણી અલગ કરી ઠંડુ પાણી નાખી ઠંડી કરીલ્યો.
  • હવેમિક્સર જારમાં દાળ, લીલા ધાણા સુધારેલા અને લીલા મરચા સુધારેલા નાખી દરદરા પીસી લ્યો. ત્યાર બાદ એક વાસણમાં કાઢી એમાં ઝીણી સુધારેલી ડુંગળી, છીણેલું ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ,  બાફેલા બટાકા ને મેસ કરેલ,આદુ પેસ્ટ, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

મગદાળના પરોઠા બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને ફરી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એક લુવો લઈ કોરબ્લોટ વડે થોડો વણી લ્યો અથવા લુવા ને વાટકા નો આકાર આપી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી બરોબર બંધ કરી લ્યો અને વેલણ વડે હલકા હાથે વણી લ્યો.
  • હવે ગેસ પર એક તવી ગરમ કરો તવી થોડી ગરમ થાય એટલે વણેલા પરોઠા ને એમાં નાખી બને બાજુ થોડો ચડાવી લ્યો ત્યારબાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. આમ બધા જ પરોઠા ને વણી ને શેકી તૈયાર કરો ને આંબલી ની ચટણી સાથે સર્વ કરો મગદાળ ના પરોઠા.

moong dal na paratha recipe in gujarati notes

  • સ્ટફિંગમાં જો તમે ડુંગળી ના ખાતા હો તો ના નાખવી.
  • મસાલાતમારી મરજી મુજબ વધુ ઓછા કરી નાખવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બટર મસાલા કોર્ન બનાવવાની રીત | butter masala corn banavani rit | butter masala corn recipe in gujarati

મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit | masala roti recipe in gujarati

પનીર મોમોસ બનાવવાની રીત | paneer momos banavani rit | paneer momos recipe in gujarati

બટર મસાલા કોર્ન બનાવવાની રીત | butter masala corn banavani rit | butter masala corn recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે  બટર મસાલા કોર્ન / ભુટ્ટો બનાવવાની રીત શીખીશું. આ બટર કોર્ન ભુટ્ટો ને આપણી દેશી ભાષા માં માખણ મસાલા સાથે શેકેલ મકાઈ અથવા તીખી મસાલા મકાઈ, સ્ટ્રીટ સ્ટાઈલ શેકેલ મકાઈ પણ કહી શકો છો, If you like the recipe do subscribe  food species by jyoti YouTube channel on YouTube , જે આપણે બહાર ખાસ દરિયા કિનારે ફરવા જઇએ ત્યાર ખૂબ ખાતા હોઈએ છીએ. જે ઘણી જગ્યાએ બાફેલી મસાલા સાથે તો ઘણી જગ્યાએ શેકેલી મળે છે તો આજ આપણે શેકી ને તૈયાર કરેલ બટર મસાલા કોર્ન / ભુટ્ટો બનાવવાની રીત શીખીએ.

બટર મસાલા કોર્ન બનાવવા જરૂરી સામગ્રી

  • લીલી કાચી મકાઈ 2
  • તીખા લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ⅛ ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું ¼ ચમચી
  • લીંબુ જરૂર મુજબ

બટર મસાલા કોર્ન બનાવવાની રીત

બટર મસાલા કોર્ન / ભુટ્ટો બનાવવા સૌપ્રથમ એક વાટકા માં તીખા લાલ મરચાનો પાઉડર, સંચળ, મરી પાઉડર અને મીઠું નાખી ને બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો મસાલો.

હવે કાચી મકાઈ લેશું એના પર રહેલ ફોતરા કાઢી ને અલગ કરી લેશું અને દાડી ને લાંબી જ રહેવા દેવી અને એની સાથે રહેલ રેસા ને પણ અલગ કરી લેવા ત્યાર બાદ મકાઈ ને ચેક કરી લેવી કે ક્યાંય ખરાબ નથી ને જોંખરબ હોય તો એ ભાગ અલગ કરી નાખવો.

હવે એક વખત મકાઈ ને ધોઇ નાખો અને કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ મકાઈ પર ઓગળેલું માખણ આખી મકાઈ પર લગાવી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી એના પર મકાઈ મૂકી  થોડી થોડી વારે ફેરવી ને બરોબર શેકી લ્યો.

મકાઈ ને બધી બાજુથી બરોબર શેકી લેવા. આમ બરોબર શેકી લીધા બાદ શેકેલ મકાઈ ને ગેસ પર થી ઉતારી  લ્યો ને ગેસ બંધ કરી નાખો અથવા બીજી મકાઈ ને શેકી શકો છો.

ત્યારબાદ શેકેલ મકાઈ પર લીંબુ ની સ્લાઈસ ઘસી ને લગાવી લ્યો અથવા લીંબુને તૈયાર કરેલ મસાલા માં બોળી ને પણ તમે શેકેલ મકાઈ ઉપર મસાલા સાથે લીંબુ લગાવી લ્યો. તો તૈયાર છે આપણો બટર મસાલા કોર્ન / ભુટ્ટો.

butter masala corn recipe in gujarati notes

  • અહીં મસાલા માં તમે બીજા કોઈ ફ્લેવર્સ નાખવા માંગો તો પણ નાખી ને તૈયાર કરી શકો છો.
  • તમે મકાઈ ને શેકી લીધા બાદ પણ માખણ , મસાલા અને લીંબુ લગાવી શકો છો.

butter masala corn banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર food species by jyoti ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

butter masala corn recipe in gujarati

બટર મસાલા કોર્ન - બટર મસાલા કોર્ન બનાવવાની રીત - butter masala corn - butter masala corn banavani rit - butter masala corn recipe in gujarati

બટર મસાલા કોર્ન બનાવવાની રીત | butter masala corn banavani rit | butter masala corn recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે  બટર મસાલા કોર્ન / ભુટ્ટો બનાવવાની રીત શીખીશું. આ બટર કોર્ન ભુટ્ટો નેઆપણી દેશી ભાષા માં માખણ મસાલા સાથે શેકેલ મકાઈ અથવા તીખી મસાલા મકાઈ, સ્ટ્રીટ સ્ટાઈલ શેકેલ મકાઈ પણ કહી શકો છો, જે આપણે બહાર ખાસ દરિયા કિનારે ફરવા જઇએત્યાર ખૂબ ખાતા હોઈએ છીએ. જે ઘણી જગ્યાએ બાફેલી મસાલા સાથે તોઘણી જગ્યાએ શેકેલી મળે છે તો આજ આપણે શેકી ને તૈયાર કરેલ બટર મસાલા કોર્ન /ભુટ્ટો બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 bhuta

Equipment

  • 1 ગેસ

Ingredients

બટર મસાલા કોર્ન બનાવવા જરૂરી સામગ્રી

  • 2 લીલી કાચી મકાઈ
  • 1 ચમચી તીખા લાલ મરચાનો પાઉડર
  • ચમચી મરી પાઉડર
  • ½ ચમચી સંચળ
  • ¼ ચમચી મીઠું
  • લીંબુ જરૂર મુજબ

Instructions

બટર મસાલા કોર્ન બનાવવાની રીત | butter masala corn banavani rit | butter masala corn recipe in gujarati

  • બટર મસાલા કોર્ન / ભુટ્ટો બનાવવા સૌપ્રથમ એક વાટકા માં તીખા લાલ મરચાનો પાઉડર, સંચળ, મરી પાઉડર અને મીઠું નાખી ને બરોબર મિક્સ કરી મસાલોતૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો મસાલો.
  • હવે કાચી મકાઈ લેશું એના પર રહેલ ફોતરા કાઢી ને અલગ કરી લેશું અને દાડી ને લાંબી જ રહેવા દેવી અને એની સાથે રહેલ રેસા ને પણ અલગ કરી લેવા ત્યાર બાદ મકાઈ ને ચેક કરી લેવી કે ક્યાંય ખરાબ નથી ને જોંખરબ હોય તો એ ભાગ અલગ કરી નાખવો.
  • હવે એક વખત મકાઈ ને ધોઇ નાખો અને કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ મકાઈ પર ઓગળેલું માખણ આખી મકાઈ પર લગાવી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી એના પર મકાઈ મૂકી  થોડી થોડી વારે ફેરવી ને બરોબર શેકી લ્યો. મકાઈ ને બધીબાજુથી બરોબર શેકી લેવા. આમ બરોબર શેકી લીધા બાદ શેકેલ મકાઈ નેગેસ પર થી ઉતારી  લ્યોને ગેસ બંધ કરી નાખો અથવા બીજી મકાઈ ને શેકી શકો છો.
  • ત્યારબાદ શેકેલ મકાઈ પર લીંબુ ની સ્લાઈસ ઘસી ને લગાવી લ્યો અથવા લીંબુને તૈયાર કરેલ મસાલા માંબોળી ને પણ તમે શેકેલ મકાઈ ઉપર મસાલા સાથે લીંબુ લગાવી લ્યો. તો તૈયાર છે આપણો બટર મસાલાકોર્ન / ભુટ્ટો.

butter masala corn recipe in gujarati notes

  • અહીં મસાલા માં તમે બીજા કોઈ ફ્લેવર્સ નાખવા માંગો તો પણ નાખી ને તૈયાર કરી શકો છો.
  • તમે મકાઈ ને શેકી લીધા બાદ પણ માખણ , મસાલા અને લીંબુ લગાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત | chana chor garam chaat banavani rit

બટાકા સોજી બોલ બનાવવાની રીત | Bataka soji bol banavani rit | Bataka soji bol recipe in gujarati

આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati

ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit | Tacos recipe in gujarati

મખાનિયા લસ્સી બનાવવાની રીત | Makhaniya Lassi banavani rit | Makhaniya Lassi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મખાનિયા લસ્સી બનાવવાની રીત – Makhaniya Lassi banavani rit શીખીશું. આ લસ્સી જોધપુર લસ્સી ના નામ થી પણ ઓળખાય છે, If you like the recipe do subscribe Veg Rasoi Recipes  YouTube channel on YouTube ,જે પંજાબી લસ્સી થી થોડી ઘટ્ટ હોય છે. આ લસ્સી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઠંડી ઠંડી મજા લઇ શકો છો. આ લસ્સી બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં રહેલ સામગ્રી થી તૈયાર થઈ જાય છે.  તો ચાલો Makhaniya Lassi recipe in gujarati શીખીએ.

મખાનિયા લસ્સી બનાવવા જરૂરી સામગ્રી

  • દહીં 4 કપ મોરુ
  • દૂધ ¼ કપ
  • કેસર ના તાંતણા 8-10 દૂધ માં નાખેલ
  • ખાંડ ½ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ડ્રાય ફ્રુટ ની કતરણ 2-3 ચમચી
  • માખણ જરૂર મુજબ

મખાનિયા લસ્સી બનાવવાની રીત

મખાનિયા લસ્સી બનાવવા સૌપ્રથમ એક સાફ કોટન ના કપડા માં મારું દહી નાખી ને એની પોટલી બનાવી લ્યો ને ફેરવી ને જેટલું પાણી નીકળે એટલું પાણી નિતારી દયો ત્યાર બાદ પોટલી ને ગાંઠ વાળી ચારણી પર મૂકો અને ચારણી ને તપેલી પર મૂકી એકાદ કલાક તપેલી ને ફ્રીઝ માં મૂકી દયો જેથી એમાંથી વધારા નું પાણી નીતરી જાય.

હવે એકાદ કલાક પછી દહી ને ફ્રીઝ માંથી કાઢી લ્યો ને બીજી તપેલી માં કાઢી લ્યો અને બરોબર મિક્સ કરી સ્મૂથ થાય ત્યાં સુંધી ફેટી લ્યો. દહી સ્મૂથ થાય એટલે એમાં દૂધ , કેસર ના તાંતણા દૂધ માં મિક્સ કરેલ,  એલચી પાઉડર, ખાંડ નાખી ને ફરી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણ માં ખાંડ બિલકુલ ઓગળી જાય ત્યાં સુંધી હલાવી ને મિક્સ કરતા રહો.

ખાંડ ઓગળી જાય એટલે ફ્રીઝ માં મૂકી ને ઠંડી કરી લ્યો ને લસ્સી ઠંડી થાય એટલે સર્વિંગ ગ્લાસ માં નાખો ઉપર માખણ અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ઠંડી ઠંડી સર્વ કરો મખાનિયા લસ્સી.

Makhaniya Lassi recipe in gujarati notes

  • દહી ખાટું ન થાય એટલે પાણી નીતરવા ફ્રીઝ માં મૂકવું.
  • ખાંડ ની જગ્યાએ પીસેલી ખાંડ પણ લઈ શકો અને ખાંડ ની માત્ર વધુ ઓછી પણ કરી શકો છો.
  • જો તમને વધારે ઘટ્ટ લસ્સી ના પસંદ હોય તો દૂધ વધારે નાખી શકો છો.

Makhaniya Lassi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Veg Rasoi Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Makhaniya Lassi recipe in gujarati

મખાનિયા લસ્સી - મખાનિયા લસ્સી બનાવવાની રીત - Makhaniya Lassi - Makhaniya Lassi banavani rit - Makhaniya Lassi recipe in gujarati

મખાનિયા લસ્સી | Makhaniya Lassi | મખાનિયા લસ્સી બનાવવાની રીત | Makhaniya Lassi banavani rit | Makhaniya Lassi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મખાનિયા લસ્સી બનાવવાની રીત – Makhaniya Lassi banavani rit શીખીશું. આ લસ્સી જોધપુર લસ્સી ના નામ થી પણ ઓળખાય છે,જે પંજાબી લસ્સી થી થોડી ઘટ્ટ હોય છે. આ લસ્સી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અનેઠંડી ઠંડી મજા લઇ શકો છો. આ લસ્સી બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાંરહેલ સામગ્રી થી તૈયાર થઈ જાય છે.  તો ચાલો Makhaniya Lassi recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

મખાનિયા લસ્સી બનાવવા જરૂરી સામગ્રી

  • 4 કપ દહીં મોરુ
  • ¼ કપ દૂધ
  • 8-10 કેસરના તાંતણા દૂધ માં નાખેલ
  • ½ કપ ખાંડ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 2-3 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ
  • માખણ જરૂર મુજબ

Instructions

મખાનિયા લસ્સી બનાવવાની રીત | Makhaniya Lassi banavani rit | Makhaniya Lassi recipe in gujarati

  • મખાનિયા લસ્સી બનાવવા સૌપ્રથમ એક સાફ કોટન ના કપડા માં મારું દહી નાખી ને એની પોટલી બનાવી લ્યોને ફેરવી ને જેટલું પાણી નીકળે એટલું પાણી નિતારી દયો ત્યાર બાદ પોટલી ને ગાંઠ વાળી ચારણી પર મૂકો અને ચારણી ને તપેલી પર મૂકી એકાદ કલાક તપેલી ને ફ્રીઝ માં મૂકી દયો જેથી એમાંથી વધારા નું પાણી નીતરી જાય.
  • હવે એકાદ કલાક પછી દહી ને ફ્રીઝ માંથી કાઢી લ્યો ને બીજી તપેલી માં કાઢી લ્યો અને બરોબર મિક્સ કરી સ્મૂથ થાય ત્યાં સુંધી ફેટી લ્યો. દહી સ્મૂથ થાય એટલે એમાં દૂધ , કેસર ના તાંતણા દૂધ માં મિક્સ કરેલ,  એલચી પાઉડર,ખાંડ નાખી ને ફરી બરોબર મિક્સ કરી લ્યો. મિશ્રણમાં ખાંડ બિલકુલ ઓગળી જાય ત્યાં સુંધી હલાવી ને મિક્સ કરતા રહો.
  • ખાંડ ઓગળી જાય એટલે ફ્રીઝ માં મૂકી ને ઠંડી કરી લ્યો ને લસ્સી ઠંડી થાય એટલે સર્વિંગ ગ્લાસમાં નાખો ઉપર માખણ અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ઠંડી ઠંડી સર્વ કરો મખાનિયા લસ્સી.

Makhaniya Lassi recipe in gujarati notes

  • દહી ખાટું ન થાય એટલે પાણી નીતરવા ફ્રીઝ માં મૂકવું.
  • ખાંડ ની જગ્યાએ પીસેલી ખાંડ પણ લઈ શકો અને ખાંડ ની માત્ર વધુ ઓછી પણ કરી શકો છો.
  • જો તમને વધારે ઘટ્ટ લસ્સી ના પસંદ હોય તો દૂધ વધારે નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મેંગો ફ્રુટી બનાવવાની રીત | mango frooti banavani rit | mango frooti recipe in gujarati

ગુલાબ નો શરબત બનાવવાની રીત | gulab no sharbat banavani rit | gulab sharbat recipe in gujarati

હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit | hot chocolate recipe in gujarati

ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત | chana chor garam chaat banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત – chana chor garam chaat banavani rit શીખીશું. આપણે બધા ને ચાર્ટ ખાવાનો ખૂબ જ શોખ હોય છે, If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube , બહાર જ્યારે પણ ફરવા જઈ એ ત્યારે અલગ અલગ પ્રકારના ચાર્ટ ખાતા હોઈએ છીએ એમાં ખાસ ચણા જોર ગરમ ચાર્ટ ખાતા જ હોઈએ. બજારમાંથી તૈયાર ચણા ચિપ્સ પણ આપણે ઘણી વખત લઈ આવતા હોઈએ છીએ પણ આજ આપણે ઘરે દેશી ચણા માંથી ચણા ની ચિપ્સ બનાવી ને ચાર્ટ બનાવવાની રીત શીખીશું. તો ચાલો chana chor garam chaat recipe in gujarati શીખીએ.

ચણા જોર ગરમ ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • દેશી ચણા 1 કપ
  • પાણી 2 ગ્લાસ

મસાલો બનાવવા માટેની સામગ્રી

  • મીઠું ½ ચમચી
  • સંચળ 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ફુદીના પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી

ચાર્ટ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 1 ( ઓપ્શનલ છે )
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 2-3 ચમચી
  • લીંબુનો રસ જરૂર મુજબ

ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત

ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત  મા પેલે મસાલો બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ચણા માંથી ચટપટી બનાવવાની રીત  અને ચાટ બનવતા શીખીશું

મસાલો બનાવવાની રીત

મિક્સર જાર માં મીઠું, સંચળ, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, લાલ મરચાનો પાઉડર, ફુદીના પાઉડર, આમચૂર પાઉડર નાખી ને મિક્સર ની ઢાંકણ બંધ કરી પીસી લ્યો તો તૈયાર છે મસાલો.

ચણા માંથી ચટપટી બનાવવાની રીત

ચણા જોર ગરમ ચાર્ટ બનાવવા સૌપ્રથમ દેશી ચણા ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ.કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં સાફ કરેલ ચણા નાખી દયો ને ચાર મિનિટ સુંધી પાણી સાથે ઉકળવા દયો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ચણા ને ચારણી માં કાઢી લ્યો.

હવે એક મોટી તપેલી માં બે ત્રણ જાડા નેપકીન મૂકો હવે એમાં ચારણી વાળા ચણા નાખી ને નેપકીન ને પેક કરી નાખો ને ઉપર બીજા એક બે નેપકીન ઢાંકી દયો ને આઠ થી દસ કલાક અથવા આખી રાત એમજ રહેવા દયો.

આઠ કલાક પછી થોડા થોડા ચણા કાઢી ને એક એક ચણા ને ધસ્તા વડે ફૂટી ને ચપટા કરી કરો. ને એક થાળી માં કાઢતા જાઓ. આમ થોડા થોડા કરી બધા ચણા ને ચપટા કરી લ્યો અને થાળી માં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વચ્ચે ચારણી કે ગરણી મૂકો ને એમાં ચપટા કરેલ ચણા થોડા થોડા નાખતા જઈ ગોલ્ડન તરી લ્યો. આમ બધા ચપટા ચણા ને ગોલ્ડન તરી લ્યો અને ચારણી માં કાઢી લ્યો. હવે ચણા પર તૈયાર કરેલ મસાલા ની એક થી બે ચમચી છાંટી બરોબર મિક્સ કરી લ્યો ને ચણા ને ઠંડા થવા દયો. ચણા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ચાર્ટ ખાવા ની ઈચ્છા થાય ત્યારે ચાર્ટ બનાવો.

ચાર્ટ બનાવવાની રીત

એક પ્લેટ કે તપેલી માં તૈયાર કરેલ ચણા ની ચટપટી નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ તૈયાર કરેલ મસાલો અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી ચાર્ટ તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ચણા જોર ગરમ ચાર્ટ.

chana chor garam chaat recipe in gujarati notes

  • અહીં તમે પુરી બનાવવા ના મશીન માં પણ ચણા મૂકી દબાવી ને ચટ પટી બનાવી શકો છો.
  • તમે ચાર્ટ માં ઝીણા સમારેલા ટામેટા, કેરી પણ નાખી શકો છો.

chana chor garam chaat banavani rit | recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chana chor garam chaat recipe in gujarati

ચણા જોર ગરમ ચાટ - ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત - chana chor garam chaat - chana chor garam chaat banavani rit - chana chor garam chaat recipe in gujarati

ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત | chana chor garam chaat banavani rit | chana chor garam chaat recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત – chana chor garam chaat banavani rit શીખીશું. આપણે બધા ને ચાર્ટ ખાવાનોખૂબ જ શોખ હોય છે,બહાર જ્યારે પણ ફરવા જઈ એ ત્યારે અલગ અલગ પ્રકારના ચાર્ટ ખાતા હોઈએ છીએ એમાંખાસ ચણા જોર ગરમ ચાર્ટ ખાતા જ હોઈએ. બજારમાંથી તૈયાર ચણા ચિપ્સપણ આપણે ઘણી વખત લઈ આવતા હોઈએ છીએ પણ આજ આપણે ઘરે દેશી ચણા માંથી ચણા ની ચિપ્સ બનાવીને ચાર્ટ બનાવવાની રીત શીખીશું. તો ચાલો chana chor garam chaat recipe in gujarati શીખીએ.
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ધસ્તો

Ingredients

ચણા જોર ગરમ ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ દેશી ચણા
  • 2 ગ્લાસ પાણી

મસાલો બનાવવા માટેની સામગ્રી

  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ફુદીના પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર

ચાર્ટ બનાવવા માટેની સામગ્રી

  • 1 ઝીણી સુધારેલી ડુંગળી ( ઓપ્શનલ છે )
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • લીંબુનો રસ જરૂર મુજબ

Instructions

 ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત | chana chor garam chaat banavani rit | chana chor garam chaat recipe in gujarati

  • ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત  મા પેલે મસાલો બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ચણા માંથી ચટપટી બનાવવાની રીત અને ચાટ બનવતા શીખીશું

મસાલો બનાવવાની રીત

  • મિક્સર જાર માં મીઠું, સંચળ, શેકેલ જીરું પાઉડર, ચાર્ટમસાલો, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, લાલ મરચાનો પાઉડર, ફુદીના પાઉડર, આમચૂર પાઉડરનાખી ને મિક્સર ની ઢાંકણ બંધ કરી પીસી લ્યો તો તૈયાર છે મસાલો.

ચણા માંથી ચટપટી બનાવવાની રીત

  • ચણા જોર ગરમ ચાર્ટ બનાવવા સૌપ્રથમ દેશી ચણા ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક તપેલી માં બેગ્લાસ પાણી ગરમ.કરવા મૂકો. પાણી ઉકળવા લાગેએટલે એમાં સાફ કરેલ ચણા નાખી દયો ને ચાર મિનિટ સુંધી પાણી સાથે ઉકળવા દયો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ચણા ને ચારણી માં કાઢી લ્યો.
  • હવે એક મોટી તપેલી માં બે ત્રણ જાડા નેપકીન મૂકો હવે એમાં ચારણી વાળા ચણા નાખી ને ને પકીનને પેક કરી નાખો ને ઉપર બીજા એક બે નેપકીન ઢાંકી દયો ને આઠ થી દસ કલાક અથવા આખી રાતએમજ રહેવા દયો.
  • આઠ કલાક પછી થોડા થોડા ચણા કાઢી ને એક એક ચણા ને ધસ્તા વડે ફૂટી ને ચપટા કરી કરો. ને એક થાળી માં કાઢતા જાઓ.આમ થોડા થોડા કરી બધા ચણા ને ચપટા કરી લ્યો અને થાળી માં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વચ્ચે ચારણી કે ગરણી મૂકોને એમાં ચપટા કરેલ ચણા થોડા થોડા નાખતા જઈ ગોલ્ડન તરી લ્યો. આમ બધા ચપટા ચણા ને ગોલ્ડનતરી લ્યો અને ચારણી માં કાઢી લ્યો. હવે ચણા પર તૈયાર કરેલ મસાલાની એક થી બે ચમચી છાંટી બરોબર મિક્સ કરી લ્યો ને ચણા ને ઠંડા થવા દયો. ચણા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ચાર્ટ ખાવા ની ઈચ્છાથાય ત્યારે ચાર્ટ બનાવો.

ચાટ બનાવવાની રીત

  • એક પ્લેટકે તપેલી માં તૈયાર કરેલ ચણા ની ચટપટી નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા,લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ તૈયાર કરેલ મસાલો અને લીંબુનો રસ નાખીબરોબર મિક્સ કરી ચાર્ટ તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ચણા જોર ગરમચાર્ટ.

chana chor garam chaat recipe in gujarati notes

  • અહીં તમે પુરી બનાવવા ના મશીન માં પણ ચણા મૂકી દબાવી ને ચટ પટી બનાવી શકો છો.
  • તમેચાર્ટ માં ઝીણા સમારેલા ટામેટા, કેરી પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત | palak sooji cheese balls banavani rit

ડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa banavani rit | dungri na samosa recipe gujarati

બટાકા ના ભજીયા બનાવવાની રીત | bataka na bhajiya recipe in gujarati

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત | Crispy Tawa Idli banavani rit | Crispy Tawa Idli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત શીખીશું. આ ઈડલી હૈદરાબાદ બાજુ ખૂબ પ્રખ્યાત છે જે રેગ્યુલર ઈડલી કરતા અલગ લાગે છે ને અંદર થી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બને છે, If you like the recipe do subscribe Yum Mantra YouTube channel on YouTube , આજ આપણે ઈડલી ની ખીરું પલળતા ભૂલી ગયા હોઈએ તો ઇન્સ્ટન્ટ ઈડલી ખીરું બનાવી ને તૈયાર કરી એક ખાસ સાઉથ ઈન્ડિયન મસાલા સાથે તવી પર ઈડલી બનાવવાની રીત શીખીશું તો ચાલો ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત શીખીએ.

ઈડલી નું ખીરું બનાવવા માટેની સામગ્રી

  • ચોખા નો લોટ 1 કપ
  • અડદ દાળ નો લોટ ½ કપ
  • પૌવા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • દહી ½ કપ
  • ઇનો 2 પેકેટ
  • પાણી 1 કપ

ગન પાઉડર બનાવવા માટેની સામગ્રી

  • ચણા દાળ ½ કપ
  • અડદ દાળ ¼ કપ
  • સફેલ તલ ¼ કપ
  • સૂકા લાલ મરચા 20-25
  • હિંગ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 10-12
  • ખાંડ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1 ચમચી

તવા ઈડલી બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
  • ઝીણા સમારેલા ટામેટા 1-2
  • ગન પાઉડર 2 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • લીલા ધાણા સુધારેલા

ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત

ક્રિસ્પી તવા ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઈડલી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ ગન પાઉડર બનાવી ને તૈયાર કરી લેશું છેલ્લે તવા ઉપર ઈડલી મસાલા સાથે ચડાવી ને તૈયાર કરીશું ક્રિસ્પી તવા ઈડલી.

ઈડલી નું મિશ્રણ બનાવવાની રીત

ઈડલી નું મિશ્રણ બનાવવા સૌપ્રથમ પૌવા ને મિક્સર જાર માં પીસી ને પાઉડર બનાવી લ્યો ને ચોખા અને અડદ દાળ ને પણ પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે એક મોટા વાસણમાં પીસેલી અડદ દાળ, ચોખા, પૌવા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, દહી નાખી મિક્સ કરી લ્યો છેલ્લે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ઈડલી ના મિશ્રણ જેવી મિશ્રણ તૈયાર કરી ઢાંકી એક બાજુ મૂકો.

ગન પાઉડર બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં ચણા દાળ અને અડદ દાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો દાળ ગોલ્ડન થવા લાગે એટલે એમાં સફેદ તલ, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન નાખી બરોબર મિક્સ કરી બીજી બે ચાર મિનિટ શેકી લ્યો.

હવે બધી સામગ્રી બરોબર શેકી લીધા બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ કરી લ્યો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી પીસી ને પાઉડર કરી લ્યો તો તૈયાર છે ગન પાઉડર.

તવા ઈડલી બનાવવાની રીત

ડુંગળી, ટમેટા, લીલા મરચા ને ઝીણા સુધારી લ્યો. હવે ગેસ પર એક તવી માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને લાઈટ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી મિક્સ કરી લ્યો અને ઝીણા સમારેલા ટામેટા નાખી ટમેટા ચડે ત્યાં સુંધી શેકી લ્યો.

ટમેટા શેકાઈ જાય એટલે એમાં ગન પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી તવી પર જ શેકેલ મસાલાના ચાર પાંચ ભાગ માં અલગ અલગ કરી નાખો હવે ઈડલી ના મિશ્રણ માં ઇનો નાખી બરોબર મિકસ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ભાગ કરેલ મસાલા પર જરૂર મુજબ કડછી વડે મિશ્રણ નાખો ને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો.

સાત મિનિટ પછી ઈડલી ને ઉથલાવી ને બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો ને ત્યાર બાદ ગરમ ગરમ તવા ઈડલી ને ચટણી સાથે સર્વ કરો ક્રિસ્પી તવા ઈડલી.

Crispy Tawa Idli recipe in gujarati notes

  • ઈડલી નું રેગ્યુલર ખીરું પણ વાપરી શકો છો.
  • અહી મસાલા માં તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
  • ડુંગળી ટમેટા વાળો મસાલો અલગ કડાઈ માં શેકી ને પણ તૈયાર કરી શકો છો.
  • તમે અપ્પમ પાત્ર માં પણ બનાવી શકો છો.

Crispy Tawa Idli banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yum Mantra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Crispy Tawa Idli recipe in gujarati

ક્રિસ્પી તવા ઈડલી - Crispy Tawa Idli - ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત - Crispy Tawa Idli banavani rit - Crispy Tawa Idli recipe in gujarati

ક્રિસ્પી તવા ઈડલી | Crispy Tawa Idli | ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત | Crispy Tawa Idli banavani rit | Crispy Tawa Idli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીતશીખીશું. આ ઈડલી હૈદરાબાદ બાજુ ખૂબ પ્રખ્યાત છે જે રેગ્યુલર ઈડલી કરતા અલગ લાગે છે નેઅંદર થી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બને છે, આજ આપણે ઈડલી ની ખીરું પલળતા ભૂલી ગયા હોઈએ તો ઇન્સ્ટન્ટ ઈડલી ખીરું બનાવીને તૈયાર કરી એક ખાસ સાઉથ ઈન્ડિયન મસાલા સાથે તવી પર ઈડલી બનાવવાની રીત શીખીશું તોચાલો ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 મિક્સર

Ingredients

ઈડલી નું ખીરું બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ચોખા નો લોટ
  • ½ કપ અડદ દાળ નો લોટ
  • ¼ કપ પૌવા
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ કપ દહી
  • 2 પેકેટ ઇનો
  • 1 કપ પાણી

ગન પાઉડર બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ચણા દાળ
  • ¼ કપ અડદ દાળ ¼ કપ
  • કપ સફેલ તલ ¼ કપ
  • 20-25 સૂકા લાલ મરચા
  • ½ ચમચી હિંગ
  • 10-12 મીઠા લીમડાના પાન
  • 2 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી તેલ

તવા ઈડલી બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 5-7 મીઠા લીમડાના પાન
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • 2 ચમચી ગન પાઉડર
  • લીલા ધાણા સુધારેલા

Instructions

ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત | Crispy Tawa Idli banavani rit | Crispy Tawa Idli recipe in gujarati

  • ક્રિસ્પી તવા ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઈડલી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ ગન પાઉડરબનાવી ને તૈયાર કરી લેશું છેલ્લે તવા ઉપર ઈડલી મસાલા સાથે ચડાવી ને તૈયાર કરીશું ક્રિસ્પીતવા ઈડલી.

ઈડલી નું મિશ્રણ બનાવવાની રીત

  • ઈડલીનું મિશ્રણ બનાવવા સૌપ્રથમ પૌવા ને મિક્સર જાર માં પીસી ને પાઉડર બનાવી લ્યો ને ચોખાઅને અડદ દાળ ને પણ પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે એક મોટા વાસણમાં પીસેલી અડદ દાળ, ચોખા, પૌવા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, દહી નાખી મિક્સ કરી લ્યો છેલ્લે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ઈડલી ના મિશ્રણજેવી મિશ્રણ તૈયાર કરી ઢાંકી એક બાજુ મૂકો.

ગન પાઉડર બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં ચણા દાળ અને અડદ દાળનાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો દાળ ગોલ્ડનથવા લાગે એટલે એમાં સફેદ તલ, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન નાખી બરોબર મિક્સ કરીબીજી બે ચાર મિનિટ શેકી લ્યો.
  • હવે બધી સામગ્રી બરોબર શેકી લીધા બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યોને મિશ્રણ ને ઠંડુ કરી લ્યો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી પીસી ને પાઉડર કરી લ્યો તો તૈયાર છે ગન પાઉડર.

તવા ઈડલી બનાવવાની રીત

  • ડુંગળી, ટમેટા, લીલા મરચા ને ઝીણા સુધારી લ્યો. હવે ગેસ પર એક તવી માંતેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને લાઈટ ગોલ્ડનશેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી મિક્સ કરી લ્યો અને ઝીણા સમારેલાટામેટા નાખી ટમેટા ચડે ત્યાં સુંધી શેકી લ્યો.
  • ટમેટા શેકાઈ જાય એટલે એમાં ગન પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી તવી પર જ શેકેલમસાલાના ચાર પાંચ ભાગ માં અલગ અલગ કરી નાખો હવે ઈડલી ના મિશ્રણ માં ઇનો નાખી બરોબરમિકસ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ભાગ કરેલ મસાલા પર જરૂર મુજબ કડછી વડે મિશ્રણ નાખોને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો.
  • સાત મિનિટ પછી ઈડલી ને ઉથલાવી ને બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો ને ત્યાર બાદ ગરમગરમ તવા ઈડલી ને ચટણી સાથે સર્વ કરો ક્રિસ્પી તવા ઈડલી.

Crispy Tawa Idli recipe in gujarati notes

  • ઈડલીનું રેગ્યુલર ખીરું પણ વાપરી શકો છો.
  • અહી મસાલા માં તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
  • ડુંગળી ટમેટા વાળો મસાલો અલગ કડાઈ માં શેકી ને પણ તૈયાર કરી શકો છો.
  • તમેઅપ્પમ પાત્ર માં પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઉત્તપમ બનાવવાની રીત | uttapam banavani rit | uttapam recipe in gujarati

ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar recipe in gujarati

ઢોસા બનાવવાની રીત | મસાલા ઢોસા બનાવવાની રીત | Masala dosa banavani rit |Masala dosa recipe in Gujarati